સાગર અને ધારા પોતાની જીંદગી ના હસીન અને અંતરંગ પળ સાથે વિતાવી થોડી વાર એકબીજાની બાહોમાં સમાયેલા રહે છે. સાગર ના ખભા પર ધારા એ માથું મૂકેલું હોય છે અને ધારા ની આંખો માંથી આંસુ સાગર ના ખભા ને ભીંજવી રહ્યા હોય છે, આ જોઈ સાગર ધારા નો ચહેરો પોતાના ચહેરા સમક્ષ લાવે છે ને કહે છે કે ધારા તું કેમ રડી રહી છે? ધારા એક પવિત્ર વિચાર વાળી છોકરી હતી એટલે ધારા ને પોતાનું કૌમાર્યભંગ થવાનો વસવસો હતો પણ સામે પોતાના જીવનનો ભરથાળ અને મનનો માણીગર માણી બેથેલ સાગર જોડે પોતાનો ખાસ સમય વ્યતીત કરવાની ખુશી પણ હતી.
સાગર ધારાની આંખોમાંથી વહી રહેલા ઝાકળબિંદુ સમાન આંસુઓને આંગળી થી લૂછીને પોતાની બાહોમાં સમાવી લે છે અને ધારા ની પીઠ પર પ્રેમસભર હાથ ફેરવીને શાંત કરે છે. સાગર પોતાના મન સમજી જાય છે કે ધારા કેમ રડતી હોય છે.
સાગર ધારા નો હાથ લઈને પોતાના હાથ રાખી ને ધારા ને વચન આપે છે કેમ દુનિયા આમ થી તેમ થઇ જાય કે ઉથલપાથલ થઇ જાય, અથવા તો આપણા પરિવાર ની દુશમની આપણી વચ્ચે આવી જાય કે કોઈપણ મુશ્કેલી આવી જાય તો પણ હું તારો સાથ ક્યારેય નહીં છોડું અને તને જ મારી જીવનસંગીની બનાવીને રહીશ. સાગર નું આટલું કહેતાં ધારા નો ચહેરો ખીલેલા ગુલાબ ની જેમ ખીલી ઉઠે છે અને ધારા નો ખીલખીલાટ ચહેરો જોઈ સાગર પણ ખુશખુશ થઇ જાય છે.
સાગર અને ધારા ની આ ખુશી એક દર્દનાક વેદના માં પરિવર્તિત થઇ જવાની હતી, એતો સમય આવે પુરવાર થઇ જવાનુ હતું, જેમ તોફાને ચડેલ સાગર માં નાવડી વેરવિખેર થઇ જાય એમ ધારા ની પ્રેમનૈયા પણ વેરવિખેર થઇ જવાની હતી, પણ એનાથી હાલ તો અજાણ સાગર અને ધારા પોતાની આજ ની ખુશી માં વ્યસ્ત હતાં.
ઢળતી સંધ્યા હવે સાગર અને ધારા ને આ પ્રેમભર્યા મિલન ને પૂર્ણ કરવા કહી રહી હતી, સમય ની મર્યાદા હવે બંને ને પોતાની લાગણીઓ પર અંકુશ રાખવા કહી હતી, બંને ને હવે પોતપોતાના ઘર તરફ નીકળવું જોઈએ એવુ બંને એકબીજાને કહે છે, પણ આવી મધુર પળોને માણ્યા પછી બંનેને જુદા પડવું બિલકુલ પસંદ નહોતું આવી રહ્યું. પણ નાછૂટકે જુદા પડીને વિરહ અને ઇંતેજાર ને ભોગવવો તો પડશે જ એવું વિચારી સાગર ધારા ને પોતાની મજબૂત બાહોમાં ઉઠાવી ને નર્મદા ના સંગમ નો ઢોળાવ ચડે છે, આ બંને નો બેસુમાર પ્રેમ જોઈને ત્યાં નો રમણીય સંગમ અને ઢળતી સંધ્યા પુલકિત થઇ ઉઠે છે ને આવા પ્રેમનો શાક્ષી બની રહે છે.
સાગર અને ધારા બંને હવે સંગમ ની નજીક આવી પહોંચે છે, પણ હજીયે છુટા પડવાની બંનેમાંથી કોઈને ઈચ્છા થતી નથી. પણ સાગર ધારા નો હાથ પકડીને આવતી પૂનમ ના દિવસે અહિયાં ફરી મળીશું એવો કોલ આપે છે એ પછી બંને પોતપોતાના ઘરે રવાના થાય છે.
સાગર અને ધારા પોતપોતાના ઘરે તો પહોંચી જાય છે પણ સાગર અને ધારા ના મિલન ને ધારા ની માતા ના ખેતર માં કામ કરતો માણસ આ બધું જોઈ જાય છે અને એ માણસ આ બધી ઘટના ધારા ની માતા વીસળબા ને જઈને કહે છે. વીસળબા આ બધું સાંભળી આગ ની જ્વાળા ની જેમ ભભૂકી ઉઠે છે. અને સાગર અને ધારા બંને ને જાનથી મારી નાખવાનું વિચારી લે છે.
આ તરફ સાગર અને ધારા આ વાત થી અજાણ આજ ની હસીન પળોને યાદ કરીને એકબીજા માટે પ્રેમાતુર બની રહ્યા હોય છે અને આવતી મુલાકાત ને વધારે ને વધારે હસીન બને એના માટે વિચારી રહ્યા હોય છે.
વીસળબા ધારા અને સાગર ની આગળ ની મુલાકાતમાં પોતાના માણસોને સાગર અને ધારા નું કાસળ કાઢી નાખવાનો હુકમ આપી દે છે, વીસેક જેટલાં માણસો આ માટે તૈયાર કરે છે.
*****
સાગર અને ધારા ના મિલન ને વીસળબા રોકી શકશે? સાગર અને ધારા ની પ્રેમકહાનીમાં આગળ શું થશે? કોને કરી હતી પ્રેમી યુગલ ની આવી હાલત એ આવતા અંકે...
તમે મારી અન્ય કહાની પણ વાંચી શકો છો..
દર્દભર્યો પ્રેમ : સત્યઘટના પર આધારીત
બસ એક તારા માટે
તમારું રેટિંગ ના આપવું અથવા ઓછું રેટિંગ આપવું એ મારા લખાણમાં ભૂલ છે એ તરફ આંગળી ચીંધે છે તો તમે Personaly મને મારી ભૂલ નીચે આપેલ Number પર કહી શકો છો.
તમારો અભિપ્રાય મને સારુ લખવા પ્રેરણા આપશે તો તમારો કિંમતી અભિપ્રાય મને આપવો.. તમારો અભિપ્રાય મને Chat Box અથવા મારા નીચે આપેલ Whatsup No. પર કરી આપી શકો છો.
નીતિન પટેલ
8849633855