Featured Books
શ્રેણી
શેયર કરો

જમીનદાર - પ્રેમ અને દુશ્મની ભાગ - 8


સાગર રાત ના સમયે પોતાની હવેલી ની છત પર ઉભો રહીને આકાશ માં રહેલ ચાંદ ની સામે અપલક નજરે જોઈ રહ્યો હોય છે અને એ ચાંદ માં સાગર ને ધારા નું મુખ દેખાઈ રહ્યું હોય છે, અને મનોમન વિચારી રહ્યો હોય છે કે આવતા પૂનમ ના દિવસે થવાવાળી મુલાકાત માં એ ધારા ને પોતાની અર્ધાંગિની ના રૂપ માં જોવા માંગે છે એ માટે એ ધારા ને વાત કરીને જ રહેશે, પણ આ સમયે સાગર નું હૃદય તો કહી રહ્યું હતું કે સાગર અત્યારે જ ધારા ને જનમોજનમ ની સાથી બનાવી દે, તારી આ હવેલી ની રોનક બનાવી દે, તારા હૃદય ની સામ્રાજ્ઞિ બનાવી દે. સાગર જો ચાહે તો ધારા ને એના ઘરે થી ઉપાડી ને પોતાની હવેલી ની શાન બનાવી શકતો હતો પણ સાગર એ વિસ્તાર નો જમીનદાર હોવાથી એની મર્યાદા માં આવું પગલું ના ભરી શકે એવું જાણતો હતો.

કેટલાય પ્રેમી યુગલો ને બેરહેમી થી મારનાર અને જુદા કરનાર અને જેની રગરગ માં નફરત ભરી હોય અને પ્રેમ નામ ના શબ્દ થી દૂર રહેનાર એવો સાગર આજે પ્રેમ માં એટલો પ્રેમનશી અને પાગલ બની ગયો હોય છે કે એનો પ્રેમ એટલે ધારા સિવાય એને બીજું કાંઈ દેખાતું નથી.

આ બાજુ એજ રાત ના સમયે પોતાના બિસાણા પર સૂતી ધારા ની પણ કંઈક આવી જ હાલત હતી, એજ સમયે ધારા પણ પોતાના સ્વપ્ન ના રાજકુમાર એવા સાગર ના વિચારો માં ખોવાઈ ગઈ હતી. ધારા વિચારતી હતી કે આ મુલાકાત માં એ સાગર ને પોતાનો પતિ બનાવી દે, ભરથાળ બનાવી દે, એના હૃદય ના સિંહાસન પર પોતાનો રાજ્યાભિષેક કરી દે, ના તૂટે એવા બંધન માં બાંધી દે. ધારા ને પણ થઇ રહ્યું હતું હાલ જ જઈને સાગર ની બાહોમાં સમાઈને સાત સાત જનમ સુધી એને મારો બનાવી લઉં, પણ એક છોકરી હોવાથી અને દુનિયા ના રિવાજો ને ધ્યાન માં રાખી એ આવું કદમ ભરી નહોતી શકતી.

સ્વપ્નો ની દુનિયા માં રાચતા સાગર અને ધારા આકાશ માં પ્રેમ રૂપી વાદળ માં સવાર થઇ પ્રેમ ભર્યો અહેસાસ નો મહેલ બનાવી રહ્યા હતા, પણ આ હવે ની મુલાકાત ધુમાડા ની જેમ ઓઝલ થઇ જશે એની બંને ને બિલકુલ કલ્પના પણ નહોતી. કેટલાય પારાવાર દર્દ માંથી પસાર થવાનું છે એ જાણ્યા વગર અત્યારે તો સાગર અને ધારા પ્રેમ થી પરિપૂર્ણ ભવિષ્ય બનાવી રહ્યા હતા.

પ્રેમ શબ્દ છે જ એવો ને કે જેને એની લત લાગી જાય ને તો પછી એનો નશો ક્યારેય ઉતરતો નથી, અને પહેલીવાર પ્રેમ નો અહેસાસ થાય ત્યારે તો દુનિયા રંગીન બની જાય છે. એક વ્યક્તિ પસંદ આવી જાય એટલે આખી દુનિયા ગમવા લાગે છે. બસ એટલું તો ખરું કે એના સિવાય બીજા કોઈની પરવા નથી રહેતી. એવું જ કંઈક સાગર અને ધારા નું પણ હોય છે, એકબીજા ના પરિવાર ની ખાનદાની દુષ્મની ને ભૂલી ને એકમેક ના પ્રેમ માં પડવું એજ કદાચ પ્રેમ નું મહત્વ બતાવે છે.

પ્રેમ ની મિશાલ બનાવવા નીકળેલા સાગર અને ધારા અસહનીય દર્દ સહીને સમય ના ગર્ભ માં ગરકાવ થઇ જવાના હતા. જયારે પ્રેમ કોઈ એક વ્યક્તિ સાથે થાય છે ને ત્યારે નફરત આખી દુનિયા કરવા લાગે છે પણ અહિયાં તો પોતાનો પરિવાર જ સૌથી મોટો દુશ્મન બનીને બેઠો છે એવી સાગર અને ધારા ને ક્યાં ખબર હતી.

ધારા ની માતા વિસળબા ધારા અને સાગર નું કાસળ કાઢી નાખવા જે વીસેક જેટલાં માણસો ને ભેગા કરીને હુકમ આપ્યો હોય છે એમાંથી એક દોલત ઉર્ફે દપુભાઈ જે એ વીસેક માણસો નો સરદાર હોય છે અને એ વીસળબા ને જણાવે છે કે જમીનદાર સાગર એક ડાલામથ્થો સાવજ જેવો છે અને એની સાથે બાથ ભીડાવવી એટલે એનો અર્થ મોત ને સામેથી આમંત્રણ આપવા બરાબર છે અને... એટલું કહેતાં જ વીસળબા એની વાત વચ્ચે જ અટકાવી ને કહે છે કે સાગર ને કેવી રીતે મારવો એની યુક્તિ જણાવે છે.


*****

વીસળબા સાગર ને મારવા કઈ યુક્તિ જણાવશે? દોલત ઉર્ફે દપુભાઈ નામનો માણસ કોણ હતો? સાગર અને ધારા ની પ્રેમકહાનીમાં આગળ શું થશે? કોને કરી હતી પ્રેમી યુગલ ની આવી હાલત એ આવતા અંકે...

તમે મારી અન્ય કહાની પણ વાંચી શકો છો..
દર્દભર્યો પ્રેમ : સત્યઘટના પર આધારીત
બસ એક તારા માટે

તમારું રેટિંગ ના આપવું અથવા ઓછું રેટિંગ આપવું એ મારા લખાણમાં ભૂલ છે એ તરફ આંગળી ચીંધે છે તો તમે Personaly મને મારી ભૂલ નીચે આપેલ Number પર કહી શકો છો.
તમારો અભિપ્રાય મને સારુ લખવા પ્રેરણા આપશે તો તમારો કિંમતી અભિપ્રાય મને આપવો.. તમારો અભિપ્રાય મને Chat Box અથવા મારા નીચે આપેલ Whatsup No. પર કરી આપી શકો છો.

નીતિન પટેલ
8849633855