Jamindar - Prem ane dushmani books and stories free download online pdf in Gujarati

જમીનદાર : પ્રેમ અને દુશ્મની


           પ્રથમવાર જ હું પ્રેમ કહાની લખી રહ્યો છું જેમાં પાત્રો અને સ્થાન કાલ્પનિક છે અને હું માત્ર મનોરંજનના હેતુથી લખી રહ્યો છુ. મારી આ સ્ટોરી માં દુશ્મની હોવા છતાં શરૂ થતો પ્રેમ અને એમાં બે જુદા જ પ્રકૃતિ અને સ્વભાવ વાળા પ્રેમી ની વાત છે જેમાં એ પ્રેમીઓને કેટલાય દર્દ અને વેદના મળે છે અને આવા પ્રેમ નું શુ પરિણામ આવે છે તો એના માટે આગળ જોઈયે...

     મહેસાણા જિલ્લા નો ઊંચાળો વિસ્તાર જ્યાં નર્મદા નદી અને રૂપેણ નદીનો સંગમ થાય છે પણ ઉનાળા ના સમયે રૂપેણ નદી માં પાણી ના વહેતુ હોવાથી ત્યાં વાહનો ની અવર જવર થવાથી એ જમીન રેતાળ બની જાય છે પણ એ રેતાળ જમીન લોહીથી લાલ થઇ ગઈ છે સારસ પક્ષીની બેલડી ના પ્રેમ નું પુનરાવર્તન કરતુ એક પ્રેમી યુગલ લોહીથી ખરડાયેલી હાલત માં પડ્યા છે એમના શરીર પર તલવાર અને લાકડી થી કરાયેલા ઘા માંથી લોહી વહ્યું જાય છે એના લીધે એ પ્રેમીઓના શરીર ની આજુબાજુની રેતી લાલ થઇ ગઈ છે કોણ હતું આ પ્રેમી યુગલ અને કોને કરી હતી એમની આવી હાલત.તો એના માટે ફ્લેશબેક માં જવું પડશે...

      એક જ સમયે બે સ્ત્રીઓ ને પ્રસૂતી પીડા થાય છે પણ બંને સ્ત્રીઓ ના સ્થાન અલગ હોય છે એક સ્ત્રી બાળકી ને જન્મ આપે છે જેનું નામ ધારા તે આગળ જતાં પ્રેમ અને લાગણી ની ધારા બની રહેશે તો બીજી સ્ત્રી બાળક ને જન્મ આપે છે જેનું નામ સાગર જે નફરત અને દહેશત નો સાગર બની રહેવાનો છે.. એજ સમયે ઇતિહાસે પોતાની કહાની આ બંને સાથે જન્મેલા બાળકો સાગર અને ધારા સાથે જોડી દીધી હતી બસ મુકામ સુધી પહોંચવા નું બાકી હતું.

      તો બંને સ્ત્રીઓ નો પરિચય આપું તો એ બંને સ્ત્રીઓ માંથી જે સ્ત્રીએ ધારાને જન્મ આપ્યો હતો તે છેટાસણા ગામના વિક્રમજીત કંથરાવી ની પત્ની વિસળબા જે સમૃદ્ધ પરીવાર થી છે અને તે ગામના મુખી છે જયારે સાગરને જન્મ આપનાર સ્ત્રી જમીનદાર જલવંત ગામી ની પત્ની સુજલબા છે..

     સમય જતાં બંન્ને સાગર અને ધારા યુવાન થઇ જાય છે, જરૂરતમંદ લોકોની મદદ, ગરીબોની સેવા, ઘરડા લોકોના નાના મોટા કામ કરીને એમને સહાય કરવી એવી સંસ્કારી અને નેકદિલ છે ધારા. જયારે લોકોની જમીન છીનવી લેવી, લોકો ને બેરહેમી થી મારવા અને એમની પર અત્યાચાર કરવો એવો દહેશતભર્યો અને ક્રૂર છે સાગર.

   પણ એકવાર આ વિપરીત વિચાર ધરાવતા સાગર અને ધારા નું મિલન બંનેના હૃદયમાં એકબીજાના પ્રેમનો અહેસાસ કરાવી જવાનું હતું.

      આજે જમીનદાર જલવંત ગામીની હવેલી માં સાગર ની જમીનદાર પોશી થવાની હતી. આજુબાજુ ગામ ના મુખી, રાજનીતિ ના કાર્યકર્તાઓ, વી.આઈ.પી. ઉદ્યોગી કારોબારી, જિલ્લાના પોલીસ વડા જેવા મહેમાનો ને આમંત્રિત કરાયા હતા, એમાં છેતાશણા ગામના મુખી વિસળબા જેમનું અહીંયા આવવા મન ના હોવા છતાં પણ આવેલા હોય છે. પોશી થઇ જવાથી સાગર ના હાથ માં વહીવટ અને મોટા હોદ્દેદાર નો સાથ મળી જવાનો હતો પણ સાગર લોકો માટે કેટલો ખતરનાક પુરવાર થવાનો હતો તે ત્યાંના લોકો ને એનો અંદાજો પણ નહોતો.

     હવેલી ના ત્રીજા માળના ઝરુખા પર સાગર ઉભો હોય છે એની નજર ત્યાં ઉપસ્થિત મહેમાનો ની ચહલપહલ પર છે પણ સાગર ની નજર એક છોકરી પર આવીને સ્થિર થઇ જાય છે અને એ ધારા હોય છે આમ જોવા જઇયે તો ત્યાં ઘણી સુંદર છોકરીઓ હતી પણ ધારા રણ માં ખીલેલા ગુલાબ ના ફૂલ જેવી, મખમલ જેવું નાજુક અને માફકસર લચીલું શરીર, જાંબલી રંગનો ડ્રેસ, આછા ભૂરા વાળને ખુલ્લા મૂકી એક બાજુ થી થોડા વાળની લટ લઈને અડધું કપાળ ઢંકાઈ જાય ને એ પછી એ લટને પીળા રંગના બટરફ્લાય હેરપીન થી કાનથી થોડે ઉપર લગાવ્યા હતા. નાકમાં નથણી અને કાનમાં લટકણ વાળા ઝૂમખાં, રસીલી આંખોમાં કાજલ અને કપાળ માં જાંબલી રંગની નાની બિંદી, બીડાયેલા ગુલાબ ના જેવા અધર અને અધર ની થોડી નીચે નાનું તીલ એના ચહેરાને અપ્રતિમ બનાવી રહ્યું હતું. આવું રૂપ જોઈને અપ્સરાઓ પણ શરમાઈ જાય, ભગવાને થોડો વધારે સમય લઈને સૌંદર્ય ની બેનમૂન મૂર્તિ બનાવી હોય એવી લાગી રહી હતી ધારા.

      ધારા ની શરમાળ હસી અને નખરાળી અદા જોઈને સાગર ની આંખો ધારા પર જ અટકી જાય છે. સાગર ના મનને જે ગમી જાય એ પામી લેવાની વૃત્તિ પછી ભલે ને વસ્તુ હોય કે વ્યક્તિ. સાગર પોતાના જીવનમાં પહેલીવાર જ કોઈ છોકરી જોઈને મોહિત થઇ જાય છે અને સાગર ધારા ની ઉભરાઈ રહેલી યુવાની ને માની લેવા માંગે છે અને સાગર હવેલીના પગથિયાં ઉતરીને ધારા તરફ આગળ વધે છે.
***

   કોને કરી હતી પ્રેમી યુગલ ની આવી હાલત? કેવી રીતે જુદા જ વિચારવાળા ધારા અને સાગરનું મિલન થશે? આખરે શું હતી દુશ્મની એ આવતા અંકે...

નીતિન પટેલ 
8849633855

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED