( તો આપણે અગાઉ જોયુ તેમ લક્ષ્યનુ મન એટલે કે મારુ મન પેલા વ્યક્તિ ની હરકતોથી વિચલિત થાય છે. આખરે એમેઝોનના જંગલોમાં રસ્તો બનાવવાની કોશિશ કરતો તે આખરે ક્યાં પહોંચવા માંગતો હતો એ હવે જોઈએ ..)
વિચારતા વિચારતા ક્યારે સવારથી સાંજ થઈ ગઈ એનો જાણે ખ્યાલ જ ના રહ્યો.મને હવે મનોમન આ લોકો કંઇક ખોટુ કરી રહ્યા છે એમ લાગ્યુ. મને આમ અવઢવમાં બેઠેલો જોઈ દેવે મને આનુ કારણ પુછ્યું. મેં એને આખી ઘટના સમજાવી. એ પણ મારી જેમ ન સમજી શક્યો કે આ લોકો શું કરવા ઈચ્છતા હતા. તેને થોડીવાર પછી આ ઘટના વિશે એલને જણાવ્યુ. ખબર નહિ કેમ પણ હીરા ની વાત સાંભળી એનો પતિ સફાળો જાગી ઉઠ્યો. એ પણ એકદમ રસપૂર્વક આખી ઘટના સાંભળી રહ્યો.
દેવની વાત પૂરી થઈ પછી એલે કંઇક વિચારીને અમને જણાવ્યુ કે થોડા સમય પહેલા એણે એક અમેરિકી અખબાર વાંચ્યુ હતુ , એમાં કહેતા હતા કે એમેઝોન ના વરસાદી જંગલોમાં ક્યાંક હીરા છૂપાયા હોવાની વાત ઉડી છે. હવે એ સાચી હતી કે અફવા એ તો કોઈને ખબર નહોતી. પણ એલે આટલું જણાવ્યું પછી મારુ દિમાગ કામે લાગી ગયુ , તો શું એમેઝોનનો નકશો એની જ માટે હશે ? તો તેઓ જે હીરાની ચર્ચા કરી રહ્યા હતા એ પણ આ જ હશે ? તો શું તેમાં ⭕ તરીકે ગાઢ કરેલુ નિશાન એ હીરા વાળી જગ્યાનું હશે ? શું આ વ્યક્તિ એ હીરાઓ સુધી પહોંચવાનો માર્ગ બનાવતો હશે ? અને અંતે એણે મજુમદાર અને ભૂતકાળમાં ભારતમાં થયેલા નક્સલવાદી ઘટનાઓ સાથે શું સંબંધ હશે ? આવા તો કેટલાય સવાલ મારા મન માં રમી રહ્યા !!
રાત થવા આવી હતી પણ અમારામાંથી કોઈને ઊંઘ આવે તેમ નહોતુ.મારા મગજ માં ઘટનાઓ સતત સાપ સીડી ની જેમ ઘૂમી રહી હતી. ઘટનાઓ ના ક્યાંક તાર મળી રહ્યા હતા પરંતુ કડીઓ હજી પણ ખૂટતી હતી. ક્યાંક કંઇક તો છુટી રહ્યુ હતુ. પરંતુ જો એમનો ખરેખર નક્સલવાદીઓ સાથે કોઈ પણ સબંધ હોય તો આ વ્યક્તિઓ ખરેખર ખતરનાક હોઈ શકે. કોણ જાણે કેમ પણ મને આ રહસ્યનો ઉકેલ મેળવવો હતો અને એ માટે એમનું પગેરુ દાબવુ જરૂરી હતુ. મેં મારી ઈચ્છા દેવ તથા એલ અને તેના પતિ સામે પ્રગટ કરી.
સૌના મનમાં ઈચ્છા તો હતી જ પરંતુ દેવે મને કહ્યુ કે , " જો લક્ષ્ય આપને આ લોકોને ઓળખતા નથી , તેઓ કોણ છે , કોની માટે કામ કરે છે , શું કામ કરે છે . વળી તેઓ ખતરનાક હોઈ શકે અને આપને પેરુ નોકરી માટે જઈ રહ્યા છે નાહક નું જોખમ ઉઠાવવામાં શાણપણ નથી.!" અમે સૌ વિચારમાં પડી ગયા. એલ અને પોલ ને પણ પેરુ માં ધંધો હતો.બધા આખી રાત જાણે જાગતા જ પડી રહ્યા.કોઈને ઊંઘ આવે તેમ નહોતુ.
વેહલી સવારે એલે સૌથી પહેલા મારી વાતનુ સમર્થન કર્યું. તેને સૌને જણાવ્યું ," લક્ષ્યની વાત બરાબર છે.ભલે આપણે નથી જાણતા કે આ લોકો કોણ છે , પણ એમની વાતો , હરકતો અને લક્ષ્ય વર્ણવે છે એમ તેઓ કોઈ સીધા સાદા વ્યક્તિઓ તો નથી જ.અને જો તેઓ ખરેખર વિશ્વ માટે ખતરનાક હોય તો એમનું પગેરુ દાબવુ જ રહ્યુ કારણ કે અંતે માનવતાની રક્ષાની જવાબદારી આપણા સૌની જ છે ને !! "
દેવ તથા પોલ બંને એલ ની વાત સાથે સંમત થયા . અને અમે આ અજીબ વ્યક્તિઓનો પીછો કરવાનુ નક્કી કર્યું. એક ગજબ રોમાંચ તથા થોડો ડર પણ લાગતો હતો. શું થશે એ કંઈ જ ખબર નહોતી. અમે સવારની રાહ જોતા અમારી રીતે તૈયાર થઈ ગયા.
( આમ પેરુ જનારા આ મિત્રોની સફરમાં આમ અચાનક આવેલો વળાંક અને એમની અજાણી વ્યક્તિઓની પગેરુ દાબવાની ઈચ્છા એમને ક્યાં લઇ જશે તે જોઇશું આવતા અંકે .....)