Badlav - 13 books and stories free download online pdf in Gujarati

બદલાવ - 13

બદલાવ-13
(નરોતમનાં ગુરુ વિભુતિનાથ હજુ ગુફાની બહાર હતા.નરોતમ પોતાના આસન પર બેઠો.અજયને રૂપા સાથે ફરી પરણવામાં કશો વાંધો ન હતો કારણકે હવે એ પોતાને માત્ર અજય જ સમજતો હતો.સોમુનાં દેહનું ભાન એ હજુ પણ ભુલેલો જ હતો.રૂપાને હવે પોતાનો ભાઇ નરોતમ અને આ સોમુ, એમ બંને પુરુષો વિકૃત દુશ્મન જ દેખાતા હતા.રોહિતની રૂપાએ ગુસ્સાથી પોતાની વિચાર શકિત લગભગ શુન્ય કરી નાંખી હતી.).....
          સાંજ હવે અંધારી રાતનાં સમાચાર લઇને આવી ગઇ હતી.નરોતમ પોતાની તૈયારીઓમાં લાગી ગયો.સૌથી પહેલા એણે પાંચેક મસાલ તૈયાર કરી, સળગાવી અને અલગ અલગ જગ્યાએ પથ્થરોની વચ્ચે ખોસી દીધી.ચારે તરફ અગ્નિનો કેસરી પ્રકાશ ફેલાવા લાગ્યોં.વાતાવરણ હવે વધુ ડરામણું થતું ગયું.નરોતમ બધી સામગ્રી એકઠી કરી હવનકુંડની આજુબાજુ ગોઠવવા લાગ્યોં.બંને તલવાર પણ પોતાના આસનની બાજુમાં ગોઠવી.મોટો ફરસો વિભુતિનાથનાં આસન પાસે ગોઠવ્યોં.પોતે આસન પર બેસી, આંખ બંધ કરી ફફડતાં હોઠે કંઇક મંત્રોચાર કરવા લાગ્યોં.થોડી થોડી વારે હવનકુંડમાં કંઇક ઘા કરતો હતો.જેનાથી અગન જવાળાઓ ઉંચે ઉઠતી જાણે આકાશને સ્પર્શ કરતી હોય એમ.નરોતમ જેમ જેમ મંત્રો બોલતો ગયો તેમ તેમ પેલી બંને માનવ ખોપડીમાં પણ ફફટાડ થવા લાગ્યોં.
             નરોતમ અત્યાંરે જે મંત્રો બોલતો હતો એ ભૈરવોનું આહવાન કરવા માટેનાં મંત્રો હતા.ભૈરવ જયાંરે હાજર થવાના હોય એ પહેલા એ માનવ કપાલની અંદર પ્રવેશ કરે છે.એના પ્રવેશ પછી એમને કંઇક બલી પણ આપવી પડે છે.એના માટે પ્રાણીઓ પણ અર્ધબેભાન અવસ્થામાં તૈયાર જ રાખેલા.ભૈરવને બોલાવી આ બંનેનાં, સોમુ અને રૂપાનાં લગ્ન માટે આંક્ષા લેવાની થાય.એમની હા પડે પછી લગ્નની વિધી કરી બંનેને પતિપત્નિ બનાવી વહેલી સવારે બંનેની બલી આપવાની થાય.આ બલી ભૈરવની હાજરીમાં, આ બધા ભૈરવોની આરાધ્યદેવી- આકાશીદેવીને આમંત્રીત કરી એમને બલી ચડાવવાથી એ પ્રશન્ન થઇ આ બંને માનવોની ઉંમર, વિધી કરનાર અને પોતાને પ્રશન્ન કરનારને આશીર્વાદ સ્વરૂપે આપે છે.એ છેલ્લી વિધી વખતે વિભુતિનાથ પણ હાજર રહેશે.અત્યારે આ લગ્નની વિધીમાં જો પોતે હાજર રહેશે તો એમની શકિતઓ ક્ષીણ થઇ જવાનો ડર રહે છે,કારણકે સાંસારીક વિધીઓથી તાંત્રીકની શકિતઓ વધુ માત્રામાં વપરાય જાય છે. એવું માની, નરોતમને આ વિધી સમજાવી પોતે કયાંક જંગલમાં ચાલ્યા ગયા છે.હવે નરોતમે સોમુનાં શરીર અને રૂપાનાં લગ્નની વિધી માટે ભૈરવનું આહવાહન કર્યું.એક માનવ ખોપડી હવામાં અધ્ધર થઇ.જરા પણ રાહ જોયા વિના નરોતમે એક સસલા જેવા દેખાતા પ્રાણીનું માથુ તલવારથી કાંપી નાંખ્યું.માથુ હવનકુંડમાં નાંખી એનું ધડ પોતાના હાથમાં જ રાખ્યું.જોતજોતામાં એનું શરીર ખાલી ખોખા જેવું થઇ ગયું.એના શરીરનું તમામ રકત ભૈરવ દ્વારા ચુંસાઇ ગયું.ખોપડીએ એક ભયંકર અવાજ કર્યોં.નરોતમનાં હાથમાંથી એ પ્રાણીનો મૃતદેહ આપમેળે દુર ફેંકાયો.નરોતમે બે હાથ જોડી ખોપડીને નમસ્કાર કર્યાં.ફરી વિચીત્ર ભાષામાં ખોપડીને કંઇક કહ્યું.એ ખોપડી તરત જ વારાફરતી અજય અને રૂપાની આંખોમાં પોતાની લાલ આંખોથી દ્રષ્ટી કરી.અજય અને રૂપા સ્થિર થયાં, સંમોહિત થયાં.પછી એ ખોપડી શાંત થઇ જમીન પર પોતાના મુળ સ્થાને આવી ગઇ.નરોતમનાં ચહેરે એક ભયંકર હાસ્ય હતુ.
                 “સોમુ, ઉભો થઇ જા.” નરોતમે સંમોહનની અસર જાણવા હુકમ કર્યોં.પણ સોમુનાં શરીરમાં તો અજય હતો.એ હવે દેહભાન ભુલ્યોં હતો, સંમોહનની અસર પણ હતી.આવી અસમંજસ સ્થિતીમાં અજય સ્થિર જ રહ્યોં.હવે નરોતમ રૂપા તરફ જોઇ બોલ્યોં “રૂપા મારી બહેન તું ઉભી થઇ આ હવનકુંડની બાજુમાં આવીને બેસી જા.” રૂપાએ સંમોહિત અવસ્થામાં એ પ્રમાણે જ કર્યું.અજય આ બધુ જોઇ રહ્યોં હતો.એને રૂપાનાં પ્રેમ અને એનાં શરીરનાં મોહનું આકર્ષણ હજુ એવું જ હતુ જેવું પહેલા હતુ.નરોતમને પણ એ આકર્ષણ સોમુની આંખોમાં દેખાયું.એટલે એણે સોમુ તરફ આંગળી ચીંધી કહ્યું “તો મારા બનેવી, તમે પણ ઉભા થઇ અહિં તમારી ભાવિ પત્નિની બાજુમાં બેસો.” અજયનાં કાને બનેવી શબ્દ અથડાયો તો એ પણ ઉભો થઇ રૂપાની બાજુમાં બેસી ગયો.રોહિતની રૂપા આ બધુ અસહ્ય ભાવે જોતી રહી.નરોતમ બંને તલવાર પોતાના બંને હાથ તરફ ડાબી અને જમણી બાજુએ રાખીને બેઠો હતો.એટલે હવે કશું ન કરી શકવાની મજબુરીથી પીડાતી એ રૂપા બેઠી હતી.રાત્રીનાં નવ વાગ્યાં હતા.વહેલી સવારે પાંચ વાગ્યે બલી આપી દેવી એવું નરોતમ અને એના ગુરુએ નકકી કરેલું હતુ.એના પાંચ કલાક પહેલા છેલ્લી વિધી ચાલુ કરવાની હતી.એટલે બાર વાગ્યા પહેલા સોમુ અને રૂપાનાં લગ્ન કરી લેવા એવી તૈયારીમાં નરોતમ હવનકુંડમાં આહુતિઓ આપતો હતો.
                વાતાવરણમાં ધીમે ધીમે ભયાનકતા વધતી જતી હતી.અજય અર્ધજાગૃત અવસ્થામાં હતો,જયાંરે રૂપા સંપુર્ણ સંમોહિત થઇ ગયેલી હતી.હવે તો નરોતમનાં શબ્દોને અનુસરવા સિવાય આ બંને પાસે કોઇ કામ ન હતું કે વિકલ્પ પણ ન હતો.
            અજય અને રૂપા જાણે લગ્નમાં વિધી કરાવનાર પંડિત સામે બેઠા હોય એમ નરોતમનો હુકમ માનતા ગયા.હસ્તમેળાપ કરાવ્યોં ત્યાંરે રોહિતની રૂપા સતત આ નાટક જોતી રહી અને એક તક મળી જાય તો આ વીધી અટકાવી દઉં એવી રાહ જોવા લાગી.છેલ્લે નરોતમે બંનેને મંગળફેરા માટે ઉભા થવાનું ફરમાન આપ્યું.બંને ઉભા થયા, સોમુનાં શરીરમાં અજય આગળ અને રૂપા પાછળ એમ ફેરા ફરવાની શરૂઆત થઇ ત્યાંરે નરોતમ પોતાની આંખો બંધ કરી ધ્યાનમાં બેઠો.પેલી રૂપાને લાગ્યું કે આનાથી સારો મોકો હવે નહિં મળે.એટલે એ ધીમેથી અવાજ વગર ઉભી થઇ.નરોતમની ડાબી તરફ પડેલી તલવાર ઉઠાવી.થોડે દુરથી જ નરોતમનાં માથા પર એક વાર કરવા તલવાર ઉગામી.પણ નરોતમને ખબર પડી ગઇ.જયાંરે રૂપાએ વાર કર્યોં ત્યાંરે બચાવ માટે નરોતમ એક બાજુ નમી ગયો.પણ રૂપાનું ઝનુન એટલું હતું કે તલવાર સીધી નરોતમનાં ડાબા હાથમાં ખુંચી ગઇ.લોહીની એક ધાર તલવારનાં રસ્તે હવનકુંડમાં પડી.નરોતમનાં મુખે એક કારમી ચીસ નીકળી ગઇ.જે આખી ગુફામાં બધી દિવાલે અથડાઇ પડઘા રૂપે પરત ફરી.તરત જ નરોતમ સ્વસ્થ થયો.જમણાં હાથ તરફ પડેલી બીજી તલવાર જમણાં  હાથે ઉપાડી.એની આંખોમાં બદલાનો ભયંકર ક્રોધાગ્નિ ભભુકતો હતો.બીજી જ ક્ષણે એની પુરી તાકાતથી રૂપાની ગરદનમાં તલવારનો એવો જબરજસ્ત ઘા કર્યોં કે એક જ ઝાટકે રૂપાનું માથુ એના શરીરથી છુંટુ પડયું.લોહીનો ફુઆરો ઉંડયો.રૂપાનું માથું થોડે દુર પડયું.એનું માથા વિનાનું ધડ જમીન પર ફસડાઇ પડયું.નરોતમ હજુ પણ ગુસ્સાથી હાફતો હતો.રોહિત વિના એની પ્રેમિકા રૂપાનો અહિં અંત આવી ગયો.એનું શરીર થોડા તરફડીયા મારી મોતને તાબે થયું.અજય અને રૂપા આ દ્રશ્ય જોતા હતા પણ સંમોહિત અવસ્થામાં હોવાથી એકદમ નિર્લેપ દ્રષ્ટીથી આ ભયંકર ઘટનાને જોઇ.નરોતમે ડાબા હાથમાં ખુંચેલી તલવાર ખેંચીને દુર કરી તો વધારે લોહી વહ્યું.અચાનક એ જમીન પર ફસડાયોં.એનું લોહી જોઇ અદ્રશ્ય ભૈરવ એનું પણ લોહી ચુંસવા લાગ્યાં.એણે એક હાથેથી લોહી બંધ કરવા લાગેલા ઘાવને દબાવ્યોં.વાતાવરણમાં એક અટ્ટાહાસ્યનો અવાજ ગુંજી ઉઠયોં.પણ વિધીઓનો જાણકાર નરોતમ જમીન પર સુતા સુતા આગળ વધ્યોં જયાં રૂપાનું માથુ પડયું હતું એ તરફ.એણે વાળથી પકડી રૂપાનું માથુ ખેંચી હવનકુંડમાં નાંખી દીધુ.પછી રૂપાનાં ધડ તરફ જોવા લાગ્યોં.રૂપાનાં શરીરમાંથી થોડી જ વારમાં બધુ લોહી ચુંસાઇ ગયું.એનું શરીર ખાલી ખોખા જેવું થઇ ગયું જે બહું ભયાનક દેખાતું હતુ.ફકત હાડકાઓ પર ચામડી વીંટળાયેલી હોય એવું એનું શરીર દેખાતું હતું.નરોતમને હવે થોડી રાહત થઇ.પણ એના હાથમાંથી વહેતું લોહી હજુ જોખમી જ હતુ.એટલે એને બંધ કરવા એ ગુફાની બહાર નીકળી ગયો.આવી ભયંકર પરીસ્થિતિનો વિચાર નરોતમે કર્યોં જ ન હતો.જયાંરે રૂપાનાં શરીરમાંથી માંસનું પણ ભક્ષણ થઇ ગયું ત્યાંરે પેલી ખોપડી હવામાં જ અધ્ધર રહી એક ભયંકર હાસ્ય કરવા લાગી.પછી એ શાંત થઇ ત્યાંરે અજય અને રૂપાનું સંમોહન પણ આપમેળે તુટી ગયું.
              રૂપાએ જોયું તો આગળ એનો હાથ પકડી સોમુ ઉભો હતો.થોડી જ વારમાં એને ભાન થયું કે સોમુ સાથે એના લગ્નની વિધી થઇ રહી છે.એણે એક ઝાટકો મારી પોતાનો હાથ છોડાવ્યોં.આ ઝટકાથી અજય પણ જાગૃત થયો.અજયે ચારે તરફ જોયું.હવનકુંડમાં કોઇ માનવશીષ બળતા જોયું.થોડે દુર રૂપાનો હાડકા ઉપર ચામડી વિંટેલો વિચીત્ર દેહ જોયો.પછી એ તરફથી નજર ફેરવી લીધી.એ બનેલી ઘટનાની ભયંકર સ્થિતિ પામી ગયો.એણે જોયું કે ગુફામાં હવે બે સિવાય કોઇ નથી.રૂપાની નજર પણ એની સખી રૂપાનાં શરીર પર પડી.એને ચકકર આવ્યાં.એ જમીન પર પડે એ પહેલા અજયે એને સંભાળી લીધી.નીચે બેસી એણે રૂપાનું માથુ પોતાના ખોળામાં રહે એમ સુવડાવી.એની આંખોમાંથી અશ્રુધારાઓ વહી. “રૂપા...ઓ રૂપા” એવો અવાજ કરી અજય રૂપાને ભાનમાં લઇ આવવા પ્રયત્ન કરવા લાગ્યોં.થોડીવારે રૂપાએ આંખો ખોલી.અજયે સીધુ જ કહ્યું
“ઓ રૂપલી, મારી વ્હાલી....હું તારો અજય છું.તું મારા ખોળામાં છે.ભલે આ શરીર સોમુનું છે પણ અંદર હું છું તારો પતિ અજય.” પહેલા જ બે વાકયોથી રૂપાને થોડો વિશ્વાસ આવ્યોં.કારણકે અજય સિવાય આટલા હકક અને પ્રેમથી કોઇ ન બોલે.એક અજય જ હતો જે રૂપાને આવા સંબોધનથી બોલાવતો.રૂપા તરત જ અજયનાં ખોળામાંથી ઉભી થઇ.અજયે ફરી કહ્યું “જેમ આ નરોતમ તમારા બંનેનાં શરીર બદલતો એમ એક અઘોરીએ મારા અને સોમુનાં શરીર બદલ્યાં છે.” અજયે બે દિવસની આખી લાંબી ઘટના કહી.અજયનું રૂપાનાં ઘરે જવું....એ લાડુંનો ડબ્બો....પેલી કાગળની ચીઠ્ઠી વિગેરે બધી વાતોથી રૂપાને ખાત્રી થઇ.એ અજયનાં ખોળામાં માથુ રાખી રડી પડી.એની તમામ ભાવનાઓ આંસુઓનાં સ્વરૂપે ફુંટી નીકળી.થોડીવારે એ આંસુ સુકાયા તો રૂપાએ સ્વસ્થતા કેળવી, સોમુનાં શરીરે, એના ચહેરે દ્રષ્ટી કરી  એનાથી થોડી દુર થઇ.પ્રેમ અને સબંધ હૃદયથી જ હોય એ ખરું પણ એના માટે માધ્યમ તો શરીર જ બને છે.એ માધ્યમ વિના તો સ્ત્રીનો પ્રેમ કદાચ જળવાઇ રહે પણ જયાંરે એ માધ્યમમાં બદલાવ આવે ત્યાંરે શરીરોની મર્યાદાઓ એમને યાદ આવી જાય છે,એ મર્યાદાઓ એને આડે આવે છે.એવું જ રૂપાને પણ થયું.સોમુનું શરીર જોઇ એને મનમાં પરપુરુષનો ભાવ પેદા થયો.પણ અજયની વાત, અજયની આંખોમાં દેખાતો પ્રેમ અને સોમુનાં હાથ દ્વારા થઇ રહેલો અજયનો સ્પર્શ.....આ બધુ રૂપાને ડામાડોળ કરી ગયું.અજય પણ એક સ્ત્રીની....એક વફાદાર પત્નિની આ મુંજવણ પામી ગયો.એણે પણ બંને શરીરો વચ્ચે અંતર ઉભુ કર્યું, રૂપાથી શારીરીક રીતે એ દુર રહ્યોં.અને ફરી બોલ્યોં 
“રૂપા, હું તારી મુંજવણ સમજી શકું છું.તે મને તો સ્વીકારી લીધો પણ આ શરીરને સ્વીકારી નથી શકતી.કશો વાંધો નહિં.પણ હું જ તારો અજય છું.ભલે આપણાં તન દુર રહે પણ મન તો એક જ છે અને રહેશે.” અજયની વાતથી રૂપાને જાણે પરમતૃપ્તી થઇ હોય એમ એના ચહેરા પર આનંદ અને શાંતિનાં મિશ્રીત ભાવ અગ્નિનાં કેસરી પ્રકાશમાં અજય પણ જોઇ શકયો.
“કેવી વિડંબણા છે રૂપા? આપણે મળ્યાં તો અંતઘડી આવી ગઇ.ટુંકા સમયમાં કેટલું બધુ જીવી ગયા....એકબીજાનાં સહારે.અત્યાર સુધી નિરાશા હતી પણ હવે કોણ જાણે કેમ એક નિરવ શાંતિ અનુભવમાં આવે છે.બસ, હવે જે થાય તે....” આટલું કહી અજય અચાનક મૌન થયો.રૂપાએ થોડી ક્ષણો રાહ જોઇ.પણ અજય અંદર અને બહારથી સંપુર્ણ શાંત દેખાયો.એટલે રૂપા બોલી “કેમ તમે અટકી ગયા? તમે બોલો હું સાંભળું છું.મને તમારી વાતોથી મજા આવે છે.એક અનોખી તૃપ્તી મારા હૃદયને મળે છે.”
રૂપાની આવી પ્રેમસભર વાતથી અજય જાણે પ્રેમવર્ષાથી ભીંજાયો.એ પુરુષ એટલે આખરે એને આલિંગનની જરૂર પડે જ.એણે ફરી બધુ ભુલી રૂપાને પોતાના બાહુપાશમાં ભરી લેવા પ્રયત્ન કર્યોં.પણ રૂપાને આ સ્વીકાર્ય ન હતુ.એણે આ વખતે હળવાશથી અને પ્રેમપુર્વક સોમુનાં શરીરને પાછું ઠેલવ્યું.અને પછી અંદર રહેલા અજયની લાગણી સમજતી હોય એમ કહ્યું 
“બલમજી, નહિં.મારાથી કોણ જાણે કેમ પણ આ સોમુનું શરીર નથી સ્વીકારી  શકાતું.તમે મારી મુંજવણ સમજો.તમે આ શરીર સાથે મારી નજીક આવો છો ત્યાંરે મારા રોમેરોમમાં જાણે દાહ થાય છે.એ દાહ છે મારી મર્યાદાનો...એ દાહ છે મારી વફાદારીનો.. એ દાહ છે મારો એક જ પુરુષને શરીર સોપવાનો...” રૂપા ફરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.અજયને આ અપમાન તો લાગ્યું પણ રૂપાનો પોતાનાં તરફનો પ્રેમ...વફાદારી જોઇ એ અપમાન હવે ગૌણ થયું અને જાણે રૂપાની પ્રેમાગ્નિમાં બળીને ખાખ થયું.એ રાખથી મંજાયા પછી એનું હૃદય ચમકીલું બન્યું.એ હસ્યોં....જોરદાર હસ્યોં..રૂપા પણ એનાં આવા હાસ્યથી થોડી ડરી ગઇ.એ જોઇ અજયે હસતા હસતા જ કહ્યું 
“કેવી વિચીત્ર સ્થીતીમાં આવી ગયા આપણે.કદાચ જીવતા પણ રહી જઇએ અને આ વાત કોઇને કહીએ તો એને પણ હસવું જ આવે.આ અઘોરીઓ...તાંત્રીકો કેવી શકિતઓ ધરાવે છે.આપણાં સબંધો...આપણી લાગણી..આપણો પ્રેમ...આપણાં સંસારને કેવો હાસીપાત્ર બનાવી નાંખે છે.”
“ના બલમજી, એવું નથી.હું તમારી પરીસ્થિતિ સમજી શકું છું.તમે મારી સાથે સંસાર બાંધી તકલીફો જ સહન કરી છે.મારા ભાઇને લીધે તમે અહિં મૃત્યુ સુધી પહોચી ગયા.પણ સમજવાની વાત એ છે કે સુક્ષ્મ હંમેસા જીવતું રહેશે.તમે જો આ સોમુનાં શરીરમાં જીવતા રહી શકો તો શરીર વિના પણ એક બીજું પણ અજાણ જીવન ધારણ કરી શકશો.મને એવો વિશ્વાસ છે.મને પણ આ શરીર બદલાવની ખબર છે.કેવી ભયાનક સ્થીતી હોય છે એ....પણ મને એવો ખ્યાલ આવે છે કે મૃત્યુ પછી પણ આપણે કોઇ સ્વરૂપે સાથે જ હઇશું.અને.....” રૂપા પણ કંઇક વિચારમાં આવી ગઇ એટલે એની વાત અધવચ્ચે અટકી ગઇ.
         “રૂપા તને ભલે આ શરીર સોમુનું દેખાય છે પણ મને તો કયાંરેક જ અનુભવ થાય છે કે આ સોમુનું શરીર છે.મોટાભાગે તો આ શરીરને ‘હું’ તરીકે જ જોઉં છું.તો બીજો પ્રશ્ન એ પણ થાય કે સાચો હું કયોં? સાચો હું કોણ?” અજયે કહ્યું.
       “હા બલમજી, તમારી વાત સાચી છે.શરીર બદલાયા તો પણ તમે તો તમે જ છો.હું પણ એજ હતી.અને આ મારી સખી રૂપા મારા શરીરમાં પણ તમારી સાથે એવી જ હતી જેવી એ હતી.” રૂપાએ કહ્યું.
          સોમુનું શરીર અચાનક ઉભુ થયું.અજયે બંને તલવાર ઉપાડી.બંને તલવાર એક એક હાથમાં રાખી એ બોલ્યોં “રૂપા, હવે છેલ્લી વખત પ્રયત્ન કરી લેવો છે.મને યાદ છે જયાંરે સોમુએ ગુફામાં રીંછથી બચવા પેલી ફરસી હાથમાં ઉપાડી હતી, અત્યાંરે રૂપાએ પણ તલવાર ઉપાડીને નરોતમને ઘાયલ કર્યોં....હવે નરોતમ આવશે તો એને તો પુરો કરી જ દઇશ.પછી ભલે હું રહું કે ન રહું....કદાચ તું બચી શકે.” 
             આ તરફ અલગારીનાથની ગુફામાં અજયનાં શરીરમાં રહેલો સોમુ થાકીને આડાપડખે પડયોં હતો.રાત થઇ ગઇ તો પણ અજયભાઇ કોઇ મદદ લઇને ન આવ્યાં એ વિચારે એ નિરાશ થયો હતો.અલગારીનાથનાં આવવાની ઘડીઓ ગણાતી હતી.ગુફામાં અગ્નિનો આછો પ્રકાશ ફેલાયેલો હતો.હવે સોમુએ પોતાની અંતઘડીઓ સ્વીકારી લીધી હતી.અજયભાઇ કેમ હજુ આવ્યાં નહિં? એ પ્રશ્ન પણ હવે રાખ થઇને પડયોં હતો.હવે તો બસ અલગારીનાથ ન આવે ત્યાં સુધીની બાકી રહી ગયેલી ઘડીઓ એજ જીવન, પછી અંત.પણ અચાનક કંઇક યાદ આવતા એ ઉભો થયો.એનો હાથ ગળામાં કંઇક ફંફોરવા લાગ્યોં.પછી યાદ આવ્યું કે પોતાની માળા તો પોતાના શરીર સાથે જ ગઇ છે.આ તો અજયભાઇનું શરીર છે.એ ફરી હવનકુંડની સામે બેસી ગયો.છેલ્લી ઘડીએ ભગવાનનાં નામ લેવા મંડયોં.પછી જાણે ધ્યાનસ્થ થયો હોય એમ એકીટસે ઉઠતી જવાળાઓ તરફ જોયા કર્યોં.પછી પેલુ બીલીફળ લઇ એને હવનકુંડમાં નાંખ્યું.એની નવાઇ વચ્ચે હવનકુંડનો અગ્નિ બમણાં જોરથી પ્રજવલ્લીત થયો જાણે એ આગ પણ બીલીફળને ખાઇ જવા તૈયાર જ હોય એમ.થોડી જ વાર પછી પવનનો એક જોરદાર સુસવાટો અંદર આવ્યોં.આ વખતેનો એ સુસવાટો એટલો જોરમાં હતો કે હવનકુંડની અગ્નિને પણ ઓલવી નાંખી.રાખ અને અંગારા ચારેતરફ ઉડીને વેરવિખેર થયા અને બધે ફેલાયા.થોડી ક્ષણોમાં ગુફામાં અંધકાર છવાયો.ભયંકર અંધકારમાં સોમુ ગુફામાં નજીકનું પણ કંઇ જોવા અક્ષમ થયો.બરાબર ત્યાં જ બહાર કોઇનો પગરવ સંભળાયો.સોમુ ગભરાઇને પાછળની દિવાલ તરફ બેઠા બેઠા જ ખસ્યોં.ગુફામાં અંદર કોઇ પ્રવેશયું એવા સંકેત અજયનાં કાન દ્વારા સોમુને મળ્યાં.સોમુએ પુરી તાકાત એકઠી કરી, એમાં મનની હિંમત ઉમેરી એ બુમ પાડી બોલ્યોં “કોણ છે?...કોણ છે ત્યાં?” સામેથી કંઇ જવાબ ન આવ્યોં.પણ સામેની દિવાલે કંઇક ખખડાટ થયો.કોઇ કંઇક વસ્તુઓ એકઠી કરી રહ્યું હોય એવો એ અવાજ હતો.એ પછી માત્ર પાંચેક સેકન્ડ સોમુને બે અવાજ સંભળાતા હતા, એક બાજુમાં ઉભેલા એ અજાણ માનવનાં શ્વાસોશ્વાસ અને બીજો પોતાના જ હૃદયનાં ધબકાર.ત્યાં તો એનો જમણો હાથ ખભાની નીચેથી પકડી કોઇ એને ઢસડવા લાગ્યું.ભયથી કંપી ઉઠેલો સોમુ ચીસ પાડવા લાગ્યોં.....
    ક્રમશઃ
                    --ભરત મારૂ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED