બદલાવ-4 bharat maru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બદલાવ-4

બદલાવ-4
(આપણે આગળ જોયું કે રૂપા સાથે ટેલીફોનીક વાતચીત થઇ ત્યાંરે રૂપા સામે ચોખવટ કરતા અજય અટકી જાય છે કારણકે રૂપાએ પુછયું હતુ કે કંઇ પરેશાની હોય તો એના ભાઇ નરોતમની મદદ લઇએ....હવે આગળ)
..........અજય સાતમા ધોરણથી માતાપિતાથી દુર સુરતમાં જ રહેતો હતો.ફકત વેકેશનમાં ગામ જવાનું થતું.છતાં માતાપિતા સાથે પ્રેમ અને આત્મીયતા હતી.પણ એકલા રહેવાની આદત એના મનનું મજબુત ઘડતર થઇ ગઇ હતી.એ હંમેસા પોતાના કામ જાતે જ કરતો.એનો કોલેજનો અભ્યાસ, ભણતરની ડીગ્રીઓ કે નોકરીઓનાં ઇન્ટરવ્યુ માટે કયાંરેય પણ કોઇની મદદ લીધી ન હતી.ફકત ફલેટ લેવા ‘ડાઉન પેમેન્ટ’ પુરતી રકમ ભાઇ પાસેથી લીધેલી એ પણ પરત કરવાની શરતે.એની આ એકલા જ કામ કરવાની આદતને લીધે એ થોડો નાસ્તિક સ્વભાવનો પણ ખરો.ઘરમાં રૂપાએ મંદિરની સ્થાપના કરેલી એમાં પણ કયાંરેક જ દર્શન કરે એ પણ રૂપા બહું પ્રેમથી એને આમ કરવા કહેતી એટલે.અને આથી જ આ આવી પડેલી મુસીબત અજયે એકલે હાથે જ હલ કરવાનું નકકી કર્યું હતું.
                સવારે અજયની ઉંઘ ઉડી ત્યાંરે એણે જાણ્યું કે એ રાત્રે સોફા પર જ સુઇ ગયેલો.ચા બનાવવા એ કીચનમાં ગયો.પણ ત્યાં એને બંને રૂપાનો આભાસ થયો.એક જાણે પ્રેમથી કહેતી હતી “ઓહ! બલમજી, તમારે જાતે ચા બનાવવી પડે છે?” તો બીજી રૂપા જાણે કહેતી હોય “ચા ની તપેલી સાથે કપ અને રકાબી પણ ‘વોશ’ કરીને મુકી દેજો.હું એકલી કેટલું કામ કરું?” ઝડપથી એ આભાસમાંથી બહાર નીકળી ગયો અને ચા પીધી.પછી ઘણીવાર સુધી રોહિતને ફોન કરે છે પણ રોહિત ફોન રીસીવ કરતો નથી.
           અજય પોતાની બેંક પર પહોચ્યોં.આજે એ રોજ કરતા વહેલો આવી ગયેલો.ચપરાસી સોમુ હજુ સફાઇ કરતો હતો.અજયે એને બે કપ ચા લઇ આવવા કહયું.સોમુ ઓફીસમાં બધે આમતેમ જોવા લાગ્યોં.ત્યાં બીજુ તો કોઇ ન હતું.થોડીવારમાં સોમુ બે કપ ચા લઇને આવ્યોં.અજયે એને સામે બેસવા કહયું.ચાનો બીજો કપ સોમુને પીવા માટે આપ્યોં.સોમુ નવાઇ સાથે ચા નો કપ લઇને બેઠો.અજય તો ચા પીવામાં મશગુલ હતો પણ સોમુ બે ચાની ચુસકી વચ્ચે વચ્ચે અજય સામે જોઇ લેતો.જયાંરે અજયનો કપ ખાલી થયો ત્યાંરે અજય બોલ્યોં “ સોમુ”
“જી સાહેબ?” સોમુ તરત જ બોલ્યોં.અજયની કદકાઠી આમ તો મધ્યમ.એની સરખામણીએ સોમુ હટ્ટોકટ્ટો પહેલવાન દેખાય.તો પણ આજે સોમુને અજયનો ડર લાગતો હતો.એનું વર્તન આજે કંઇક ભેદી લાગતું હતુ.
“તને ખરેખર મારા પ્રત્યે લાગણી છે?”
“અરે સાહેબ, હોય જ ને.હું તમારો નોકર છું.તમે મારા શેઠ.તો તમારા વિશે મને હંમેસા માન જ રહેવાનું.”
“મે તારી સાથે ખરાબ વર્તન કરેલું, તને તમાચો મારેલો.એનું વેર વાળવાનું તારા મનમાં તો હશે જને?”
“સાહેબ, તમને તો ખબર જ છે કે હું હરે કૃષ્ણનો અનુયાયી છું.જુઓ ગળામાં આ કંઠી પહેરી છે.જગન્નાથપુરીનાં ધામને મારા સર્વસ્વ ગણીને માનું છું.એને સાક્ષી રાખીને કહું છું કે મારા મનમાં તમારા વિશે જરા પણ વેરભાવ નથી.તમે મહેરબાની કરીને એ વાત ભુલી જાવ સાહેબ.” સોમુ હળવો થયો એટલે ચાનો કપ પણ હળવો કર્યોં.
“તો હું તારા પર પુરો ભરોસો કરી શકું?”
અજયની આ વાતથી સોમુનાં ચહેરે થોડી મુંજવણ દેખાઇ.
“હા બીલકુલ કરી શકો.”
“તો મને એ કહે કે આ સીમાંચલ દાસ કોણ છે?”
“કેમ સાહેબ શું થયું?”
“જો સોમુ, તું મને સામે સવાલ કરીશ તો મને શંકા જશે”
“સાહેબ, આ રોહિત તમારો મિત્ર નહિં પણ દુશ્મન છે.એ જ બધું કરે છે.”
અજયને ગુસ્સો આવ્યોં.ખાલી કપનો ઘા કર્યોં.સોમુ જરા માટે બચી ગયો.એ ગભરાયો.અજયની આંખોમાં એણે જાણે અંગારા જોયાં.અજયે ટેબલ પર હાથ પછાડી બુમ પાડી “તું કેમ રોહિતની પાછળ પડયોં છે? આ સીમાંચલ દાસ તારા ઓરીસા રાજયનો જ છે.મને ખબર છે એ તારો જ કોઇ ઓળખીતો માણસ છે!”
સોમુ ખુરશી પરથી ઉભો થઇ ગયો.ગભરાટથી એ કશું બોલવા અક્ષમ હતો.અજયને વળી સોમુ સાથે આવેલા એનાં સાથીદારો યાદ આવી ગયા જે છેલ્લે સોમુ બેંક પર લઇને આવેલો બબાલ કરવા માટે.એટલે અજય શાંત થઇને બોલ્યોં
“સોમુ, જે હોય તે સાચુ કહી દે.હું બહું જ પરેશાન છું.”
સોમુ ટેબલની થોડો નજીક આવીને બોલ્યોં               “ આજે મારા ધર્મનાં સોગંધ ખાઇને કહું છું.હું જે કંઇ જાણું છું એ બધુ આપને કહી દઇશ.આ સીમાંચલ મારા ગામનો છે.અહિં પણ એ મારો પાડોશી છે.લગભગ એક મહિના પહેલા આ રોહિત મારી પાસે આવેલો.મને દસ હજાર રૂપિયા આપ્યાં અને એક કામ કરવા કહ્યું.મારે રૂપિયાની જરૂર હતી.અમે ગરીબ માણસો છીએ સાહેબ.પણ જયાંરે રોહિતે તમને ફોન કરવા કહ્યું તો મે ચોખ્ખી ના પાડી.છતા રોહિતે મને રૂપિયા આપ્યાં.પછી મે સીમાંચલ અને રોહિતની મુલાકાત કરાવી.સીમાંચલે તમને બે ફોન કર્યાં પણ માત્ર રોહિતનાં કહેવાથી.પણ રોહિત તમારી સાથે આવું શુંકામ કરે છે એ અમને નથી ખબર.”
“તે મને પહેલા આ વાત કેમ ન કરી?”
“સાહેબ, હું કરવાનો હતો.પણ આ છેલ્લા એક મહિના દરમિયાન તમે એટલા બધા ખુશ રહેતા કે એવા તમને કયાંરે પણ જોયા નથી.એમાં તમને આવી વાત કરીને હું ખલેલ કેમ પહોચાડું? પણ વળી આ બે-ત્રણ દિવસથી તમે ચીંતીત છો એ મને દેખાયું.” 
ફરી સોમુએ ઉમેર્યું “સાહેબ, રોહિતે તમને ફોન કરાવ્યોં કે તમારી પત્નિ રૂપા બદલાઇ ગઇ છે....એવું તો કંઇ થતું હશે? અને સીમાંચલનાં પહેલા ફોન પછી તો તમે બહું ખુશ દેખાવ છો.મતલબ રોહિતની વાતમાં કંઇ દમ નથી.બરાબરને સાહેબ?”
અજય વિચારમગ્ન બન્યોં.રોહિત ફોન રીસીવ નથી કરતો એટલે અજયને પણ હવે નકકી થયું કે રોહિત જ કંઇક ષડયંત્ર કરે છે.
સોમુ ફરી બોલ્યોં “સાહેબ, આ રોહિત કયાં છે? એને અહિં બોલાવો એટલે હું બધુ એની સામે કહીશ.એને આ વાત કબુલ કરવી જ પડશે.”
“એ તો ગયો ગામ.અને ત્યાંથી વિદેશ જવાનો છે.ફોન પણ નથી ઉંચકતો.” અજયે ચીંતા વ્યકત કરી.
“તો સાહેબ ચાલો આપણે પણ એના ગામ જઇએ.હું પણ તમારી સાથે આવીશ.તમને જે મદદ જોઇએ એ હું કરીશ.”
સોમુની આવી વાતથી અજયની આંખોમાં હિંમતની ચમક આવી.
“ના સોમુ.હમણાં નહિં.પણ હું તને કહું ત્યાંરે તારે સાથે આવવું પડશે.મારી પત્નિ રૂપા આવી જાય પછી જઇશું.તું હવે નિંરાતે નોકરી કર.અને હા આ વાત આપણાં બે વચ્ચે જ રહેવી પડે.”
સોમુ પણ ખુશ થઇને બોલ્યોં “ જી સાહેબ, ચોકકસ.” તુટેલા કપનાં કટકા એકઠા કરી સોમુ બહાર ગયો.
           સાંજે અજયને રૂપાનો ફોન આવ્યોં “હેલો અજય.હું રાતની બસમાં બેસુ છું.મને સવારે સહારા દરવાજા પાસે લેવા આવજો.”
“હા સારું.કેટલા વાગ્યે બસ પહોચશે?”
“લગભગ સવારે આઠ વાગ્યેં.”
         મનુષ્ય જયાંરે મુસીબતમાં હોય ત્યાંરે સૌથી વધારે એને પોતાના જીવનસાથીની જરૂર વર્તાય છે.અજયને પણ રૂપા સાથે ઘણી બધી વાતો કરવી છે.હવે એ આવે છે.એટલે અજય ખુશ પણ છે. અને મુખ્ય સમસ્યા પણ રૂપા જ છે એ વિચાર એને સુખદુખનાં વિચીત્ર સંઘર્ષમાં ઢસડે છે.
           અજય આજે ઘરે રાત્રીનું ભોજન હોટલમાંથી લઇને ગયો.ખુબ ખાધુ પણ રાત્રે ઉંઘ આવવાનું નામ લેતી ન હતી.પડખા ફરીને સવારે સાત વાગ્યે રૂપા કયાં પહોચી એ પુછવા ફોન કર્યોં
“તો બસ કયાં પહોંચી છે?”
“એ મને નથી ખબર.પણ તમારે એનું શું કામ છે? હજુ તો આજે મોર્નીંગની બસ છે.એની જ ‘વેઇટ’ કરું છું.એમાં મે ‘રીઝર્વેશન’ કરાવેલું છે.”
અજયને સવારમાં ઝટકો લાગ્યોં.
“કેમ તે જ તો રાત્રે કહ્યું હતુ કે સવારે સુરત પહોંચી જઇશ?”
“ના તો.તમે સવારમાં દારૂ પીધો છે શું? આપણે આ ‘મેટર’માં કોઇ વાત જ નથી થઇ.તમારા મગજનું કોઇ ઠેકાણું નથી.આજે રાત્રે આવીશ.ફોન કરું ત્યાંરે  ‘રીસીવ’ કરવા આવજો.હવે યાદ રાખજો.ઓકે બાય.” રૂપાએ ફોન કાપી નાખ્યોં.અને જાણે અજયને પણ મનથી કાપી નાખ્યોં. અજયને ખ્યાલ આવ્યોં કે આ તો જુની રૂપા વાત કરતી હતી.બીલકુલ એજ રીતે અંગ્રેજી શબ્દો વાપરીને....આ જ જો પાછી આવશે તો શું થશે? અજયનો આખો દિવસ આવી ચીંતા વચ્ચે નીકળ્યોં.રાત્રે લેવા માટે રૂપાનો ફોન પણ ન આવ્યોં.અજય ઘરે ગયો.થોડીવારે ડોરબેલ વગડ્યોં.દરવાજો ખોલ્યોં તો સામે રૂપા ઉભી હતી.અજયે બે ઘડી એને પગથી માથા સુધી નીહાળી.રૂપાએ પીળા રંગની સાડી પહેરી હતી.બંને હાથમાં એક એક સોનાની બંગડી હતી.અજય એકધારું જોયા કરતો હતો એટલે એ બોલી “ અંદર તો આવવા દો.અને આમ કેમ જુઓ છો?”
અજય તંદ્રામાંથી જાગ્યોં હોય એમ દરવાજેથી ખસ્યોં.તો રૂપા સીધી જ બેડરૂમમાં જતી રહી.અજયે સોફા પર બેસતા કહ્યું “ફોન ન કર્યોં? હું તો તને લેવા આવવાનો હતો.” 
બેડરૂમમાંથી કંઇ પ્રત્યુતર ન આવ્યોં.એક તો અજયને શંકા જ હતી કે આ રૂપા એ નથી જે ત્રણ દિવસ પહેલા અહિંથી ગઇ હતી, અને એણે  ઉપરથી કોઇ જવાબ ન આપ્યોં એટલે અજય સીધો જ બેડરૂમમાં ગયો.રૂપાએ અજયને જોઇને બેડ પર હમણા જ ઉતારેલી સાડીથી ફરી પોતાના શરીરને ઢાંકીને એ ગુસ્સામાં બોલી “કંઇ મેનર્સ જેવું છે કે?” અજયને હવે પાકકુ થયું કે આ મારી વ્હાલી રૂપા નથી.છતા એ સૌમ્ય રહીને બોલ્યોં
 “એમાં શું થયું ડીયર? આપણાં બંને વચ્ચે કયાં કોઇ પરદો છે? મે તને જોઇ છે તે મને જોયો છે.” 
“પહેલા તમે બહાર જાવ.પછી વાતો કરીશું.મે કંઇ ખાધુ નથી તો મારા માટે હોટલમાંથી ‘ડીનર’ લઇ આવો.” 
અજયે જાણે નકકી કર્યું હોય કે ગમે તે થાય સંયમ નથી ગુમાવવો.અને તો જ બધા પ્રશ્નોનાં જવાબો શોધી શકાશે.એટલે જ એ ચુપચાપ લીવીંગરૂમનાં સોફા પર બેસી ગયો.થોડીવારે રૂપા નાઇટડ્રેસમાં બહાર આવી.અજયની આંખોમાં આ નાઇટડ્રેસ જોઇને ચમક આવી કારણકે આ તો એની વ્હાલી રૂપાનો ‘ફેવરીટ’ ડ્રેસ હતો.અજયની યુવાનીએ જોર માર્યું.એના મનમાં પહેલા પ્રેમનાં અને પછી તરત જ કામનાં તરંગો ઉત્પન્ન થવા લાગ્યાં.પણ બુદ્ધીએ એને અટકાવ્યોં.છતાં મનનાં આવેગોને દબાવવા એણે એક  ઉંડો શ્વાસ લીધો.હવા દ્વારા આવેગોને દબાવ્યાં.પણ ઉચ્વાસ દ્રારા એક નિશાસે એ આવેગો બહાર છટકયાં જેનો અવાજ રૂપાનાં કાને પણ પડયોં તો એ તરત જ બોલી
“તમે હજુ ગયા નથી? જલ્દીથી જાવ મને ખુબ ભુખ લાગી છે.આમ આળસથી નિશાસા ન નાખો.” 
        કયાંરેક કંઇક જાણવા માટે તમામ લાગણીઓ ઉપર સંયમ રાખવો પડે છે એમ અજયે પ્રેમ,કામ,ગુસ્સો અને પુરુષપણાંની લાગણીઓ દબાવી અને સોફા પરથી ઉભો થયો.રેસ્ટોરન્ટમાં પહોંચી એક થાળીનો ઓર્ડર આપ્યોં.આ એ જ હોટલ હતી કે જેનું જમવાનું રૂપાને બહું જ સ્વાદિષ્ટ લાગતું હતુ.છેલ્લે જ્યાંરે રૂપા સાથે આવેલો એ ટેબલ પર આજે એક તરુણ એની ગર્લફ્રેન્ડ સાથે મસ્તીથી વાતચીત કરતો જોયો.રૂપા સાથે વિતાવેલો લગ્ન જીવનનો એકમાત્ર મધુરો મહિનો યાદ આવી ગયો.એટલામાં પાર્સલ આપવા આવેલા વેઇટરે એમાંથી બહાર કાઢયોં.
          ઘરે આવ્યોં ત્યાંરે રૂપા લાંબી થઇને ટીવી જોતી હતી.રૂપા એકલી જ જમવા બેસી ગઇ.અજયે વાતચીત કરવા પુછયું “ભાઇને સારુ છે હવે.”
“હા, સારુ છે.તમે કેમ ન આવ્યાં?”
“તે ના પાડેલી એટલે.”
રૂપા કશું બોલી નહિં.જમ્યાં પછી બધું ટેબલ પર જ રહેવા દઇ ઉભી થઇ ગઇ.
“મારે તારી સાથે ઘણી ચર્ચા કરવાની છે.થોડીવાર મારી પાસે બેસ.” અજયે આખરે કહયું.
“ના, હું બહું થાકી ગઇ છું.જે હોય તે સવારે વાત કરીશું.” આટલુ કહી રૂપા એકદમ બિન્દાસ રીતે બેડરૂમમાં ચાલી ગઇ.
અજય એકલો પડી ગયો.વિચારોનાં ધાડા મગજમાં ધમ ધમ કરવા લાગ્યાં.એનાથી બચવા જે સૌથી સહેલો રસ્તો છે એ અજયને યાદ આવ્યોં.એ તરત જ દારૂની બોટલ અને પાણી લઇ બેઠોં.બે ગ્લાસ ઉપરા ઉપર પી ગયો.પછી ધીમેથી બબડયોં “હા, રોહિતે કહેલું એવી રૂપાનાં શરીર પરની કોઇ નીશાની જોવી પડશે.હા....મારી રૂપાનાં ગોઠણની સહેજ ઉપર નાનપણમાં ઘા લાગેલો એનો એક ડાઘ છે.” પાછો એક ગ્લાસ દારૂ ભરીને પીધો.ઉભો થયો ત્યાંરે થોડો ડોલતો હતો.બેડરૂમમાં ગયો ત્યાં રૂપા ઘસઘસાટ ઉંઘતી હતી.પહેલા તો હળવેથી આછી શાલ હટાવી, પછી એકદમ ધીમે નાઇટડ્રેસ પગથી ઉંચો કરવા લાગ્યોં.ત્યાં જ અચાનક રૂપાની ઉંઘ ઉડી,અજયને આ હાલતમાં જોઇ એણે બુમ પાડી પછી અજયને જોરથી એક ધકકો  માર્યોં.અજય પીધેલી હાલતમાં નીચે પડયોં પાછો ઉભો થયો. રૂપાએ ગુસ્સામાં કહયું
 “આ શું છે? કંઇ મેનર્સ છે કે નહિં? દારુ પીય ને મારા પણ બળજબરી કરવાના છો?” 
અજયે લથડતી જીભે કહયું         “તું કોણ છે? મારી રૂપા તો નથી જ.બોલ તું કોણ છે? કયાં ગયો તારો એ ભરપુર પ્રેમ? આ તારો બલમજી કેમ ભુલાઇ ગયો?” અજય હવે ઉભો રહે એવી હાલતમાં ન હતો.એ પલંગ પર બેસી ગયો.રૂપા પણ ઉભી થઇ પલંગ પર બેઠી.
“શું માથાકુટ છે તમારે? રોજ મારી સાથે ઝગડો જ કરતા હોય.હું તમારાથી કંટાળી ગઇ છું.મે તમને કયાંરે પણ મારા બલમ માન્યાં જ નથી.” રૂપાએ જાણે અજયનાં મન પર વિસ્ફોટ કર્યોં.
આ વિસ્ફોટથી અજયે જાગૃત અવસ્થામાં સાચવેલો સંયમ હવે હાથમાંથી અને મનમાંથી છુટી ગયો.એણે સીધો બે હાથ વડે હુમલો કરી રૂપાનું ગળુ દબોચ્યું.
“બોલ તું કોણ છે? બીજુ કોણ તને મદદ કરે છે?મારી રૂપા કયાં છે?” એવા એકધારા સવાલો કર્યાં.
રૂપા શારીરીક અને માનસીક દુખથી પીડાઇને રડવા લાગી.અજયથી જયાંરે રૂપાની આંખમાં જોયું તો દયા આવી ગઇ.એના હાથ રૂપાનાં ગળેથી છુટયાં.રૂપા ધ્રુસકે ધ્રુસકે રડીને બોલી “હું રોહિતને પ્રેમ કરું છું.હું તમને સમર્પિત નહિં થઇ શકું.હા તમે મારી પર બળાત્કાર કરો તો એ અલગ વાત છે.મારી મરજીથી હું તમારી હતી પણ નહિં અને થઇશ પણ નહિં.” અજય માથે આભ ફાટયું હોય એટલો એને ભાર લાગ્યોં.એ દુર ખસી ગયો.કંઇક યાદ આવતા એ બોલ્યોં “ તો આપણે એક મહિના સુધી એકબીજાને તન અને મનથી જે પ્રેમ કર્યોં એનું શું?”
“એવું કશું થયું જ નથી.તમે પીધેલી હાલતમાં કોઇ લાંબુ સપનુ જોયું હશે.” 
અજય ઉભો થઇ લીવીંગરૂમનાં સોફા સુધી માંડ પહોચ્યોં.દરવાજા સાથે,ટેબલ સાથે પણ અથડાયોં.અને ધડામ કરીને સોફા પર પડી ગયો.....ક્રમશ:
                   --ભરત મારૂ