બદલાવ-5 bharat maru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બદલાવ-5

બદલાવ-5 
(આપણે આગળ જોયું કે રૂપાએ રોહિતને પ્રેમ કરતી હોવાનો ઘટસ્ફોટ કર્યોં....હવે આગળ)
            સવારે અજય ઉંઘમાંથી જાગ્યોં.અજયે ઘડીયાલમાં જોયું તો સવારનાં આઠ વાગ્યાં હતા.રૂપા કયાંય નજરે ન ચડી તો બાથરૂમમાં હશે એમ માની લીધુ.અજય સોફા પર જ બેસી રહ્યોં, રાત્રીનું દ્રશ્ય યાદ કરતો હતો.નશાની હાલતમાં શું થયું એ અધકચરું યાદ આવ્યું.એ ઉભો થઇ,બેડરૂમનાં કબાટમાંથી પોતાના કપડા લઇ કોમન બાથરૂમમાં તૈયાર થવા ગયો.તૈયાર થઇ ગયો તો પણ રૂપા કયાંય દેખાઇ નહિં.બાથરૂમનોં દરવાજો ખટખટાવ્યોં.કોઇ જવાબ નહિં.દરવાજો ખોલી અંદર જોયું, ત્યાં પણ એ ન હતી.હવે અજય બેબાકળો થયો.આખા ફલેટમાં જોયું પણ એ એકલો જ હતો.તરત જ રૂપાને ફોન કરવાનું વિચાર્યું.મોબાઇલ ટેબલ પરથી લેવા જતા એની નીચે પડેલો એક કાગળ જોયો.એમાં અંગ્રેજી અક્ષરોમાં લખ્યું હતું ‘ આઇ કેન નોટ લીવ વીથ યુ એન્ડ નોટ વીધાઉટ માય લવ રોહિત.આઇ એમ ગોઇંગ ટુ માય પ્લેસ.સોરી....રૂપા.’ 
“ઓહ!! તો આ વાત છે.આ રોહિતનું ચકકર છે.સાલો....મારો મિત્ર થઇ મારી જ કબર ખોદવા માંગે છે.હું તમને લોકોને માફ નહિં કરું.બસ એકવાર મારી રૂપાને મળી લઉં.....” અજયે એકલાએ બુમ પાડીને વાતો કરી.મોબાઇલ લઇ રૂપાને ફોન કર્યોં પણ ફોન ‘સ્વીચ ઓફ’ હતો.
            બેંકમાં ઉતાવળે પોતાની ચેમ્બરમાં ગયો.સોમુને બેલ મારી.સોમુ તરત જ આવ્યોં
 “જી સાહેબ, ચા લઇ આવું.”
“હા, અને સાંભળ... તું તૈયાર થઇ જા.આપણે રાજસ્થાન-આબુરોડ જવાનું છે.કદાચ બે-ત્રણ દિવસ રોકાવાનું થશે એટલે કપડા સાથે લઇ લેજે.જાન્યુઆરી મહિનો છે એટલે ઠંડી પણ ખુબ હશે ત્યાં ઓઢવાની વ્યવસ્થા પણ કરી લેજે.”
“હા ચોકકસ સાહેબ.મને કલાકનોં સમય આપો.હું તૈયારી કરીને આવું.મે કયાંરેય રાજસ્થાન નથી જોયું તો એ પણ જોવાય જશે.પણ સાહેબ, આપણે ત્યાં કરવાનું શું છે?” સોમુ ખુશ થતા બોલ્યોં.
“આપણે રોહિતને બરાબરનો પાઠ ભણાવવાનો છે.” અજય આવેશમાં બોલી ગયો.સોમુ ઘરે ગયો.
અજયે ઉતાવળે બે-ત્રણ દિવસનાં કામનું આયોજન કરી લીધુ.બેંકનાં એક અધિકારીને બધી સુચનાઓ આપી દીધી.બપોરનાં બાર વાગ્યાં ત્યારે સોમુ પોતાનોં મોટો થેલો લઇને આવી ગયો.અજયની સ્વીફટ કારમાં બંને પોતાનો સામાન લઇ નીકળ્યાં રાજસ્થાનની સફરે....
           અજય કાર ચલાવતો હતો, સોમુ બાજુની સીટ પર બેઠો હતો.સોમુએ પોતાની કાંડા ઘડીયાલમાં જોઇને પુછયું             “ સાહેબ એક વાગ્યોં છે આપણે કેટલા વાગ્યેં પહોચીશું?”
“આઠ કે નવ કલાકનો રસ્તો છે.રાત્રે દસ વાગ્યેં પહોચશું.આજે હોટલમાં રોકાઇને આવતીકાલે સવારે મારા સાળાને ત્યાં જઇશું.” અજયે કહયું.
“સાહેબ, રૂપાભાભી કયાં છે?” સોમુએ સવાલ કર્યોં.
“એ ત્યાં જ છે.આબુરોડમાં એના ઘરે.”
“આ રોહિત કયાં છે?”
“રોહિતનું અને મારું એક જ ગામ છે. ત્યાંથી આગળ..પાલી.પણ પહેલા આપણે નરોતમને મળીશું.મારો સાળો.એ જરા વિચીત્ર માણસ છે.હોટલ ચલાવે છે પણ ધંધા તાંત્રીક વિધીઓનાં કરે છે.તારે હું કહું એટલુ જ કરવાનું.આ બધુ જોખમી કામ છે.”
“સાહેબ, તમારા માટે ગમે તેવું જોખમ લેવા તૈયાર છું.એટલે જ એક દેશી તમંચો પણ બેગમાં સાથે લીધો છે.” સોમુ બિન્દાસ બોલ્યોં.
“ઓહો! શું વાત છે? સારુ કર્યું.પણ એ મને આપી દેજે.એનો ઉપયોગ ફકત ડરાવવા માટે જ કરવાનો છે.કોઇને ભડાકે નથી દેવા.”
બંને હસ્યાં.સોમુ થોડો ગંભીર થયો અને બોલ્યોં 
“સાહેબ, આ રોહિત તમારો ખાસ મિત્ર છે તો તમારે કેમ વાંધો પડયો? એ તમને કેમ પરેશાન કરવા માંગે છે? આખી વાત સમજાવશો? જેથી કરીને મને પણ ત્યાં જઇને શું કરવું એ ખ્યાલ રહે.”
અજય પાસે રોહિત એક જ ખાસ મિત્ર હતો કે જેના કાને એ બધી વાત કરી શકતો.પણ હવે તો રોહિત પણ રહસ્યમય થઇ ગયો.હવે અજય માટે વિશ્વાસપાત્ર તરીકે સોમુ જ એકમાત્ર વ્યકિત હતો એટલે સોમુને આખી લાંબી કહાણી સંભળાવી.આખી વાત સાંભળી સોમુ બોલ્યોં 
“તો ખરેખર તમે એવું માનો છો કે તમારી પત્નિ રૂપા બદલાઇ ગઇ? મને તો એવું લાગે છે કે એ લોકો તમારા લગ્ન પહેલાનાં પ્રેમી હશે અને આવું નાટક કરી તમારાથી પીછો છોડાવે છે.નરોતમને તમારી સાથે શું વેર?કંઇ સમજાતું નથી.”
“જો સોમુ, કદાચ રૂપા નાટક કરતી હોય તો બે અલગ અલગ વ્યકતિત્વનું નાટક શુંકામ કરે? એ સરખા ચહેરા રંગરૂપવાળી બે રૂપા છે.મે મારી રૂપાનો પ્રેમ માણેલો છે.મને ગળા સુધી ખાત્રી છે કે એ નાટક ન હતું.રોહિતને પ્રેમ કરતી રૂપા મને એનું સર્વસ્વ કદી ન સોપે.પણ મારી કમનસીબી હું માત્ર થોડા દિવસ જ મારી રૂપાનો સાથ માણી શકયો ને આ ઉપાધી આવી પડી.આવું થવાનું કારણ આ રોહિત અને નરોતમ છે.અને હા, રોહિતે મને નરોતમ વિશે બધી માહિતી આપી એ વાતની પણ મને નવાઇ લાગે છે.સાલુ કંઇ સમજાતું નથી.” અજય ચાલુ કારે એક સીગારેટ સળગાવે છે.આ જોઇને સોમુ પણ ખીસ્સામાંથી તમાકુ કાઢી ચાવવા લાગ્યોં.
“સાહેબ તમે ચીંતા ન કરો.આપણે જયાં સુધી આ વાતનો છેડો ન શોધીએ ત્યાં સુધી સુરત પાછા નહિં આવીએ.હું બધા સવાલોનાં જવાબો લઇ આવીશ.આમપણ મને તમારો સાળો કયાં ઓળખે છે?” સોમુએ તમાકુની કીક લાગતા કહયું.
            આમને આમ બંને વાતો કરતા સતત મુસાફરી કર્યેં જતા હતા.એક ચપરાસી અને એક સાહેબનો ભેદ આજે ભુંસાવા જઇ રહયોં હતો.સોમુને સાહેબની મદદ કરીને સાહેબનો રાજીપો મેળવવો હતો.અજયને સોમુનાં સહકારની જરૂર હતી.સોમુની હિંમત અજયે ઘણીવાર અનુભવેલી.કાર આગળ વધી રહી હતી.માત્ર બે વાર જ કારને હોટલ પર ઉભી રાખી એટલે લગભગ 9.30 વાગ્યેં રાત્રે આબુરોડ આવી ગયું.અજયે  હોટલમાં એક રૂમ નકકી કર્યોં.પછી સીધા જ આવ્યાં જયાં ડાબી તરફ બ્રહ્માકુમારીનું મોટું સંકુલ છે તેનાથી થોડી આગળ એક નાની પહાડી પાસે કાર ઉભી રાખી.અજયે રસ્તાની સામેની બાજુએ આવેલી નરોતમની હોટલ સોમુને બતાવી.કારનાં કાળા ગ્લાસ બંધ રાખ્યાં.સોમુને માહિતી આપતા કહયું 
“જો પેલો કાઉન્ટર પર બેઠો છે એ મારો સાળો નરોતમ.તું ત્યાં જઇ આપણાં બંને માટે જમવાનું પાર્સલ લઇ આવ.થોડી વાતચીત કરીને કંઇક માહિતી મેળવવા પ્રયત્ન કર.ભલે સમય ગમે તેટલો થાય, હું રાહ જોઇશ.”
       સોમુ રસ્તો પાર કરી હોટલમાં ગયો.લાંબા કદનો, શ્યામ રંગનો કરડાકી આંખોવાળો,વધેલી દાઢીમુંછો (એમાં પણ અમુક સફેદી આવી ગયેલી)વાળો નરોતમ બેઠેલો હતો.સોમુને જોઇ પુછયું “જમવાનું છે?” 
“ના, પાર્સલ લેવાનું છે.”
નરોતમે મેનુ ધર્યું અને કાગળ-પેન તૈયાર કર્યાં.સોમુએ ઓર્ડર આપ્યોં.સોમુ પોતાની નજરે બધુ નિરીક્ષણ કરવા લાગ્યોં.નરોતમની ઉપર પાછળની દિવાલે શિવ ભગવાનની મોટી છબી ટીંગાયેલી જોઇ.એની નીચે બે અલગ અલગ સાધુઓનાં ફોટા દિવાલે હતા.સોમુ એને તાકીને જોયા કરતો હતો.નરોતમ સોમુની જાસુસ નજરનું અવલોકન કરતો હતો.
“શિવજીનો ફોટો સરસ છે.” સોમુએ વાત કરવાની શરૂઆત કરી.
“હા.”
“આ એમની નીચે બે મુર્તિ કોણ છે?” સોમુએ નરોતમને પુછયું.
“એક મારા ગુરુ છે.બીજા દાદાગુરુ.” 
“દાદાગુરુ એટલે ગુરુનાં દાદા?”
નરોતમે આ સાંભળી પહેલા તો અટ્ટાહાસ્ય કર્યું પછી ગંભીર થઇ લાલ આંખે આગ ઓકતો હોય એમ બોલ્યોં “આપણા ગુરુનાં જે ગુરુ હોય એને દાદાગુરુ કહેવાય.એટલી પણ ખબર નથી?”
સોમુ પણ ખોટા વિવેકથી હસ્યોં અને બે હાથ જોડી નમસ્કાર કરવાનું નાટક કર્યું.એવામાં સોમુની બાજુમાં એક વ્યકિત આવીને ઉભી રહી.સોમુનું ધ્યાન ન હતું પણ એને જોઇ નરોતમ એની ખુરશી પરથી ઉભો થઇ ગયો અને બે હાથ જોડી બોલ્યોં “આઇએ પ્રભુ, ઓમ નમો નારાયણ”.
નરોતમનો વિવેક જોઇ એ પહાડી બાંધાનાં સાધુએ જમણો હાથ ઉંચો કરી આશિર્વાદની મુદ્રા બનાવી.સોમુએ જોયું તો એ સાધુ લગભગ સાડા છ ફુટ લાંબા પાતળા બાંધાનાં પણ મજબુત દેખાયા.લાંબી જટા એ પણ માથામાં પાઘડીની જેમ બાંધેલી.આધેડ ઉંમર એમના વધેલા સફેદ દાઢીમુંછ અને શરીર પરથી લાગી.શરીર પર માત્ર કાળા રંગની લુંગી પહેરેલી.કમરથી ઉપરનું શરીર આવી જોરદાર ઠંડીમાં પણ ખુલ્લુ હતુ.શરીર ઉપર ભસ્મનો લેપ કરેલો હતો.બંને હાથમાં કંઇક સુકાયેલી વનસ્પતિનાં કડા બનાવી પહેરેલા હતા.ગળામાં કંઇક વિચીત્ર આકારનાં અલગ અલગ રંગોનાં નાના નાના પથ્થરોની માળા પહેરેલી હતી.લલાટ પર સફેદ રંગનું ત્રીપુંડ ખેચેલું હતુ.સોમુએ ફરી દિવાલ તરફ ફોટામાં જોયું.આ સાધુ એના જેવા તો નહોતા લાગતા.નરોતમ એને લઇને છેલ્લેનાં એક ટેબલ પર બેઠો.સોમુ પણ રાહ જોવા એની બાજુનાં ટેબલ પર બેઠો.કંઇક અટપટા પણ ઓછા શબ્દોમાં પણ ધીમા અવાજે એ બંનેની વાતચીત થઇ.સોમુને છેલ્લે નરોતમનું એક વાકય સંભળાયું અને સમજાયું ‘આપે કહયું એમ કરીશ.આપનો હુકમ શિરોમાન્ય.’ એ સાધુ ઉભા થયા.નરોતમ પણ કાઉન્ટર તરફ ગયો.સોમુ ઉભો થયો તો એ સાધુ સોમુ તરફ જોઇ બોલ્યાં “કયાં કરને આયે હો ઇતની દુર સે?” અચાનક આવી પડેલા સવાલે અને એ સાધુની તેજસ્વી આંખોએ સોમુને ડરાવી દીધો.છતા સ્વસ્થતા રાખી એ બોલ્યોં “ખાના લેને આયા હું મહારાજ.” જવાબ સાંભળી એ સાધુ મરક મરક હસ્યાં અને ચાલતા ચાલતા બોલતા ગયા “જો કરને આયે હો વહી કરના......વર્ના પસ્તાયેગા.” સોમુ હતપ્રત ઉભો રહ્યોં.વેઇટરે એને ખભ્ભે હાથ મુકી જગાડયોં “તમારું પાર્સલ તૈયાર છે.” સોમુ પાર્સલ લઇ કાઉન્ટર તરફ ગયો.પૈસા આપતા નરોતમને પુછયું 
“આ મહારાજ કોણ હતા?”
“તમારે શું કામ છે? અહિં તો આબુનાં પહાડી જંગલમાંથી આવા બાવાઓ આવતા જ રહેતા  હોય છે.એના ચકકરમાં નહિં આવવાનું.આ તો અમારી જવાબદારી છે કહેવાની પછી તમારી મરજી.”
           સોમુ ઉતાવળે બહાર નીકળી ગયો.અજયની કાર થોડી આગળ ઉભેલી હતી.સોમુ આવ્યોં ત્યાંરે અજય રૂપાને ફોન લગાવતો હતો.પણ ફોન હજી બંધ જ આવતો હતો.સોમુએ આખી વાત માંડીને કરી છેવટે કહયું “સાહેબ, આ બાવો જ નરોતમનો ખાસ લાગે છે.એને મળીએ તો આખુ રહસ્ય ખબર પડે.”
“હા પણ એમ અજાણ્યોં વિસ્તાર,અજાણ્યોં બાવો અને આ અંધારી રાત ...ભરોસો ન કરાય.આવતીકાલે નરોતમની ઘરે જવાનું છે.પછી જ કંઇક ખબર પડે.”
“ છતાં જુઓ સાહેબ પેલો બાવો ચાલીને જાય છે.હજી બહું દુર નથી ગયો.એનો પીછો તો કરીએ.કદાચ કંઇ જાણવા મળે પણ ખરું.આમ પણ એની આંખોમાં મને કંઇ વિચીત્ર જાદુ દેખાયો છે.”
અજયે સોમુની વાત માની.કાર ધીમે ધીમે એની પાછળ ચલાવી.રાત્રીના દસ વાગ્યાં હતા.થોડા મીટર આબુ તરફનાં રસ્તે ચાલી એ બાવો એક શાકભાજીનાં ટેમ્પોમાં બેસી ગયો.અજયે એ ટેમ્પા પાછળ કાર ભગાવી.માઉન્ટ આબુનાં હિલ ચાલુ થઇ ગયા.લગભગ દસેક કીલોમીટર ચાલ્યાં પછી એ ટેમ્પો ઉભો રહ્યો.એ બાવો એમાંથી ઉતર્યોં.અજયે પણ કાર એનાથી દુર પાછળ ઉભી રાખી.રસ્તાની ડાબી તરફ એક મોટું ઉંબરાનું વૃક્ષ હતું.એની બાજુમાંથી અંદર જંગલ તરફ એ બાવો જતો રહયોં.અજય અને સોમુ પણ થોડી ક્ષણો પછી ટોર્ચ લઇ એની પાછળ ગયા.પણ જાણે એ જંગલમાં અદ્રશ્ય થયો હોય એમ દેખાયો નહિં.અજયને થોડો ડર લાગતા સોમુને કહયું “ચાલ હવે પાછા વળીયે.ઠંડી પણ બહું જામી છે.જંગલ વિસ્તાર છે.આવી રાત્રીમાં જોખમ ન કરાય.” કારમાં બેસી એ લોકો નીચે આબુરોડ તરફ હંકારી ગયા.હોટલે પહોચી ઠંડુ થઇ ગયેલુ ભોજન જમ્યાં.અને આખા દિવસની મુસાફરીનાં થાકેલા બંને ઉંઘી ગયા.
           સવારે નવેક વાગ્યે ઠંડીએ પોતાનું જોર જયાંરે થોડું ઓછું કર્યું ત્યાંરે બંને તૈયાર થઇ બહાર નીકળ્યાં.હોટલનાં અમુક માણસો તો હજુ પણ લાકડાની આગમાં ગરમી લેતા હતા.ધુમ્મસ પણ ધરતીને ઘેરીને જાણે દુર હટવાનું નામ લેતું ન હતુ.રસ્તા પર અવરજવર પણ ઓછી હતી.અજયે નરોતમનાં ઘર તરફ કાર હંકારી.એ જુના ગામમાં રહેતો હતો.જુનવાણી મકાનમાં મોટું ફળીયું, સોમુએ મકાન બહારથી જોઇ કહયું “બહું જુનુ મકાન લાગે છે.”
“હા, નરોતમનાં દાદાએ બનાવેલું.બાકી નરોતમની કયાં તાકાત છે આવું મકાન અત્યાંરે બનાવવાની કે ખરીદવાની? સોમુ તું કારમાં જ બેસ.નહિંતર નરોતમ તને ઓળખી જશે.એ બહું ચાલાક છે.”
સોમુ કારમાં જ બેઠો.અંદર ખુલ્લા દરવાજે નરોતમ રૂમમાં બેઠો  હતો.અજયને જોયો તો અચરજથી ઉભો થઇ બોલ્યોં “અરે બનેવી તમે? શું વાત છે? આવો...આવો” અજયને અંદર રૂમમાં બેસાડયોં.અને બુમ પાડી “અરે બહેન રૂપા આ જો, અજયકુમાર આવ્યાં છે.બહાર આવ.” અજયનું હૃદય એની મહતમ ગતિએ ધબકતું થયું.આંખો એકીટસે અંદર તરફના દરવાજે મંડાઇ.એક પ્રેમ પ્યાસો યુવાન આજે જાણે એના નસીબ સામે મનોમન ભીખ માંગતો હોય.અને એટલે જ અજયનાં ચહેરાએ પણ દયામણો આકાર લીધો. કિસ્મત એના કટોરામાં શું નાખશે એ અનિશ્ચીતતાથી એનું મન વિહવળ હતું.અંદરથી રૂપાની પહેલા એની કાચની બંગડીઓનો ખનખન અવાજ બહાર આવ્યોં.એ અવાજ અજયનાં કાનેથી સીધો હૃદયે પહોચ્યોં હોય એમ એનું હૃદય એક ધબકાર ચુકી ગયું.રૂપા આવી અને અજયની નજર સાથે નજર મેળવી શરમથી મલકાઇ.એ જ અજયને ગમતો ડ્રેસ રૂપાએ પહેરેલો.બંને હાથમાં કાચની બંગડીઓ પણ પહેરેલી હતી.અજયને ખાત્રી થઇ કે આ તો મારી રૂપા છે એટલે એ પણ રોમરોમથી પુલકીત થયો અને એના પરિણામ સ્વરૂપ એ હસ્યોં.નરોતમ ઉભો થઇ અંદર ગયો.તરત જ રૂપા પ્રેમથી બોલી
“ઓહ બલમજી!! તમે અચાનક અહિંયા?” અજયે સાંભળ્યું પણ જાણે શબ્દોમાં સુર પણ જોડાયેલા હોય અને વન્સમોર કહેવું હોય એમ એણે કહયું
“શુ કહયું?”
“બલમજી!!” રૂપાએ હસીને કહયું. 
અજયની મનોસ્થીતીએ યુટર્ન લઇ લીધો.હવે કશું કરવું નથી.બસ અહિં જ બેસી રહેવું છે એવા વિચારે મન ભરાયું અને આંખોમાં ખુશીનાં ઝરઝરીયા સાથે છલકાયું.
 “ફોન વિના જ સીધા જ આવી ગયા? પ્રેમિકાને મળવા આવ્યાં હોય એમ!!” રૂપાએ પાણીનો ગ્લાસ આપતા કહયું.
“અરે યાર, તારો ફોન તો બંધ આવે છે.”
“ના હોય.જુઓ આ રહયોં મારો મોબાઇલ....ચાલુ જ છે.” રૂપા મોબાઇલ બતાવતી હતી ત્યાં જ નરોતમ આવ્યોં.સામાન્ય વાતો થઇ.ચા પાણી...નાસ્તો બધું થયું.
નરોતમે અજયને કહયું “તો ચાલો આપણે હોટલ પર જઇએ.બપોરે જમવા આવીશું ઘરે.”
“ના, મારે હજુ પાલી જવાનું છે.બે દિવસ ત્યાં કામ છે.વળતી વખતે આવીશ ત્યાંરે રૂપાને લેતો જઇશ.” અજયે કહયું.
“ના એવું નહિં ચાલે.આજે રોકાઇ જાવ.આવતીકાલે સવારે પાલી જવા નીકળજો.”
છેવટે બપોરે નરોતમની હોટલમાં જમીને જવાનું નકકી થયું.નરોતમ તૈયાર થવા અંદર ગયો.રૂપા અજયની બાજુમાં આવી બેસી ગઇ.અજયે પુંછયું
“તું ગઇકાલે કયાં હતી?”
“કેમ એવું પુછો છો? હું તો ઘરે જ હતી.પણ તમે કંઇક ચીંતામાં લાગો છો.શું વાત છે?”
“કંઇ નહિં.સારું હું પાછો આવીશ ત્યાંરે તને લેતો જઇશ.”
“આજે રોકાઇ જાવને...મારી સાથે..” રૂપાની આંખમાં અજયને માદકતાની મજબુરી દેખાઇ.
“ના.પાછો આવીશ ત્યાંરે રોકાઇશ.આજે મારે પાલી જવું પડે એમ છે.રોહિતને મળવાનું છે.એ પછી અમેરીકા ચાલ્યોં જવાનો છે.”
“ઓ..હા...રોહિતભાઇ તો અહિં ભાઇને મળવા આવ્યાં હતા.”
અજયને ઝાટકો લાગ્યોં.થોડીવાર કંઇ બોલી ન શકયોં.ત્યાં જ નરોતમ તૈયાર થઇ આવ્યોં.વાત અધુરી રહી ગઇ.
“નરોતમભાઇ તમે તમારી ગાડી લઇ લો.હું ત્યાંથી મારી કાર લઇને નીકળી જઇશ.” અજયે કહયું.
નરોતમ પોતાની બાઇક તરફ ગયો.અજય પગથીયા ઉતરતો હતો ત્યાંરે રૂપાએ એક ડબ્બો આપ્યોં અને કહયું કે લાડું છે રસ્તામાં કામ લાગશે.
          અજયે કારમાં બેસી સોમુને બધી વાત કરી.તો સોમુએ કહયું 
“સાહેબ, એક મન એવું કહે છે કે આ બંને રૂપા એક જ છે.તમને પરેશાન કરવાનું નાટક.બીજુ મન એવું કહે છે કે ફીલ્મોની જેમ આ ડબલરોલ છે.જે હોય તે પણ એક વાત નકકી કે તમે કોઇ ષડયંત્રનો ભોગ બની રહ્યાં છો.આપણે તો સ્વબચાવ માટે બધું જ કરવું પડશે.”
          નરોતમની હોટલમાં ગયા ત્યાંરે સોમુને અજયે થોડીવાર પછી આવવા અને અલગ ટેબલ પર બેસવા કહયું.હોટલમાં પહોચ્યાં ત્યાંરે બપોરનાં 12.00 વાગ્યાં.જમવાનું આવ્યું.
“તો બનેવી, મારો એક મિત્ર છે.માઉન્ટ આબુ ની પહેલા એક નાનું ગામ છે ત્યાં એનું ઘર છે.એને અમુક લોન પેપર તને બતાવવા છે.જો તું સાથે આવે તો એનું કામ થઇ જાય.કલાકમાં પાછા આવી જઇશું.” નરોતમે જમતી વખતે વાત કરી.અજયની શંકા હવે મજબુત થઇ કે આ મને તાંત્રીક પાસે લઇ જવાની કોશીષ કરે છે.અજયે કહયું “ હું પાલીથી પાછો આવું ત્યાંરે અહિં રોકાઇશ.ત્યાંરે આપણે ચોકકસ જઇશું.”  બંને એકબીજાની વાતમાં આવી ગયા.સોમુ થોડીવાર પછી એકલો બેસી જમી લીધો.અજય બહાર નીકળ્યોં.કારમાં બેઠોં અને કાર થોડી આગળ નરોતમની નજર બહાર રહે એમ ઉભી રાખી.સોમુ દોડતો આવ્યોં અને અંદર બેસી હાંફતા હાંફતા બોલ્યોં 
“ સાહેબ, કારને જલ્દી પાછળ લઇ લો.પેલો બાવો મે હમણાં જોયો છે.એ માઉન્ટ આબુ તરફ ચાલીને જાય છે.”
“પણ સોમુ જો એ આ નરોતમનો સાથીદાર હોય તો એ ખતરનાક હોઇ શકે.તાંત્રીક હોઇ શકે.હું થોડો ગભરાઉં છું.”
“અરે સાહેબ, કોઇ તાંત્રીક મારા તમંચા સામે નહિં ટકી શકે.મે તમંચો કાઢી શર્ટમાં સંતાડી દીધો છે.તમે જરા પણ ચીંતા ન કરો.હું વખત આવ્યેં તમારા માટે કોઇનું ખુન કરવા પણ તૈયાર છું.” સોમુની હિંમત જોઇ અજયને પણ થોડું જોખમ લેવાની હિંમત આવી.એણે કાર વાળી માઉન્ટ આબુ તરફ.થોડે આગળ ગયા તો પેલો બાવો ચાલીને જતો હતો.થોડીવાર પછી એ રાજસ્થાન એસ.ટી. બસમાં બેસી ગયો.અજયે કાર એ બસની પાછળ રાખી.બરાબર પેલા ઉંબરાના વૃક્ષ પાસે જ એ ઉતર્યોં.બપોરનાં બે વાગવા આવ્યાં હતા.અજયે થોડે દુર કાર ઉભી રહે એવી  જગ્યા પર કાર પાર્ક કરી.લાડુનોં ડબ્બો સાથે લીધો અને થોડી ક્ષણ ઉભા રહી એ બંને પણ અંદર ગયા.જંગલ ગાઢ હતું.એક નાની કેડી જેવું દેખાયું એટલે એના પર ચાલ્યાં.સોમુની નજર થોડે દુર ગઇ તો પેલો બાવો મોટા મોટા ડગલે આગળ ચાલ્યોં જતો હતો.સોમુ ઘડી ઘડી શર્ટમાં તમંચાને જોઇ લેતો હતો.એક નાના મેદાન જેવો વિસ્તાર આવ્યોં ત્યાંથી કેડી પુરી થઇ ગઇ.આગળ ઉંચા વૃક્ષોથી આચ્છાદીત  ટેકરી આવી.બાવો એ તરફ ગયો.બપોરનાં સમયે પણ કડકડતી ઠંડી હતી.જંગલમાં કયાંક પક્ષીઓનો મધુર કલરવ તો કયાંરેક વિચીત્ર પ્રાણીઓનાં અવાજો સંભળાતા હતા.સોમુ આગળ ચાલતો હતો.અજય એની પાછળ.બંને અવાજ વિના ચાલવાની કોશીષ કરી રહ્યાં હતા.એટલે જ બંનેનાં મોબાઇલ પણ સાઇલન્ટ હતા.કયાંરેક જંગલમાં પણ નીરવ શાંતિ થઇ જતી જે ભેંકાર લાગતી હતી.ઘણો ઢોળાવ ચડયાં પછી અચાનક એ બાવો ઉભો રહી ગયો અને એણે વળીને પાછળ જોયું...........ક્રમશ:
         --ભરત મારૂ