બદલાવ-12 bharat maru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બદલાવ-12

બદલાવ-12
(નરોતમને પણ ગુસ્સો આવ્યોં.એણે સોમુને બે-ચાર ગાળો આપી.અજય સોમુનાં શરીરમાં પોતાને બળવાન સમજવા લાગ્યોં હતો એટલે જ એ નરોતમ તરફ હુમલો કરવા ધસી ગયો.એમાં એના ખીસ્સામાંથી પાકીટ ઉછળીને રોહિતની બાજુમાં પડયું.)
     
                સોમુનાં શરીરે નરોતમને એક જોરદાર ધકકો માર્યોં.નરોતમ નીચે પડયોં.એણે પણ ગુસ્સાથી લાલચોળ થઇ તલવાર હાથમાં ઉપાડી લીધી.અજયને થોડો ડર લાગ્યોં.એ પાછલા પગલે દુર ખસ્યોં.પણ નરોતમે તલવાર ઉગામી અને એનો હાથ ત્યાં જ સ્થીર થયો.નરોતમ જાણે સ્ટેચ્યું હોય એમ સ્થીર રહ્યોં.વિભુતિનાથે એના હાથમાંથી તલવાર લઇ લીધી.પછી નરોતમને બેસાડીને કહ્યું
“તું ઉતાવળ ન કર, નરોતમ.ઉતાવળથી ભુતાવળ આવશે.” 
આવા શબ્દોથી અજયને અચાનક અલગારીનાથ યાદ આવી ગયા.સોમુ યાદ આવ્યોં.પણ સોમુને તો મદદ કરવા કેમ જવું? પહેલા પોતાની તો મદદ કોઇ કરે...
 
           “તારું પાકીટ પડી ગયું, સોમુ” રોહિતે એમ બોલી પાકીટવાળો હાથ લંબાવ્યોં પણ નરોતમે અધવચ્ચે જ હાથ મારી પાકીટ લઇ લીધું.અને પોતાના શર્ટનાં ખીસ્સામાં મુકયું.અજય રોહિતની બાજુમાં બેસી ગયો.વાતાવરણ શાંત થયું.સાંજનાં ચાર વાગ્યા હતા.વિભુતિનાથ ઉભા થઇ ચાલતા થયા.અને નરોતમને ઇશારાથી પાછળ આવવા કહ્યું.બંને બહાર ગયા.

“આ તલવાર...આ ફરસો...આટલા હથીયાર છે.આપણે બે, રોહિતભાઇ ચાલો આવો મોકો નહિં મળે.ઉભા થઇને મને મદદ કરો.હમણા નરોતમનો ઘડો લાડવો કરી નાંખીએ.” અજયે રોહિતને કહ્યું.

“ના એ શકય નથી.મે બધા પ્રયત્નો કરી લીધા.અહિં એ લોકોનાં અદ્રશ્ય ભૈરવો બધુ જુએ છે.આપણે કશું જ નથી કરી શકતા.બહાર નીકળવાનો પણ ખુબ પ્રયત્ન કર્યોં.પણ બધુ નકામુ છે.” 
 
અજયે તરત જ પુછયું
“બહાર નીકળવાનો પ્રયત્ન કેટલી વાર કર્યોં?”

“અરે સોમુ, એમાં ગણતરી કેમ રાખવી? ઘણાં પ્રયત્નો કર્યાં.દર વખતે પગમાં અસહ્ય દુખાવો થાય છે.એટલે પાછા વળવું જ પડે છે.”

“આ બંને રૂપાએ ભાગવાનાં પ્રયત્ન કર્યાં છે?”

“ના.એ તો અહિં જ બેઠી છે.પણ કેમ તું આવું બધુ પુછે છે? સોમુ! કોઇ ફાયદો ખરો?”

અજયને કહેવાનું મન થયું કે રોહિત તે હંમેસા તારો જ ફાયદો જોયો છે.તારા ફાયદા માટે બીજાનાં જીવ પણ જોખમમાં નાંખી દે એવો સ્વાર્થી અને લંપટ માણસ છે.....પણ એને સંયમ રાખ્યોં.      

“તો સાંભળો રહિતભાઇ, સાતવાર બહાર જવા માટે પ્રયત્નો કર્યાં હોય તો આઠમી વાર તમે છુટી જશો.” રોહિતે ચમકીને સોમુ તરફ જોયું.પછી બોલ્યોં

“તને કેમ ખબર?”

“હું બધુ જાણું છું.તમે સવાલો નહિં, પ્રયત્નો કરો.”
         
          રોહિત યાદ કરવા લાગ્યોં.બે દિવસમાં લગભગ છ કે સાત વાર તો એણે એકલાએ ભાગી જવા પ્રયત્ન કરેલો.દિવસ અને રાત એણે છુટવાના પ્રયત્ન ચાલુ જ રાખેલા.પણ એ તો દસ વાર પણ થઇ ગયા હોય કદાચ...એવું વિચારતો જ હતો ત્યાં અચાનક નરોતમ ઝડપથી ચાલી અંદર આવ્યોં.એની પાછળ વિભુતિનાથ પણ અંદર આવ્યાં.નરોતમ સીધો જ સોમુ તરફ આગળ વધ્યોં.સોમુને એક લાત મારી નીચે પછાડયોં.એ ગુસ્સાથી લાલચોળ હતો.સોમુનાં શરીરમાં રહેલો અજય આઘાત પામી ફરી ઉભો થયો.ત્યાં તો નરોતમે પોતાના ખીસ્સામાં થી અજયનું પાકીટ કાઢયું અને બુમ પાડી
“આ અજયનું પાકીટ તારી પાસે કેવી રીતે આવ્યું,બોલ? કા તો તું ચોર છે? કા તું અને અજય સાથે જ છુઓ.બોલ, મને કહે અજય કયાં છે? “
            અજયને અજય વિશે માહિતી આપવા પુછતો નરોતમ આજે અજયને મુર્ખ લાગ્યોં.અને આમ અચાનક પાકીટને લીધે પોતાની પોલ ખુલી જશે કે એનો ચોકકસ ખુલાસો આપવો પડશે એ વિચારે અજય મૌન જ રહ્યોં.રૂપા પણ સોમુનાં ચહેરે નજર રાખી રાહ જોવા લાગી કે અજયની શું માહિતી આપશે? રોહિત તો હવે બહાર છટકવાના વિચારોમાં અટવાયો હતો.રોહિતની પ્રેમિકા રૂપા એટલે શાંત હતી કે એને થયું હું તો આ વિધી માટે બીનજરૂરી છું તો કદાચ મને છોડી દેવામાં આવશે.અને એનું કારણ પણ હતુ કે બહું જ બકવાસ કરતી હોવાથી નરોતમે કહેલું કે કદાચ તને છોડી દઇશું, પણ તારી યાદશકિત અમે નાશ કરી દઇશું.ત્યાંરે એ રૂપાએ મન મનાવી લીધેલું કે જીવતા રહીશું તો પણ ચાલશે.આવા,રોહિત જેવા પ્રેમીને યાદ રાખીને પણ શું કરવું? 
            નરોતમે પાકીટમાંથી અજયનું આધારકાર્ડ અને ડ્રાઇવીંગ લાઇસન્સ બધાને બતાવ્યું.અને અજય તરફ જોઇ ફરી પુછયું
“જુઓ આ પાકીટ અને આ આઇ ડી પ્રુફ અજયનાં છે.અને સોમુ, એ તારી પાસે કેમ આવ્યાં?” અજય પણ મનોમન મુંજાયો....છેલ્લે છેલ્લે સોમુએ આ પાકીટ આપ્યું....ત્યાંરે ખ્યાલ ન હતો કે આવો પ્રશ્ન સામે આવશે.હવે જો એમ કહે કે અજયે આપ્યું તો નરોતમને તકલીફ....એમ કહે કે ચોરીને લીધુ તો રૂપાને તકલીફ...જવાબ તો આપવો પડશે.આખરે એ બોલ્યોં
“અજયભાઇએ જ મને છેલ્લી ઘડીએ આપ્યું હતુ.”

“સોમુભાઇ, છેલ્લી ઘડી એટલે તમે શું કહો છો?” રૂપાએ તરત જ સવાલ કર્યોં.રૂપાની અજય વિશેની ચીંતા હવે વધતી જતી હતી.અજય સામે જ છે પણ સોમુનાં શરીરમાં કેમ ઓળખાય? અજય પણ અસમંજસમાં ફસાયો કે હવે જે કહેવા જઇ રહ્યોં છે એ એવું અસત્ય છે કે જે રૂપાને ભયંકર દુખી કરશે...પણ નરોતમને મુંજવણમાં મુકવા આ કરવું પડશે....અને કદાચ બધા માટે આ છેલ્લી ઘડીઓ અથવા છેલ્લી રાત હોય તો શું મરતા પહેલા પણ રૂપાને દુખી કરવી?અજયને શબ્દો ગોઠવતા વાર લાગી તો અધીરી બનેલી રૂપાએ ફરી કહ્યું
“સોમુભાઇ, ખોટું ન બોલતા...જે હોય તે સાચુ કહો...આજે શિવરાત્રી છે.આજે ખોટું બોલ્યાં તો ભોળાનાથ તમને માફ નહિં.....” 
છેલ્લો શબ્દ રૂપાની આંખમાંથી ટપકતો હોય એમ ફરી એનાં દયામણા ચહેરે આંસુઓ આવીને અટકયાં.

         શિવની જ આરાધના કરીને આવેલા અજય માટે આજે ખોટું બોલવું પણ ફરજીયાત થઇ પડયું હતું.અને અત્યાંરે શિવજીને જ મનોમન આજીજી કરતો હતો કે આવી પરીસ્થીતી અને આવી મનોસ્થીતીમાં કેમ નાંખ્યોં? પણ અમુક કામ મનુષ્યે જાતે જ કરવા પડે, એ કામો હાથમાં લેવા જ પડે એમ અજય દ્રઢ થઇ ગયો અને બોલ્યોં
“છેલ્લી ઘડીએ એટલે અજયભાઇએ મરતા પહેલા મને આ પાકીટ આપીને કહ્યું હતુ કે રૂપાને આ પાકીટ આપી દેજે.એ આ જંગલમાં જ એક રીંછનાં હુમલાથી ઘાયલ થયા અને ખુબ લોહી નીકળી ગયું હોવાથી એ મરી ગયા.હું પણ માંડ બચીને નીકળ્યોં.” સોમુનાં શરીરમાં રહેલા અજયને આવું ખતરનાક અસત્ય બોલવું એ જ બચવાનો રસ્તો દેખાયો.પણ જયાંરે એ બોલી લીધો પછી જાણે અજય સાચે જ મરી ગયો એવું દુખ પણ થયું.રૂપા કારમી ચીસ પાડી રડવા લાગી.નરોતમનાં ચહેરે થોડું તાણ આવ્યું પણ એણે તરત જ વિભુતિનાથ તરફ જોયું.વિભુતિનાથ ધ્યાન ધરીને બેઠા.થોડીવારે આંખો ખોલી બોલ્યાં “આ માણસ સાચુ બોલતો હોય એવું લાગે છે, મને અજયનાં જીવંત શરીરની કયાંય પણ પ્રતિતી નથી થતી.”

“તો પ્રભુ, હવે શું કરશું?” નરોતમે ચીંતા વ્યકત કરી.વિભુતિનાથ ઉભા થઇ બહાર ગયા.નરોતમ પણ એની પાછળ એના એક ઇશારે ચાલતો થયો.
            અજયે રૂપા તરફ જોયું.એ લગભગ શુન્ય મન્સક થઇ બેઠી હતી.છતા આંખમાંથી અશ્રુધારા ચાલુ જ હતી.અજયને તીવ્ર ઇચ્છા થઇ આવી કે બધી હકીકતો જણાવી રૂપાને આ ખોટા દુખમાંથી બહાર લઇ આવે....પણ એની બુદ્ધિ એને રોકતી હતી.નરોતમ અને એનાં ગુરુને ઘણી વાર લાગી એટલે અજયે રોહિતને કહ્યું
“રોહિતભાઇ, લાગે છે કે નરોતમ અને પેલો તાંત્રીક બહાર ગયા છે.તમે એક વાર બહાર જવાની કોશીષ કરો.અને જો તમે છુટી શકો તો અમને પણ બચાવો.” રોહિત પણ અહિંથી છુટવા જ માંગતો હતો.એ હિંમત કરીને ઉભો થયો.ભાગી જવાની...અહિંથી છુટવાની...લગભગ મૃત્યુનાં મુખમાંથી બચવાની ચીંતામાં એ ભુલી જ ગયો કે પોતાની પ્રેમિકા રૂપા પણ અહિં છે.રૂપા રોહિત તરફ તાકી રહી હતી.પણ રોહિત કયાંય આડાઅવળું જોયા વિના બહાર તરફ ભાગ્યોં.ગુફાનાં સાંકડા મુખથી પસાર થઇ ઝુપડી સુધી આવ્યોં.બધે નજર કરી જોયું બધુ સલામત લાગતા ગભરાતા પગલે બહાર નીકળ્યોં.એના નસીબ સારા કે આ એનો આંઠમો પ્રયત્ન હતો.અલગારીનાથની ગુફામાં હતો એવો જ સાત પ્રયત્ને એકવાર બચાવનો મોકો મળ્યોં એમ રોહિત પણ છુટવામાં સફળ રહ્યોં.એ પોતાની પુરી તાકાતથી ભાગ્યોં.આ ગુફાએથી મુખ્ય માર્ગ બહું દુર ન હતો.રોહિત મુખ્ય માર્ગ સુધી વાહનોનાં અવાજ દ્વારા પહોચી ગયો.એ આ બંધનમાંથી મુકત થયો.
              આ તરફ અજય અને બંને રૂપા ગુફામાં શાંતિથી બેઠા હતા.રોહિતની પ્રેમિકાએ અજયને પુછયું “સોમુભાઇ, આ રોહિતને આવતા વાર લાગી તો શું ‘રીયલ’માં એ છુટી ગયો હશે?”

“હા, મને પણ એવું જ લાગે છે.”

“તમને બંનેને એક વાત કહું?”

અજય અને રૂપાએ સાથે જ પુછયું “શું”

“આ રોહિત કાયર પણ છે અને સ્વાર્થી પણ છે.એ હવે પાછો આપણને મદદ કરવા આવે એવું મને નથી લાગતું.એણે મારા શરીરનો ઉપયોગ કર્યોં.પછી આ મારી સખી રૂપાનો પણ ઉપયોગ એને કરવો હતો.એટલે જ નરોતમ સાથે મળી અમારા શરીરનો બદલાવ કરાવ્યોં.પણ અજયભાઇના અને આ રૂપાનાં નસીબ સારા કે રોહિત આવ્યોં ત્યાંરે જ અમારા શરીર અનાયાસે ફરી મુળ સ્વરૂપમાં બદલી ગયા.એના માટે એણે મને પણ લાલચ આપી હતી.”
             આ વાતથી અજયને થોડી ચીંતા થઇ.જો ખરેખર રોહિત મદદ માટે પરત નહિં આવે તો શું થશે? પહેલા તો નરોતમ સાથે લડવા બે જણ હતા હવે તો અજય એકલો જ રહ્યોં.અજય હવે ઉભો થઇ દુખી થયેલી પોતાની પત્નિ રૂપા પાસે જઇ બેઠો.કદાચ હવે આ આખરી મુલાકાત હોય એવું વિચારતો એ બેઠો.એણે રૂપાનાં ખભ્ભા પર હાથ મુકયોં.અને ‘રૂપા’ એટલું બોલ્યોં.સતત અજયનાં વિચારોમાં ખોવાયેલી રૂપાને જાણે  એવું લાગ્યું કે અજય આવ્યોં અને એણે જ પોતાના ખભ્ભે હાથ મુકયોં.એટલે એણે સીધુ જ સોમુની આંખોમાં જોયું.અજયને પણ એવું લાગ્યું કે રૂપા સોમુ તરફ નહિં પણ અજય તરફ જુએ છે.એની આંખોમાં અજયને પ્રેમનો પ્રશ્નાર્થભાવ દેખાયો.તરત જ અજયને અલગારીનાથની પેલી વાત યાદ આવી કે સ્થુળ બધું સોમુનું રહેશે અને સુક્ષ્મ બધુ પોતાનું....અને સ્ત્રીઓ...સ્ત્રીધર્મ નીભાવતી પ્રેમાળ સ્ત્રીઓ પુરુષ પાસે સ્થુળ કરતા સુક્ષ્મ વધારે ઝંખતી હોય છે.એટલે જ શરીરનું સમર્પણ આપી મનનો પ્રેમ પામવાની ઇચ્છા ધરાવતી હોય છે.સુક્ષ્મની ઝંખના જ સુક્ષ્મની ઓળખાણ કરાવે છે.એટલે જ અહિં રૂપા સોમુનાં સ્થુળ શરીરમાં છુપાયેલા અજયને શોધવા મથે છે,જાણે કે એને અજયનો થોડો અણસાર આવી ગયો હોય એમ.થોડીક્ષણ ચારે આંખો પ્રેમની આપ-લે કરતી રહી.રૂપા છુપાયેલા અજયને શોધતી રહી અને વળી અજય રૂપાનાં પ્રેમને પીવા મથી રહ્યોં.પ્રેમમાં તરબોળ થતા જ અજય પોતાના શરીરનું ભાન ભુલ્યોં.એણે રૂપાને....પોતાની રૂપાને પ્રેમથી બાહુપાશમાં લેવા પ્રયત્ન કર્યોં.પણ રૂપાને સોમુનાં દેહનું ભાન થયું.રૂપાને દેહની મર્યાદાઓનો પણ ખ્યાલ આવ્યોં.બંને પક્ષે અચાનક જાણે બધું ભાંગીને ભુકકો થયું.એણે સોમુનાં શરીરને ધકકો માર્યોં.ધકકો એટલો જોરમાં હતો કે સોમુના મજબુત શરીરમાં પણ અજય નીચે પડી ગયો.સોમુનાં આવા વિચીત્ર વર્તનથી રોહિતની રૂપા પણ ઉભી થઇ ગઇ.એણે તો કંઇ વિચાર્યાં વિના જ સોમુનાં ગાલે અજયને એક જોરથી તમાચો ઠોકી દીધો.અને વધારામાં બોલી પણ ખરી કે “યુ ફુલ,યુ ઇડીયટ તને ભાન છે તું શું કરે છે? રૂપા એકલી નથી અહિં.અમે બે છીએ.તને અહિં જ પુરો કરી દઇશું.યુ વલ્ગર મેન!” 
            અજયને ફરી મહિનાઓ પહેલાનાં કલેશનાં એ દિવસો પણ યાદ આવી ગયા.એક સાથે એની પરીચીત બંને રૂપાનાં રૂપો જોઇ લીધા.પોતાની આવી મનોસ્થીતી જોઇ અજયને વિચાર આવ્યોં કે આપણે જે શરીરમાં જીવતા હોઇએ....ઘણીવાર મોહવશાત અથવા પ્રેમવશાત શરીરભાન નથી રહેતું.તો એ વખતે આ રોહિતની રૂપાને પણ શરીર ભાન ન રહેતું એમાં એનો બીચારીનો શું વાંક? આવું વિચારતો સોમુ કોઇ પણ જાતનાં પ્રતિભાવ વિના બેઠો એટલે રોહિતની રૂપાને વધારે ગુસ્સો આવ્યોં.એણે થોડે દુર પડેલી તલવાર ઉઠાવી લીધી.સાંજનાં છેલ્લા સુર્યકિરણોથી ચમકતી તલવારનો ચળકાટ અજયની આંખમાં ખટકયોં.એ સાવધાન થયો.રૂપા પણ કોઇ અજુગતી ઘટના ન બને એટલે ઉભી થઇ ગઇ.એ પેલી રૂપાનાં હાથમાંથી તલવાર લેવા જ જતી હતી ત્યાં નરોતમ ભાગીને આવ્યોં.અને રોહિતની રૂપાનાં હાથમાંથી તલવાર લઇ લીધી.નરોતમ તો જાણે આ ઘટનાથી ખુશ હોય એમ હસતો હતો.આવી પરીસ્થતીમાં પણ હસવાનું શું કારણ છે એ જાણવા રૂપાએ પોતાના ક્રુર ભાઇ તરફ જોયું.
           “અમે ધારીયે છીએ એમાં કુદરત અમને સાથ આપે છે.કુદરતની મંજુરી અમારી સાથે છે.જો બહેન, આજે શિવરાત્રી છે એટલે આજે રાત્રે કોઇ પણ ભોગે મારે વિધી કરવાની છે.અત્યારે સાંજ થવાને હવે વાર નથી.તારા અજયનાં કોઇ ઠેકાણાં નથી, જીવીત છે કે મૃત એ પણ નથી ખબર.તો અમે ગુરુ-ચેલા બંને એ એવું નકકી કર્યું હતુ કે તને અને સોમુને તાત્કાલીક પરણાવી દઇએ, પછી ભૈરવની સામે તમારી આ સુંદર જોડી ધરી દઉં.તો ભૈરવ ખુશ થશે.તમને મોક્ષ મળશે, મારું કામ થશે અને મારી બહેન વિધવા થઇને નહિં મરે.મે જોયું છે કે સોમુ તો તૈયાર જ છે.બસ તું તૈયાર થઇ જા.ભાઇની લાંબી ઉંમર માટે બહેન એટલુ તો કરે જ ને!!” નરોતમે પોતાની માનસીક વિકૃતિ રજુ કરી.નરોતમે હાથમાં લીધેલી તલવાર પાછી એક પથ્થરનાં ટેકે મુકી.એ જયાંરે પાછો વળ્યોં તો અચાનક એના મગજમાં ઝબકારો થયો એટલે ગુસ્સાથી તાડુકયોં “અરે નાલાયકો, પેલો રોહિત કયાં છે? શું એ ભાગી ગયો?”

અજયે પરીસ્થીતી પામી જતા  શાંતિથી વાત કરતા કહ્યું
“એ તો અમને એવું કહીને ગયો કે કુદરતી હાજતે બહાર જઇને આવું.”

“તદન જુઠ, મે આ લોકોને એવા ફળ ખવડાવ્યાં છે કે કોઇને પણ કુદરતી હાજતે જવું જ ન પડે, તારા સિવાય....એ ભાગી ગયો છે.” નરોતમે કહ્યું.

“પણ નરોતમભાઇ, અહિં આવા બંધનમાંથી એ કેવી રીતે છુટી ગયો?” અજયે ચાલાકીથી પુછેલો સવાલ નરોતમને શાંત અને મૌન કરવા પુરતો હતો.એ થોડીવાર વિચાર કરીને બોલ્યોં
“કશો વાંધો નહિં.ભાગીને કયાં જશે? આમ પણ હવે એનું કંઇ કામ નથી અમારે.એ કોઇને કશું કહેવાને લાયક પણ નહિં રહે....એવો પાગલ કરી દઇશ.” નરોતમે વાતને વાળવાનો પ્રયત્ન કર્યોં.
            નરોતમનાં ગુરુ વિભુતિનાથ હજુ ગુફાની બહાર હતા.નરોતમ પોતાના આસન પર બેઠો.અજયને રૂપા સાથે ફરી પરણવામાં કશો વાંધો ન હતો કારણકે હવે એ પોતાને માત્ર અજય જ સમજતો હતો.સોમુનાં દેહનું ભાન એ હજુ પણ ભુલેલો જ હતો.રૂપાને હવે પોતાનો ભાઇ નરોતમ અને આ સોમુ, એમ બંને પુરુષો વિકૃત દુશ્મન જ દેખાતા હતા.રોહિતની રૂપાએ ગુસ્સાથી જ પોતાની વિચાર શકિત લગભગ શુન્ય કરી નાંખી હતી.
                ક્રમશઃ
                --ભરત મારૂ