નથી કોઈ મનમાં સ્વાર્થ મારે,
નથી કોઈ ભેદ પ્રેમમાં તારે,
બનીને તારો શ્યામ હવે જીવવું છે,
બનાવીને તને રાધા સંગ રહેવું છે,
છોડી જગતની ચિંતા બસ તને જ ચાહવું છે,
તારી આંખના આંસુને અમૃત ગણી પીવું છે,
નથી કોઈ લોભ કે લાલચ મને,
નથી કોઈ ગેરસમજ હૈયે મારે,
બસ તારા વ્હાલમાં મારે ભીંજાવું છે,
તને જ પ્રીત કરીને આ જીવન ગુજારવું છે,
ખોટા વાયદાઓથી મનને દૂર રાખવું છે,
બસ તારી સાથેની પ્રેમ વર્ષામાં મારે ભીંજાવું છે..
દોસ્ત
જેની ગાળોમાં પણ પ્રેમ હોય,
જેની સાથે જીવનમેળ હોય,
જેની સાથે ચા ની ચૂસકી હોય,
જેની ગર્લફ્રેંડ આપણી ભાભી હોય,
જેના નામે ઘરે ટિકિટ ફડાતી હોય,
જેની વસ્તુઓ પર આપણી માલિકી હોય,
જેની સાથે ખડખડાટ હસાતું હોય,
જેની સાથે જીવન રંગીન હોય,
જેની સાથે હુક્કા પાર્ટી હોય,
જેની સાથે પિઝ્ઝા ખવાતા હોય,
જેની સાથે ક્યાંયપણ જવાતું હોય,
જેને માટે જીવન જોખમમાં મુકાતું હોય,
દુનિયામાં જે સંબંધ સૌથી ન્યારો હોય,
લોહીના સંબંધની પણ જે પ્યારો હોય,
જેની દુનિયામાં બધાને જરૂર હોય,
બસ એવો જ દોસ્ત મારો હોય..
જિંદગી કોરું કાગળ
પ્રેમ આપીને બધાને,
જીવનમાં ખુશી રહી,
પણ મારી જિંદગી,
આખરે કોરું કાગળ રહી..
સંબંધો બનાવીને,
જીવનમાં એક આશ રહી,
પણ મારી આત્મા,
હંમેશા નિરાધાર રહી..
વાવ્યું સ્નેહ બધી જગ્યાએ,
જીવનમાં વ્હાલની આશ રહી,
પણ મારે હૈયે,
એકલતા અપરંપાર રહી..
મદદરૂપ થયો બધાને,
જીવનમાં એક મીઠાશ રહી,
પણ મારી મદદ,
માટે નિરાશા કાયમ રહી..
પોતાના માન્યા દરેકને,
જીવનમાં એ સોગાત રહી,
પણ મારી જિંદગી,
આમ'તો કોરું કાગળ જ રહી..