hati aek pagal - 18 books and stories free download online pdf in Gujarati

હતી એક પાગલ - 18

હતી એક પાગલ..!!:-ભાગ 18

"दिल के मेहमान तेरी याद लिए बैठे है

ज़ब्त-ए-दिल किससे कहे,वो ज़ब्त दिए बैठे है।

मौत से कह दो फ़राज़ हमको ना मजबूर करे

जिनकी ऐ चीज़ है हम उनको दीए बैठे है।

માહી સાથે થયેલી ઓચિંતી મુલાકાત બાદ શિવને સુરત હવે ખુબસુરત લાગવા લાગ્યું હતું.પોતે જેનાં નામે પોતાનાં શ્વાસો લઈ રહ્યો છે એવી એની મનની ચોર એની પ્રેયસી માહી અત્યારે આજ શહેરમાં મોજુદ હતી એ વિચારતાં જ શિવ રોમાંચિત થઈ ઉઠતો.બીજાં દિવસે એની બુક પબ્લિશ થવાની હોવાં છતાં શિવને એનો વિચાર સુધ્ધાં જ નહોતો.

માહી એકલી જ રહેતી હતી અને હવે તો એ સિંગલ પણ હતી તો પોતે જઈને ફરીવાર માહી સમક્ષ પ્રેમ નો પ્રસ્તાવ મુકી દે એવું શિવ સતત વિચારી રહ્યો હતો.પણ બીજી તરફ માહી નું એની તરફ નફરત ભર્યું વર્તન યાદ કરતાં એ વિચારને અહીં પુરતો જ સીમિત રાખવામાં ભલાઈ સમજી રહ્યો હતો.કેમકે જો માહી જોડેથી યોગ્ય રીતે પોતાને વાંક ગુના વગર નફરત કરવાનું કારણ ખબર ના પડી જાય ત્યાં સુધી માહીને મળવાનું ટાળવું જોઈએ એવી શિવને લાગ્યું.

આમ પણ જ્યાં જીંદગી મૃગજળનાં સહારે પસાર કરવાનું નક્કી કરી લીધું હોય ત્યાં આકાશે કાળાં ડિબાંગ વાદળો ઉમટી પડે તો થોડી રાહ વધુ જોવામાં કોઈ વાંધો તો ના જ હોવો જોઈએ.હવે આજની રાત તો પોતાની માહીને જ વિચારવામાં પસાર કરવાની હતી એમ નક્કી કરી શિવે બેડમાં લંબાવ્યું.કાલે બુક પબ્લિશ કરતી વખતે શું સ્પીચ આપવાની છે એની તૈયારી પણ શિવે કરી નહીં.

બસ એનાં મગજમાં પોતે જ્યારે માહીની સાથે હતો એ હસીન સમયની મીઠી યાદો ફિલ્મની રિલની માફક દોડી રહી હતી.એ મહેસાણા ડેપો જોડે આવેલાં અરવિંદ બાગમાં બેસવું,વાઈડ એંગલ માં મુવી જોવું કે પછી કોલેજ બંક કરી ઊંઝા ઉમિયા મંદિરે દર્શન કરવાં જવું.

માહી એ પોતાને બિકાનેર આવી એને ભગાડી જવા કહ્યું હતું એ વાતથી બેખબર શિવ આમ જોઈએ તો માહીને બેવફા માની શકતો હતો.પણ જેને પોતે હજારો ગણી વફા કરી હોય એને બેવફા કઈ રીતે માનવી.શિવ માટે તો અત્યારે જે માહી પોતાને નફરત કરે છે એ એની જુની પુરાણી માહી જ હતી.

પોતાને સબમિશન વખતે લખવાનું બાકી હોય તો માહી પોતાનું પછી લખતી અને શિવનું પહેલાં લખી આપતી એ યાદ કરતાં જ શિવનાં હોઠ નાં ખૂણા સહેજ પહોળાં થઈ ગયાં. કોલેજનાં વાર્ષિક મહોત્સવમાં જાણી જોઈને માહી નું બે રાઉન્ડ હારી જવું અને ટાઈ પડ્યાં બાદ પણ મહેસાણા રોટરી કલબમાં શિવને જ સ્પર્ધક તરીકે મોકલવા માટે તૈયાર થઈ જવું.આ સિવાય ઘણી એવી વસ્તુઓ હતી જે માહી એ શિવની માટે ત્યજી હતી.બધું જ અત્યારે શિવનાં મગજમાં ઘોડાપુર બની ઉમટી રહ્યું હતું.

"उन दिनों जब के तुम थे यहाँ ...

जिंदगी जागी जागी सी थी,

सारे मौसम बडे मेहरबान दोस्त थे

रास्ते दावतनामें थे,जो मंज़िलों ने लिखे थे

जमीन पर हमारे लिये,

पेड बाहें पसारे खडे थे

हमें छाँव की शाँल पहनाने के वास्ते,

शाम को सब सितारें बहोत मुस्कुराते थे

जब देखते थे हमें.. आती जाती हवाएं

कोई गीत खुशबू का गाती हुई, छेडती थी ...गुजर जाती थी

आसमान पिघले निलम का एक गहरा तालाब था

जिसमें हर रात एक चांद का फुल खिलता था

और पिघले निलम की लहरों में बहता हुआ

वो हमारे दिलों के किनारों को छु लेता था

उन दिनों ...जब के तुम थे यहाँ ...

આખરે રાતનાં લગભગ બે વાગે શિવની આંખ લાગી ગઈ..અને પોતાની માહી સાથે ક્યારે મુલાકાત થશે એનાં સપના જોતો જોતો શિવ નસકોરાં બોલાવવા લાગ્યો.પણ કોણ જાણે કેમ શિવનાં નસકોરાં પણ આજે લયબદ્ધ વાગી રહ્યાં હતાં..જેનું કારણ માહીની સુંદર યાદો જ હોઈ શકે છે.

*********

આરોહી અને તુષારની આજે સુહાગરાત હોવાથી તુષારે એમનાં માટે એક હોટલનો સ્યુટ બુક કરાવ્યો હતો..બપોરે લંચ લીધાં બાદ તુષાર આરોહી સાથે એ જ્યાં રહેતી હતી એ માહીની માલિકીનાં બંગલે આવ્યો.આરોહી એ પોતાનાં કપડાં ચેન્જ કર્યાં અને પછી તુષારની સાથે એનાં ઘરે જવા નીકળી પડી.

આજની રાત જ્યાં તુષાર અને આરોહીની જીંદગીનું નવું સોપાન રચવા જઈ રહી હતી..તો શિવ ની જેમ માહીની માટે આજની રાત મહા મુસીબતે પસાર થનારી સાબિત થવાની હતી.શિવ તો માહી ને હજુપણ પ્રેમ કરતો હતો એટલે એનાં માટે તો એકરીતે આજની રાત પસાર થઈ જાય એમ હતી પણ માહી,માહીની વાત તો સાવ ભિન્ન હતી.

શિવ થી વિપરીત માહી અત્યારે શિવનાં પોતાનાં મગજમાં આવતાં વિચારોને બ્રેક મારવાની નાકામયાબ કોશિશ કરી રહી હતી.એ જેટલું શિવ વિશે નહીં વિચારવાનું વિચારતી એમ શિવ નો પડઘો એનાં મનમાં અને હૃદયમાં વધુ જોરથી પડઘાતો હતો.

"એને મારી જીંદગી માં ફરીવાર આવવાનો કોઈ હક નથી..શું કામ,શું કામ આજે એ મને મળ્યો.."માહી ગુસ્સા અને દુઃખના મિશ્રિત ભાવ સાથે પોતાની સાથે જ વાતો કરી રહી હતી.

આરોહી જોડે હોત તો આજની રાત ગમે તે કરી નીકળી જાત પણ એની ગેરહાજરીમાં આ ભેંકાર મારતું ઘર માહી ને ખાઈ જવા મથી રહ્યું હોય એવું એને લાગી રહ્યું હતું.

"આનાં કરતાં તો શિવની ઉપર ગુસ્સે થઈ ને એની જોડે બધાં સવાલોનાં જવાબ માંગી લેવાની જરૂર હતી..એ કેમ સમય આવે પોતાની પડખે ના ઉભો રહ્યો એવું એની જોડેથી જાણી લીધું હોય તો હૃદય પરનો ભાર હળવો જરૂર થઈ જાત"એવું માહી રહીરહીને પોતાની જાતને કહી રહી હતી.

પણ આ બધું કરવામાં એક વસ્તુ હતી જે માહીનાં ઈચ્છવા છતાં થઈ રહી હતી..એ હતી શિવની યાદ.શિવનું નામ અને એની સાથે વિતાવેલાં એ પળોને માહી જેટલું ભૂલવાનો પ્રયત્ન કરી રહી હતી એમ બધું વધુ ગાઢ બની ઉભરી રહ્યું હતું.આ બધું માહી જોડે જે થઈ રહ્યું હતું એનાં માટે ત્રિલોક મહેતાની ની આ કવિતા જાણે શિવ માહીને કહી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું.

"લાવ, તારો હાથ આપી જો મને

તું હૃદયમાં ક્યાંક સ્થાપી જો મને.

પ્રેમ જેનું મૂળ છે એ વૃક્ષ છું

લે, ઉખેડી કે ઉથાપી જો મને.

તું નસેનસમાં વહે છે રક્તવત

કોઇ પણ છેડેથી કાપી જો મને.

આભને પણ હું નયનમાં સંઘરું

જો ઉઠાવી આંખ માપી જો મને.

આમ તો હું કોઇની જડતો નથી

મન કરીને સ્થિર જાપી જો મને."

માહી હજુ તો આ બધાં માટે ક્યાંક ને ક્યાંક આરોહી જ જવાબદાર છે એ વિશે વિચારતી હતી ત્યાં આરોહીનો કોલ આવ્યો.

"શું કરે છે ડોશી..ઊંઘ નથી આવતી કે શું..?"માહી એ ફોન રિસીવ કરતાં ની સાથે જ આરોહી એ સવાલ કર્યો.

"ના એવું કંઈ નહીં..બસ હજુ સમય ક્યાં થયો છે..હવે સુઈ જઈશ.."માહી ઝુઠું બોલી.

"મને જ યાદ કરી ગાળો આપતી હતી ને..કે આજે હું તને ત્યાં એકલી મૂકી તુષાર જોડે છું.."આરોહી બોલી.

"ના યાર..એવું નથી..તું એન્જોય કર.તારી લાઈફ ની હવે આવનારી દરેક પળ બેસ્ટ બની રહે એવું હું દિલથી ઈચ્છું છું.."માહી નાં આ શબ્દોમાં આરોહી માટેનો એનો પ્રેમ છલકી રહ્યો હતો.

"લવ યુ સો મચ દીદી.."આરોહી ફોન પર એક કિસ આપતાં બોલી.

"લવ યુ ટુ ઢીંગલી.."માહી પણ હરખભેર બોલી.

"જો દીદી આજની રાત ઊંઘ ના આવે તો એક ઉપાય છે.."આરોહીએ કહ્યું.

"ઊંઘ તો આવી જ જશે એનાં ટાઈમે..પણ તું બોલ તું કયો ઉપાય સૂઝવવાની હતી..?"માહી એ જાણવા ખાતર સવાલ કર્યો.

"મને ખબર છે કે તમને લેખકો કે કવિઓ નથી ગમતાં.. છતાં તમારી જાણ ખાતર જણાવી દઉં કે શિવ પટેલ દ્વારા મારાં અને તુષારનાં લગ્નની ભેટ રૂપે એમનું કાલે પ્રકાશિત થનારું પુસ્તક હતી એક પાગલ આપ્યું છે..જો તમે ઇચ્છો તો એ ટીવી જોડે રહેલાં ટેબલનાં ડ્રોવરમાંથી નીકાળી વાંચી શકો છો..અને ગુજરાતનાં પ્રથમ એવાં વ્યક્તિ બનશો જેને આ પુસ્તક વાંચ્યું હોય.."આરોહી એ કહ્યું.

આરોહીની વાત માહીને પસંદ ના આવી એટલે એ મૂડ બગાડી બોલી.

"સારું તારાં આ ઘટિયા ઉપાય માટે..હું મારાં રોજનાં ટાઈમે સુઈ જઈશ..ok ગુડ નાઈટ.."માહી બોલી.

"વેરી ગુડ નાઈટ"આટલું કહી આરોહીએ પણ કોલ વિચ્છેદ કરી દીધો.

આરોહી સાથે વાત પૂર્ણ કર્યાં બાદ માહી હાથમાં મોબાઈલ લઈને વિચારી રહી હતી કે શિવે પોતાની પ્રથમ નોવેલ માં એવું તે શું લખ્યું હતું..મારે શિવની એ બુક જોવી તો જોઈએ..ના માહી તું શિવ જેવાં કાયર માણસ માટે આમ અચાનક લાગણી કેમ ધરાવતી થઈ ગઈ.અરે પણ એક વાર બુક જોઈ લેવામાં શું જાય છે.

મન કહી રહ્યું હતું કે માહી તારે શિવની એ બુક ને વાંચવી ના જોઈએ પણ હૃદય કહી રહ્યું હતું કે માહી ઉભી થા અને તારાં શિવે પોતાની પ્રથમ નોવેલમાં શું લખ્યું છે એ વાંચી લે.આખરે મન અને હૃદય વચ્ચેની આ ભીક્ષણ લડાઈમાં માહીનું હૃદય જીતી ગયું.

"આમ પણ ભલે હૃદય કરતાં મગજ બે વેંત ઊંચું હોય પણ સત્ય એ છે કે મન અને હૃદય વચ્ચેની જ્યારે લડાઈ થાય ત્યારે હૃદય દ્વારા લેવાયેલાં નિર્ણયો હંમેશા બે વેંત ઉંચાં સાબિત થાય છે."

માહી પલંગ પરથી ઉભી થઈ અને ટેલિવિઝન જોડે રાખેલાં ટેબલ તરફ આગળ વધી.ટેબલનું ડ્રોવર ખોલી માહીએ એમાંથી એક પુસ્તક બહાર કાઢ્યું. આસમાની રંગનાં બેકગ્રાઉન્ડમાં બે યુવક યુવતી પોતપોતાનો હાથ છોડી એકબીજાથી વિરુદ્ધ દિશામાં જઈ રહ્યાં હોય એવાં કવરપેજ વાળાં પુસ્તક પર લખ્યું હતું.

"એક હતી પાગલ..writren by શિવ પટેલ 'શિવાય'.."

હવે પુસ્તક વાંચવું કે એને હતું ત્યાં પુનઃ મૂકી દેવું એ અસમંજસ ભરી સ્થિતિમાં વિચારતી માહી જાણે હવે પોતાનાં હૃદયની ગુલામ હોય એમ યંત્રવત બની પુસ્તક નું પ્રથમ પેજ ખોલે છે.હવે શિવે આ પુસ્તકમાં શું લખ્યું હતું એ વાંચવાનું મન બનાવી માહી પલંગની તરફ આગળ વધી.

પલંગ પર બેસતાં જ પુસ્તકનું વાંચન શરૂ કરતાં પ્રસ્તાવના ની પહેલાં લખેલી શાયરી વાંચતા જ માહી રોમાંચિત થઈ ઉઠી.

"પાડે છે સાદ તું મને રોજ ખ્વાબ માં,

તારો અવાજ સંભાળું છો હું કિતાબ માં;

તારી મહેંદી નો રંગ મારી ગઝલ ને સજાવશે,

એકાદ પત્ર તુય લખે જો જવાબ માં."

ટ્રેઈલર આવું હતું તો ફિલ્મ કેવી હશે એ વિચારી માહી એ ફટાફટ પુસ્તક નું બીજું પેજ ખોલ્યું..!!

★■■■■■■■■★

વધુ આગળનાં અધ્યાયમાં.

દોસ્તો આ નવલકથા માં મેં મારી પોતાની કવિતાઓ સાથે ઘણાં ગુજરાતી,હિન્દી અને ઉર્દુ નાં શાયરો અને કવિઓની કવિતાઓ અને શાયરીઓનો પણ રસાળ રીતે ઉપયોગ કર્યો છે.આ બધાં મશહુર શાયરોને આ લઘુનવલ દ્વારા હું શબ્દાંજલી આપવાની કોશિશ કરી રહ્યો છું.

વાંચક મિત્રો ને આ નવલકથા વાંચવી ખુબ જ પસંદ આવશે એવી મને ખાતરી છે..જો પ્રેમ કર્યો હોય અને દિલ તૂટ્યું હોય તો પછી આ નોવેલ ફક્ત તમારાં માટે લખાઈ છે એ નોંધવું રહ્યું.તમે તમારો કિંમતી અભિપ્રાય મારાં whstsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED