હતી એક પાગલ..!!:-ભાગ 8
【નોવેલનો આ ભાગ ગુજરાતી,હિન્દી અને ઉર્દુ સાહિત્યનાં એવાં અમર શાયરોનાં નામે છે જેમને પોતાનાં શબ્દો થકી પ્રેમ, મમતા, લાગણી, ગુસ્સો, નફરત,બગાવત બધું જ વર્ણવી દીધું છે.એમનાં દરેક શેર,દરેક શાયરી,દરેક નબ્ઝ,દરેક કવિતા આજેપણ સાહિત્યનાં ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે.એ લોકોને નોવેલનાં આ પ્રકરણ થકી કોટી કોટી વંદન.】
શિવ અને માહી એકબીજાનો મુકાબલો કરવા માટે બિલકુલ સજ્જ હતાં. ત્રિવેદી સાહેબે વારાફરથી શિવ અને માહી તરફ નજરે ફેંકી અને માઈક હાથમાં લઈને આ સ્પર્ધા શેના વિશે હતી એની વાત કરવાનું શરૂ કર્યું.
"તો હવે એ રહસ્ય પરથી પડદો પાડવા જઈ રહ્યો છું કે આ સ્પર્ધા શેનાં વિશે છે..હમણાં એક કાચનો બાઉલ લાવવામાં આવશે જેની અંદર અમુક ચબરખીઓ હશે.આ ચબરખીઓ પર હિન્દી અને ગુજરાતી સાહિત્યનાં ભિન્ન ભિન્ન શાયરોનાં નામ લખેલાં હશે.એક વખત શિવ અંદરથી એક ચબરખી ઉઠાવશે અને માહી જે-તે શાયર કે કવિની લખેલી અમુક પંક્તિઓ બોલશે..માહી જો શાયરી બોલે તો શિવ એ શાયર ની બીજી કોઈ શાયરી બોલી બતાવશે."
"જો માહી કહી દે કે મને નથી આવડતી અને શિવ બોલી દેશે તો એ રાઉન્ડ નો એ વિજેતા..બીજું આવું ફરીથી માહી દ્વારા ચબરખી ઉપડવાથી શરૂ થશે અને એમાં પહેલાં શિવ બોલશે.કુલ 7 શાયરો નાં નામ ની ચબરખીઓ બહાર કાઢવામાં આવશે.જે ચાર વખત જીતે એ આ સ્પર્ધાનો વિજેતા.જીતનાર ને ટ્રોફી આપવામાં આવશે અને સાથે-સાથે રોટરી કલબ દ્વારા યોજાનારી સ્પર્ધામાં ભાગ લેવાનો મોકો મળશે."
"આ નવીન વિચાર ને સ્પર્ધા રૂપે આપની સમક્ષ પરોસવાનું કામ આ બંને સ્પર્ધકો યોગ્ય રીતે કરી બતાવશે એવો મને વિશ્વાસ છે..ચબરખી વાળો બાઉલ લાવવામાં આવે."
ત્રિવેદી સાહેબનાં આટલું કહેતાં જ સ્ટેજની પાછળથી એક યુવક હાથમાં કાચનો બાઉલ લઈને ત્યાં આવ્યો.બાઉલમાં જુદા-જુદા રંગની કાગળની ચબરખીઓ હતો.જેને યોગ્ય રીતે વાળવામાં આવી હતી જેથી કરી કોઈ ને એની અંદર શું લખ્યું છે એની જાણ ના થાય.
"તો ચાલો ત્યારે શરૂ કરીએ આ અદ્ભૂત સ્પર્ધા.."આટલું બોલી એ યુવકનાં હાથમાંથી કાચનો બાઉલ લઈને ત્રિવેદી સાહેબ શિવની સમીપ ગયાં.
"સર,શરૂવાત માહી થી કરો..કેમકે કહેવત છે ને ladies first."ત્રિવેદી સાહેબને માહી પહેલી ચબરખી ઉપાડે એનો આગ્રહ કરતાં શિવ બોલ્યો.
શિવની વાત સાંભળી ત્રિવેદી સાહેબ માહીની તરફ આગળ વધ્યા.માહી એ બાઉલની અંદરથી આસમાની રંગની એક ચબરખી ઉપાડી ત્રિવેદી સાહેબને આપી.ત્રિવેદી સાહેબે કાચનો બાઉલ ટેબલ પર મુક્યો અને ચબરખી ખોલી ને એની અંદર લખેલ શાયરનું નામ વાંચી માઈક હાથમાં લઈને કહ્યું.
"અહમદ ફરાજ..જેને લોકો આધુનિક યુગનાં ગાલીબ પણ કહે છે..એમની શાયરી ને તમારી સમક્ષ પ્રથમ રજુ કરશે શિવ પટેલ.."શિવ ની તરફ ઈશારો કરી ત્રિવેદી સાહેબ બોલ્યાં.
ત્રિવેદી સાહેબનાં આટલું કહેતાં જ શિવે પોતાનાં હાથમાં રહેલ મોજુદ માઈક ને ચહેરાની નજીક લીધું અને બોલ્યો.
"આજ એક ઓર બરસ બિત ગયાં ઉસકે બગૈર,
જીસકે હોતે હુએ હોતે થે જમાને મેરે.."
શિવનાં આટલું બોલતાં જ હોલ આખો 'વાહ-વાહ'નાં નાદ થી ગુંજી ઉઠ્યો.
ત્રિવેદી સાહેબે માઈકમાં ફરીથી કહ્યું.
"હવે માહી નો વારો"
માહી એ પણ ચહેરા પર પૂરાં આત્મવિશ્વાસ સાથે ફરાજ સાહેબની એક બીજી શાયરી કહી.
"જો ઝહર તુમને દીયાં વોહ પી ચૂંકી હું મૈં..
અબ તુમ તો મેરી લંબી ઉમર કી દુવાયે મત દો."
ફરીવાર સાંભળનાર લોકોની વાહ નીકળી પડી..શિવે એક બીજી શાયરી બોલવા માઈક ને વ્યવસ્થિત કર્યું અને બોલ્યો.
"અબ દિલ કી તમન્ના હૈ તો કાશ યહી હો
અબ આંખ સે આંસુ કી જગહ હસરત નિકલે."
શિવ હજુ તો પોતાની શાયરી પુરી કરી રહ્યો હતો ત્યાં માહી નો મીઠો અવાજ સંભળાયો.
"મૈં ક્યાં કરું મેરે કાતીલ,ના ચાહને પર ભી
તેરે લીયે, મેરે દિલ સે દુવા નીકલતી હૈં."
માહી નાં બોલવાનો ઈશારો પોતાની તરફ છે એ સમજતાં શિવ ને સમય ના લાગ્યો..એને માહી તરફ નજર કરી અને એને કહેલી શાયરીની ઈશારાથી જ તારીફ કરી અને પોતાનાં ભાગની શાયરી કહી.
"જબ ભી દિલ ખોલ કે રોએ હોંગે,
લોગ આરામ સે સોએ હોંગે."
શિવ ની આ શાયરી પર તો ત્રિવેદી સાહેબ ની સાથે અન્ય શિક્ષકો અને કોલેજનાં પ્રિન્સિપાલ પણ આફરીન પોકારી ગયાં.ત્રિવેદી સાહેબે માહી તરફ જોઈ એને ઈશારાથી જ બોલવા કહ્યું.
"સર,મને આટલી જ શાયરી ખબર હતી..તો હું આ વખતે હાર સ્વીકારું છું."માહી બોલી.
"તો માહી ગુજરાલ દ્વારા આગળ બીજી કોઈ શાયરી ના બોલવામાં આવતાં આ પ્રથમ રાઉન્ડનાં અંતે વિજેતા બને છે શિવ પટેલ.."
ત્રિવેદી સાહેબનાં આટલાં નિવેદન પછી કોલેજનાં છોકરાંઓ શિવ નાં નામની ગુંજથી આખો હોલ ધ્રુજાવી મુકે છે.એમનાં અવાજ અટકતાં જ ત્રિવેદી સાહેબ ચબરખી રાખેલો બાઉલ લઈને શિવ ની તરફ જાય છે.શિવ એક ચબરખી હાથમાં લઈને ત્રિવેદી સાહેબને સુપ્રત કરે છે.
ત્રિવેદી સાહેબ એ ચબરખી ખોલી એમાં રહેલ શાયરનું નામ વાંચતા કહે છે.
"હમ કો મિટા શકે એ જમાને મેં દમ નહીં.
હમ સે હૈં જમાના સારા,જમાને સે હમ નહીં."
"આવું હું નથી કહેતો પણ આવું કહે છે આ ચબરખીમાં જેનું નામ છે એવાં મશહુર શાયર જીગર મુરાદાબાદી..અલી સિકંદર સાચું નામ પણ જીગર ની આરપાર નીકળી જતી શાયરી અને મુરાદાબાદ વતન હોવાથી શાયરીની દુનિયામાં એ જીગર મુરાદાબાદી તરીકે જ ઓળખાયાં.તો માહી થી શરૂવાત કરીએ આ રાઉન્ડની."
ત્રિવેદી સાહેબનાં કથનની સાથે જ માહી એ ગરદન ઝુકાવી એમનો આભાર માન્યો અને જીગર મુરાદાબાદી ની શાયરી બોલવાનું શરૂ કર્યું.
"જીંદગી એક હાદસા હૈ..ઔર કૈસા હાદસા
મૌત સે ભી ખત્મ જીસકા સિલસીલા નહીં હોતા.."
આ શાયરી સાથે જ ફરીવાર વાહ-વાહ નો અને તાળીઓનો દૌર ચાલુ થઈ ગયો હતો.માહી પછી શિવે પણ કહ્યું.
"મેરી જીંદગી તો ગુજરી તેરી હિજર(જુદાઈ) કે સહારે..
મેરી મૌત કો ભી પ્યારે,કોઈ ચાહિયે બહાના.."
શિવ ની બાદ માહી બોલી.
"ઈશ્ક જબ તક ના કરે રુસવા (બદનામ)
આદમી કિસી કામ કા નહીં હોતા.."
શિવે જીગર મુરાદાબાદી સાહેબની રચનાઓ વધુ વાંચી નહોતી..એટલે માહી ની શાયરી બાદ જ્યારે એનો વારો આવ્યો ત્યારે એને મગજ પર થોડું જોર આપવું પડ્યું..અચાનક એક શાયરી યાદ આવી જતાં શિવ ઉત્સાહમાં બોલ્યો.
"ઇર્ષાદ છે કે..
એ ઈશ્ક નહીં આસાન બસ ઇતના સમજ લિજીયે
એક આગ કા દરિયા હૈં ઔર ડુબકર જાના હૈં.."
મોટાં ભાગ નાં લોકોએ આ શેર સાંભળેલો હતો છતાં શિવની બોલવાની છટા પર બધાં વાહ પોકારી ગયાં. શિવ ની બાદ હવે માહી નો વારો હતો.માહી એ તુરંત જ શાયરી કહી સંભળાવી.
"બહોત હસીન હૈં ગુલો કી સોહબતે મગર..
વોહ જીંદગી હૈં જો કાંટો કે દરમિયાન ગુજરે."
માહી નાં બાદ હવે શિવ નું બોલવું જરૂરી હતું પણ શિવ ને બીજી કોઈ શાયરી યાદ ના આવી જે જીગર મુરાદાબાદી સાહેબની હોય એટલે એને પોતાની હાર સ્વીકારતાં કહ્યું.
"હું આ વખતે હાર સ્વીકારું છું."
શિવ ની આ હાર સ્વીકારવાની વાત પર ત્યાં હોલમાં હાજર છોકરીઓએ માહી નાં નામ ની ચિચિયારીઓથી વાતાવરણમાં ગરમી લાવી દીધી.હવે શિવ કોલેજનાં છોકરાઓને રીપ્રેઝન્ટ કરતો હતો જ્યારે માહી છોકરીઓને.
"ચલો ત્યારે શિવ ની હાર સાથે આ મુકાબલો 1-1 પર આવીને ઉભો રહ્યો.માહી ની આ રાઉન્ડમાં જીત બાદ હવે આપણે ત્રીજા રાઉન્ડ તરફ આગળ વધીએ."ત્રિવેદી સાહેબે આટલું કહી બાઉલમાંથી માહીને કોઈપણ એક ચબરખી ઉઠાવવાનું કહ્યું.
માહી એ જેવી ચબરખી આપી એવી જ ત્રિવેદી સાહેબે ફટાફટ એને ખોલી અને એની અંદર રહેલાં નામને જોઈને ચહેરા પર મસમોટી ચમક સાથે આહવાન કર્યું.
"આ ચબરખીમાં જેમનું નામ છે એ મારાં અને મારાં જેવાં હજારો લોકોનાં પસંદીદા શાયર હશે જેમને આ શાયરની શાયરીની રેન્જ ખબર પડી હશે.જેમકે સેંકડો હિન્દી ફિલ્મોમાં ગીત આપ્યાં, અમૃતા પ્રીતમ સાથે એમનો પ્રેમ જગજાહેર હતો..એવાં શબ્દોનાં જાદુગર જનાબ સાહિર લુધિયાનવી.."
સાહિર સાહેબનું નામ સાંભળી હોલમાં એમનાં માનમાં બધાં એ તાળીઓનો ગળગળાટ કર્યો.
શિવ નાં પણ ફેવરિટ શાયરોમાં જનાબ સાહિર સાહેબનું નામ આવતું હોવાથી એમનું નામ ચબરખીમાં નીકળતાં એની ખુશી દેખતાં જ બનતી હતી. શિવે ફટાફટ સાહિર સાહેબની ખુબસુરત લાઈન સાથે આ રાઉન્ડ ની શરૂવાત કરી દીધી.
"કિસ દર્ઝા દિલ-સિકન હૈં મોહબ્બત કે હાદસે
હમ જીંદગી મેં ફિર કોઈ અરમાં ના કર શકે.."
શિવ ની આ શાયરી બાદ હવે માહીનો વારો હતો..એ પણ ક્યાં પાછી જાય એવી હતી.
"બુઝા દીયે હૈં ખુદ મોહબ્બત કે દીયે અપને હાથો સે જલાકે,
મેરી વફા ને ઉજાડ દી હૈં ઉમ્મીદ કી બસ્તી બસા કે."
આ સાથે જ હોલમાં બહોત ખુબ-બહોત ખૂબ નો નાદ ગુંજી ઉઠ્યો.અવાજ બંધ થતાં જ શિવે પોતાનાં ફેવરિટ શાયરની એક દિલ ને ચીરી નાંખતી શાયરી કહી સંભળાવી.
"તુમ મેરે લિયે કોઈ ઈલઝામ મત ઢૂંઢો..
તુમ્હે ઈશ્ક કિયા હૈ..યહી ઈલઝામ બહોત હૈં."
હવે વારો માહી નો હતો..માહી એ પણ સાહિર સાહેબનાં એનાં એક ફેમસ ગીત ની બે લાઈનો કહી સંભળાવી.
"વોહ અફસાના જીસે અંજામ તક લે જાના ના હો મુમકીન..
કયું ના ઉસે એક ખુબસુરત મોડ દેકર છોડના અચ્છા."
ક્યા બાત હૈ..જોરદાર..હવે તો બધાં લેક્ચરર પણ દરેક શાયરી પર દાદ આપી રહ્યાં હતાં..માહી પોતાને જોરદાર ટક્કર આપી રહી હતી એવું શિવ માની ચુક્યો હતો.શિવ આ સાથે જ સાહિર સાહેબની એક બીજી શાયરી બોલ્યો.
"વફા-શીઆર કઈ હૈ..કોઈ હસી ભી તો હો.
ચલો આજ ઉસી બેવફા કી બાત કરે."
શિવ ની આ શાયરી પર તો બધાં કોલેજીયન છોકરાં-છોકરીઓને પોતાની ખુરશી પર ઉભાં થઈને વાહ-વાહ બોલવા મજબુર કરી દીધાં.
માહી પણ શિવ ની આ શાયરી પર વાહ બોલી ઉઠી.હવે વારો માહી નો હતો.માહી એ મગજ પર થોડું જોર આપી સાહિર સાહેબની એક શાયરી યાદ કરી જોઈ..યાદ આવતાં જ એ બોલી.
"હવસ-નસીબ નજર કો કહીં કરાર નહીં..
મેં મૂંતજીર(રાહ જોનાર) હું મગર તેરા ઇંતજાર નહીં.."
માહી ની આ શાયરી સાંભળી શિવ ચમકી ઉઠ્યો..કેમકે એ આજ શાયરી બોલવાનું મન બનાવી ચુક્યો હતો..શિવે આમ તો સાહિર સાહેબની ઘણી રચનાઓ વાંચી હતી પણ અત્યારે એને કોઈ શાયરી કે શેર નહોતો યાદ આવી રહ્યો.
"સર હું હવે આગળ નવી કોઈ શાયરી બોલવામાં અસમર્થ છું.."શિવે ત્રિવેદી સાહેબ ભણી જોઈને કહ્યું.
"તો તો હવે જો માહી ને જનાબ લુધિયાનવી સાહેબ ની કોઈ શાયરી આવડતી હોય અને એ બોલી સંભળાવે તો આ રાઉન્ડનાં વિજેતા એ બનશે નહીં તો આ રાઉન્ડ ને અહીંયા જ ટાઈ પડેલો જાહેર કરવામાં આવશે."શિવ દ્વારા આગળ કોઈ નવી શાયરી નહીં બોલે એવી કબુલાત પછી ત્રિવેદી સાહેબે માહી ભણી નજર કરીને કહ્યું.
ત્રિવેદી સાહેબની આ ઘોષણા બાદ બધાં ની નજર હવે માહી તરફ કેન્દ્રિત થઈ હતી.આ સ્પર્ધાનો રોમાંચ અને કોણ જીતશે એ જાણવાની ઉત્સુકતા હવે હોલમાં હાજર દરેકનાં ચહેરા પર સાફ-સાફ વર્તાઈ રહી હતી.
"માહી તને કોઈ શાયરી આવડતી હોય તો કહી સાંભળાવ.."ત્રિવેદી સાહેબ બોલ્યાં.
"તુઝ કો ખબર નહીં પર એક સાદ-લૌહ(માસુમ)કો..
બરબાદ કર દીયાં તેરે દો દિન કે પ્યાર ને.."
ત્રિવેદી સાહેબનાં આટલું કહેતાં તો માહીએ ખુબ સુંદર રીતે સાહિર સાહેબની એક નાયાબ જઝ્મ કહી સંભળાવી..માહીની આ શાયરી બાદ હોલમાં એનાં નામની બુમો અને તાળીઓ એ દર્શાવવા કાફી હતી કે ત્રીજો રાઉન્ડ એ જીતી ચુકી છે.
"ખુબ સુંદર માહી..તારી આ શાયરી સાથે આ ત્રીજા રાઉન્ડનાં અંતે વિજેતા તું બને છે..અત્યારે આ સ્પર્ધાનો સ્કોર આવીને ઉભો છે..માહી 2 અને શિવ 1."તાળીઓનો અવાજ બંધ થતાં ત્રિવેદી સરે જાહેર કર્યું.
પોતાનાં ફેવરિટ શાયરનું નામ આવ્યું હોવાં છતાં પોતે માહી થી સળંગ બીજી વખત હારી ચુક્યો હતો એ વાત શિવ માટે પચાવવી મુશ્કેલ હતી.હવે આગળનો રાઉન્ડ જીતવો જ પડશે નહીં તો પછી આ સ્પર્ધા જીતવી ખુબ મુશ્કેલ થઈ પડશે એમ વિચારી શિવે ત્રિવેદી સરે એની સામે ધરેલાં બાઉલમાંથી એક ચબરખી નીકાળી ત્રિવેદી સર ને આપી.
ત્રિવેદી સાહેબે શિવનાં હાથમાંથી એ ચબરખીને લઈ લીધી..બાઉલને પાછો ટેબલ પર મુકી ચબરખીમાં રહેલ નામને વાંચ્યું. નામ વાંચતા જ ત્રિવેદી સાહેબ ખુશ થઈ ઉઠ્યાં અને ઉત્સાહ સાથે બોલ્યાં.
"આ ચબરખીમાં જેમનું નામ નીકળી આવ્યું છે એ ગુજરાતી શાયરીનાં પર્યાય સમાન શાયર છે..એમનું નામ છે અબ્બાસ અબ્દુલ અલી વાસી.."
ત્રિવેદી સાહેબનાં મોંઢે નીકળેલાં આ નામ ને સાંભળી સભાખંડમાં હાજર દરેક લોકો એકબીજાની તરફ જોવાં લાગ્યાં.. આ નામ એમનાં ધ્યાનમાં તો ક્યારેય આવ્યું જ નહોતું.એમનાં ચહેરા પર ઉભરાઈ આવેલાં સવાલો સમજી જતાં ત્રિવેદી સાહેબ બોલ્યાં.
"તમે હજુ ઓળખી નથી શક્યાં કે હું કોની વાત કરું છું..તો એમની એક શાયરી સાથે જ તમને એમની ઓળખાણ આપીશ."આટલું કહી ત્રિવેદી સાહેબે પૂરાં રંગમાં આવી એક સુંદર શાયરી સંભળાવી.
"દુનિયા આખીનો કંઈક તો હું કરજદાર છું મરીઝ
ચૂકવું બધાનું લેણ જો અલ્લાહ ઉધાર દે.."
★★★★★★■★★★★★★
વધુ આગળનાં અધ્યાયમાં.
દોસ્તો આ નવલકથા માં મેં મારી પોતાની કવિતાઓ સાથે ઘણાં ગુજરાતી,હિન્દી અને ઉર્દુ નાં શાયરો અને કવિઓની કવિતાઓ અને શાયરીઓનો પણ રસાળ રીતે ઉપયોગ કર્યો છે.આ બધાં મશહુર શાયરોને આ નોવેલ દ્વારા હું શબ્દાંજલી આપવાની કોશિશ કરી રહ્યો છું.
વાંચક મિત્રો ને આ નવલકથા વાંચવી ખુબ જ પસંદ આવશે એવી મને ખાતરી છે..જો પ્રેમ કર્યો હોય અને દિલ તૂટ્યું હોય તો પછી આ નોવેલ ફક્ત તમારાં માટે લખાઈ છે એ નોંધવું રહ્યું.તમે તમારો કિંમતી અભિપ્રાય મારાં whstsup નંબર 8733097096 પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
~જતીન.આર.પટેલ (શિવાય)