hati aek pagal - 4 books and stories free download online pdf in Gujarati

હતી એક પાગલ - 4

હતી એક પાગલ..!!:-ભાગ 4

શિવ ફેસબુક પર આવેલી આરોહી પંડિત નામની યુવતીની રિકવેસ્ટ જોઈ થોડો મુંઝવણમાં હતો..કેમકે એક ઔપચારિક મુલાકાત બાદ એની ફેસબુક રિકવેસ્ટ સ્વીકારવી એ શિવ ની ફિતરતમાં નહોતું..આરોહી જેવી તો સેંકડો યુવતીઓ શિવ ને ભટકાતી રહેતી..પણ શિવ કોઈ જાતની ઓળખાણ વગર કોઈની પણ ફેસબુક રિકવેસ્ટ નહોતો સ્વીકારતો.આજ કારણથી એનાં ફ્રેન્ડ લિસ્ટમાં ફક્ત નજીકનાં લોકો જ હતાં.

ઘણું બધું વિચાર્યા બાદ શિવે ના જાણે કેમ એ યુવતીની રિકવેસ્ટ સ્વીકારી લીધી..કોઈ ઈશ્વરીય શક્તિ એને આમ કરવા દોરીસંચાર કરાવી રહી હોય એવું શિવ ને લાગી રહ્યું હતું.

આરોહીની ફેસબુક રિકવેસ્ટનો સ્વીકાર કર્યાં બાદ શિવ થોડો સમય મોબાઈલમાં ગેમ રમ્યો..ત્યારબાદ કંઈક વિચાર સ્ફુરતા સોફમાંથી ઉભો થયો અને પોતાનાં પલંગ પર પડેલું લેપટોપ ઉઠાવી હોલમાં સોફા પર આવીને પાછો બેસી ગયો..ખોળામાં લેપટોપ મુકી શિવે એક નવી કવિતા રચવાનું શરૂ કર્યું.કાલે રાતે સુરત મહાનગરપાલિકા દ્વારા પોતાનાં સન્માન વિધિ કાર્યક્રમ વખતે આ કવિતા પોતે બોલશે એવું શિવે નક્કી કર્યું હતું.

કવિતા લખતાં લખતાં શિવ ને આદિલ મન્સુરી સાહેબ નો એક મતલો યાદ આવી ગયો..જેમાં પહેલાં નાં લેખકો અને કવિઓ કલમ વડે લખીને પોતાની રચનાઓ તૈયાર કરતાં એની વાત કરી છે.

"બંધ ઓરડો હોય,ખુરશી હોય અને હોય એક મેજ..

બસ પછી ગઝલની રચના થાતી સ્હેજ.."

જ્યારે આજકાલ તો બધું લેપટોપ, કોમ્પ્યુટર કે પછી મોબાઈલમાં ટાઈપ કરવાનો જમાનો આવી ગયો છે.આજકાલનાં મોર્ડન જમાનામાં લેખકો અને કવિઓ પણ સમયની સાથે મોર્ડન થઈ ગયાં હતાં..એકરીતે કહીએ કે થવું પડ્યું હતું તો ખોટું નહોતું.

શિવે લેપટોપમાં વર્ડ ફાઈલ ઓપન કરી..કવિતાને ટાઈટલ આપ્યું 'નફરત છે તારાથી..' અને પછી કવિતા લખવાનું શરૂ કર્યું..અઢી કલાકની મહેનત બાદ શિવ પોતાને યોગ્ય લાગી એવી સુંદર કવિતા લખી ચુક્યો હતો..લેપટોપ ની બેટરી પણ ખતમ થવા આવી હતી..એટલે શિવે લેપટોપ ચાર્જ કરવા મૂક્યું અને પોતે પણ થોડી તાજગી મેળવવા આડો પડ્યો.

*************

આ તરફ આરોહી પોતે જ્યાં રોકાઈ હતી ત્યાં એ બપોરે સુઈ ને ઉઠી હતી..આંખ ખુલતાં જ આજની યંગ જનરેશનની માફક એને પણ પહેલું કામ મોબાઈલ ચેક કરવાનું કર્યું.

"Oh my god..શિવ પટેલે મારી ફ્રેન્ડ રિકવેસ્ટ એસેપ્ટ કરી લીધી.."ફેસબુક નોટિફિકેશનમાં શિવ દ્વારા પોતાની રિકવેસ્ટ સ્વીકારાતાં આરોહી ખુશ થઈ ગઈ હતી.

આરોહી પલંગમાંથી ઉભી થઈ અને ફ્રેશ થઈને પાછી પોતાનાં રૂમમાં આવી ત્યાં એનાં મોબાઈલની રીંગ વાગી.

"હેલ્લો, સ્વીટહાર્ટ.શું કરે છે..?"સામે થી એક જોશભર્યો અવાજ સંભળાયો.

"બસ જીવું છું.."આરોહી મોં બગાડી બોલી.

"ઓહો..મેડમ ગુસ્સે છે..યાર સોરી આજે બપોરે કામમાં હતો એટલે તારો ફોન રિસીવ ના કર્યો..પણ આજે સાંજે આપણે મળીએ છીએ.."સામેથી કોઈ યુવક બોલી રહ્યો હતો.

"હું નથી આવવાની.."ગુસ્સામાં આરોહી બોલી રહી હતી.

"તું આવે છે,રાતે આઠ વાગે de villa ગાર્ડન રેસ્ટોરેન્ટમાં.."પેલો યુવક હક કરીને બોલી રહ્યો હતો.

"હું કોઈ કાળે નથી આવવાની..તું તારે એકલો જઈ આવજે.."આરોહીનો ગુસ્સો ઓછો થવાનું નામ નહોતો લઈ રહ્યો.

"સારું તું તારે ના આવતી હું રાહ જોઈશ.. જોડે રાધા દીદી ને પણ લેતી આવજે તો મેરેજની વાત આગળ વધી શકે.."આટલું કહી એ યુવકે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

"બહુ લુચ્ચો છે..ખબર છે આરોહી આવવાની જ છે એટલે બધું નક્કી કરીને જ બેઠો હતો.."એકલી-એકલી આરોહી બબડી રહી હતી.

અચાનક કંઈક યાદ આવતાં આરોહીએ મોબાઈલમાં એક નંબર ડાયલ કર્યો.

"હેલ્લો ડોશી..શું કરે છે..?અને મેં તને જે મૃગનયની પુસ્તક આપ્યું એ વાંચ્યું કે નહીં..એમાં શિવ પટેલનો ઓટોગ્રાફ પણ છે."સામેથી કોલ રિસીવ થતાં જ આરોહી બોલી.

"ડોશી હશે તું..હું હજુપણ યંગ છું..અને યાર તને ખબર છે કે મને લેખકો અને કવીઓથી નફરત છે તો હું એ બુક રીડ નથી જ કરવાની..અને બોલ કેમ ફોન કર્યો.."સામેથી એક સ્ત્રીનો મધુર અવાજ સંભળાયો.

"રાધા દી.. હું સાથે મારાં વફાદાર ટોમી ને મળવા જાઉં છું..એને કહ્યું છે કે ડોશીને પણ લેતી આવજે.ચાલ ને યાર,તું જોડે હોઈશ તો મારે જીંદગી તો આટલો મોટો નિર્ણય લેવામાં સરળતા રહેશે."આજીજી નાં સુરમાં આરોહી બોલી..આરોહી જેની સાથે વાત કરી રહી હતી એ એની રાધા દીદી હતાં એવું એની વાત પરથી સમજાઈ રહ્યું હતું.

"હું ચોક્કસ આવીશ..પણ ડિયર મારે થોડું મોડું થઈ જશે.."રાધા એ કહ્યું.

"Ok.. પણ આવી જજે.."આટલું કહી આરોહી એ કોલ કટ કરી દીધો.

આરોહી જ્યાં રહેતી હતી એ ઘર હકીકતમાં રાધા નું હતું..એક વખત આરોહી અચાનક રાધા ને એક ઓટોમાં મળી ગઈ હતી.આરોહી એ વખતે સુરતમાં નવી-નવી હતી,એ એક ભાડાનું ઘર શોધી રહી હતી.આ વાત જાણ્યાં બાદ રાધા એ પોતે ઘરમાં એકલી રહીને કંટાળી ગઈ હોવાથી આરોહી ને પોતાની સાથે રહેવા માટેની અનુમતિ આપી દીધી..રાધા આરોહી જોડે ભાડું પણ નહોતી લેતી પણ ભાડાનાં બદલામાં આરોહી રાધા માટે સવારનો નાસ્તો અને સાંજનું જમવાનું બનાવી દે એવી શરત હતી.

એ દિવસ ને આજે બે વર્ષ વીતી ગયાં.. આરોહી જાણે પોતાની નાની બહેન હોય એવું પ્રેમથી રાધા એને રાખતી હતી.સામે આરોહી પણ રાધા દીદી માટે દિલમાં સમ્માન અને પ્રેમની લાગણી ધરાવતી હતી.આજે આરોહી એનાં બોયફ્રેન્ડ જોડે લગ્ન વિશે ચર્ચા કરવાની હતી એટલે જોડે પોતાની વડીલ રાધા દી હોય તો સારું એમ એ માનતી હતી.

આરોહી નાં પિતા એ બાર વર્ષની હતી ત્યારે મૃત્યુ પામ્યાં હતાં.. પૈસેટકે સુખી પરિવાર હોવાથી આરોહી ને ક્યારેક કોઈ તકલીફ પડી નહોતી..પણ ઘરે ફક્ત મમ્મી હતી જેને દુનિયાદારી ની ઝાઝી ખબર નહોતી એટલે પોતાની જીંદગીના આટલાં મોટાં નિર્ણયમાં રાધા દીદી જોડે આવે એવી એની તમન્ના હતી.

આરોહી સજી-ધજીને એનાં બોયફ્રેન્ડે કહેલાં સમયે અને કહેલી જગ્યાએ પહોંચી ગઈ..પિંક રંગ નાં ઈવનિંગ ગાઉનમાં આરોહી ગજબની સુંદર લાગી રહી હતી.ગાઉન સાથે મેચિંગ આઈલાઈનર અને લિપસ્ટિક, કાનમાં પણ મેચિંગ ઈયરિંગ..બધું મળીને આરોહી આજે વગર તલવારે કત્લ કરવા નીકળી હતી.હોટલ de grand villa માં આવીને આરોહી એનાં બોયફ્રેન્ડ દ્વારા કહેવામાં આવેલી જગ્યાએ બેસી ગઈ.

"ખૂબસુરત શબ્દની જોડણી લખતાં હંમેશા ભૂલ થાય છે..

હું શું કરું ત્યારે મને તારો હસીન ચહેરો યાદ આવી જાય છે.."

અચાનક હાથમાં એક બુકે લઈને સ્મિત સાથે એક નવયુવાન આવીને આરોહીની સામે આવીને ઉભો રહી ગયો.એનાં હાથમાંથી બુકે લેતાં આરોહી પોતાની જગ્યાએથી ઉભી થઈ અને એ યુવકને ગળે લગાવતાં બોલી.

એ યુવક દેખાવે શાહિદ કપુર ની માફક લાગી રહ્યો હતો..માફકસરનો કસાયેલો બાંધો..તીખાં નયનનક્ષ, beard દાઢી..કુલ મળીને આરોહી ને દેખાવમાં ટક્કર આપે એવી એની પર્સનાલિટી હતી.બ્લુ જીન્સ અને બ્લેક શર્ટમાં એ યુવક ડેશીંગ લાગી રહ્યો હતો.

"વાહ આજે તો શાયર બની ગયો..લાગે છે કોઈ કવિવર ને મળીને આવ્યો હોય.."

આરોહીની વાત સાંભળી એ યુવક આરોહીથી જેવો અળગો થયો એવો જ આશ્વર્ય સાથે બોલી ઉઠ્યો.

"યાર તને કઈ રીતે ખબર કે હું આજે શિવ પટેલ ને મળ્યો હતો.."એ યુવક બીજું કોઈ નહીં પણ શિવ પટેલ ને સવારે દરિયાકિનારે મળનારો યુવક તુષાર જ હતો..આ તુષાર જ આરોહીનો બોયફ્રેન્ડ હતો જેની સાથે આરોહી લગ્ન કરવાની ઈચ્છા ધરાવતી હતી.

"What..?તું શિવ પટેલ ને મળ્યો હતો..પણ ક્યાં..?"આરોહી તુષારની વાત સાંભળી વિસ્મય પામી ગઈ.

આરોહીનાં સવાલનાં જવાબમાં શિવે પહેલાં તો આરોહીને શાંતિથી બેસવા કહ્યું અને પછી પોતાનો કઈ રીતે શિવ પટેલ ની સાથે ડુમસનાં દરિયાકિનારે ભેટો થયો એ વિશેની માહિતી આપી.સાથે એ પણ કહ્યું કે શિવે એને પોતાની એક કવિતા પણ સંભળાવી.

"તુષાર..હું પણ ગઈ કાલે રાતે રંગ ઉપવનનાં ફંક્શન બાદ શિવ પટેલને મળી હતી..તું તો ના આવ્યો પણ હું ત્યાં જઈ આવી..બહુ મજા પડી ગઈ.."એટલું કહી આરોહીએ પણ પોતાની શિવ સાથેની મુલાકાતનો વૃતાંત આપ્યો.આ સિવાય આરોહીએ પોતાની ફેસબુક રિકવેસ્ટ શિવે સ્વીકારી એ વિશે પણ તુષારને જણાવ્યું.

તુષાર અને આરોહી હજુ તો શિવ પટેલ સાથે થયેલી એકબીજાની મુલાકાતની ચર્ચા કરી રહ્યાં હતાં ત્યાં આરોહીની નજર સામે નાં ટેબલ પર બેસેલાં વ્યક્તિ પર પડી.

"એ તુષાર..સામે જો..શિવ પટેલ.."

આરોહીની વાત સાંભળી તુષારે એને કહેલી દિશામાં નજર ઘુમાવી તો ત્યાં સાચેમાં શિવ પટેલ હાજર હતાં.

"ચાલ જઈને સર ને મળીએ.."તુષાર ઉત્સાહમાં બોલી ઉઠ્યો.

"સારું ચલ"તુષાર ની વાત સાથે સહમત થતાં આરોહી બોલી.

ત્યારબાદ તુષાર અને આરોહી પોતાનાં ટેબલ પરથી ઉભાં થઈને શિવ જ્યાં બેઠો હતો એ ટેબલ તરફ અગ્રેસર થયાં.શિવ ત્યાં કોઈકની રાહ જોતો બેઠો હતો એ એનાં હાવભાવ અને વારંવાર ઘડિયાળમાં જોવાની પ્રક્રિયા પરથી સમજાઈ રહ્યું હતું.

"Hello..શિવાય સર.."આરોહી શિવ ની નજીક આવીને બોલી.

આરોહી નો અવાજ અને શિવાય સાંભળતાં જ શિવ નું ધ્યાન એની તરફ ગયું..આરોહીને પોતાની સમક્ષ ઉભેલી જોઈ શિવ નવાઈ પામી ગયો..એનાંથી વધુ નવાઈ શિવને ત્યારે લાગી જ્યારે સવારે દરિયાકિનારે એ જેને મળ્યો હતો એ યુવક પણ એને આરોહી જોડે ઉભેલો દીઠો.

"Miss.. આરોહી પંડિત.."શિવે આરોહી તરફ જોઈને કહ્યું.

"Yes.. sir.. and thanks for accepting my friend request on facebook.."આભારવશ સુરમાં આરોહી બોલી.

"હા બપોરે રિકવેસ્ટ જોઈ તો મન થયું સ્વીકારી લેવી તો સ્વીકારી લીધી.."શિવ બોલ્યો.

"સર આ મારો બોયફ્રેન્ડ.."આરોહી તુષાર નો પરિચય આપવાં જતી હતી ત્યાં શિવ એની વાત વચ્ચે કાપતાં બોલ્યો.

"તુષાર..હું સવારે એને પણ મળી ચુક્યો છું.."શિવે પોતાની તુષાર સાથેની મુલાકાત વિશે જણાવતાં કીધું.

"મતલબ કે આ સાચું કહી રહ્યો હતો..મને એમ કે ફેંકી રહ્યો હશે.."તુષારની ખેંચતા આરોહી બોલી.

"સર આ છે ને એક નંબરની હરામી છે..તમે આની વાત મન પર ના લેશો..તમે ઇચ્છો તો અમને જમવામાં જોઈન કરી શકો.."તુષારે પ્રેમથી આગ્રહ કરતાં કહ્યું.

"અરે ના ના..તમે તમારું જમવાનું ઓર્ડર કરી સ્ટાર્ટ કરો..હું જસ્ટ બે મિનિટમાં એક કોલ આવે એટલે નીકળું જ છું..મારે તો બ્રેકફાસ્ટ જેવું હમણાં જ થઈ ગયું એટલે જમવાનું નક્કી નથી.."શિવે પ્રેમથી તુષારની વાત નકારતાં કીધું.

"સર એક સવાલ કરી શકું..?"આરોહી બોલી.

"હા કેમ નહીં.."સવાલ પૂછવાની સહમતિ આપતાં શિવ બોલ્યો.

"તમારી જીંદગીમાં કોઈ એવી વાત બની છે જેને તમને લખવા ની પ્રેરણા આપી..?"આરોહીએ શિવ ની તરફ જોઈને પુછ્યું.

"જોવો..એક વાત છે કે માણસ તૂટે કે પરમાણુ તૂટે..અંદરથી એક પ્રકારની એનર્જી જરૂર પેદા થાય છે..મારી અંદર પણ ક્યારેક એવી એનર્જી પેદા થઈ જેનો ઉપયોગ કરી મેં કવિતાઓ રચી.."સીધો જવાબ આપવાનાં બદલે શિવે પોતાનાં અંદાજમાં જવાબ આપ્યો.

"Ok..sir.. all the best for your future.."જતાં જતાં શિવને શુભેચ્છા પાઠવી તુષાર અને આરોહી પોતાનાં ટેબલ તરફ પુનઃ પાછાં ફર્યાં.

એ લોકો ટેબલ પર જઈને બેઠાં એની બીજી જ ક્ષણે શિવનાં મોબાઈલ પર કોઈનો કોલ આવ્યો અને થોડી વાત કરી એ ત્યાંથી ઉભો થઈને બહાર નીકળી ગયો.

શિવ ને ગયાં ને હજુ બે મિનિટ પણ નહોતી થઈ ત્યાં આરોહીની રાધા દીદી ત્યાં આવી પહોંચી.

"Hello handsome.."તુષાર સાથે હાથ મિલાવી રાધા બોલી.

વાદળી અને લીલાં રંગની સાડીમાં હાજર રાધા ખુબજ આકર્ષક લાગી રહી હતી.. રાધા ની ઉંમર ત્રીસેક વર્ષ જેટલી જોતાં જ લાગી રહી હતી.જવેલરીમાં હાથમાં બ્રેસ્લેટ અને કાનમાં ઈયરિંગ હતાં.. કપાળ પર સાડીને મેચિંગ બિંદી રાધા ને વધુ આકર્ષક બનાવી રહી હતી.

"એ ડોશી આ મારી પ્રોપર્ટી છે..તું એની ઉપર તારી નજર ના નાંખ.."હસીને આરોહી બોલી.

"સારું બાબા..હું તો ભૂલી જ ગઈ આ આરોહી પંડિત નો વફાદાર ટોમી છે..તુષાર આ તને છે ને ટોમી કહે છે..ટોમી મો મતલબ તો સમજે છે ને..?"હસતાં હસતાં રાધા બોલી.

"અરે હવે તો જે કહેવું હોય એ બોલે..અમે જોરુ ના ગુલામ બનીને રહેવા તૈયાર જ છીએ.."તુષાર સ્મિત સાથે બોલ્યો.

"રાધા દીદી તમે પાંચ મિનિટ પહેલાં આવ્યાં હોય તો શિવ પટેલ સાથે તમારી રૂબરૂ મુલાકાત કરાવત..એ અત્યાર સુધી અહીં જ બેઠાં હતાં.."આરોહી રાધાને ઉદ્દેશીને એની તરફ જોતાં બોલી.

આરોહીની વાત સાંભળી રાધા ફિક્કું હસી અને મહાપરાણે બોલી.

"તમે ડિનર ઓર્ડર કરો..હું ફ્રેશ થઈને આવું.."આટલું કહી રાધા ઉતાવળાં ડગલે વોશરૂમ તરફ આગળ વધી.રાધાનાં બદલાયેલાં હાવભાવ આરોહી અને તુષારથી છુપા ના રહી શક્યાં.. એમને એકબીજાની તરફ પ્રશ્નસુચક નજરે જોયું અને એ વાત ને અવગણી તુષારે જમવાનો ઓર્ડર આપવા માટે એક વેઈટર ને ત્યાં આવવાનો ઈશારો કર્યો.

વોશરૂમમાં પ્રવેશી એનો દરવાજો બંધ કરતાં જ રાધા રડવા લાગી..આ એવું રૂદન હતું જેમાં ચહેરા નાં ભાવ પરથી જ માણસની પીડાનો અંદાજો લગાવવાનો હતો કેમકે આંખો ભરાઈ હતી પણ આંસુ નહોતાં આવી રહ્યાં.. રાધા નાં ડૂસકાં વોશરૂમની બંધ દીવાલો વચ્ચે પડઘાઈ રહ્યાં હતાં.

પાંચ મિનિટ સુધી રાધા આ અવસ્થામાં જ રહી..એનો ચહેરો મુરઝાઈ ગયો હતો..આંખો રડવાનાં લીધે નહીં પણ ના રડવાનાં લીધે ભારે થઈ ગઈ હતી.રાધાએ પોતાની જાત ને અરીસામાં જોઈ અને બોલી.

"અરે એ રાધા..તું સાંભળે તો મારે બે-ચાર સવાલ છે તને પુછવાં..

આંખમાંથી નીકળે તો લુછાય,પણ ના નીકળે એ આંસુ કઈ રીતે લુછવાં..?"

**********

વધુ આગળનાં અધ્યાયમાં.

દોસ્તો આ નવલકથા માં મેં મારી પોતાની કવિતાઓ સાથે ઘણાં ગુજરાતી,હિન્દી અને ઉર્દુ નાં શાયરો અને કવિઓની કવિતાઓ અને શાયરીઓનો પણ રસાળ રીતે ઉપયોગ કર્યો છે.આ બધાં મશહુર શાયરોને આ નવલકથા દ્વારા હું શબ્દાંજલી આપવાની કોશિશ કરી રહ્યો છું.

વાંચક મિત્રો ને આ નવલકથા વાંચવી ખુબ જ પસંદ આવશે એવી મને ખાતરી છે..જો પ્રેમ કર્યો હોય અને દિલ તૂટ્યું હોય તો પછી આ નોવેલ ફક્ત તમારાં માટે લખાઈ છે એ નોંધવું રહ્યું.તમે તમારો કિંમતી અભિપ્રાય મારાં whstsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED