હવસ :-IT CAUSE DEATH ભાગ-24 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હવસ :-IT CAUSE DEATH ભાગ-24

હવસ :-IT CAUSE DEATH-ભાગ 24

પ્રભાતની હત્યા ની તપાસમાં અર્જુન અનિકેતની પત્ની જાનકી સુધી આવી પહોંચે છે.શરુવાતમાં તો જાનકી પ્રભાતની સાથે પોતાનાં સંબંધો ની વાત નો છેદ ઉડાડી મુકે છે.પણ અર્જુન ની જોડે રહેલાં સબુતો પછી જાનકી પોતે પ્રભાતની સાથે કેવા સંજોગોમાં રિલેશનમાં આવી એની વાત કરે છે..પ્રભાત પછી વિક્રાંત સાથે પણ પોતાનાં સંબંધો ની પણ કબુલાત જાનકી કરી લે છે..એ સિવાય જાનકી પ્રભાત દ્વારા પોતાને એ બંનેનાં અંતરંગ પળોનાં ફોટો બતાવી બ્લેકમેઈલ કરતો હોવાની વાત જણાવે છે.

"એ દિવસ બાદ હું હંમેશા એ ડરમાં રહેવા લાગી કે ક્યાંક પ્રભાત એ ફોટોગ્રાફ અનિકેત ને ના બતાવી દે.મારા મનમાં દિવસે અને દિવસે એ વાતની ચિંતા વ્યાપ્ત થઈ રહી હતી.પ્રભાતની જે કંઈપણ માંગણી હતી એ સ્વીકાર્યા સિવાય મારી જોડે કોઈ છુટકો હોય એવું મને નહોતું લાગી રહ્યું.હવે પ્રભાત પોતાની શું વાત રાખે છે એની હું રાહ જોઈ રહી હતી."

"બે દિવસ પછી અનિકેત ઓફિસ જવા નીકળ્યો એનાં થોડાં જ સમયમાં પ્રભાત અચાનક મારાં ઘરે આવી ગયો..એની લુચ્ચી મુસ્કાન એની મનની અંદર શું ચાલી રહ્યું છે એની ચાડી ખાઈ રહ્યું હતું..એને હાથોનાં ઈશારાથી મને પોતાની સાથે બેડરૂમમાં આવવા કહ્યું.એની વાત માન્યા વગર મારી જોડે હવે બીજો કોઈ વિકલ્પ જ નહોતો,એટલે હું ચૂપચાપ એની પાછળ પાછળ ચાલી નીકળી."

"એ દિવસે પ્રભાતે મારી સાથે સંબંધ બાંધવામાં મારી મરજી કે મારી રજા ની જરૂર જ ના પડી..પ્રભાતની સાથે હું પ્રથમ વખત તો આ બધું નહોતી કરી રહી છતાં એ દિવસે મને એવું લાગ્યું કે મારો બળાત્કાર થઈ રહ્યો હતો.હું એ દિવસે પ્રભાતનાં ગયાં બાદ ઘણો સમય સુધી રડતી રહી."

"એ દિવસ પછી તો જાણે પ્રભાતને પોતાનાં મનની ઈચ્છા મુજબ વર્તવાનો છૂટો દોર મળી ગયો..એ પછી તો અનિકેતની ગેરહાજરીમાં મારાં ઘરે આવી પહોંચતો અને મારી સાથે પોતાની શારીરિક હવસ ને શાંત કરતો..હું કંટાળી ગઈ હતી એની સાથેનાં ના મનનાં સંબંધો બાંધીને..આમ ને આમ દિવસો વીતતાં ગયાં અને હું પ્રભાતનાં દબાણ ને વશ થઈને એનો સાથ આપતી રહી."

"જે દિવસે પ્રભાતની હત્યા થઈ એ રાતે મેં મન બનાવી લીધું હતું કે આજે તો પ્રભાત નો ખેલ ખતમ જ કરી દઉં..અનિતા ભાભી ઘરે નહોતાં એ વાત ની મને ખબર હતી એટલે હું ચાલુ કીટી પાર્ટી મુકી ને પ્રભાતનાં ઘરે જવા નીકળી પડી.મારા મગજમાં એ દિવસે એક વાત તો ક્લિયર હતી કે પ્રભાત પ્રેમથી એ ફોટો ડીલીટ ના કરે તો હું એને મારી નાંખીશ.મારાં પર્સમાં મેં પ્રભાતની હત્યા માટે એક ચાકુ પણ છુપાવી રાખ્યું હતું"

"રાતે લગભગ સાડા અગિયાર વાગે જ્યારે હું પ્રભાતનાં ઘરે પહોંચી તો ઘરનો દરવાજો ખુલ્લો હતો..જેનો મતલબ હતો કે એ ઘરમાં જ હતો.હું ધીરેથી એનાં બેડરૂમમાં પહોંચી તો ત્યાં મેં જોયું કે પ્રભાત પોતાના બેડની જોડે ખુરશીમાં મૃત પડ્યો હતો..કોઈએ એની ખોપરી ની આરપાર ગોળી ઉતારી દીધી હતી જેનાંથી એનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું..એ જોતાં જ હું સમસમી ગઈ.."

"એક રીતે તો એ બાબત સારી જ હતી કે પ્રભાત ને કોઈએ મારી નાંખ્યો હતો..મને એ હરામી માણસથી છુટકારો મળી ચુક્યો હતો..હું આ તકનો લાભ ખોવા નહોતી માંગતી એટલે મેં પ્રભાતનાં ખિસ્સામાંથી એનો મોબાઈલ ફોન કાઢ્યો અને એમાંથી બધાં ડેટા ડીલીટ કરી એ મોબાઈલને ફર્શ પર પછાળીને તોડી નાંખ્યો..હવે મારી બધી ચિંતાનું નિરાકરણ આવી ગયું હતું એટલે હું સાવધાની પૂર્વક ચૂપચાપ ત્યાંથી નીકળીને પાછી કીટી પાર્ટીમાં પહોંચી ગઈ."

"હું કબુલ કરું છું કે હું પ્રભાતનાં ઘરે ગઈ હતી અને મેં એ ફોટો ડીલીટ કરી એનો મોબાઈલ તોડી પણ નાંખ્યો છે..પણ એની હત્યા કરવા પાછળ મારો કોઈ હાથ નથી..જો એ જીવતો હોત તો કદાચ હું એને મોત ને ઘાટ ઉતારી દેત.. પણ એ શુભ કામ કોઈ બીજું વ્યક્તિ પહેલાં જ કરી ચૂક્યું હતું..હવે મોબાઈલમાંથી ફોટો ડીલીટ કરવાની કોઈ સજા તમારાં કાનુનને આપવી હોય તો એ સ્વીકારવા હું તૈયાર છું."

આટલું કહેતાં જાનકી એ પોતાની વાત પૂર્ણ કરી..જાનકી ની વાત પૂર્ણ થતાં જ અર્જુન અને નાયક બાગા ની માફક એકબીજાનો ચહેરો તકવા લાગ્યાં. અર્જુને જાનકી ને ઉદ્દેશીને વિસ્મય સાથે પુછ્યું.

"એનો અર્થ એમ કે તમે પણ પ્રભાતની હત્યા નથી કરી..તો પછી પ્રભાતને ઝેર આપનાર કોણ છે..?"

"શું કહ્યું પ્રભાતની હત્યા ઝેર આપીને કરાઈ છે..?મને તો એમ કે પ્રભાતને કોઈએ ગોળી મારીને મારી નાંખ્યો છે..?"પ્રભાતની હત્યા ઝેર આપીને કરાઈ હોવાની વાત સાંભળી જાનકી આશ્ચર્ય માં ગરકાવ થઈ ગયો.

"હા પ્રભાત પંચાલને પહેલાં કોઈએ ઝેર આપ્યું અને પછી એની ઉપર સલીમે સ્નાયપર થી ગોળી ચલાવી છે..અનિતા અને મેહુલ પણ પોતે સલીમ સુપરીને પ્રભાતની હત્યાની સુપારી આપવાની વાત કબુલ કરી ચુક્યાં છે પણ ઝેર આપવાની વાતથી એ બંને સાફ-સાફ ઇનકાર કરે છે.આ ઉપરાંત પ્રભાતનો ડ્રાઈવર મંગાજી જે એની લાશ ને જોનારો સૌપ્રથમ વ્યક્તિ પણ હતો અને પણ ફક્ત પોતે પ્રભાતનાં ઘરે ચોરી કરી હોવાની વાત કરી છે..એ પણ પોતે પ્રભાતને ઝેર આપવાની વાત નથી માની રહ્યો..હવે તમે કહો છો કે પ્રભાતને ઝેર આપવામાં તમારો પણ હાથ નથી..?"અર્જુને પ્રભાતની હત્યાની તપાસમાં અત્યાર સુધી જે સત્ય બહાર આવ્યું એ વિષયમાં વાત કરતાં કહ્યું.

"હું સત્ય કહી રહી છું..મેં પ્રભાતની હત્યા નથી કરી..હું જ્યારે એનાં ઘરે પહોંચી ત્યારે એ સાચેમાં મરી ચુક્યો હતો.."રડમસ સ્વરે જાનકી બોલી.

"સાહેબ તમે ફરીથી બકુલ વણકર ને પૂછો કે જાનકી ઠક્કર પ્રભાતની હત્યા થઈ એ રાતે કેટલાં વાગે પાર્ટી મૂકીને ગયાં હતાં અને ક્યારે પાછાં આવ્યાં હતાં..જો એમને કહ્યું એ મુજબ એ સાડા અગિયાર આજુબાજુ પ્રભાતનાં ઘરે પહોંચ્યા હોય તો પ્રભાત સાચેમાં એ સમયે જીવિત નહીં હોય કેમકે સલીમે પ્રભાત પર ગોળી અગિયાર વાગ્યાં આજુબાજુ ચલાવી હતી અને પ્રભાતને ઝેર એનાં અડધાં કલાક પહેલાં એટલે કે સાડા દસ વાગે અપાયું હતું."જાનકી સત્ય કહી રહી છે કે જૂઠ એ સાબિત કરવાનો રસ્તો સુઝાવતાં નાયક બોલ્યો.

"Good idea.."નાયક ને શાબાશી આપતાં અર્જુન બોલ્યો અને એને સમય બગાડયાં વગર બકુલ વણકર ને કોલ લગાવ્યો.

બકુલ વણકરે પહેલાં તો પોતાને જાનકી નાં કીટી પાર્ટીમાંથી નીકળવાનો એકજેક્ટ સમય યાદ નથી એમ જણાવ્યું પણ પછી પોતે દસેક મિનિટમાં CCTV કેમેરાની એ દિવસની કલીપ જોઈ ને અર્જુનને ચોક્કસ સમય બતાવશે એવું કહી કોલ કટ કરી દીધો.દસ મિનિટ બાદ ગુડલક રેસ્ટોરેન્ટનાં મેનેજર બકુલ નો કોલ આવ્યો અને એને કહ્યું.

"જાનકી ઠક્કર એકજેક્ટ 11:03 વાગે અહીંથી નીકળ્યાં હતાં અને 12:07 મિનિટે અહીં પુનઃ આવી ચુક્યાં હતાં.."

બકુલનો આભાર માની અર્જુને ફોન કટ કરી દીધો.અર્જુનનાં ફોન કટ કરતાં જ જાનકી એ સવાલસુચક નજરે અર્જુન તરફ જોઈને પુછ્યું.

"હું સાચું કહી રહી છું ને..?બકુલ ભાઈ એ પણ તમને એજ સમય કહ્યો જે મેં કહ્યો હતો..?"

"હા તમે સાચું બોલી રહ્યાં છો..તમારાં બતાવેલાં સમયે જ તમે રેસ્ટોરેન્ટમાંથી નીકળ્યાં હતાં અને એ પહેલાં તો પ્રભાત પોતાનાં નિવાસસ્થાને મૃત હાલતમાં પડ્યો હતો."અર્જુને જાનકી ને રાહત થાય એવી વાત કહેતાં કહ્યું.

"તો સાહેબ હવે તમે જ કહો કે મારો કોઈ ગુનો હોય તો..મેં ફક્ત મને જે ફોટોથી પ્રોબ્લેમ હતી એ ફોટો ડીલીટ કર્યાં છે બાકી પ્રભાતની હત્યા બીજાં કોઈએ કરી છે."જાનકી નો અવાજ અત્યારે ઢીલો પડી ચુક્યો હતો.

"જોવો આ ફોટો અત્યારે તો અમારી જોડે રહેશે..જ્યારે આ કેસ સોલ્વ થઈ જશે ત્યારે હું બધાં ફોટો ડીલીટ કરી દઈશ..પણ તમને એક વાત કહી દઉં કે જ્યાંસુધી પ્રભાતને ઝેર કોને આપ્યું છે એની તપાસ પૂર્ણપણે સમાપ્ત ના થાય ત્યાં સુધી તમારે આ શહેર મુકીને ક્યાંય જવાનું નથી.."રોફદાર અવાજે અર્જુન બોલ્યો.

"ચોક્કસ સાહેબ..પણ તમને એક વિનંતી કરું છું કે અનિકેત ને મારાં અને પ્રભાતનાં રિલેશનશીપ વિશે કંઈ જણાવતાં નહીં.."હાથ જોડી કરગરતાં જાનકી બોલી.

"હું પ્રયાસ કરીશ..બાકી હું વચન ના આપી શકું કે હું ક્યારેય આ પ્રકરણ જાહેર નહીં કરું..જો સત્ય બહાર લાવવા એ પણ કરવું પડશે તો હું કરીશ..મારાં માટે મારાં ફરજ થી વધુ બીજું કંઈપણ નથી..અને જે પસ્તાવો તમે કરી રહ્યાં છો એ વિશે આ બધું કરતાં પહેલાં વિચારવું જોઈતું હતું."પોતાનાં સ્થાનેથી ઉભાં થતાં અર્જુન બોલ્યો.

ત્યારબાદ અર્જુન અને નાયક ઠક્કર વિલામાંથી નીકળી પાછાં પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા..ફરીવાર એક અચુક નિશાનો લગાવીને છોડેલું તીર વિફળ જવાની હતાશા નાયક અને અર્જુનનાં ચહેરા પર સાફ-સાફ વર્તાઈ રહ્યું હતું.

*************

પોતે જ્યાં એવું વિચારતો કે હવે પ્રભાતની હત્યાનું રહસ્ય ઉકેલાઈ ગયું છે ત્યાં અચાનક બાજી પલટાઈ જતી અને પ્રભાતની હત્યાનું રહસ્ય વધુ ઘેરું બની જતું એવો અહેસાસ અર્જુનને થઈ રહ્યો હતો.દિલથી પોતાની ફરજ બજાવવા છતાં પોતે હજુ ત્યાંનો ત્યાંજ હતો જ્યાંથી તપાસ શરૂ કરી હતી એ વિચારતાં અર્જુન ધૂંવાપુંવા થઈ ગયો હતો.

ઠક્કર વિલામાંથી પાછાં પોલીસ સ્ટેશન આવ્યાં ને હજુ માંડ દોઢેક કલાક નો સમય જ વીત્યો હતો પણ અર્જુન આ દોઢ કલાકમાં ત્રણ સિગરેટ પૂર્ણ કરી ચુક્યો હતો.ઘરેથી પીનલે મોકલાવેલું ટિફિન પણ પોતે ખાવાનાં બદલે નાયક ને જમવા આપી દીધું હતું.

"એક ખુન અને એનાં શકમંદ પાંચ-પાંચ લોકો છતાં કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ કોઈ એવું પ્રુફ નથી મળી રહ્યું જે પુરવાર કરે કે એમાંથી કોઈએ પ્રભાતને ઝેર આપ્યું છે..બધાં ની અલગ-અલગ કહાની છે અને બધી કહાની જોડતાં એ બધી સાચી પણ લાગે છે..હવે શું કરીશ..?"વિચારોમાં ડૂબેલો અર્જુન પોતાની સાથે વાત કરી રહ્યો હતો.

અર્જુનનાં હાથમાં અત્યારે પ્રભાતની હત્યાનાં શકમંદ લોકોની સાથે એનાં નજીકનાં મિત્ર વર્તુળ અને ઓફિસ સ્ટાફનાં અમુક લોકોનાં ફોટો મોજુદ હતાં. અર્જુન દરેક ફોટો ને નીરખી નીરખી ને જોઈ રહ્યો હતો,જાણે કે આ તસવીરો આ કેસ નાં બંધ તાળા ની ચાવી હોય.

અચાનક અર્જુનની નજર એક તસવીરને જોઈને અટકી ગઈ..એ તસવીર અર્જુનને કંઈક વિચારવા મજબુર કરી રહી હતી..અર્જુન આગળ વધવા તો માંગતો હતો પણ હવે એ થોડી પણ ચુક કરવાનાં મૂડ માં નહોતો.અર્જુને સમય ગુમાવ્યાં વગર પોતાનો મોબાઈલ ફોન કાઢી એક નંબર ડાયલ કર્યો.

"હેલ્લો બુખારી એસીપી અર્જુન વાત કરું છું.."

અર્જુનનો અવાજ સાંભળતાં જ પોલીસનો ખબરી બુખારી બોલ્યો.

"હા સાહેબ બોલો..કેમ ફોન કરવાની તકલીફ લીધી..?"

"બુખારી,એક કામ કરવાનું છે..એક વ્યક્તિ વિશે માહિતી મેળવવાની છે."અર્જુન બોલ્યો.

"અરે સાહેબ હુકમ કરો ને તમે કહો તો વડાપ્રધાન ની પણ માહિતી પણ મેળવી લઈશ.."બુખારી પોતાનાં કામ વિશે બડાઈ મારતાં બોલ્યો.

"હા ભાઈ મને ખબર છે કે તું શું કરી શકે છે..એટલે જ તને આ કામ આપવા માંગુ છું.."અર્જુને બુખારીને પારો ચડાવતાં કહ્યું.

આટલું કહી અર્જુને બુખારીને એક વ્યક્તિની પર્સનલ લાઈફ ની માહિતી મેળવવાનું કહ્યું..બુખારી એ કાલ સાંજ સુધીમાં એ વ્યક્તિની પુરી જન્મકુંડળી અર્જુનને મોકલી આપશે એવું જણાવ્યું.

બુખારી સાથે વાત કર્યાં બાદ અર્જુનને એક બીજો વિચાર સૂઝયો અને નાયકને કોલ કરી પોતાની કેબિનની અંદર આવવાનું કહ્યું.

"હા બોલો સાહેબ,શું કામ કરવાનું છે..?"

"નાયક પ્રભાત પંચાલનાં ઘરેથી જે વસ્તુઓ આપણને એની લાશની આજુબાજુ મળી હતી એમાંથી જે વસ્તુઓ આપણે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ ને નહોતી આપી એ બધી ક્યાં છે..?"

"એ બધી વસ્તુઓ તો આપણાં લોકરમાં પડી છે.."નાયક બોલ્યો.

"નાયક એ બધી વસ્તુઓ લેતો આવ.."અર્જુને હુકમ આપતાં કહ્યું.

"જી સાહેબ.."આટલું કહીને નાયક લોકરમાં રાખેલી એ બધી વસ્તુઓ ભરેલી ઈન્વેસ્ટિગેશન બેગ લાવવા કેબિનની બહાર નીકળી ગયો.

નાયક નાં જતાં જ અર્જુન પોતાની આંખો બંધ કરીને જાણે પોતાનાં ભવિષ્ય ની તપાસ વિધિ માટે ની તૈયારીઓ નો મનોમન વિચાર કરી રહ્યો હતો.અર્જુન અત્યારે વિચારમગ્ન અવસ્થામાં મંદ મંદ હસી રહ્યો હતો.!

★★★★★★★

વધુ આવતાં અંકે.

અર્જુને બુખારીને કોની માહિતી લાવવા માટે કહ્યું હતું..??પોલીસ સ્ટેશનમાં પડેલાં સબુતોમાંથી અર્જુન કોઈ માહિતી મેળવી શકશે કે નહીં..??જો મંગાજીએ પણ પ્રભાતને ઝેર નહોતું આપ્યું તો આખરે પ્રભાતને ઝેર આપનાર કોણ હતું ..??પ્રભાતની હત્યાની તપાસ આખરે કેવો નવો વળાંક લેશે..??એ જાણવા વાંચતાં રહો આ નોવેલ હવસ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

તમે પણ આગળ વધતી આ સસ્પેન્સ નોવેલ હવસ પર તમારાં પ્રતિભાવ આપી શકો છો..સાથે સાથે તમારાં મગજને કસીને કાતિલ કોણ છે એ પણ શોધવાનો પ્રયાસ કરો અને મને જણાવતાં રહો કે તમારાં મતે પ્રભાતનો હત્યારો કોણ છે..?

તમે માતૃભારતી પર મારી નાની બહેન દિશા પટેલની રચનાઓ જેવી કે રૂહ સાથે ઈશ્ક, અનામિકા,ડણક,દિલ કબુતર,હોન્ટિંગ પિક્ચર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

~જતીન.આર.પટેલ (શિવાય)