Hawas-It Cause Death - 23 books and stories free download online pdf in Gujarati

હવસ :-IT CAUSE DEATH ભાગ-23

હવસ :-IT CAUSE DEATH-ભાગ 23

એસીપી અર્જુન પ્રભાતની હત્યા કોને કરી હતી એની તપાસ કરતાં કરતાં જાનકી ઠક્કર સુધી પહોંચી ગયો હતો..જાનકી અને પ્રભાતનાં અંતરંગ પળો નાં ફોટો પ્રભાતનાં ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરી મેળવ્યાં બાદ અર્જુન જાનકી ની આકરી પુછપરછ કરે છે જેમાં પોતે કઈ રીતે પ્રભાતની નજીક આવી ગઈ એ વિશેની વાત કરે છે.

જાનકી પ્રભાત સાથે પ્રથમ વખત પ્રેમ ક્રીડા નો આહલાદક અનુભવ માણ્યા પછી કઈ રીતે એની વધુ ને વધુ નજીક આવી પહોંચી એ જણાવતાં બોલી.

"એ દિવસની પાર્ટી તો પૂર્ણ થઈ ગઈ અને પ્રભાત પોતાનાં ઘરે રવાના થઈ ગયો પણ જતાં જતાં એને મારાં મનમાં વર્ષોથી આરામ ફરમાવી રહેલી યુવતીને જાગ્રત કરી મુકી હતી.એ ખોટું હતું કે સાચું એ વિચારવાનો સમય મારી જોડે નહોતો,બસ મારે તો વહેલી તકે પ્રભાતની મજબુત ફોલાદી બાહો ની ગરમી મારાં નાજુક શરીર પર મહેસુસ કરવી હતી.મારી જોડે પ્રભાતનો નંબર નહોતો પણ અનિકેત સવારે સ્નાન કરવા ગયો ત્યારે એ આસાનીથી એનાં મોબાઈલમાંથી પ્રભાતનો કોન્ટેકટ નંબર લઈ લીધો."

"એ દિવસે મેં પ્રભાતની સાથે પ્રથમ વખત વાત કરી..જેમાં હું હજુપણ યૌવન રસ થી છલોછલ છું એવું મેં એને જણાવ્યું..પ્રભાતની વાતો કરવાનો અંદાજ મને ખુબ પસંદ આવી રહ્યો હતો.દિવસે અને રાતે જ્યારે પણ સમય મળતો હું અનિકેત થી છુપાવીને પ્રભાત જોડે ચેટિંગ કરતી કે ક્યારેક કોલ પર વાતો કરતી..સાતેક દિવસ સુધી આમ જ વાતો ચાલતી રહી પણ અમને બંને ને વાતો થી આગળ જઈને બીજી કોઈ વસ્તુની તલપ હતી જેને પૂર્ણ કરવા અમે એક દિવસ મળવાનું નક્કી કર્યું."

"એક વખત અનિકેત કોઈ બિઝનેસ ટુર ઉપર ગયો હતો એટલે મેં મારાં બંને સંતાનોને સુવડાવી પ્રભાતને કોલ કરી મારાં ઘરે આવવા જણાવ્યું..પ્રભાતને ખબર હતી કે હું આજે કોલ કરી એને મારાં ઘરે બોલાવવાની છું એટલે એ પહેલાંથી જ તૈયાર હતો..થોડીક વારમાં એ મારાં ઘરે પધારી ચુક્યો હતો."

"પ્રભાતનાં આગમન ની સાથે મારી વર્ષોની તલપ અને અધૂરી ઈચ્છાઓ ને જાણે પૂર્ણતા મળી ગઈ..અમે બંને આખી રાત એકબીજાની બાહોમાં એકબીજાને તૃપ્ત કરતાં રહ્યાં.એક પરપુરુષ સાથે આ હદે આગળ વધવું મારી ફિતરતમાં તો નહોતું પણ એ સમય જ એવો હતો જ્યારે શરીરની ઈચ્છાઓ ને વશ થઈને મેં મારાં મન મેં હૃદય ની કોઈ વાત સાંભળવાની કોશિશ સુધ્ધાં ના કરી..સવાર સુધીમાં તો હું પ્રભાતનાં રંગે રંગાઈ ચુકી હતી."

"એ મુલાકાત એવી હતી જેને મારી અંદર ની ઈચ્છાઓ ને પૂર્ણ કરવાનાં બદલે વધુ ભડકાવી મુકી હતી..હું હવે પ્રભાતનો સાથ ક્યારે મળે એની આતુરતાથી રાહ જોઈ રહી હતી..અનિકેત નું મારાં તરફનું વલણ પણ દિવસે ને દિવસે બગડી રહ્યું હતું.હું પ્રેમ ની ઝંખનામાં પ્રભાતનો સથવારો શોધવાનો પ્રયત્ન કરી રહી હતી."

"એ દિવસ પછી હું પ્રભાતને મળવાનું બહાનું શોધતી રહેતી..અનિકેત અઠવાડિયામાં હવે એક-બે વખત બિઝનેસ રિલેટેડ કામનાં લીધે out of town હોતાં.. એટલે મને પ્રભાતની સાથે મારી હવસ બુઝાવવાનો મોકળો માર્ગ મળી જતો,પ્રભાત મારાં જ ઘરે મારાં અને અનિકેતનાં બેડરૂમમાં મારી સાથે એ બધું કરતો જેની મેં કામના અનિકેત થી રાખી હતી.અમે સમય મળે એટલે એકબીજાને શારીરિક સુખ આપી અમારી મસ્તીમાં જીવી રહ્યાં હતાં."

"બધું એની જગ્યાએ બરોબર ચાલી રહ્યું હતું..અનિકેત એનાં કામમાં મશગુલ રહેતો જ્યારે હું પ્રભાતની સાથે મારી રંગીનીયત ભરી રાતો ને સજાવવામાં મશગુલ રહેતી..પણ કહ્યું છે ને જે સ્ત્રી એક વખત પર પુરુષ ની પથારી ગરમ કરે એને પછી કોઈ શરમ રહેતી નથી અને એની વાસના વધુ ને વધુ તીવ્રતાથી ભડકી ઉઠે છે..મારી સાથે પણ એવું જ થયું."

"હું મારાં ફિગર અને હેલ્થ ને લઈને વધુ પડતી સજાગ છું..એટલે હું શહેરની સૌથી મોટી જીમ 'ફેટ ટુ ફીટ' માં ડેઈલી જતી હતી..એ સમયગાળામાં જીમ માં એક નવો જીમ ટ્રેનર એપોઇન્ટ થયો હતો જેનું નામ હતું વિક્રાંત..વિક્રાંત નો શારીરિક બાંધો અને મનમોહક ચહેરો જિમ માં આવતી બધી સ્ત્રીઓને એની તરફ આકર્ષિત કરી રહ્યો હતો..કંઈક કસરત કરાવતી વખતે જ્યારે પણ વિક્રાંત મને સ્પર્શતો ત્યારે મારી અંદર હજારો કીડીઓ કરડવાનો અહેસાસ થઈ ઉઠતો."

"વિક્રાંત પણ શાતીર હતો,એને પણ કઈ રીતે સ્ત્રીઓને પોતાની તરફ આકર્ષિત કરવી અને ક્યારે કયો ફંદો કોની ઉપર ફેંકવો એની સારી એવી આવડત હતી.એને ખબર પડી ગઈ કે હું એની તરફ આકર્ષિત થઈ ચુકી છું.એક દિવસ એ અચાનક મારાં ચેન્જ રૂમમાં આવી પહોંચ્યો અને મને પાછળથી પકડી લીધી..મેં અરીસામાં જોયું તો વિક્રાંત મને પાછળથી પકડીને મારાં ખભે પોતાનો ચહેરો મૂકીને ઉભો હતો."

"એની આંખોમાં મારાં તરફથી કોઈ વિરોધ થશે એવો કોઈપણ ડર નહોતો..એને ખબર હતી કે હું પણ એ ઝંખી રહી છું જે એ કરવા માટે ત્યાં આવ્યો છે.મારાં તરફથી કોઈ વિરોધ ના થતાં એને મને પોતાની તરફ ઘુમાવી અને મારાં ચહેરાને ચૂમવા લાગ્યો..મને એની દરેક હરકત આનંદ આપનારી લાગી રહી હતી..હું પણ એનાં અધરોને મનભરીને ચૂમી રહી હતી."

"એ દિવસે તો વાત વધુ આગળ ના વધી પણ પછી અનિકેત ની ગેરહાજરીમાં હું એની કહેલી જગ્યાએ પહોંચી જતી જ્યાં અમે બંને બધું શરમ નેવે મુકી ને એકમેકની બાહોં માં સમાઈ જતાં.આ પછી હું અને વિક્રાંત વારંવાર મળતાં રહેતાં અને એકબીજાની તરસ બુઝાવતાં રહેતાં.વિક્રાંત યુવાન હોવાથી એ મને પ્રભાત કરતાં પણ વધુ સંતુષ્ટ કરી રહ્યો હતો અને આજ કારણથી પ્રભાત ની સાથે પણ મારાં સંબંધ ખુબ ઓછાં થઈ ગયાં હતાં."

સમય મળતાં પ્રભાતની સાથે સમય પસાર કરવાનું બહાનું શોધતી હું ધીરે-ધીરે પ્રભાતને મળવાનું ટાળી રહી હતી.પોતાની તરફ મારાં બદલાયેલાં વર્તનનું કારણ પ્રભાતને ખબર પડી ગઈ એટલે એક દિવસ એનો મારી ઉપર કોલ આવ્યો.."

"હા બોલ પ્રભાત.. કેમ કોલ કર્યો.?મેં તને કહ્યું છે કે કામ હશે તો કોલ કરીશ,તારે સામેથી નહીં કરવાનો.."મેં ફોન રિસીવ કરતાં જ કહ્યું.

"અને તું હવે મને કોલ શું કામ કરીશ કેમકે તારે મારાં થી હવે કોઈ કામ જ ક્યાં હશે.. તને તો પેલો વિક્રાંત હું આપતો હતો એ સુખ આપી રહ્યો છે ને..?"કટાક્ષમાં પ્રભાત બોલ્યો.

મારાં અને વિક્રાંત નાં સંબંધ વિશે પ્રભાતને કઈ રીતે ખબર પડી ગઈ એ વિશે વિચારતાં હું બોલી.

"મતલબ કે તું મારી જાસુસી કરાવે છે..જો આજે નહીં તો કાલે તને હું સામેથી જ મારાં અને વિક્રાંત નાં રિલેશન વિશે કહેવાની જ હતી..પ્રભાત એક વાત ધ્યાનથી સાંભળી લે કે તું મારી જરૂરત છે નહીં કે આદત..મારી જરૂર હશે ત્યારે તને હું સામેથી બોલાવી લઈશ.તું પણ મારાં સિવાય ઘણી સ્ત્રીઓ સાથે રિલેશનમાં છે,મેં એની તો બુમરાણ નથી મચાવી તો તું પણ બહુ પઝેસિવ થવાનું રહેવા દે."

"આટલું કહી મેં કોલ મુકી દીધો પણ મારાં શબ્દો રૂપી જે અપમાન પ્રભાતને સહન કરવું પડ્યું હતું એનાં ઘૂંટ એ શાયદ નહોતો પી શક્યો એની ખબર મને બે દિવસ પછી પડી જ્યારે પ્રભાતનાં whatsup પરથી મને અમુક ફોટો મોકલવામાં આવ્યાં."

"એ ફોટોમાં હું અને પ્રભાત નિઃવસ્ત્ર એકબીજાની સાથે કામક્રીડામાં મસ્ત હતાં.. આ સિવાય એની જોડે અમારાં રિલેશનનો એક વીડિયો પણ હતો.આ બધાં ફોટો એને ચોરીછુપીથી ક્યારે પાડી લીધાં હતાં એની મને ખબર જ નહોતી.એ ફોટો ને જોતાં જ મારો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.મેં તાત્કાલિક પ્રભાતને આવેશમાં આવી કોલ કર્યો."

"આ બધું શું છે..તારી હિંમત જ કઈ રીતે થઈ આ ફોટો કેપ્ચર કરવાની..?"પ્રભાતનાં કોલ રિસીવ કરતાં જ મેં એની ઝાટકણી કાઢતાં કહ્યું.

"ઓહ..mrs જાનકી ઠક્કર તમારી પર ગુસ્સો સારો નથી લાગતો..માટે વધુ ગુસ્સો કર્યાં વગર મારાં એ ફોટો મોકલવાનું કારણ સમજી જાઓ તો સારું છે.."પ્રભાત લુચ્ચાઈભર્યા સુરમાં બોલ્યો.

"શું કારણ છે આ ફોટો મોકલવાનું..?"હું હજુ ગુસ્સામાં હતી.

"મેડમ તમે એટલાં તો મૂર્ખ નથી કે આ ફોટો મેં કેમ મોકલાવ્યાં છે એની ખબર તમને ના પડે..આ ફોટો હવે તમારી સાથે મારાં થનારાં મિલનનો પાસવર્ડ છે.."પ્રભાત આટલું કહી ખંધુ હસ્યો.

"તું આવું કહી મને બ્લેકમેઈલ કરી રહ્યો છે..?"હું ક્રોધિત થઈને બોલ્યો.

"અરે આ તો મારો તમારી તરફનો પ્રેમ છે..હું તમને બીજાં કોઈની સાથે શૅર કરી શકું એમ નથી તો આને બ્લેકમેઈલ નહીં પણ મારો તમારી માટેનો પ્રેમ કહી શકો..બાકી આ ફોટો બીજાં નંબર પર સેન્ડ કરતાં પણ મને વાર નહીં થાય."પ્રભાત બોલ્યો.

પ્રભાતનો ઈશારો અનિકેત તરફ હતો એ વાત હું સમજી રહી હતી..એ મને બ્લેકમેઈલ જ કરી રહ્યો હતો આ ફોટો બતાવી પણ એનાં માટે એ શું માંગણી રાખવાનો હતો એ મારે જાણવું હતું.

"પ્રભાત આ ફોટો નાં બદલામાં તારે જે કંઈપણ જોઈએ છે એ હું આપવા તૈયાર છું..તું ખાલી રકમ બોલ તારી કહેલી જગ્યાએ હું પહોંચાડી દઈશ."હું ઉતાવળમાં બોલી પડી.

"મારે કોઈ પૈસાની જરૂર નથી..મારે તો એનાંથી પણ વધુ કિંમતી વસ્તુની જરૂર છે અને એ વસ્તુ છે તમારું સંગેમરમર જેવું બદન.."પ્રભાત મારી વાતનાં પ્રતિભાવ રૂપે બોલ્યો.

"મતલબ.."હું આશ્ચર્ય સાથે બોલી પડી.

"મતલબ કે હવે હું જ્યારે પણ ઈચ્છું ત્યારે તમારે મારુ પડખું સેવવું પડશે..મારી દરેક વાત તમારે માનવી પડશે.."પ્રભાત બોલ્યો.

"પ્રભાત તું આ બધું સારું નથી કરી રહ્યો.."હું આવેશમાં બોલી.

"જોવો જાનકીદેવી હવે સારું કરી રહ્યો છું કે ખોટું એ મને સમજાવવાની કોશિશ કરવાની જરૂર નથી..બસ એટલું કાન ખોલી સાંભળી લો કે હવે હું કહું ત્યારે તમારે મારી જોડે ક્વોલિટી ટાઈમ પસાર કરવા આવી જવું,નહીં તો હું આવી પહોંચીશ તમારાં ઘરે.."આટલું કહી અટ્ટહાસ્ય કરતાં પ્રભાતે કોલ કટ કરી દીધો.

પ્રભાતની સાથે સંબંધ બાંધવા મને મારી જીંદગીની સૌથી મોટી ભૂલ લાગી રહી હતી..મેં હવસમાં ભાન ભુલી જે કર્યું હતું એનું પરિણામ હવે ભોગવવું જ રહ્યું એવું મારી જાતને મેં કહી દીધું.બસ હવે રાહ જોવાની હતી પ્રભાતનાં આવનારાં કોલ ની...!!

★★★★★★★

વધુ આવતાં અંકે.

પ્રભાત દ્વારા થનારાં બ્લેકમેઈલ ને શું જાનકી વશ થઈ હતી કે નહીં..??જાનકી એ પ્રભાતની હત્યા કરી હશે કે કેમ..??જો મંગાજીએ પણ પ્રભાતને ઝેર નહોતું આપ્યું તો આખરે પ્રભાતને ઝેર આપનાર કોણ હતું ..??પ્રભાતની હત્યાની તપાસ આખરે કેવો નવો વળાંક લેશે..??એ જાણવા વાંચતાં રહો આ નોવેલ હવસ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

તમે પણ આગળ વધતી આ સસ્પેન્સ નોવેલ હવસ પર તમારાં પ્રતિભાવ આપી શકો છો..સાથે સાથે તમારાં મગજને કસીને કાતિલ કોણ છે એ પણ શોધવાનો પ્રયાસ કરો અને મને જણાવતાં રહો કે તમારાં મતે પ્રભાતનો હત્યારો કોણ છે..?

તમે માતૃભારતી પર મારી નાની બહેન દિશા પટેલની રચનાઓ જેવી કે રૂહ સાથે ઈશ્ક, અનામિકા,ડણક,દિલ કબુતર,હોન્ટિંગ પિક્ચર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED