પરિચય - 5 Rupal Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરિચય - 5

   પર્વ એ કહ્યું કે તારે રોકાઈ જવું હોય તો લજ્જા,,
      લજ્જા ઘરે જવાનો નિર્ણય કરે છે.ઘરે પોતાનું તો કોઈ નથી પણ મમ્મી પપ્પા ના ત્યા વરસો થી કામ કરતા દામિનિબેન ને મારાં ત્યા જ રાખ્યા છે.એમને પણ આગળ પાછળ કોઈ નથી.મને દિકરી ની જેમ જ માને છે.
   જો હુું ઘરે નહી જવ તો એ મારી ચિંતા કરતાં હશે.
પર્વ પણ તૈયાર થઈ નેે મુકવા માટે  કાર નિકાળે છે.પર્વ એ લજ્જા ને  એડ્રેસ પુછ્યુ ને કાર દોડાવી જૂહુ બીચ પાસે...
    પર્વ ને ખબર નહોતી કે આટલા મોડાં કોઈ એનો પીછો કરી રહ્યુ છે.
      લજ્જા એ બતાવેલા એડ્રેસ પર એ બહાર થી જ પર્વ મુકી ને આવ્યો.
      ને કહાની ત્યા થી જ શરું થઈ.
       જેવો પર્વ લજ્જા ને મુકી ને ગયો ત્યારે જ એક બ્લેક કાર માંથી કોઈ બે માણસો ઉતરી ને લજ્જા ના બંગલા માં ઘૂસ્યા. લજ્જા દામિનિ જોડે હજુ વાત કરવા જાય છે ત્યા જ બન્ને ને બંદૂક બતાવી ને કાર માં બેસાડી દે છે.
  આમ લજ્જા અને દામિનિબેન નું કિડનેપ થાય છે.
        બીજા દિવસે પર્વ સવારે મોડો ઉઠ્યો ને ફ્રેશ થઈ લજ્જા ને મળવા એના બંગલા પર જાય છે.ત્યા કોઈ હોતું નથી એટલે તરતજ એને શંકા જાય છે...કે એક રાત માં લજ્જા અને દામિનિ બંને થોડા બહાર જાય ??ઘર માં તાળું જોવે છે તો પર્વ ઘર માં લોક તોડી ને અંદર જાય છે ત્યા એને ઘરવખરી અસ્તવયસત પડી હોય છે.    
ટેબલકલોથ ખેચેલુ હોય છે...લજ્જા દામિનિબેને કોશિશ કરી હોય છે એ દેખાય છે.
   પર્વ ફટાફટ ઘરે જાય છે.ઘરે થી જ થોડી માહિતી કમિશનર ને ને પોલીસ સ્ટેશન માં પહોંચાડે છે.
        આ બાજુ લજ્જા ને દામિનિબેન ને લઈ કાર રાજસ્થાન ના એક દૂર ના મહેલ જેવા કિલ્લા માં પ્રવેશે છે.બંને ની આંખો પર પટી હતી તે નિકાળે છે.
    એક રુમમાં ષુરી દે છે.
આ બાજુ પર્વ એના ફેમીલીને સુરક્ષિત જગ્યા પર મોકલી દે છે.આ બધું કરવાં માં બે દિવસ જતાં રહ્યા .પર્વ ખાધાપીધા વગર દિવસ રાત જોયા વગર લજ્જા ને બચાવવા મથે છે .એના મિશન ને બાજુ પર મુકી ને લજ્જા ને દામિનિ બેન ને કશું ના થાય એની ચિતા કરે છે.
   આ બાજુ લજ્જા વિચારી રહી છે કે અહી અમારા કોણ દુશ્મન હશે?? પર્વ ને કારણે હશે?? એનું મગજ કશું પણ વિચારી નથી શકતું.
          પર્વ ના બાતમીદારો થી ખબર મળતા પર્વ એના માણસો ને લઈ ને જયાં લજ્જા ને રાખી હોય છે ત્યા પહોંચે છે.
        રાત ના પહોર માં બધાં મહેલ જેવા કિલ્લા માં પહોચે છે.
        કેટલા લોકો ની સામે લડત આપતા એ લોકો લજ્જા ને દામિનિ બેન ને જયાં રાખયા ત્યા પહોંચે છે.
ફટાફટ પહેલાં લજ્જા લોકો ને બહાર લઈ જતાં હોય છે ત્યા જ કોઈ ના પગરવ નો અવાજ આવે છે .બધાં એકદમ સાવધાન થઈ જાય છે ને જે દિશામાં અવાજ આવતો હોય છે ત્યા જવા કોશિશ કરે છે.
     એક મોટા હોલ જેવું હોય છે ત્યા કંઈક વાતચીત ચાલતી હોય છે.કોઈ આવી રહ્યુ હોય છે.
      પર્વ તો જે કેસ  સંભાળતો હોય છે એ એના જ માણસોની મિટિંગ હોય છે.
      એ લોકોને એવું બોલતા  હતા કે પર્વ ના ફેમીલીને જ ઉપાડી ને લાવ્યા છીએ..હવે ઓફીસર કયાં જશે.એના ફેમીલીની સામે આપડે દેશ છોડી ને જતાં રહીશું.આપણું હેલીપેડ તૈયાર જ છે.
        જયારે અહીં ભારત માં બધું શાંત થશે ત્યારે પાછા આવી જઈશું.
      ઑહ આટલો મોટો ખેલ રચાઈ ગયો છે?? પર્વ ની દરેક હીલચાલ પર એ લોકો નજર રાખતાં હતા.
ઓહ હું ના પહોંચ્યો હોત તો લજ્જા ને દામિનિબેન નું શું થાત?? પર્વ ના માનસપટ પર ફટાફટ વિચારો નું મોજુ ફરી વળ્યુ.
          કેમકે આ લોકો ખતરનાક હતા.તે લોકો દાણચોરી નો મોટા પાયે ધંધો કરતા હતાં.ડ્રગસ ની હેરાફેરી દેશ વિદેશમાં કરતાં હતા.
      પર્વ  એ એનું ચક્રવ્યુ ગોઠવ્યું હતું ..કોઈ જ અંદર થી બહાર જઈ ના શકે એમ ચોકઠું ગોઠવ્યું હતું. ખૂબ જ ચતુરાઈ થી અને સામસામે ગોળીબાર પણ થયાં પણ અંતે એ બધાં જ પકડાઈ ગયાં..પણ ..એના મોહરા જ પકડાયાં રાજા અને વજીર તો હજુ બાકી હતાં.
     ખૂબ પૂછપરછ ને અંતે મો ખોલયુ એમનાં માણસ માં થી એકે...    તો ખબર પડી કે એ લોકો અડધો કલાકમાં એરપોર્ટ પર થી બીજા દેશ માં જઈ રહ્યા છે...બસ પર્વ માટે આટલું પૂરતું હતું.
     પર્વ એ લજ્જા ને દામિનિ બેન ને  રાજસ્થાનના એના ઘરે મોકલવા નો આદેશ આપ્યો.
       પર્વ એ એરપોર્ટ પર ના બધી જ ફલાઈટ ને અટકાવી દીધી.પોલીસ ફોર્સ સાથે પહોંચી ને એ બંને મોટા માથા ને પકડીને પોલીસ સ્ટેશન માં રજૂ કર્યા.
       પર્વ એ રાહતનો શ્વાસ લીધો.એ ખૂબ જ થાકી ગયો હતો.
     ઘરે જાય છે .ઘર ના બધાં ને કેવી રીતે શું બન્યુ તે જણાવી ને નિરાંત ની ઊંઘ લે છે.
    પણ..લજ્જા ના જીવ ને ચેન પડતું નથી.તે આખી રાત સૂઈ નથી શક્તી...તે ખૂબ બેચેની અનુભવે છે.
      તે વિચારે છે કે એક જ રાત માં કેટ કેટલા આંચકા  આવી ગયા..મને પર્વ મળ્યો...પર્વ નો પીછો થયો ને જાન ના જોખમે પર્વ એ અમને લોકો ને બચાવ્યા.
     આ કેવો ૠણાનુબંધ??
આ કેવો પરિચય??
       હજી પણ શું થવાનું છે??? લજ્જા આખી રાત સૂઈ ના શકી.
સવારે જયારે જાગી તો સૂરજ એ એનું અજવાળું પાથરી દીધું હતું.
        બધાં  જ ચા નાસ્તો કરવાં  જયારે ડાઈનીંગ ટેબલ પર બેઠા ત્યારે જ ન્યુઝ પેપર માં બધાં જ સમાચાર આવ્યા હતાં.મોટા અક્ષરે ને ફોટા સાથે.
        અચાનક લજ્જા એક ફોટો જોતા ચમકે છે.ને તરત જ પર્વ ને કહે છે મને પોલીસસ્ટેશન લઈ જા અત્યારે જ..બધાં તો  ચિંતા માં આવી જાય છે કે લજ્જા ને શું થયું??શું હશે??
     કોઈ એ કશું પુછ્યુ નહી..પર્વ એ જીપ નિકાળી ને લજ્જા ને લઈ ને જાય છે..લજ્જા પણ મૌન હોય છે તો પર્વ પણ  લજ્જા ને કશું  પુછતો નથી.એને વિશ્વાસ હોય છે કે લજ્જા જરૂર કોઈ કારણ થી જ જઈ રહી છે.
         પોલીસ સ્ટેશન માં જેલ ના સળિયા પાછળ એક માણસ ને મળે છે ને લજ્જા એ માણસને ચાર પાંચ લાફા મારી દે છે... પર્વ સમજી જાય છે કે આ જ નયન હોવો જોઈએ...ને પર્વ નું અનુમાન સાચું પડે છે.
    લજ્જા ને એના બધાં જ સવાલ ના જવાબ મળી જાય છે ને કુદરત ના ન્યાય આગળ એ ઝુકી જાય છે.
       
પર્વ એનાં મિશન માં સફળ્ થયો તો લજ્જા ને જોઈતાં સવાલો ના જવાબ પમ મળી ગયાં.
     આમ પરિચય બન્ને નો કેવાં કેવાં મોડ પર થયો.
   દોસ્તો લજ્જા ને પર્વ બન્ને એમની જિંદગી માં ખુશ છે.
દોસ્તો..
.પરિચય ની શ્રેણી અહીં વિરામ પામે છે... બસ તમારા બધાં ના રિવ્યુ જણાવશો તો આભારી રહીશ.