Parichay - 4 books and stories free download online pdf in Gujarati

પરિચય - 4

પર્વ ને શું બોલવું કંઈ સુઝયું જ નહી.
    નયન લજ્જા નેે કેેેેમ છોડી ગયો હશે???
          ખૂબ જ તનાવભરી પરિસ્થિતિ પર્વ માટે.લજ્જા ની જીંદગી માં આ શું થઈ ગયું??
        લજ્જા એ વાત ને એની જ દુઃખદ પીડા સાથે વાત નો અંજામ આપે છે.
      લજ્જા એ કહ્યુ આવી ઘટના પછી હું જીવતી લાશ બની ગઈ હતી .નયન નું શું થાય છે ..પોતે શું થઈ ગઈ છે એનું કઈ જ શાનભાન નહોતું.
       શરુઆતમાં નયન એ ખૂબ દેખભાળ કરી..ધીરે ધીરે એ ઓફિસ ના કામ માં પોરવાયો ને લજ્જા થી પણ દૂર થતો ગયો.એની પાસે સમય જ નહોતો.
        ઘણી વાર એ ઓફિસ ના કામ થી બીજા દેશ માં જતો. સમય સમય નું કામ કરી રહ્યો હતો.લજ્જા પણ વરસ માં જીવાય એવી થઈ હતી.યાદો સાથે જીવતી રહી.બંને બાળકો ને હરપલ યાદ કરતી.મમ્મી પપ્પા ની હુંફ થી વંચિત રહેતી.ખૂબ દુઃખ સાથે સમય તો પસાર કરતી .આખા ઘર માં એકલી એકલી ફર્યા કરતી.એકલતા લજ્જા ને માફક આવી ગઈ હતી.
       એવા માં નયન ને ભારત જવાનું થયું.એ નિકળી પણ ગયો.એ ફલાઈટ માં બેસયો ને ..મને કીચન માંથી એક કવર મલયુ.જેમાં એક લેટર હતો.ને સાથે મારા નામે પ્રોપર્ટી ના પેપર્સ હતા ને સાથે આંચકા સાથે જોયું તો.. ડિવોર્સ પેપર્સ સાઇન કરેલો હતો.
        નયન મને હમેશાં માટે છોડી ને  જતો રહ્યો.બીજો આઘાત પચાવવો ખૂબ અઘરો હતો.
            બસ છ મહિના માં ત્યા થી બધું સમેટી ને ભારત હું નયન ને શોધી ને કારણ જાણવા જ આવી છું.નયન સાથે શું બન્યુ??કેમ ?કયા કારણોસર એ મને છોડી ને ભારત આવ્યો??
     ઘણું બઘું જાણવા અને ભગવાન પાસે જવાબ માંગવા આવી છું.
       બસ સમય કેવો કયાં લઈ આવ્યો છે આજે??લજ્જા ની આંખો માં આંસુ પણ સૂકાઈ ગયા ને આંખો કોરીધાકોર થઈ ગઈ હતી.
       બસ આ જ કહાની હતી મારી પર્વ....શું કરું એની અવઢવમાં છું!નયન ને કયાં શોધું???
          લજ્જા એ કહયું પર્વ તારી કઈ વાત છે જે તું મને કહી નથી શક્તો પણ તારી આંખો માં હું વાંચી શકુ છુ...
        પર્વ એ ખૂબ દુઃખ સાથે લજ્જા ને આશ્વાસન આપ્યુ.
 અને પોતાની કહાની કહેવાની શરુઆત કરી.
          લજ્જા ને કહયું તે બરોબર મારો ચહેરો વાંચ્યો છે.એવી એક વાત છે જે હું મારા પરિવાર ઉપરાંત તને કહી શકું.
      પર્વ એ કહ્યું રાજસ્થાન માં હું મારું કામ ખૂબ સરસ રીતે કરતો આવ્યો છું.ઈમાનદાર ઓફીસર માં મારું નામ આવે.દેશ ને અને ફેમીલી નું નામ સાચા અર્થ માં રોશન કરી રહ્યો છું.
        પણ લજ્જા હમણાં થી ફેમીલીને કંઈ થઈ નહી જાય ને મારા કારણે એ ડર સતાવી રહ્યો છે.અમે ડર કોઈ નો ના રાખીએ એવા અમને સપથ જ લેવડાવે પણ છતાંય મારાં માં ડર હાવી થઈ ગયો છે.
      લજ્જા એ કહ્યું એવી કઇ ઘટના ઘટી છે??પર્વ ? કે તારે ડરવું પડે???
   પર્વ એ કહયું એ જ વાત  મારા ચહેરા પર દેખાય ગઈ.
નોકરી ને વફાદાર રવ છું તો ફેમીલીને તો નુકશાન નહી થાય ને???
       રાજસ્થાન માં કેટલીક ગેરકાનૂની પ્રવૃત્તિ મોટા માથા કરી રહ્યા છે.જેવા તેવા નું તો કામ નથી.કોણ એનો મુખ્ય માણસ છે એની શોધ માં છું.
        મારા માણસો થી અને બાતમીદારો થી હું આ મિશન ના અંજામ સુધી પહોંચી શકયો છું.બસ થોડોક સમય અને અમે જલદીથી થી ગુનેગારો ના નામ રજૂ કરીશું.લગભગ મારી એક વરસ ની સખત મહેનત આ કેસ પાછળ છે.રાત દિવસ એક કર્યા છે.
           ગુનાખોરી થી ઘણા લોકો ના ઘર બરબાદ થયા છે.યુવાનો ગલત દિશામાં પોતાની યુવાની બરબાદ કરી રહ્યા છે.લોકો ને મહેનત વગર ના રુપિયા કમાવવા છે.ઈશ્વર નો ડર જરા પણ લાગતો નથી.
             દેશ આવી ગુનાખોરી થી કેટલો પાછળ જઈ રહ્યો છે. જોઈ ને દિલ ભરાઈ આવે છે.એક એક ગુનેગારોને છોડીશ નહી.
      પર્વ ભાવુક થઈ જાય છે.ને દેશ માટે નો એનો પ્રેમ ની ઝલક દેખાય જાય છે.
       પર્વ થોડી વાર માટે અટકે છે ને કઇંક બીજો જ વિચાર આવી જાય છે.
        અચાનક પર્વ ને ખ્યાલ આવે છે કે રાત ઘેરી થઈ છે.લજ્જા એ હવે જવું જોઈએ.
       પર્વ લજ્જા ને કહે છે ...રાત વધે તે પહેલાં તુ ઘરે પહોંચી જા .હું તને મુકી જવ છું.અને રાત અહી રોકાઈ જવું હોય તો પણ વાંધો નથી.
         આગળ હવે શું થાય છે???લજ્જા કયો નિર્ણય લે છે..અને પર્વ ના જીવન માં કયો ઝંઝાવાત સર્જાય છે .........તે જાણવા જોતા રહો ...પરિચય ભાગ  5.
   next....            part 5 
કાળ ની કોને ખબર છે,,
કયારે કયાં કેવી રીતે સવાર થાય છે..
ન જાણયુ જાનકી નાથે કાલે રાજમહેલ માં રાજા માંથી ચૌદ વર્ષનો વનવાસ હશે???

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED