પરિચય Rupal Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરિચય

     સમય સમય નું કામ કરી રહયો હતો. કયાંક ઝડપી તો કયાંક ધીમે ધીમેપસાર થઈ રહયો હતો.
           રાત નો સમય હતો. દરવાજા પર કોઈ ના ટકોરા નો અવાજ આવી રહયો હતો.બહાર મુશળધાર વરસાદ વરસી રહયો હતો.શનિવાર થી શનિવાર ની હેલી વરસી રહી હતી.મુંબઈગરા ત્રાહિમામ પોકારી ગયા હતા.
  આવા વરસાદ માં દરવાજે કોણ હશે??? 
      એવુ વિચારતો પવઁ ઉભો થયો. બારણું ખોલયુ તો લથપથ ભીંજાઈ ને એક છોકરી ઊભી હતી.ને મોઢું દુપટા થી ઢાકેલુ હતુ.
       પર્વ  એ વિવેક દાખવયો ને અંદર બોલાવી ને ટુવાલ પણ આપ્યો.
 આવનાર આગંતુકે પણ થોડી જીજક સાથે સહકાર આપ્યો.
    પણ ટુવાલ લેતી વખતે પવઁ એ આગતૂક ની આખી માં ચમક જોઈ. પણ ક્ષણ માં શું ખ્યાલ આવે?
આવનાર લજ્જા હતી.
     પર્વ ને ખબર નહોતી કે લજ્જા છે.પણ લજ્જા ને ખ્યાલ આવી ગયો કે હું પર્વ ના ઘર માં ઉભી છું.
       લજ્જા ના માનસપટ પર વરસો પહેલાં નો સમય જાણે તાજો થયો.
            એ દિવસ એને આજે પણ આંખો ની સામે થી પસાર થયો.લજ્જા ઘરે થી મમ્મી એ સોંપેલા નીજી કામ થી ઘર ની બહાર નિકળી હતી.રસ્તા માં કોઈ મવાલી  એ એનો પીછો કર્યો .ડરી ગઈ હતી લજ્જા ત્યારે..
કોલેજ ના પહેલાં વરસ માં હતી.સાવ ડરપોક અને નિર્દોષ હતી.
     મવાલી એની નજીક આવી જ રહયો હતો ત્યા જ અચાનક એક બાઈક સવાર ભગવાન બની ને આવી ગયો.મવાલી ને મેથીપાક પણ આપ્યો.
         પણ ત્યારે લજ્જા ની સૂઝબૂજ આ ઘટના ઘટતાં કયાંથી ચાલે. એ નામ પણ પૂછવા નું રહી ગયું ..કે બચાવનાર કોણ હતું ?? શુ નામ હશે?
     લજ્જા એ રાત તો સૂઇ ના શકી.એને થયું જો સમયસર પેલો યુવાન આવ્યો ન હોત તો?? એનુ શુ થાત??
 બીજા દિવસે એની મમ્મી ને વાત કરી.મમ્મી એ પણ મનોમન આવનાર નો આભાર માન્યો. એમની દિકરી બચી ગઈ.
       ડર ની મારી લજ્જા ત્રણ દિવસ તો કોલેજ ના જઈ શકી.
જયારે કોલેજ ગઈ તો અચાનક એની સામે થી પર્વ આવી રહયો હતો.પર્વ નું ધ્યાન નહોતુ.લજ્જા તો તરત જ પર્વ ને મળવા દોડી ગઈ.
       આભાર માન્યો ને નામ પણ પુછ્યુ.આમ એમનો પરિચય થયો.પર્વ અને લજ્જા ખૂબ સારા મિત્રો બની રહ્યા.પર્વ લજ્જા ના મમ્મી પપ્પા ને પણ મળ્યો.લજ્જા પણ પર્વ ના પરિવાર ને .
       હવે બન્ને ની દોસ્તી એટલી ગાઢ બની કે લજ્જા ને નાની મોટી વાત પણ પર્વ ને કીધા વગર ચાલતી નહોતી.
      કંઈ પણ પર્વ ને પૂછ્યા વગર નહોતી કરતી.કોલેજ મિત્રો તો એમ જ માનતા કે પર્વ  અને લજ્જા એકબીજા માટે જ સર્જાયા છે.
  પણ હકીકત તો કંઈ જુદી જ હતી.બન્ને સારાં મિત્રો હતાં એથી વિશેષ કંઈ જ નહી.છતાં પણ અણમોલ સંબંધ હતા બન્ને ના.
           કોલેજ ના દિવસો હસતાં રમતા પુરાં થઈ ગયાં.બધાં પોતાની દુનિયા માં ખોવાઈ ગયાં.કોઈ ના લગ્ન થયા.કોઈ ધંધો લઈ ને બેસી ગયાં.તો કોઈ નોકરી લઈને બીજા શહેરો માં વસી ગયાં.
         પર્વ પણ પોતાને મનગમતી નોકરી શોધી ને પોતાના મમ્મી પપ્પા નો ટેકો બન્યો.
  લજ્જા પણ એનાં મમ્મી પપ્પા એ બતાવેલા અમેરિકા ના યુવક નયન સાથે લગ્ન કરી ને અમરિકા ચાલી ગઈ.
       હા પણ લજ્જા દરેક વાત માં પર્વ ને સામેલ કરતી.પર્વ ને પૂછીને જ નિર્ણય કરતી.પર્વ પણ લજ્જા ને દરેક વાત જણાવતો.
       લજ્જા અમેરિકા ચાલી ગઇ.એના પરિવાર માં ગુંથાઈ ગઈ. પર્વ પણ એની જીંદગી માં કાર્યરત થઈ ગયો.
બન્ને જીવન ની ભાગાદોડી માં એકબીજા સાથે નો સંપર્ક કરવાનું ભૂલી ગયાં.
       વરસો પછી આજે એ દિવસ આવ્યો ...પણ કયાં સંજોગોમાં?? 

        એ જાણવા થોડો ઈન્તજાર કરશો.
       part 2 માં.