Parichay - God's intimacy - 9 books and stories free download online pdf in Gujarati

પરિચય - પરિચય એકાકાર શિવ સાથે - 9

આગળ આપણે જોયું કે સેજલ સમયસર બધાં ને ભેગા કરી ને સુપન ના ઘરે આવી જાય છે.
 સેજલ હોય છેે ગામડાંં  ની પણ એના માાં કોઠાસૂૂઝ બહુુ હોય છે.
   સેજલ ના મમ્મી પપ્પા ખૂબ ભલાભોળા હોય છે.ધર્મીબેન ખૂબ ભકિતભાવ વાળા હોય છે.તો શંંભુભાઈ પણ ખૂબ મહેેનતુ હોય છે.
શંભુભાઈ નેે નાનકડી જમીન માં નવો નવો પાક નું વાવેતર કરતા ને ખેેેતર ખેેેડતા. ભગવાન શિવજી ના 
એ પણ ભકત હતા. ખેતીવાડી ના કામ માંં એ હમેશાં શિવજી નું જ નામ લેતા. સેેેજલ એ નાનપણથી મમ્મી પપ્પા ની ભકિત જોઈ હોય છે.
 કદાચ એ જ કારણ હોય શકે સેજલ ને સુપન સાથે લગન કરવાનું.
   સેજલ નેે લાગ્યુ હોય કે ભકિત  કરતાં કરતાં સંસારના દરેેેક કામ કરી શકાય.
    એટલે જ એણે સુપન જોડે ની સગપણ ની વાત સહષઁઁ સ્વીકારી હોય ? સેેેજલ ના મન માં શું ચાલી રહ્યુ હોય છે એની ખબર તો એ જ જાણે ??
    પણ જયાારે સુુુપન ની વાત ગામ માંં  ચર્ચાવા લાગી ત્યારે સેજલ ના ભોળાા માં બાપ તો કહેવા લાગ્યા હરિ ઈચ્છા. ભોલેનાથ ને જે ગમયુ એ ખરું. 
      પણ સેજલ એ જયાારે સુપન સાથે લગન કરવા નું કીધું ત્યારે ધર્મીબેન અને શંભુભાઈ એ વિરોધ કર્યો.પોતાની દિકરી નું શું ભવિષ્ય? તું અમારું એક નું એક સંતાન છું.તને નાત માં ઘણાં સારા છોકરાંઓ નું માગું આવે છે.. અને તારે હાથે કરી ને તારી જીંદગી બરબાદ કરવી છે??
 સેજલ એના મમ્મી પપ્પાને શાંતિ થી સમજાવે છે  કે સુપન પણ એના માતા પિતા નો એક માત્ર સંતાન છે જો મારી કોશિશ થી એમને એમનો દિકરો પાછો મળતો હોય તો એના જેવું કોઈ પુણ્ય નહી.તો પણ એના મમ્મી પપ્પા ચોખ્ખી ના પાડે છે.હવે સેજલ માટે કંઈ બોલવાનું રહેતું નહતું.વાત ત્યા જ પુરી થઈ ગઈ હતી.
 પણ સેજલ એમ માની જાય એવી નહતી એણે અઠવાડિયું તો જવા દીધું અને મમ્મી પપ્પા સાથે ખૂબ ઓછું બોલવા લાગી.
એનાં મમ્મી પપ્પા એ જ સામે થી સમજાવવા ની કોશિશ કરી પણ સેજલ એક ની બે ના થઈ.જીદ પર આવી ગઈ.હવે લગ્ન થશે તો સુપન જોડે જ બીજા કોઈ જોડે નહી.
  ધર્મીબેન ને શંભુભાઈ એમની દિકરી ને ઓળખતા હતાં કે એ જે બોલશે એ કરી ને રહેશે.મને કમને બન્ને જણા એ હા પાડી.
 બસ સેજલ ને તો આટલું જ જોઈતું હતું.બધું નક્કી થયું ને સુપન એ આવી ને વાત કરી એમાં સેજલ ના મમ્મી પપ્પા ને તો આટલું જ જોઈ તું હતું...પણ સેજલે વચલો રસ્તો નિકાળયો..એટલે સુપન ને પણ રાહત થઈ ને સેજલ ના મમ્મી પપ્પા ને પણ.
હવે એ દિવસ આવી ગયો હતો..સેજલ સમયસર ગામ ના લોકો ને લઈને આવી જાય છે.
   છગનભાઈ અને સુપન ઘરે રાહ જ જોતા હોય છે.એમની બિરાદરી ના લોકો પણ.બોલાવા થી આવ્યા હોય છે.ગગનભાઈ ને તો આ જરાય ગમતી વાત નહોતી એમણે ખૂબ વિરોધ કર્યો પણ જયારે સુપને સેજલ નું નામ દીધું કે એ જ લગ્ન ની ના પાડવા આવી રહી છે ..તો ગગન ભાઈ ને પણ અચરજ લાગી કે શું વાત હશે??
   સેજલ અને એની સાથે આવેલા મહિલા ઓ ને અલગ રુમમાં બેસાડયા.પુરુષો ને અલગ.
    હવે સુપન ને પુછવામાં આવ્યુ કે બોલ શું વાત છે ??? સુપન એટલું જ કહે છે કે આ લગ્ન શક્ય નથી .હું ભોલેનાથ નો ભક્ત છું.
   હવે વારો આવ્યો સેજલ નો ...સેજલ બધાં ને સંભળાય એમ મોટે થી એની વાત ની શરુઆત કરી.
   સેજલે કહયું કે જયારે સુપન નું માગું આવ્યુ ને લગ્ન નક્કી થયાં એ જ દિવસ થી સુપન ને જ મારો પતિ અને પરમેશ્વર કે ભોલેનાથ માની લીધો છે.સુપન ની જયારે આવી હાલત થઈ તો મને એ જાણવા માં રસ પડ્યો કે કયું કારણ હોય શકે?? એકદમ થી કોઈ શિવજી ભક્ત થઈ જાય??
મારા ઘર માં પણ મમ્મી પપ્પા શિવજી ના જ ભકત છે.ભકિતભાવ કરે છે પણ આવું વર્તન કયારેય કર્યુ નથી.
એટલે મન માં કિડો સળવળ્યો ને કારણ જાણવાં ની તાલાવેલી.
  
સુપન જયારે જયારે મંદિર જાય તો છુપાઈ ને હું પણ મંદિર જતી હતી .કે સુપન ત્યા જઈને શું કરે છે???
બધા ના કાન હવે સરવા થયાં કે સુપન શું કરતો હશે? 
  સેજલ એ કહેવાનુ શરું કર્યુ...સુપન મંદિર માં દર્શન કરતો શિવજી ના અને જાપ કરતો ઓમ નમઃ શિવાય ના...જેમાં સુપન એક કલાક નિકાળી દેતો. ઘણી વખત એવું બન્યુ કે સમય ના હોવાને લીધે હું પાછી ઘરે આવી જાવ. પણ મને જે શોધવું હતું તે મળતું નહતું .મારાં જ સવાલ ના જવાબ મળતા નહતાં.
   આ બાજુ સુપન ની હાલત તો  જોવાં જેવી થવાં લાગી .હવે આટલાં બધાની વચ્ચે સેજલ ને અટકાવી શકાય એમ જ નહતું. સુપન કઈ ઊંડા વિચાર માં પડયો.
  સેજલે પણ આગળ કહેવા નું શરું કયું . 
 એક દિવસ એવો આવ્યો કે મને મારા કાર્ય માં સફળતા મળે એવું બન્યુ.
 એ દિવસે સુપન જેવો મંદિર ના રસ્તે દર્શન કરવાં ગયો ને હું એનો પીછો કરતી પહોંચી.
સુપન ખૂબ ઉતાવળ માં હતો જાણે.એને શિવજી ના  ખાલી દર્શન જ કર્યા. ને મંદિર ની પાછળ ની બાજુ એ જવા લાગ્યો. જયાં પાછળ નદી વહેતી હોય છે. ત્યા હું પણ પહોંચી ઝાડીઓમાં સંતાઈ ગઈ. મંદિર ની પાછળ એક ઝાડ હતું ત્યા એક ઢાકળ. એ ઉંચુ કરી સુપન અંદર ગયો .  હવે શું કરવું??? જગ્યા એવી ડરાવણી ને એમાય પાછું અંદર કેમ જવું???? 
  સેજલને થયું કે હિમંત કરવી જોઈએ .કે અંદર શું છે ? 
સેજલ ને ડર તો લાગવા લાગ્યો હજારો તરહ ના વિચારો આવવા લાગયા પણ ભઞવાન શિવજી ને પ્રાથઁના કરીને આગળ વધી. જેવી રીતે સુપન એ ધીમે થી ઢાકળ ખોલયુ એમ જ મેં ખોલયુ..તો અંદર દાદર હતાં.અંધકાર પણ એટલો ડરાવણો.. નીચે ઉતરી તો રુમ હતો. રુમ માં કોઈ બે જણ બેઠેલા હતા ..પણ એમનો ચહેરો દેખાતો નહતો.સુપન દેખાતો ... સુપન બોલતો હતો કે બાપજી હું આ વખતે રુપિયા લાવી શક્યો નથી.સામે થી ગુસ્સે થવાનો અવાજ..સુપને ગગન ભાઈ ના ગુસ્સા ની વાત કરી ..
   હવે બાપજી એ બોલવાનું ચાલું કર્યુ ..કે સુપન તું તૈયાર રહેજે આપણે જલદીથી આ ગામ છોડી ને બીજે શહર જઈશું.આપણી જીંદગી મોજ થી એશોઆરામ થી પસાર થશે.
સુપને કીધું કે મારી સગાઈ મારા બાપુજી એ નક્કી કરી છે ..તો સેજલ ને મળીને ના પાડી દે...એમ વાત થઈ..
હવે સેજલ ને વધુ અહીં ઉભું રહેવું ખતરારૂપ લાગ્યુ. ધીરે થી સેજલ બહાર આવી ..ગભરાઈ ગઈ હતી ને પરસેવે રેબઝેબ.
સેજલ નું કંઈ દિમાગ દોડયુ નહી ..એકદમ સુનન થઈ ગયું..હવે ઝાડી પાછળ સંતાઈ ગઈ. આજે એની પાસે સમય જ સમય હતો.
હવે એ સુપન ની રાહ જોવાં લાગી..ખબર નહી સુપન અંદર શું વાતો કરતો હશે?? એક કલાક પછી સુપન નિકળયો.
    સેજલ પણ એના ઘરે પહોંચી પણ આખો દિવસ અને રાત વિચાર અને મૂંઝવણ માં પસાર થઈ.
  બીજા જ દિવસે સુપન ઘરે આવ્યો હતો ...
 એ પછી સુપન નો પીછો કર્યો તો સુપન ઘરેથી શિવજી ને ચડાવવા બધી વસ્તુ લાવ્યો પણ એ તો પેલા ભોંયરા માં લઈ ગયો.
વાત શું હતી એ સેજલ ને સમજતી નહોતી. કોણ લોકો હશે??? સુપન ની જીંદગી કેમ બરબાદ કરવાં માંગતા હશે???
સેજલ ને ગગનભાઈ ને કહેવા નું મન થયું પણ ..કદાચ આવેશમાં આવી ને સુપન ને પુછી લે તો ?? સેજલ ના મમ્મી પપ્પા તો સાવ ભોળિયા એમને ના કહેવાય.
 ખુબ વિચાર ને અંતે સેજલ ગામ ના પ્રભુભાઈ ને વાત કરવાંનુ નકકી કરે છે ..
 સેજલ બોલી રહી ..ગામ આખું ગુપચુપ વાતો એ..બધાં નું ધ્યાન હવે સુપન ને પ્રભુભાઈ ઉપર.
  હવે કોણ સાચું આગળ કહેશે????
     સુપન તો ઉભો થઈ ને ભાગવા લાગ્યો પણ એને પકડીને બેસાડી દીધો.
 પ્રભુભાઈ એ આગળ વાત કહેવી શરું કરી....
  સેજલે ખૂબ જ બહાદુરી ભર્યુ કામ કર્યુ નહીંતર આજે એક એક કરી ને ગામ ના જુવાનિયા નો ભોગ લેત.
   
.અત્યારે જ આપણે શહેર પોલીસ નો સાથ લઈ એ બન્ને ઢોંગી બાવા ને પકડીને મંદિર ની બહાર બેસાડ્યા છે.
એ બન્ને ગુંડા છે જેમને પોલીસ શોધતી હતી.
હવે સુપન ને હાશ થઈ ...પેલાં ગુંડા પકડાઈ જવાથી.
સુપન રડવા લાગ્યો.ખૂબ રડ્યો બધાંની આંખ માં પણ આંસુ... રડવા દીધો ..ને પાણી પીવડાવીને શાંત કર્યો.
   હવે વાત નો દોર સુપને સંભાળ્યો.
સુપને સેજલ નો ખૂબ ખૂબ આભાર માન્યો કે એણે એને ગુંડા ની ગિરફ માં થી બચાવ્યો...
  ને ગગનભાઈ ની માફી માંગી ..ખરા દિલ થી પ્રાયશ્ચિત કર્યુ..
સુપને કીધું કે એ શિવજી નો ભક્ત તો હતો જ એટલે નિયમિત ભોલેનાથ ના દર્શન કરવાં જતો. એક દિવસ મોડું થતાં બપોરે જતાં ..ત્યા એક માણસ મળ્યો ને મારી સાથે વાત કરવાં લાગ્યો.... મને એમ કે ગામ નો જ કોઈ હશે?? વાત વાત માં એણે બધું જ પુછી લીધું. ખાસ કરી ને ઘરની સંપત્તિ વિશે... બસ એ જ મારી ભૂલ.
બે ત્રણ દિવસ પછી ફરી એ જ માણસ મળ્યો. હંસી ને વાત કરીને ...મને મંદિર પાછળ જોવા ના બહાને બાપજી ને મળવા લઈ ગયો ....
 ત્યા કહયું કે ..આ બાપજી બહું જ્ઞાની ને પ્રખર છે..
મને કોઈ પ્રસાદી આપી ને હું બેભાન થઈ ગયો...
ધીરે ધીરે મને એ પ્રસાદ ની આદત પડવા લાગી...હવે મને બાપજી ને એમની પ્રસાદી વગર ચાલતું નહી....કંઈ સૂઝતું નહી..કામ ના કરું..ઘર માં થી રુપિયા ને ખાવા ની વસ્તુ બાપજી ને એના ચેલા ને આપી આવતો... પણ ગગનભાઈ સુધી વાત આવતાં ...ને સેજલ સાથે લગન કરવા નું કીધું ત્યા રે.... તો ગામ છોડી ને અમે ત્રણ શહેર માં જવાનું નકકી કર્યુ... આજે રાત્રે જ અમે નિકળી જવાનાં હતાં ને સેજલ સાથે વાત થતાં એ સામે થી જ લગ્ન ફોક કરવાં ની હતી ...એટલે રાહ જોઈ.. પણ સેજલે ખૂબ બહાદુરી બતાવી એની સતર્કતા એ આજે એક દિકરો પાછો આવ્યો.. એ ગુંડા ખૂબ ખતરનાક હતાં એમણે ગગનભાઈ ને મારી નાખીશું એમ કહીને ધમકી આપતાં...
 ગગનભાઈ એ સેજલ નો ખૂબ આભાર માન્યો..પ્રભુભાઈ નો પણ આભાર માન્યો.
ગામ આખું તો બસ સેજલ ના જ વખાણ કરવાં લાગયા.ખૂબ દુઆ આપી.સેજલ ના મમ્મી પપ્પા ખૂબ આનંદીત થયાં..પણ સાથે સાથે સેજલ ને બોલ્યા કે તને કંઈ થઈ ગયું હોત તો અમારું કોણ??
અંત સારો તો સૌ સારાંવાના ..બઘાં જ હવે મંદિરે ગયા ..પેલાં બન્ને ગુંડા ઓની ધુલાઇ કરી..પોલીસ લઈ ગઈ ને...મંદિર માં જ શિવજી આગળ સુપન સેજલ ના લગ્ન ની તારીખ નકકી કરી.
 સુપન પણ ખુશ ખુશ થયો ..સેજલ પર એને પ્રેમ અપાર થવા લાગ્યો.
  રંગેચંગે બન્ને ના લગ્ન થયાં ને ગગન ભાઈ ને દિકરી મળી.  ને દિકરો પાછો મળ્યો.
ઈશ્વર ના દરબાર માં દેર છે પણ અંધેર નથી."
   
   

 



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED