પરિચય - 6 - ધરા તરસે અંબર ને Rupal Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરિચય - 6 - ધરા તરસે અંબર ને

 "મન નું મોજુ ફરી વળ્યુ દિલ ની લહેરો પર...
કયારેક મન આગળ કયારેક દિલ આગળ..
પણ કશ્મકશ માં છે દુુનિયા એની."
             ઝુલા માં ઝુલતા મન ના વિચારો દોડી રહ્યા હતાં. ધરા ના દિલ ની  ધડકન તેજ દોડી રહી હતી
જયાં સુધી ધરા ના મમ્મી ની બૂૂૂમો ના સંંભળાઈ ત્યા
સુધી ધરા વિચારો માં રહી.
   વાત એમ હતી કે આવતીકાલેે ધરા ને છોકરો જોવા આવી રહયૉ હતો. એ પણ ધરા ના પપ્પા ના ખાસ
મિત્ર નો દિકરો.
       ધરા ના પપ્પા  ખૂબ આગળ પડતાં વેપારી ને નાત ના પ્રમુખ હોય છે.એટલે ધરા માટે ઘણાં બધાં માંગા આવતાં.
     એમના ખાસ મિત્ર નવનીતભાઈ નો દિકરો એનજીનિયર થયો હોય છે.નામ એનુ અવનીશ એનું નામ.
     રવિવાર ના સાંજ ના ધરા ને અવનીશ જોવાં આવવા નો હતો.અને રવિવાર કાલે જ હતો.
         ધરા ની મુંઝવણ વધતી હતી.કેમકે એ પપ્પા મમ્મી  સામે કંઈ.બોલી શકે એમ નહતી.
  ધરા ના પપ્પા મનસુખલાલ ના મન માં ઉદાસી સાથે ખુશી ના મિશ્ર ભાવ આવી જતાં.એ વિચારતા કે મારા
વહાલ ના દરિયા ને કોઈ અજાણી નાવડી માં સવાર કરવાની???
પણ સંસારમાં રહીએ એટલે સંસાર ના નિયમો નું પાલન તો કરવું રહ્યુ.
   અવનીશ ને એનું ફેમીલી સમયસર આવી પહોંચ્યા.
ધરા ની ધડકન તેજ થઈ ગઈ.દિલ અને દિમાગ સુન થઈ ગયાં.
   ઔપચારિકતા પતાવીને મુદા ની વાત પર વડિલો આવ્યા.
    અવનીશ અને ધરા ને વાતચીત કરવાં અંદર મોકલ્યા.
બન્ને માં તો અવનીશ જ ધરા ને પુછતો ને ધરા એના જવાબ આપતી.ધરા એ કઇંપણ પુછ્યુ નહી.
    બન્ને બહાર આવ્યા .ને વડિલો એ પુછયું તો અવનીશ ને ધરા પસંદ આવી ને તરત જ હા પાડી.
    હવે વારો ધરા નો હતો. ધરા ચુપ રહી એની પાસે કોઈ ઓપ્શન જ નહોતો.એના પપ્પા કહે એમ જ કરવાનું હતું.
મનસુખલાલ એ ને ધરા ની મમ્મી એ નકકી કરી ને પેંડા એકબીજાને ખવડાવ્યા.
   
થોડી વાતચીત  ને પછી આગળ ની રસમો નકકી કરીશું.એવું નકકી કરીને બન્ને પરિવાર છુટાં પડયાં.
    ધરા એના રુમમાં જઈ ને ખુબ રડી.એને શું કરવું એ કઇં સુઝતું જ નહોતો.
       ધરા રડી રડી ને પણ થાકી ને એની આંખ માં ઊંઘ આવી ગઈ.
    ધરા ના રડવા નું કારણ અંબર હતો.ધરા ને અંબર બન્ને એકબીજાને ખૂબ પ્રેમ કરતાં.
        પણ અંબર અત્યારે ભણવા માટે લંડન ગયો હતો.
ધરા કંઈપણ કરી શકે એમ નહતી.શું થઈ શકે?? મનોમંથન માં હતી.
    બીજા દિવસે ધરા એની બહેનપણી ઉષ્મા ને મળવા ગઈ. ઉષ્મા આગળ ધરા એ દિલ ખોલી ને વાત કરી.
    ઉષ્મા એ કહ્યું તું અવનીશ ને બધું જણાવી દે.જો ના કહી શકતી હોય તો એની દુલહન બનીને રહી જા.બે જ ઓપ્શન છે.
  ધરા ને લાગ્યુ ઉષ્મા ની વાત તો સાચી છે.એણે અંબર ને જાણ કરવાનું નકકી કર્યુ.પછી જ કોઈ નિર્ણય પર આવીશ.ધરા નું મન ઉષ્મા ને મળી ને હળવું થયું.
    બીજા દિવસે ધરા અંબર ને સંપકઁ કરવા ના ખૂબ પ્રયત્ન કરે છે પણ કોશિશ નાકામિયાબ થાય છે.
   આમ ને આમ દિવસો નિકળી રહ્યા છે.પણ અંબર સાથે વાત નથી થઈ શક્તી નથી અવનીશ સાથે.
 દિવસો ઝડપી પસાર થઈ જાય છે.ધરા મુરઝાઇ ગયેલી હાલત માં આમતેમ ફરતી હોય છે.
 સગાઈ નો દિવસ નજીક આવી જાય છે.ને રંગેચંગે સગાઈ પણ થઈ જાય છે.
   મહિના પછી લગ્ન નું મુહરત નકકી થાય છે.અવનીશ ને તો કશી ખબર નથી હોતી કે ધરા ના મન માં શું ચાલી રહ્યુ છે.
  મહિનો પણ નજીક આવી જાય છે ..લગ્ન દિવસ આવી જાય છે.ધરા અવનીશ નવદંપતિ બની જાય છે.
    લગ્ન ના બીજા જ દિવસે ખબર મળે છે કે અંબર નું લંડન માં એક હાદસા માં દેહાંત થયું હોય છે.ધરા ત્યા ને ત્યા બેભાન થઈ જાય છે .
    તે પછી ધરા ક્યારેય સાજી ના થઈ શકી.આઘાત ને પચાવી ના શકી.મન થી સાવ ભાંગી પડી.પોતે કોણ છે ,સૂઝબૂજ ગુમાવી બેસી.
 તો અવનીશ પણ હીરો નિકળયો ..વાત ની કશી જ ખબર નથી કે ધરા ની હાલત કેમ આમ થઈ પણ ધરા ની ચાકરી કરવાં માં કે ધરા ને દિલ થી પ્રેમ કરવામાં કયાંય ઉણો નથી ઉતર્યો.
 " પ્રેમ ની આ તે કેવી પરાકાષ્ઠા."