કરામત કિસ્મત તારી -2 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કરામત કિસ્મત તારી -2

હવે જે લોકો ના સગાં સંબંધી નો રેઈલ અકસ્માત માં કોઈ પતો નહોતો તેમના સગાઓ જેમણે નામ નોધાવ્યા હતા તેમને સિવિલ હોસ્પિટલ અને પોલીસ તંત્ર કંઈ સમાચાર મળે તો ફોન કરે છે.

દસ દિવસ થઈ ગયા છે આજે આ અકસ્માતના પણ વિવાન હજુ પણ ઉદાસ છે. તે સાવ એકલો થઈ ગયો છે.

તેને દિલના ઉડાણ મા હજુ એક આશા છે કે તેની બહેન આસિકા હજુ જીવે છે. આ વિચારતો જ હોય છે ત્યાં પોલીસ સ્ટેશનથી ફોન આવે છે.

કોઈ સામે થી ઘેરા પડછંદ અવાજ માં બોલે છે "તમે નોંધાવેલી કમ્પલેઈન પ્રમાણે અહી અમને રેલવે સ્ટેશન પાસે ઘટના સ્થળ નજીક એક ડેડબોડી મળી છે. તે તમે આવીને જોઈ લો."

વિહાર ફટાફટ ત્યાં જાય છે હોસ્પિટલમાં અને જુએ છે પણ બોડી કે વ્યક્તિ નો ચહેરો ઓળખી શકાય નહી એટલી હદે ચગદાઈ ગયું હતું. પણ તેની નજીક માં મંગળસૂત્ર ત્યાં મળ્યું હતું તે આસિકા નુ હતુ તેવું જ હતું. અને તે કદાચ દુલ્હન જેવા કપડાં માં પણ હતી પણ તે પણ અકસ્માત સાથે ચુરેચુરા થઈ ગયું હતું.

આ બધું જોઈને વિહાન ને પાકુ લાગે છે કે આસિકા જ છે. એટલે તે ડેડબોડીને ઘરે લઈ જાય છે અને સંકલ્પ ના ઘરે ફોન કરીને વાત કરે છે એટલે બધા આવીને અંતિમ ક્રિયા કરે છે...

              *         *         *         *        *

અસિત ને હવે સારૂ છે તેના ઘરે ફોન કરીને સમાચાર મળતા જ બધા હવે તેને લેવા આવી ગયા છે. બાજુ માં રહેલી છોકરી કે જે ફીઝીકલી સ્ટેબલ થઈ ગઈ છે પણ તેને કશુ જ યાદ નથી આવી રહ્યું તે કોણ છે ક્યાં રહે છે...તે બધાને ઘરે જતાં જોઈને રડે છે હુ ક્યાં જઈશ મને તો કંઈ યાદ પણ નથી.

અસિત ને તેને જોઈને સહાનુભૂતિ થાય છે . તે હોસ્પિટલમાં પુછે છે  આ છોકરી ને તો કંઈ યાદ નથી આવતુ તો તમે તેનુ શુ કરશો?

હોસ્પિટલ ના વહીવટી સાહેબ કહે છે અમે તેને કોઈ મહિલા ને આશરો આપતી સંસ્થા માં મોકલી આપીશું. અસિત ને તેના પર દયા આવી જાય છે કારણ કે તેને જોઈને લાગતું હતુ કે તે કોઈ સારા પરિવારથી આવતી એજ્યુકેટેડ છોકરી છે.

એટલે તે તેના મમ્મી પપ્પાને  રિક્વેસ્ટ કરે છે એ છોકરી ને જ્યાં સુધી કંઈ યાદ ના આવે ત્યાં સુધી એના ઘરે રાખવા.  એ લોકો ના પાડે છે કારણ કે યાદદાસ્ત નો તો શો ભરોસો ?? આમ આપણે કોઈ અજાણી છોકરી ને આખી જિંદગી આપણા ઘરે કેમ રાખી શકીએ.

પણ અંતે અસિત ની જીદ સામે બધા હારી જાય છે. તે કહે છે વધુ સમય એવું લાગશે તો આપણે તેને કોઈ સંસ્થા માં રહેવાની વ્યવસ્થા કરી દઈશુ. એમ કહીને તે છોકરી ને અસિત તેના ઘરે લઈ જાય છે.

                *.        *.         *.        *.        *.

  હવે આ બાજુ વિહાન પણ હવે એકલો થઈ ગયો છે તે આસિકા ના લીધે હજુ સુધી મેરેજ નહોતા કર્યા પણ હવે તે પણ એકલતા ને પુરી કરવા માટે તેની સાથે જ જોબ કરતી એક પ્રિયા નામની છોકરી સાથે લગ્ન કરી લે છે.

તે સંકલ્પ તેનો ફ્રેન્ડ હોવાથી તેને પણ હવે તેની લાઈફ માં આગળ વધવા માટે કહે છે. કોઈ સારો હમસફર શોધવા માટે.

શું એ છોકરી ને તેનો ભુતકાળ યાદ આવશે કે અહી અસિત ના ઘરે થી તેની લાઈફ ની નવી શરૂઆત થશે??

સંકલ્પના જીવનમાં બીજું કોઈ આવશે??  જાણવા માટે વાચતા રહો કિસ્મત કનેકશન ભાગ -3