કરામત કિસ્મત તારી -11 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કરામત કિસ્મત તારી -11

ગ્લોબલ હોસ્પિટલ માં ઓપરેશન થિયેટર ની બહાર અસિત તેના મમ્મી પપ્પા અને થોડા સગા સંબંધીઓ છે. ઓપરેશન પુરૂ થવાની રાહ જોવાઈ રહી છે...

અસિત બહુ ટેન્શનમાં છે તેની આખોમાથી આવતા આસું ને તે છુપાવવા ના નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યો છે. એના મમ્મી નવ્યાના જીવન માટે ઝોળી ફેલાવી ને આખમા આસુ સાથે ત્યાં ભગવાનની મૂર્તિ સામે બેઠા છે.

અસિત ને બધુ યાદ આવી રહ્યુ હતુ કે આજે નવ્યા ફરી કાળનો કોળિયો બનતા બચી છે??? કારણ કે એ બધુ જ ઓપરેશન ની સફળતા પર આધારિત હતુ.

તેને શિવાય ની વાતો યાદ આવી કે તેઓ કેમ બચી શક્યા..... ટ્કને સામે ધસમસતી આવતી જોઈ શિવાયે બધાને ગાડીનો દરવાજા ખોલી બહાર કુદવા માટે કહ્યું એટલે તેને ગાડી ધીમી કરવાનો પ્રયત્ન કર્યો કે તરત સમયસૂચકતા વાપરીને પહેલા વીરા ગાડીમાંથી બહાર કુદી અને પાછળથી નવ્યા બહાર નીકળી તો ગઈ પણ તેનો સાડીનો છેડો  ગાડીમાં ભરાઈ ગયો હોવાથી તે બહુ દુર ના જઈ શકી...જ્યારે આ બાજુ શિવાયને થયું કે વીરા અને નવ્યા કુદી ગયા છે એમ વિચારી તે બીજી બાજુ ગાડીથી દુર કુદી ગયો..... અને સેંકડો માં ટ્રક ત્યાં આવી અને નવ્યા તેની અડફેટે ઉછળી ને દુર જઈને પડી....

સદનસીબે તે પડી ત્યાં થોડી રેતી અને થોડો રોડ હતો.એટલે નવ્યા બચી ગઈ પણ તેનુ માથુ થોડું રોડ સાઈડ અથડાતા તે એકદમ બેહોશ થઈ ગઈ હતી અને હાથ પગમાં થોડી ઈજા થઈ હતી.

આ બાજુ શિવાયને ખભામા ફ્રેક્ચર અને થોડી માથામાં ઈજા થઈ હતી. તેથી તેને એક ઓપરેશન કરવુ પડ્યું પણ અત્યારે તે સેટલ થઈ ગયો  છે. અને નસીબજોગે વીરા ને સામાન્ય એવી થોડી ઈજાઓ થઈ હતી.

ફક્ત અત્યારે નાજુક કંન્ડિશન હતી નવ્યા ની. લોહી પણ ગણુ જતુ રહ્યું હતુ.... ઈમરજન્સી માં બે બોટલ લોહીની પણ ચડાવવી પડી હતી.એટલામાં જ ઓપરેશન થિયેટર ની લાઈટ બંધ થઈ અને ડોક્ટર બહાર આવ્યા.

અસિતે અધીરા થઈ ને ચિંતા થી ડૉક્ટર ને પુછ્યું, ડોક્ટરે શાંતિ થી જવાબ આપતા કહ્યું કે ઓપરેશન સફળ થયું છે. પણ ચોવીસ કલાક થોડું જોખમ છે. અને તમે જણાવેલી વિગતો પ્રમાણે તેના માથા માં ફરીથી ઈજાઓ થઈ છે આથી સૌથી મોટું જોખમ તેની યાદદાસ્ત માટે છે

તેની કદાચ અત્યાર ની યાદદાસ્ત પણ જતી રહે, અથવા પહેલાંની યાદ પાછી આવી શકે અથવા પહેલાનુ પણ બધુ યાદ આવે અને અત્યાર નુ પણ.....આ બધુ જ તેના ભાનમાં આવ્યા પછી ખબર પડે......!!!

   
                *      *      *       *       *

આખરે બીજા દિવસે સવારે અગિયાર વાગે નવ્યા થોડી ભાનમાં આવે છે અને તે કંઈક બોલી રહી છે આખો બંધ રાખીને....ભાઈ સુવા દે ને....આજે જોબ પર નથી જવુ...પછી સાસરે જઈને કોણ સુવા દેશે???  પ્લીઝ ભાઈ.....બોલે છે અને હસે છે.

અસિત બાજુ માં જ બેઠો છે તે સાભળે છે અને ડૉક્ટર ને ફટાફટ બોલાવે છે. ડૉક્ટર અને તેમની ટીમ આવીને જુએ છે અને કહે છે કદાચ તેને તેની આગળની યાદદાસ્ત પાછી આવી ગઈ છે હવે અત્યાર ની યાદો નુ તો એ આખો ખોલે અને કોઈને ઓળખે પછી ખબર પડે. તે પાછી હસતા હસતા સુઈ જાય છે.

અસિતને પરસેવો થઈ રહ્યો છે. તે ટેન્શન માં આવી ગયો છે. નવ્યા તેને ઓળખશે કે નહી??

વીરા અસિત ની પાસે આવે છે અને કહે છે હિંમત રાખ. ભગવાન પર વિશ્વાસ રાખ જે થશે તે સારૂ જ થશે.....

                *       *       *       *        *

બે કલાક પછી નવ્યા આખો ખોલે છે અસિત બાજુ માં જ બેઠો છે . એને કંઈ જ ખાધુ પીધુ નથી સવારથી. તેની આખો ઉજાગરા થી સુજી ગયેલી લાગે છે. નવ્યા અસિતનો હાથ પકડે છે ઈજા અને અશક્તિ ના લીધે તેનો હાથ ધ્રુજી રહ્યો છે ને તે ધીમેથી અસિત એવુ બોલે છે એટલે અસિત જાણે તેનામાં જીવ માં જીવ આવ્યો હોય તેમ નવ્યા નો હાથ પકડી લે છે કસીને.

નવ્યા કહે છે મારા ભાઈને બોલાવ મારે તેમને મળવુ છે. અસિત તેને પુછે છે તે ક્યાં રહે છે તેમનો.નંબર આપ તો બોલાવુ તેમને.....પછી નવ્યા કહે છે તે અમદાવાદ રહે છે...અને તુટક તુટક નંબર બોલે છે અને ફરી પાછી આંખો બંધ કરીને સુઈ જાય છે.

અસિત બે ત્રણ વાર ફોન કરે છે રીગ વાગી રહી છે પણ કોઈ ફોન ઉપાડતુ નથી.....

શુ નવ્યા ને તેનો પરિવાર મળશે?? તો પછી અસિત નુ શુ થશે?? કોણ હશે તેનો ભાઈ???

જાણવા માટે વાચતા રહો , કરામત કિસ્મત તારી -12

next part........... come soon....................