સંભવામિ યુગે યુગે ભાગ ૨૩ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

સંભવામિ યુગે યુગે ભાગ ૨૩

ભાગ ૨૩

રામેશ્વર હોસ્ટેલ સમયસર પહોંચ્યો હતો. સોમ હજી ત્યાંથી નીકળ્યો નહોતો. થોડીવાર પછી સોમ ત્યાંથી નીકળ્યો અને રામેશ્વરે જોયું કે તેની પાછળ ભુરીયો પણ હતો. સોમ શાંતિથી ચાલી રહ્યો હતો ત્યારે તેને ખબર નહોતી કે બે વ્યક્તિઓ તેનો પીછો કરી રહ્યા છે. રાતના દસ વાગી રહ્યા હતા, તે એક સ્મશાનમાં પહોંચ્યો ત્યાંનું ગેટ બંધ હતું, તેથી ગેટ ઉપર ચડીને તે અંદર કૂદ્યો. તેની પાછળ આવી રહેલો ભુરીયો થોડો ડરી ગયો, પણ થોડી હિંમત દાખવીને તે પણ અંદર ગયો અને એક ઝાડ પાછળ લપાઈને આગળ શું થાય છે? તે જોવા લાગ્યો. ભુરીયાએ જોયું કે સોમ એક વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હતો, થોડીવાર પછી તેણે તે વ્યક્તિને મુઠી વાળીને કઈક આપ્યું અને તે વ્યક્તિ ત્યાંથી નીકળી ગયો. રામેશ્વર ગેટની બહાર ભુરીયો ત્યાંથી ખસે તેની રાહ જોવા લાગ્યો.

ત્યારબાદ સોમ એક દિશામાં આગળ વધ્યો અને તેની પાછળ ભુરીયો. સોમ એક ઝાડ નીચે બેસી ગયો, જે સ્મશાનના મધ્યમાં હતું, ત્યાંથી મુખ્ય રસ્તો દૂર હોવાથી ત્યાં કોઈ અવાજ થાય અથવા ઘટના થાય તે કોઈને ખબર પડે એમ ન હતી. સોમે પોતાના શર્ટમાં છુપાવેલી પોટલી કાઢી અને એક નાની છરીથી કુંડાળું બનાવ્યું અને વચ્ચે એક ચોકડીનું નિશાન બનાવીને તેના ઉપર ઉભડક બેસી ગયો. સામે એક કુંડાળું બનાવીને સોમ મંત્ર બોલવા લાગ્યો. અડધો કલાક સુધી તે મંત્રોચ્ચાર કરતો રહ્યો. ભુરીયો એક જગ્યાએ ઉભો રહીને આ દ્રશ્ય જોઈ રહ્યો હતો, તેણે પોતાના મિત્રનું આવું ભયંકર રૂપ જોયું ન હતું. તેની આ વામ બાજુ જોઈને તે નિરાશ થઇ ગયો. તેને ખબર હતી કે સ્મશાનમાં આવી વિધિ ફક્ત અઘોરીઓ અને તાંત્રિકો જ કરતા હોય છે.

            થોડીવાર પછી સામેના કુંડાળામાંથી અવાજ આવ્યો, “પાછો આવી ગયો તું? હમમમ જોઈ રહ્યો છું તું કૃતક બની ગયો છે. આવું ઘણા વરસ પછી બની રહ્યું છે કે બે કૃતકો એક શહેરમાં હોય.” સોમે કહ્યું, “તે જ પૂછવા તારી પાસે આવ્યો છું, બીજો કૃતક ક્યાં છે?”  કુંડાળામાંથી અટ્ટહાસ્યનો અવાજ આવ્યો તેણે કહ્યું, “તું તો હમણાં કૃતક બન્યો છે અને તે વરસોથી કૃતક છે, તને એની માહિતી શા માટે આપું?” સોમે કહ્યું, “મારા વિષે તું જાણતો નથી. તે વર્ષોથી કૃતક છે અને કૃતક રહેશે અને હું રાવણ બની જઈશ અને આજે તું મારી વાત નહિ માને તો રાવણ બન્યા પછી તને શક્તિહીન કરી નાખીશ.”

 કુંડાળામાંથી અવાજ આવ્યો, “આવી ધમકી કોઈ બીજાને આપજે.” તેના આ જવાબ સાથે જ સોમે એક ચપટી દ્રવ્ય કુંડાળામાં નાખ્યું. અંદરથી એક ચિત્કારનો અવાજ આવ્યો, “મારી પર બીજી વાર તેં વાર કર્યો છે.” કુંડાળામાંથી અગ્નિની એક તલવાર નીકળી પણ તે સોમ જે કુંડાળામાં હતો તેને ભેદી ન શકી. કુંડાળામાંથી અવાજ આવ્યો, “અગ્નિ સુરક્ષા કવચ!!!” સોમે કહ્યું, “તારે બીજો કોઈ વાર કરવો હોય તો કરી જો.” કુંડાળામાંથી અંગારા ઉડ્યા અને પણ નાકામ રહ્યા. એટલામાં અગ્નિનો એક ગોળો સોમ જે કુંડાળામાં હતો, તેમાં પડ્યો અને તે પણ સોમનું સુરક્ષાકવચ ભેદીને.

થોડે દૂર જટાશંકર ઉભો હતો. જટાશંકરે એક મંત્ર બોલીને સોમના સામેના કુંડાળામાં પાણી નાખ્યું અને તે કુંડાળું અદ્રશ્ય થઇ ગયું. સોમ પોતાની જગ્યા પરથી ઉભો થઇ ગયો અને જટાશંકર તરફ જોવા લાગ્યો. તે હજી નાનપણમાં જોયો હતો તેવો જ જવાન લાગી રહ્યો હતો, જાણે ઉમરની તેના પર કોઈ અસર થઇ ન હોય. સોમ સમજી ગયો કે જટાશંકરે અગંતકની વિધિ પૂર્ણ કરી હશે, જેથી તેને ૫૦૦૦ વરસની ઉમર મળી હશે. સોમે એક મંત્ર બોલીને પોતાના હાથનું દ્રવ્ય જટાશંકર તરફ ફેખ્યું અને તે અંગાર બની ગયું, પણ જટાશંકરે સામે એક મંત્ર બોલીને બધા અંગારાને હવામાં ઉડાડી દીધા.

જટાશંકરે કહ્યું, “હજી તું બાળક છે આવા નાના વારથી મારુ કઈ નહિ બગડે, કોઈ મજબૂત વાર કર.” સોમે પોતાની આંગળીઓની એક મુદ્રા બનાવી અને એક ઝાડ તરફ ઈશારો જેની નજીક જટાશંકર ઉભો હતો. ઝાડની ડાળે જટાશંકરને પકડી લીધો અને તેને બાંધવા લાગી. જટાશંકર હસવા લાગ્યો, તે એક મંત્ર બોલ્યો અને તે ડાળ ફરી સ્થિર થઇ ગઈ. આમ થોડીવાર તેઓ એકબીજા પર વાર કરતા રહ્યા. જટાશંકર વાર કરે તો સોમ તેને નિષ્ક્રિય કરતો હતો અને સોમ વાર કરે તો જટાશંકર તેના વારને નાકામ કરતો હતો. તે જ સમયે એક ગોળી ચાલવાનો અવાજ આવ્યો અને ગોળી જટાશંકરના હાથમાં વાગી.

 જટાશંકર તેની જગ્યા પર હાથ પકડીને બેસી ગયો, તેની બાજુમાંથી રક્ત વહી રહ્યું હતું. તેણે એક ધમાકો કરીને સોમને દૂર ઉડાડ્યો અને જોરથી બોલ્યો, “તું મારા વારથી બચી શકશે પણ તારો દોસ્ત નહિ.” એમ  કહીને એક ઝાડ તરફ ઈશારો કરીને ધમાકો કર્યો અને ભુરીયો તે ઝાડ પાછળથી ઉડીને દૂર પડ્યો. સોમ આંખો ફાડીને ભુરીયા તરફ જોવા લાગ્યો. રામેશ્વર પણ પોતાની જગ્યા પર સ્થિર થઇ ગયો.

ક્રમશ: