સંભવામિ યુગે યુગે ભાગ ૨૨ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

શ્રેણી
શેયર કરો

સંભવામિ યુગે યુગે ભાગ ૨૨

ભાગ ૨૨

બીજે દિવસે દરેક ન્યુઝ ચેનલમાં આ સમાચાર બ્રેકીંગ ન્યુઝ સેક્શનમાં ચાલવા લાગ્યા. પોલીસે બળી આપનાર તાંત્રિકને શોધવાની કોશિશ કરી પણ તેઓ નાકામ રહ્યા.પોલીસે પકડેલા માણસખાઉ વ્યક્તિ પાસેથી કોઈ માહિતી ન મળી, કારણ તે બહેરો અને મૂંગો હતો. આ ઘટના વડોદરા નજીકના ગામે બની હતી. સમાચાર જોઈને રામેશ્વરને અંદાજો આવી ગયો કે જટાશંકર વડોદરાની નજીક ક્યાંક છે, તેથી તેણે પોતાના માણસોને વડોદરા મોકલ્યા, પણ પાંચ દિવસ પછી તેઓ ફક્ત એટલી ખબર સાથે આવ્યા કે જટાશંકર અમદાવાદ તરફ ગયો છે.

જટાશંકર અમદાવાદની એક હોટેલમાં રોકાયો હતો. તેણે રૂમબૉયને બોલાવ્યો અને પૂછ્યું, “મારા માટે દારૂની વ્યવસ્થા થઇ શકશે?” બૉયે કહ્યું, “ડબલ ચાર્જ થશે.” જટાશંકરે બે હજારની નોટ પકડાવીને પૂછ્યું, “આટલામાં થઇ જશે?” બૉયે કહ્યું, “થઇ જશે સાહેબ.” તેણે આગળ પૂછ્યું, “ક્યાંથી આવો છો સાહેબ?” જટાશંકરે કહ્યું, “મુંબઈથી આવું છું.” સામાન્ય રીતે ભગવા અથવા કાળા કુર્તા અને ધોતીમાં રહેનાર જટાશંકર અત્યારે પેન્ટ શર્ટમાં હતો અને મુંબઈથી આવેલા વેપારીની હેસિયતથી હોટેલમાં રોકાયો હતો. તેણે નક્કી કર્યું હતું કે હવે દૂરથી વાર કરવાને બદલે સોમ પર નજીકથી વાર કરશે.

આ તરફ સોમ તેના રૂટિનમાં વ્યસ્ત હતો. એક દિવસ સાંજે હોસ્ટેલરૂમ પર આવતી વખતે, તે જયારે રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે એક કાર તેની તરફ ધસી આવી, પણ સોમે ચપળતા દાખવી અને તે બચી ગયો. બીજે દિવસે એક પાગલ માણસે ચાકુ લઇને તેના પર હુમલો કર્યો, તેમાં સોમે તત્પરતા દાખવી તેથી એક ફક્ત નાનો ઘા થયો. આમ સોમ સાથે રોજ નાની મોટી ઘટના થવા લાગી. સોમ વિચારવા લાગ્યો કે નક્કી કોઈ તેના પર વાર કરી રહ્યું છે પણ આટલા નાના વાર કેમ કરે છે? કોણ હશે આની પાછળ? થોડું વિચારતા તેને લાગ્યું કે શક્ય છે જટાશંકર વાર કરતો હોય પણ તેની પાસેથી આવા નાના વારની આશા ન હતી.

 તે જટાશંકર વિષે ભૂલી ગયો હતો.તેને લાગવા લાગ્યું કે જટાશંકરનું કંઈક કરવું પડશે.તે આ વિચારતો હતો ત્યારેજ સમાચાર મળ્યા કે પાયલનો એક્સીડેન્ટ થયો છે. એક ધસમસતી ટ્રકે નો એન્ટ્રીમાંથી આવીને તેની સ્કુટીને ઉડાવી દીધી. પાયલની પાંસળીઓ ભાગી ગઈ અને હાથ અને પગ ફ્રેક્ચર થયા. ભેગા થયેલા લોકોએ ડ્રાઈવરને મેથીપાક ચખાડીને પોલીસને હવાલે કર્યો. સોમ તરત હોસ્પિટલમાં ગયો, પણ પાયલ આઈ સી યુમાં હતી અને બેભાન હતી. ત્યાંથી તે પોલીસ સ્ટેશન ગયો, અને પાયલનો એક્સીડેન્ટ કરનાર  ડ્રાઈવરને મળ્યો પણ ડ્રાઈવરે કહ્યું કે તેને ખબર જ નથી કે તેણે ગાડી ક્યારે ચલાવી અને એક્સીડેન્ટ કર્યો. પોલીસે નશામાં ગાડી ચલાવવાનો અને એક્સીડેન્ટ કરવાનો કેસ કર્યો હતો, પણ સોમ સમજી ગયો હતો કે આ બધાની પાછળ જટાશંકરનો હાથ છે.

 સોમનો ક્રોધ સીમા પાર ગયો, તેણે પહેલા જટાશંકરને શોધવાનું નક્કી કર્યું અને તે માટે તેણે આજ સુધી મેળવેલી વિદ્યા આજમાવવાનું નક્કી કર્યું. પણ તેને ખબર ન હતી કે જટાશંકરે આ બધી કરતૂતો તેના ફરતેના સુરક્ષા કવચને હટાવવા માટે કરી હતી. એક વાર જો સોમ મેલી વિદ્યા અજમાવે એટલે તેના ફરતેનું સુરક્ષા કવચ થોડીવાર માટે હટી જાય અને તેને સોમ પર વાર કરવાનો મોકો મળે.

આ તરફ રામેશ્વરનો મોબાઈલ રણક્યો.સામેથી પ્રદ્યુમનસિંહે કહ્યું, “ગમે તે ભોગે સોમને મેલી વિદ્યા અજમાવતો રોકો. પાયલના એક્સીડેન્ટ પછી તે રઘવાયો થઈને જટાશંકરને શોધવા અને તેના પર વાર કરવા તે મેલી વિદ્યા અજમાવશે અને તેની ફરતેનું સુરક્ષા કવચ હટી જશે, જેના લીધે નાનપણથી તે બચતો આવ્યો છે.” રામેશ્વરે કહ્યું, “ઠીક છે, હું કંઈક કરું છું.” રામેશ્વરે વિચાર્યું કે હવે સોમને મોકો આપવો જોઈએ, જો આ વખતે હું તેને રોકીશ તો તે પોતાની નજરમાંથી ઉતરી જશે. આ વખતે હું તેની નજીક રહીશ અને જટાશંકર વાર કરવાનો પ્રયત્ન કરશે, તો તે પ્રયત્ન હું ઊંધો વાળી દઈશ, બાકી અત્યારે સોમને નહિ રોકુ. હવે પડશે તેવા દેવાશે. ત્યાંથી રામેશ્વર હોસ્ટેલ તરફ રવાના થયો.     

ક્રમશ: