મારી દીકરી... મારી ખુશી પારૂલ ઠક્કર... યાદ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી દીકરી... મારી ખુશી

આમ તો કહેવાય છે કે દીકરી બાપ ને વધુ વ્હાલી હોય છે, દીકરી બાપ બાજુ વધુ ઢળેલી હોય છે, પણ અહીં તો સાવ ઉલટું જ છે. મારી દીકરી તો જાણે મારુ જ દર્પણ છે, મારી જ છાયા છે. અને આજે મારર મારા આ દર્પણ વિશે કાંઈક  કહેવું છે, મારી છાયા ને મારે મારા શબ્દો માં વર્ણવી છે.

બેટા આજ ના તારા આ જન્મદિવસ નિમિત્તે મારે તને ગિફ્ટ માં મારા આ શબ્દો જ આપવા છે. આ એ શબ્દો છે જે હું તને કહી નથી શકી.... આ એ શબ્દો છે જે હું તારા સુધી પહોંચાડવા તો માંગતી હતી પણ ક્યારેક લાગણીવશ તને ભેટી જરૂર પડી પણ કહી ન શકી...

આમ જો તો આ દુનિયા ખૂબ જ સુંદર છે, છતાં નિષ્ઠુર પણ છે. કપટી અને સ્વાર્થી છે આ દુનિયા ના લોકો..... 
મારી ભલીભોળી દીકરી સુખેથી ગૌરવભેર જીવી શકશે ??? દુઃખ તેને દૂર  થી પણ સ્પર્શી તો નહીં  જાય ને ?????  આવી અગણિત કાંઈ કેટલીય ચિંતાઓ મને ઘેરી વળે છે. અને આ બધી ચિંતાઓના  કારણે ઘણીવાર પ્રેમ થી તો ક્યારેક ગુસ્સા થી કેટલાય જિંદગી ના પાઠ તને શીખવતી રહી છું.

પણ તું ખૂબ ડાહી અને સમજુ છે. મમ્મીના આ "ભાષણ", મારી વ્યર્થ લાગતી ચિંતા અને ક્યારેક મુકાયેલા અણગમતા પ્રતિબંધ પાછળ નો મર્મ તું ખૂબ સારી રીતે સમજે છે .

મેં શરૂઆત માં જ કીધું ને કે મારી દિકરી મારુ દર્પણ છે... મારી છાયા છે.... તું જાણે છે બેટા કેમ આમ કીધું મેં ???
જ્યારે હું  તારી ઉંમર ની  હતી ને ત્યારે મારા જે જે શોખ હતા જે મારા મન માં સપના હતા એ બધા આજે તારામાં જોઉં છુ બેટા,   પછી એ બ્યુટીપાર્લર નું કામ હોય કે  તારો લખવાનો શોખ,  નાનકડી શાયરી હોય કે પછી નાનકડી વાર્તા, કે પછી બાળકો ને ભણાવતી ટીચર....
અત્યારે તું જે કામ કરી રહી છે એ દરેક કામ કરવાની મને ખૂબ જ ઈચ્છા હતી.... જે હું નથી કરી શકી એ  તું કરે છે એ વાતે હું ખૂબ જ ખુશ છું. દિલ ની વાત ને શબ્દો નું રૂપ આપી કાગળ પર ઉતારવાની તારી ધગશ મને ખૂબ ગમી છે.

સોશિયલ મીડિયાની એક app yourquote  માં તારી પહેલી પોસ્ટ 4 May 2018 ની છે . તારી આ લેખનયાત્રા ભલે કદાચ એનાથી પણ પહેલા શરૂ થઈ હશે પણ આ યાત્રાની શરૂઆત પછી તું ક્યારેય રોકાણી નથી અને ક્યારેય રોકાતી પણ નહિ. દરેક ક્ષેત્ર માં આમ જ આગળ વધતી રહેજે બેટા.

મને યાદ છે બેટા કે તે 29 Oct. 2018  એ મને એક પત્ર લખ્યો હતો . સરનામું તો તને ખબર જ હશે.... "મુકામ---મારી સાથે મારા દિલ માં.."
તારા આ જ સરનામા પર આજની મારી આ વાત હું મોકલું છું બેટા, તારું સરનામું પણ આ જ તો છે... ખરું ને બેટા..!!!
  અને મને મોકલેલા એ પત્ર ના બે દિવસ અગાઉ એટલે કે 27 ઓક્ટોબર એ તે ભાઈ માટે પણ એક સુંદર વાત લખી હતી . તમારું બાળપણ યાદ કરીને .... કેટલી સુંદર યાદ રજૂ કરી હતી...!!!!

સપ્ટેમ્બર માં તે youtube માં એક ચેનલ પણ શરૂ કરી હતી ... "words of heart"   ...    ગમે તે કારણસર આજે ભલે એ બંધ હોય ઓન તારી આ શબ્દોના સથવારે ની યાત્રા ક્યારેય બંધ ન કરતી.

8 નવેમ્બર યાદ છે તને ??  તારી પહેલી નાની વાર્તા  પબ્લિશ થઈ માતૃભારતી એપ માં, "અણધાર્યું"...
અને ત્યાર પછી 1 ડિસેમ્બર બીજી વાર્તા પબ્લિશ થઈ "દિલ ના સંબંધો"....
બેટા આમ જ તારી લેખનશક્તિ વિકસાવતી રહે...., રોકાઈ ન જા....  દિલ ની વાત ને શબ્દોનું રૂપ આપીને કંડારતી રહે.

બધી  તારીખો યાદ કરી છે તો 1 જાન્યુઆરી કેમ ભુલાય...!!???
તે દિવસે તે મને જે ગિફ્ટ આપી...... સપનું તારું અને તે મને અર્પણ કર્યું....
3 ડિસેમ્બર થી તે એ તારું સમાજસેવા નું સપનું શરૂ કર્યું અને એની તૈયારી તો એનાથી પણ પહેલા.... અને પાછું.. તારા એ સપના ને તે મારુ નામ આપ્યું... "THE REASON OF SMILE -PARUL".       પ્રાઉડ ઓફ યુ બેટા

બેટા તે મને દરેક ડગલે દરેક પલ સાથ આપ્યો છે, મારા દરેક નિર્ણય માં તારો સાથ મને મળ્યો છે, મારી ખુશી માં તે તારી ખુશી ભેળવી છે. મારા જ કારણે તે એક વર્ષ તારો અભ્યાસ પણ છોડ્યો છે, મારા જ કારણે તે ઘણી વાર તારી ખુશી જતી પણ કરી છે. તારા કોઈ શોખ પણ તે જતા કર્યા જ હશે. અત્યારે ઘણી વાત હું ભૂલી જાવ છું, અહીં વાત કહેવામાં પણ ઘણું ભૂલી હોઈશ, પણ તે હમેંશા મને સાચવી છે.

તને અને ભાઈ ને મારા ખોળામાં આપી ને જલાબાપા એ મને જાણે અબજોપતિ બનાવી દીધી છે. એ માટે હું બાપા નો  પાડ માનું એટલો ઓછો છે.

હું કદાચ પરફેક્ટ મા છું કે નહિ એ નથી જાણતી પણ તું એક પરફેક્ટ દીકરી છે, અને તારા જેવી દીકરી પામી ને હું મારી જાત ને ધન્ય માનું છું.

બસ.... હવે આગળ નહિ કહી શકું બેટા,  કેહવું તો ઘણું છે પણ અત્યારે મન ભરાઈ ગયું છે બેટા.   બસ એટલું કહીશ કે હંમેશા આગળ વધ, સ્ટ્રોંગ બન, બહુ સરળ ન બન. પહેલા જ કીધું કે તું મારી છાયા છે, મારુ દર્પણ છે. તું સ્ટ્રોંગ બનીશ તો હું  સ્ટ્રોંગ રહીશ, તું ઢીલી પડીશ તો હું સાવ ભાંગી જઈશ...

એમાં એવું છે ને બેટા.... કે તારી આ મા હવે ઘરડી થઈ, 50 એ પહોંચવા આવી. અને ઘરડા માણસ ને ટેકા માટે લાકડી ની  જરૂર પડે અને મને મારી "લાડકીની".....  જેમ ટેકા માટે ની લાકડી મજબૂત જોઈએ એમ મને મારી "લાડકી" મજબૂત જોઈએ...

Love you so much my   "લાડકી".