Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

જમીનદાર - પ્રેમ અને દુશ્મની ભાગ - 3

    ધારા ની પાછળ પડેલા સૂવર ને જોઈ સાગર એ બંને ની વચ્ચે આવીને ઉભો થઈ જાય છે, દોડતા દોડતા પાછળ વળીને ધારા જોવે છે કે સાગર એ જંગલી સૂવર ની બિલકુલ સામે જ ઉભો હોય છે અને ધારા સાગરને કહે છે તું એની સામેથી હટી જા નહી તો આ જંગલી સૂવર તને ફાડી ખાશે, તો સાગર કહે છે હું પણ જોવું છું કે આ જંગલી સૂવર હારે છે કે આ શેરદિલ સાગર. ઉચાટભર્યા સ્વરે ધારા સાગરને ને કહે છે આમાં તારી જમીનદારી નથી ચાલવાની અને ચાલ મારી સાથે આપડે બે દોડીને સૂવર થી બચી શકાય એવી જગ્યાએ જતાં રહીયે. ધારા નું આવું કહેતાં સાગર લુચ્ચાઈભર્યું ઉંચા અવાજે હસવા લાગે છે અને બોલે છે સાગર કોઈથી ડરીને ભાગી જાય એવો નામર્દ નથી.

  ધારા પણ આ સાંભળીને મજાકીયા અંદાજ માં હસે છે ને કહે છે, અચ્છા,, તો જમીનદાર સાગર તું આ દસ મણ વજન ના મજબૂત ચામડીવાળા સૂવર જેના પર કોઈ હથિયાર ની અસર નહી થતી તું એનો મુકાબલો કરીશ, તારુ આ મૂર્ખામીભર્યું કામ તારી મોત નું કારણ બની જશે, હજી પણ સાગર હું કહું છું અહીંયા થી દોડીને ભાગી જઇયે. પણ ખુદ્દાર અને મર્દાની લડવૈયો સાગર ધારા નું ઘણું સમજાવતાં પણ ટસ થી મસ ના થયો. સાગર અને ધારા ની વચ્ચે તકરાર થઈ રહી હતી.

  ત્યાં જ જંગલી સૂવર સાગર ની તરફ આગળ વધ્યો અને ધારા એ જોઈ સાગર ને કહ્યું, સાગર સંભાળજે, ધારા નું આટલું બોલતા તો સૂવર સાગર ની નજીક પહોંચીને એના મોંઢા વડે સાગર પર પ્રહાર જ કરવાનો હતો કે સાગર ઉછળીને બાજુમાં થઈ ગયો. હવે સાગર પણ એને જેમ કુશ્તી માં બે મલયોદ્ધા એકબીજાને ટક્કર માટે ઉકસાવી ને બાથે પડે એમ સાગર પણ સૂવર ને સામે થી એના મોઢાને હાથ વડે ભીંસવા જાય છે તો સૂવર એને ઉછાળીને પછાડી દે છે, સાગર ફરીથી એનું મોઢું હાથમાં લેવા જાય છે એવામાં જ જંગલી સૂવર સાગરની છાતીમાં જોરથી પ્રહાર કરે છે અને સાગરની છાતીમાં સૂવર ના મોઢાની બહાર આવેલા તીક્ષણ દાંત છાતીમાં ઊંડો અને લાંબો ઘા કરી દે છે.

  સાગર ને ઘા લાગવાથી ધારા હેબતાઈ જાય છે અને સાગર પોતાના પર થયેલ ઘા થી રોષે ભરાય છે અને પીઠ પાછળ કમર માં ખોસેલી કટાર ને કાઢીને ફરીથી સાગર જંગલી સૂવર ના મોંઢા મોં પ્રહાર કરે છે, સાગર બે થી ત્રણ વાર પ્રહાર કરવાથી સૂવર ત્યાંથી ભાગી જાય છે અને સાગર એની કટાર ને કમરની પાછળ લગાવેલ મ્યાન માં મૂકી દે છે.

   સાગર ની છાતી માં જમણી બાજુ થયેલ ઘા માંથી લોહી વહી રહ્યું છે, એ લોહીથી સાગરે પહેરેલું સફેદ કમીઝ લાલ થઈ જાય છે પણ એ ઘા ના દર્દનું સાગર ને કંઈ ફરક ના પડતો હોય એમ ઉભો છે અને ધારા આ જોઈને સાગર ની તરફ જાય છે અને ધારા ની આંખો માં આંસુ આવી જાય છે, ધારા મનોમન વિચારી રહી હતી કે સાગરે મને બચાવા પોતાની જિંદગી ને દાવ પર લગાવી દીધી. ધારા સાગરનું લોહીથી લાલ થઈ ગયેલું કમીઝ જોઈને સાગરને એ કમીઝ કાઢવાનું કહે છે. તો સાગર કહે છે કે આતો મામૂલી ઘા છે હું હવેલી જઈને ઈલાજ કરી લઈશ.

     ધારા સાગર ને થોડું સખ્તાઈ થી કહે છે કે મેં કહ્યું ને એકવાર કે તું તારું કમીઝ અહિયાં જ ને અત્યારે કાઢ, તું આવો કેમ છે તને તારી કંઈજ પરવા નથી, ધારાનું આવું કહેતાં સાગર કહે છે તો તને કેમ મારી આટલી પરવા છે. આડા અવળા સવાલ ના કર મને અને તારું કમીઝ કાઢ નહી તો હું કાઢીશ ધારા એમ કહે છે તો સાગર થોડી મજાકિયા અદા થી ધારાને એનું કમીઝ કાઢવા નો મોં થી ઈશારો કરે છે, ધારા એનું કમીઝ કાઢે છે અને ધારા ની આંખો પહોળી થઈ જાય છે, તલવારબાજી અને કુશ્તી થી સાગર ની સખ્ત છાતી જોઈ ધારા સાગરનો લોહ જેવો મજબૂત વક્ષ ભાગ અને કેટલીય ચોટ ના નિશાન જોઈ બે ઘડી એ જોઈ જ રહે છે, આમ જોઈ રહેલી ધારા ને સાગર કહે છે શું થયું ધારા તો ધારા એની નજર હટાવી લાગેલ ઘા પર કરે છે, એ ઘા માંથી હજુ પણ લોહી વહી રહ્યું હોય છે, ધારા એના દુપટ્ટા ના ટુકડા કરીને જખમ પર બાંધી દે છે. 

      દુપટ્ટા ના ટુકડા બાંધતી વખતે ધારા ની આંગળીઓ સાગરની છાતીને સ્પર્શતી ત્યારે ધારાને એક અલગ પ્રકાર નો અહેસાસ થઈ રહ્યો હતો, સાગર નો આવો દેહ જોઈને ધારા એની તરફ આકર્ષાઈ  જાય છે પણ પોતાને સ્વશ્થ કરીને થોડી દૂર ખસી જાય છે. ધારાની આંખો માંથી આંસુ નીકળતા હોય છે એ જોઈ સાગર ધારાની નજીક જઈને ધારા ના આંસુ લુંછતા કહે છે મારા માટે આટલી બધી લાગણી. સામે ધારા કહે છે એવું કઈ નથી તે મારી રક્ષા કરી એટલે મારી પણ ફરજ હતી એટલે મેં તને ઘા પર પાટો બાંધ્યો.

    ધારા તને હકીકત માં કહું તો મેં તને જયારે પહેલીવાર હવેલી માં જોઈ તો બસ તારા રૂપ ને માણી લેવા માંગતો હતો પણ તારી આ મારા પ્રત્યેની લાગણી જોઈ હું તને ચાહવા લાગ્યો છું, આજ સુધી હું કોઈની સામે ઝૂક્યો નથી પણ હું તારી સામે ઝૂકીને કહું છું કે હું તને પ્રેમ કરવા લાગ્યો છું.

                                    ***
     મારી આ કહાની જેમજેમ આગળ વધતી જશે એમ રોમાંચિત થતી જશે.

     સાગર ના પ્રેમ નો એકરાર કરવાથી ધારા શું જવાબ આપશે? શું ધારા પણ સાગરને ચાહતી હશે? કોને કરી હતી પ્રેમી યુગલ ની આવી હાલત? કેવી રીતે જુદા જ વિચારવાળા ધારા અને સાગરનું મિલન થશે? આખરે શું હતી દુશ્મની એ આવતા અંકે...

  તમે મારી અન્ય કહાની પણ વાંચી શકો છો..
  દર્દભર્યો પ્રેમ : સત્યઘટના પર આધારીત
  બસ એક તારા માટે

   તમારો અભિપ્રાય મને સારુ લખવા પ્રેરણા આપશે તો તમારો કિંમતી અભિપ્રાય મને આપવો..તમારો અભિપ્રાય મને Chat Box અથવા મારા નીચે આપેલ Whatsup No. પર કરી આપી શકો છો.

નીતિન પટેલ 
8849633855