હતી એક પાગલ..!!:-ભાગ 10
【નોવેલનો આ ભાગ ગુજરાતી,હિન્દી અને ઉર્દુ સાહિત્યનાં એવાં અમર શાયરોનાં નામે છે જેમને પોતાનાં શબ્દો થકી પ્રેમ, મમતા, લાગણી, ગુસ્સો, નફરત,બગાવત બધું જ વર્ણવી દીધું છે.એમનાં દરેક શેર,દરેક શાયરી,દરેક નબ્ઝ,દરેક કવિતા આજેપણ સાહિત્યનાં ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે.એ લોકોને નોવેલનાં આ પ્રકરણ થકી કોટી કોટી વંદન.】
પોતાનો વારો આવતાં માહી એ પણ પૂરાં જોશમાં કુમાર વિશ્વાસની રચિત કવિતાની ચાર લાઈનો ગુનગુનાવી.
समंदर पीर का अन्दर है, लेकिन रो नही सकता !
यह आँसू प्यार का मोती है, इसको खो नही सकता !!
मेरी चाहत को दुल्हन तू बना लेना, मगर सुन ले !
जो मेरा हो नही पाया, वो तेरा हो नही सकता !!
જેવી માહી કવિતા પુરી કરે એવાં જ બધાં લેક્ચરરો પોતપોતાની જગ્યાએથી ઉભાં થઈ ને માહી ની તારીફમાં વાહ,ક્યા બાત,બહોત ખૂબ,જોરદાર જેવાં શબ્દો બોલી ઉઠ્યાં. વંદના બેન કરીને એક મહિલા લેક્ચરર તો સ્ટેજ પર આવીને માહીનાં હાથમાં 100 રૂપિયાની નોટ પણ ખુશ થઈને આપી ગયાં. માહી ને ગરદન ઝુકાવી સૌનું અભિવાદન સહર્ષ સ્વીકાર્યું.
માહીની આ સુંદર રજુવાત બાદ શિવ પર વધુ દબાણ હતું કંઈક જોરદાર બોલવાનું.શિવે માઈક ને બંને હાથ વડે વ્યવસ્થિત પકડ્યું અને કુમાર વિશ્વાસની કવિતાની નવી લાઈનો એમનાં જ અંદાઝમાં બોલી સંભળાવી.
भ्रमर कोई कुमुदुनी पर मचल बैठा तो हंगामा!
हमारे दिल में कोई ख्वाब पल बैठा तो हंगामा!!
अभी तक डूब कर सुनते थे सब किस्सा मोहब्बत का!
मैं किस्से को हकीक़त में बदल बैठा तो हंगामा!!
"શાબાશ.."શિવની કવિતા પૂર્ણ થતાં જ ત્રિવેદી સાહેબ એનાં વખાણ કરતાં બોલ્યાં.. હવે માહી ને બોલવાનું હતું એટલે એમને માહી તરફ નજર કરી.માહી એ પણ એક નવી રચના સાંભલાવતાં કહ્યું.
तुम्हारे पास हूँ लेकिन जो दूरी है समझती हूँ
तुम्हारे बिन मेरी हस्ती अधूरी है समझती हूँ
तुम्हे मैं भूल जाऊँगी ये मुमकिन है नहीं लेकिन
तुम्ही को भूलना सबसे ज़रूरी है समझती हूँ|
માહી નો વારો પૂર્ણ થતાં શિવ નવી રચના શ્રોતાગણ સમક્ષ રાખતાં બોલ્યો.
बस्ती बस्ती घोर उदासी पर्वत पर्वत खालीपन
मन हीरा बेमोल बिक गया घिस घिस रीता तन चंदन
इस धरती से उस अम्बर तक दो ही चीज़ गज़ब की है
एक तो तेरा भोलापन है एक मेरा दीवानापन|
રાઉન્ડ દિલચસ્પ થતો જતો હતો..હવે માહીનો કુમાર વિશ્વાસની રચના બોલવાનો વારો આવ્યો હતો.પણ માહી એ તુરંત માઈકમાં જાહેર કર્યું કે એને બીજી કોઈ વિશ્વાસ સાહેબની રચના નથી આવડતી.. જેનો મતલબ સાફ-સાફ એ હતો કે જો શિવ હવે કુમાર વિશ્વાસ ની એક રચના બોલી સંભળાવે તો આ રાઉન્ડ એ જીતી જશે અને છેલ્લો રાઉન્ડ આ સ્પર્ધાનો નિર્ણાયક રાઉન્ડ બની રહેશે.
શિવ નાં મગજમાં ક્યારનીયે કુમાર વિશ્વાસની એક રચના રમી રહી હતી..માહી દ્વારા પોતે નવી રચના રજુ કરવા અસમર્થ છે એ કહેતાં શિવે ઉત્સાહમાં આવી ચાર સુંદર પંકિતઓ બોલી સંભળાવી.
किसी पत्थर में मूरत है कोई पत्थर की मूरत है
लो हमने देख ली दुनिया जो इतनी ख़ूबसूरत है
ज़माना अपनी समझे पर मुझे अपनी खबर ये है
तुम्हें मेरी जरूरत है मुझे तेरी जरूरत है|
છેલ્લી લાઈન બોલતાં શિવની નજર માહી તરફ હતી..જાણે એ લાઈન માત્ર માહી માટે જ એ બોલી ના રહ્યો હોય..શિવની નજર પોતાની તરફ છે એ માલુમ પડતાં માહી ની દિલ જાણે ધબકારો ચુકી ગયો..એને નજરો ઝુકાવી ચહેરા પર આવેલી લટ ને કાનની પાછળ સેટ કરતાં પોતાની આ રાઉન્ડમાં થનારી હાર ને પણ સહજ સ્મિત સાથે સ્વીકારી લીધી.
છોકરાંઓ ની સાથે ત્યાં મોજુદ દરેક પ્રોફેસર ની તાળીઓ વચ્ચે આ રાઉન્ડનો વિજેતા શિવને ઘોષિત કરવામાં આવ્યો.
છઠ્ઠા રાઉન્ડની સમાપ્તિની ઘોષણા સાથે ત્રિવેદી સાહેબે માઈક પોતાનાં હાથમાં લીધું અને કહ્યું.
"આપ સૌની તાળીઓ નો ગળગળાટ અને પ્રસન્ન ચહેરા એ દર્શાવવા કાફી છે કે આ સ્પર્ધાનું આયોજન સફળ થયું છે..મારી કલ્પના ને શિવ અને માહી એ ખરાં અર્થમાં સાર્થક કરી બતાવી છે.છ રાઉન્ડ બાદ બંને સ્પર્ધકો ત્રણ-ત્રણ વિજય સાથે એકબીજાને જોરદાર ટક્કર આપી રહ્યાં છે તો આ સાથે હવે આપણે સાતમાં અને આખરી તથા નિર્ણાયક રાઉન્ડ તરફ આગળ વધીએ."
આટલું કહી ત્રિવેદી સાહેબે ચબરખીઓ ભરેલો કાચનો બાઉલ માહી તરફ ધર્યો..માહી એ ફટાફટ એક ચબરખી કાઢીને ત્રિવેદી સાહેબનાં હાથમાં મુકી. ચબરખીમાં કોનું નામ હશે એ જાણવાની ઉત્સુકતા દરેક વ્યક્તિનાં ચહેરા પર મોજુદ હતી.
ત્રિવેદી સાહેબે ચબરખી પર લખેલ નામ વાંચ્યું..પણ એ નામ બોલવાનાં બદલે એમને એક શાયરી કહી સંભળાવી જેની ઉપરથી લોકોને હવે કોનું નામ ચબરખીમાં નીકળ્યું હતું એની સરળતાથી ખબર પડી ગઈ.
"જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર “ઘાયલ”નું
છતાં હિંમત જુઓ કો નામ અમૃતલાલ રાખેલ છે."
"તમે સાચું સમજ્યાં, હવે શિવ અને માહી વચ્ચેની આ સ્પર્ધાનાં અંતિમ નિર્ણાયક રાઉન્ડમાં આપણને બંને સ્પર્ધકો ઘાયલ સાહેબની રચનાઓથી વાકેફ કરાવશે.શિવ તો આ રાઉન્ડ ની શરૂવાત તારાં દ્વારા કરીએ."ત્રિવેદી સાહેબે કહ્યું.
શિવે પોતાની ગરદન હકારમાં હલાવી ઘાયલ સાહેબનું એક મુક્તક બોલી આ રાઉન્ડની શરૂવાત કરી દીધી.
જીવન જેવુ જીવું છુ એવું કાગળ ઉતારું છું
ઉતારુ છું પછી તેને થોડું ઘણું મઠારું છું
તારા અને મારા વિષે એજ તફાવત છે જાણું છું
કે વિચારી ને તું જીવે છે હું જીવીને વિચારું છું"
શિવ ની બાદ માહી પણ ઘાયલ સાહેબની સુંદર રચના ને શ્રોતાઓ સમક્ષ રજુ કરતાં બોલી.
જર જોઇએ, મને ન ઝવેરાત જોઇએ,
ના જોઇએ મિરાત, ન મ્હોલાત જોઇએ;
તારા સિવાય જોઇએ ના અન્ય કંઇ મને,
મારે તો દોસ્ત તારી મુલાકાત જોઇએ.
માહી બાદ શિવે પણ પોતાને યાદ એવી ઘાયલ સાહેબની સુંદર રચનાને પોતાનાં અંદાજમાં રજુ કરી.
"અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું."
શિવની રજુઆત પર બધાં શ્રોતાઓ વાહ-વાહ તો બોલી ઉઠ્યાં પણ એમને હવે એ જાણવાની જિજ્ઞાસા વધુ હતી કે આ રાઉન્ડ અને આ સ્પર્ધાનો વિજેતા કોણ બનશે.
"તો માહી હવે તું ઘાયલ સાહેબની કોઈ નવી ગઝલ સંભળાવ.."ત્રિવેદી સાહેબે માહી ની તરફ જોઈને કહ્યું.
માહી એ ત્રિવેદી સાહેબની વાત સાંભળી અને ઘાયલ સાહેબની નવી ગઝલ શ્રોતાઓ સમક્ષ રજુ કરી.
"વલણ એકસરખું રાખું છું આશા નિરાશામાં
બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં
સદા જીતું છું એવું કૈં નથી, હારું છું બહુધા, પણ
નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં."
માહીની પ્રસ્તુતિ અને સાંભળનારાં લોકોની વાહ-વાહી બાદ શિવે પણ એક ગજબની ગઝલ સંભળાવી સૌનાં દિલ જીતી લીધાં.
"વાત મારી નીકળી તો હશે,
સાંભળી પાંપણો ઢળી તો હશે,
મૌન પાળ્યું હશે છતાં ‘ઘાયલ’
ચીસ આંખોમાં સળવળી તો હશે."
શિવ બાદ હવે માહી નો વારો આવતાં એ પણ પોતાની આગવી લયમાં પૂર્ણ આત્મવિશ્વાસ સાથે ઘાયલ સાહેબનાંનવાં મુક્તક ને રજુ કરતાં બોલી.
"કંઈ તો છે કે જેથી ઊંચોનીચો થાય છે દરિયો,
મને તો આપણી જેમ જ દુઃખી દેખાય છે દરિયો.
દિવસ આખો દિવસના તાપમાં શેકાય છે દરિયો,
અને રાતે અજંપો જોઈને અકળાય છે દરિયો.
કહે છે કોણ કે ક્યારેય ના છલકાય છે દરિયો ?
લથડિયાં ચાંદનીમાં રાત આખી ખાય છે દરિયો."
ઘાયલ સાહેબની આ પ્રખ્યાત ગઝલની પંક્તિઓએ સર્વે શ્રોતાઓનાં દિલ જીતી લીધાં હતાં. માહી બાદ શિવ પણ એક સુંદર ગઝલનાં મુક્તક સાથે પોતાની જાતને રજુ કરતાં બોલ્યો
"જીવનમાં જો દુઃખો હોય તો જીવન મદિરાધામ થઈ જાયે
આ દિલ સુરાહી ને નયન જામ થઈ જાયે
તુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલાઓ
જો કીકી રાધા થઈ જાયે તો કાજળ શ્યામ થઈ જાયે."
મુક્તકની સાથે-સાથે શિવની નજર માહી તરફ મંડાયેલી હતી..માહી એને પોતાની તરફ આકર્ષી રહી હતી..ના ઈચ્છવા છતાં એ માહી તરફ કેમ ખેંચાઈ રહ્યો હતો એનું કારણ તો ફક્ત ઉપરવાળો જ જાણતો હતો.માહી પણ શિવનો બદલાયેલો ભાવ નોંધી રહી હતી.
માહી પોતાનો વારો આવતાં બોલી
"એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં
આંખનો દોષ ગણે છે બધા દીલને બદલે
ચોર નિર્દોષ ઠરી જાય તો કહેવાય નહીં
શોકનો માર્યો તો મરશે ન તમારો “ઘાયલ”
ખુશીનો માર્યો મરી જાય તો કહેવાય નહીં"
"અરે વાહ..ગજબ..ગજબ.."ત્રિવેદી સાહેબે માઈકમાં માહી નાં વખાણ કરતાં કહ્યું..આટલું કહી એમને ઈશારાથી જ શિવ ને નવી કોઈ ગઝલની રજુવાત કરવા કહ્યું.
શિવે પણ ઉત્સાહ સાથે ઘાયલ સાહેબની એક સુંદર રચના સંભળાવતા બોલ્યો.
"ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતા,
સિતમગરો છે ફિકરમાં સિતમ નથી મળતા.
નિયમ વિરુદ્ધ જગતનાં ય ગમ નથી મળતા,
કે આંસુ ઠંડાઃ નિસાસા ગરમ નથી મળતા.
મળે છે વર્ષો પછી એકદમ નથી મળતા,
મલમ તો શું કે સહેજે જખમ નથી મળતા.
શિવ દ્વારા ઘાયલ સાહેબની આ રચના બોલ્યાં બાદ બધાં નું ધ્યાન માહી તરફ હતું..જો માહી કોઈ નવી રચના નહીં બોલે તો શિવ આ રાઉન્ડ તથા સ્પર્ધા બંને જીતી જશે..માહી તરફ લોકોની નજર ગડાયેલી હતી.માહી એ પણ બધાં ની તરફ નજર ફેંકી અને છેલ્લે શિવ તરફ જોયું.શિવ તરફ જોતાં જ એનાં ચહેરા પર એક સ્મિત ફરી ફળ્યું.માહી એ ઘાયલ સાહેબની એક સુંદર રચના ની થોડી પંક્તિઓ આ સાથે કહી સંભળાવી.
"આજે કમાલ એની નિગાહો કરી ગઇ,
આંખોમાં રસ હતો તે હ્રદયમાં ભરી ગઇ.
બેસી ગયું હ્રદય અને આશા મરી ગઇ,
દૃષ્ટિ ફરી શું એમની, દુનિયા ફરી ગઇ.
મસ્તીભરી નિગાહ ગજબની હતી નિગાહ !
પાણીને આગ આગને પાણી કરી ગઇ."
માહી દ્વારા ગઝલ બોલવામાં આવતાં હવે ફરીથી શિવનો વારો આવ્યો હતો ઘાયલ સાહેબની રચના સાંભળાવવાનો..શિવે માહીની તરફ જોયું અને પછી સભાખંડમાં હાજર બધાં લોકોની તરફ.શિવ થોડો સમય કંઈપણ બોલ્યાં વગર કંઈક ગહન વિચારમાં હોય એમ ચુપચાપ પોતાની જગ્યાએ ઉભો રહ્યો.આખરે શિવે માઈકને પોતાનાં ચહેરાની નજીક લાવીને કહ્યું.
"સર,હું ઘાયલ સાહેબની બીજી કોઈ રચના રજુ કરવા અસમર્થ છું.."ત્રિવેદી સાહેબ તરફ જોઈ શિવ બોલ્યો.
"ઓહઃ..તો એનો મતલબ એવો થયો કે જો હવે માહી ને ઘાયલ સાહેબની કોઈ ગઝલ કે કવિતા યાદ હશે તો આ નિર્ણાયક રાઉન્ડ અને આ રસપ્રદ સ્પર્ધાની વિજેતા માહી બનશે.. માટે તું થોડો સમય લઈને વિચારીને બોલ."ત્રિવેદી સાહેબે શિવ તરફ જોઈને કહ્યું.
"હા સર..હું હવે ઘાયલ સાહેબની કોઈ રચના યાદ નથી કરી શકતો..માટે હવે હું મારી હાર અહીં સ્વીકારું છું.."શિવ ઘીમાં પણ સ્પષ્ટ અવાજે બોલ્યો.
શિવનો આ જવાબ સાંભળી દરેક છોકરાંઓએ એક ઊંડો નિઃસાસો નાંખ્યો..શિવની સાથે એ લોકો પોતે હારી ગયાં હોય એવું એમનાં ચહેરા પરથી વર્તાઈ રહ્યું હતું.મયુર અને કાભઈ તો પોતાનાં મિત્રનાં આ જવાબ પર ખુબજ વ્યથિત થઈ ગયાં હતાં.
"સારું ત્યારે..હવે માહી તારાં માટે આ સ્પર્ધા જીતવાની સુવર્ણ તક છે..જો તને ઘાયલ સાહેબની કોઈ રચના આવડતી હોય તો સંભળાવ..તારી આ ગઝલ તને આ સ્પર્ધાની વિજેતા બનાવશે."શિવ નાં હવે આગળ ના બોલવાની વાત કહ્યાં બાદ હવે માહીની તરફ જોઈ ત્રિવેદી સાહેબ બોલ્યાં.
ત્રિવેદી સાહેબની વાત બાદ હવે પ્રિન્સિપાલ, બધાં લેક્ચરર અને સભાખંડમાં હાજર કોલેજનાં અન્ય સ્ટુડન્ટસ નું ધ્યાન માહી ગુજરાલ તરફ કેન્દ્રિત થયું હતું.એમને બધાં ને આશા હતી કે માહી સો ટકા જીતી જશે.શિવનાં ચહેરા પર પણ અત્યારે કોઈ પ્રકારની ઉચાટની રેખા નહોતી.એ માહી ની તરફ જોઈ મરક-મરક હસી રહ્યો હતો.
પોતાની ઉપર લોકોની અપેક્ષાનું ભારણ આવી ચૂક્યું છે એ વાત ની જાણ સાથે માહી એ માઈક હાથમાં લીધું..એની નજર વારંવાર શિવની તરફ પડી રહી હતી.પોતાની હાર થી ડરતો શિવ અત્યારે એની હાર નજીક હોવાનું જાણવાં છતાં હસી રહ્યો હતો જે જોઈ માહી ને આશ્ચર્ય થયું.
પોતાને શિવનાં કોઈપણ હાવ-ભાવ ની મોઇ અસર નથી થઈ રહી એવું જતાવતાં માહી એ પોતાનો ચહેરો શિવ તરફથી ફેરવી લીધો અને કંઈક બોલવા માટે માઈકને ચહેરાની નજીક ધર્યું.
આ દરમિયાન આખાં સભસખંડમાં પિન ડ્રોપ સાયલન્ટ પ્રસરાઈ ગયો.ઘાયલ સાહેબની કોઈ નવી રચના સંભળાવી માહી જીતી જશે કે નહીં..એ જાણવા બધાં એની તરફ બેતાબી સાથે જોઈ રહ્યાં હતાં..!!
★■■■■■■■■★
વધુ આગળનાં અધ્યાયમાં.
દોસ્તો આ નવલકથા માં મેં મારી પોતાની કવિતાઓ સાથે ઘણાં ગુજરાતી,હિન્દી અને ઉર્દુ નાં શાયરો અને કવિઓની કવિતાઓ અને શાયરીઓનો પણ રસાળ રીતે ઉપયોગ કર્યો છે.આ બધાં મશહુર શાયરોને આ લઘુનવલ દ્વારા હું શબ્દાંજલી આપવાની કોશિશ કરી રહ્યો છું.
વાંચક મિત્રો ને આ નવલકથા વાંચવી ખુબ જ પસંદ આવશે એવી મને ખાતરી છે..જો પ્રેમ કર્યો હોય અને દિલ તૂટ્યું હોય તો પછી આ નોવેલ ફક્ત તમારાં માટે લખાઈ છે એ નોંધવું રહ્યું.તમે તમારો કિંમતી અભિપ્રાય મારાં whstsup નંબર 8733097096 પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
~જતીન.આર.પટેલ (શિવાય)