સેલ્ફી ભાગ-21 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સેલ્ફી ભાગ-21

સેલ્ફી:-the last photo

Paart-21

રોબિનની લાશને જોયાં બાદ એની જંગલી પશુઓ દ્વારા મારણ કરેલી લાશનાં અવશેષો ને પણ સગી આંખે નિહાળ્યા બાદ હવેલીમાં મોજુદ દરેકને એમ હતું કે હવે એ લોકો સુરક્ષિત છે..પણ ગતરાતે એક રહસ્યમયી ગેબી ઘટના બાદ દામુ નું ગાયબ થઈ જવું એ લોકો માટે નવું વિસ્મય સાથે લઈને આવ્યું હતું.એ લોકો હજુપણ દામુની આમ કોઈને કંઈપણ કહ્યાં વગર ત્યાંથી પલાયન થઈ જવાની વાત પર જાતજાતનાં તર્ક કરી રહ્યાં હતાં.

જેડી નાં રૂમમાં રાતે અચાનક કોઈ જેકેટ પહેરેલ વ્યક્તિ પ્રગટ થયું હતું જેને જોતાં જ જેડી આશ્ચર્ય અને ડરનો બેવડો આઘાત અનુભવી રહ્યો હતો..જેડી પૂજા ની મોત પછી ભાંગી ગયો હતો અને સામે હાજર જેકેટમાં ઉભેલ વ્યક્તિ કોઈ શુભચિંતક તો નહોતો જ એમ વિચારી જેડી એ પોતાનાં રક્ષણ માટે ટેબલનાં ડ્રોવરમાં રાખેલ ડિસમિસ લઈને એ વ્યક્તિને મારવા આગળ વધ્યો.

"હું તને જીવતો નહીં મુકું.."આટલું કહી જેડી ડિસમિસ ઉગામતો એ જેકેટ પહેરેલ વ્યક્તિની નજીક પહોંચી ગયો.રોબિનની હત્યા પોતે કરી હોવાની મનોસ્થિતિ પછી જેડી માટે હવે કોઈનું પણ કત્લ કરવું સામાન્ય હતું.જેડી દ્વારા પોતાની ઉપર હુમલો થવા જઈ રહ્યો છે અને પોતાની મોત સામે જ છે એ જાણવા છતાં ત્યાં હાજર જેકેટધારી માણસ થોડોપણ ચિંતિત નહોતો.

અચાનક જેડીને એવું લાગ્યું કે એનાં હાથ-પગ કોઈ કારણોસર જકડાઈ ગયાં.એનાં હાથમાં પકડેલ ડિસમિસ નીચે પડી ગયું.એ ઘૂંટણભેર એ વ્યક્તિ નાં પગ જોડે ફસડાઈ પડ્યો.પોતાનાં મનનો એનાં શરીર પર કોઈ કંટ્રોલ જ ના રહ્યો હોવાનું જેડી અનુભવી રહ્યો હતો.

પોતાની જોડે આ શું થઈ રહ્યું હતું એ જેડી ને નહોતું સમજાઈ રહ્યું..બેબાકળો બની એનાં ઘણાં પ્રયત્નો છતાં એ હલનચલન કરવા અસમર્થ થઈ ગયો અને એની તમામ શક્તિ હણાઈ ગઈ હોય એમ એનાં શરીર પર એનો કાબુ જતો રહ્યો.જેડી ને આ હાલતમાં જોઈ ત્યાં ઉભેલ વ્યક્તિ લુચ્ચું હસી રહ્યો હતો..એનું આ હાસ્ય એ વાતની સાબિતી હતું કે એ જાણતો હતો કે જેડીની સાથે આવું બનવાનું જ હતું.

જેડી અત્યારે જમીન પર પડ્યો હતો..એનાં હાથ-પગ પેરાલિસિસનાં દર્દીની માફક વળી ગયાં હતાં..એનો ચહેરો પણ તરડાઈ ગયો હતો.

"તે શું કર્યું મારી જોડે.."જેડી એ વ્યક્તિની તરફ જોઈને ગુસ્સાભરી નજરે બોલ્યો.

એ વ્યક્તિ હજુપણ એજ પ્રકારે હસી રહી હતી જેવું એ પહેલાં હસી રહી હતી..એની આંખો માં અત્યારે ક્રૂર ચમક હતી જે જેડીની ઉપર આવનારાં નવીન સંકટની એંધાણી હતી.જેડી નાં આ વખતે પુછાયેલા સવાલનાં પ્રત્યુત્તરમાં એ જેકેટ પહેરેલો વ્યક્તિ કંઈ બોલ્યો તો નહીં પણ પોતાની જોડે રાખેલ એક કાચની શીશી જેડીને બતાવી.

કાચની એ શીશીમાં એક કાળા રંગનો એક કેશયુક્ત કરોળિયો હતો..આ phoneutria પ્રકારનો કરોળિયો હતો જેનાં કરડવાથી માણસ ને લકવાનો અટેક આવતો અને ટૂંક સમયમાં જો રસી ના મળે તો એ માણસ નું મોત પણ થઈ શકતું..કરોળિયા ને જોતાં જ જેડી સમજી ગયો કે એને આખા શરીરે આવતી ખંજવાળ નું કારણ આ કરોળિયાનું કરડવું જ હતું..એને મચ્છર નહીં પણ કરોળિયો કરડ્યો હતો.

જેડી ની આવી દશા જોઈ એ જેકેટ પહેરેલો વ્યક્તિ વધુ ખુશ થઈ રહ્યો હતો..એને શીશીને પાછી પોતાનાં પેકેટમાં મૂકી દીધી અને ખિસ્સામાંથી એક ઈન્જેક્શન કાઢ્યું.ઈન્જેક્શન તરફ નજર પડતાં જ જેડીની આંખોમાં આશ્ચર્ય આવી ગયું કે એમાં આખરે હતું શું..?

જેડી બોલી શકે એ સ્થિતિમાં હવે નહોતો પણ એનાં હાવભાવ પરથી એ શું પૂછવા માંગતો હતો એ સમજતાં પેલો વ્યક્તિ બોલ્યો.

"જેડી ઉર્ફ જગમોહન..શું થયું...?એમ વિચારે છે કે હું કોણ છું અને આ ઈન્જેક્શનમાં શું છે..?"

એ વ્યક્તિનાં શબ્દો કાને પડતાં જેડીએ ડોકું ધુણાવી એ જે કંઈપણ કહી રહ્યો હતો એ સત્ય હતું એ વાતની હામી ભરી.મગજ ઠેકાણે ન હોવાથી જેડી માટે એ અવાજ કોનો હતો એ વિશે વિચારવું શક્ય નહોતું.

"તારાં શરીરમાં અત્યારે હે સ્પાઈડર વેનમ છે એનો તોડ છે એ ઈન્જેક્શન માં..આ એન્ટી વેનમ રસી છે.."હાથમાં રહેલ ઈન્જેક્શન તરફ જોતાં એ જેકેટધારી વ્યક્તિ બોલ્યો.એને પહેરેલાં માસ્ક નાં લીધે એની ફક્ત આંખોજ જેડી જોઈ શકતો હતો.

એ વ્યક્તિનાં હાથમાં રહેલ એ એન્ટી વેનમ પોતાનાં શરીરમાં દાખલ થઈ જાય તો પોતે બચી જશે એમ વિચારી જેડી લાચાર અને વિવશ બની એ વ્યક્તિનાં પગ સુધી ઘસડાઈને પહોંચ્યો અને એનાં પગ પકડી લીધાં.. ઈશારાથી જાણે જેડી એ વ્યક્તિને કહી રહ્યો હતો કે પોતાને એ એન્ટી વેનમ આપી દે.

જેડી ની તરફ જોઈ એ વ્યક્તિ દયા નાં ભાવ સાથે બોલ્યો..

"તારે આ એન્ટી વેનમ જોઈએ છે ને..??તો લે લઈ લે.."આટલું કહેતાં જ જેડીથી થોડે દૂર એને એ ઈન્જેક્શન ફેંકી દીધું.

જેડી પોતાની રહીસહી તાકાતનો ઉપયોગ કરીને પોતાનાં શરીર ને ઘસડીને ઈન્જેકશન તરફ આગળ વધ્યો..જેડી નો હાથ માંડ રસી ભરેલ ઈન્જેક્શનથી પાંચેક ઇંચ જેટલો દૂર હતો ત્યારે એ જેકેટ પહેરેલો વ્યક્તિએ ત્યાં પહોંચીને ઈન્જેક્શનને પોતાનાં બુટનાં વજનથી તોડી દીધું.પોતાનાં બચવાની રહીસહી ઉમ્મીદ પણ ખતમ થઈ જવાનું દુઃખ આંસુ બની જેડીનાં રણની જેમ સૂકાં પડેલાં ચહેરાની ઉપર નદીની માફક વહી રહ્યું હતું.

જેકેટધારી વ્યક્તિ કોણ હતો અને એ કેમ આવું બધું કરી રહ્યો હતો એ સવાલ જેડી ને કરવો હતો પણ એનું જડબું ખુલી જ નહોતું રહ્યું..જેકેટધારી વ્યક્તિની નજર જેડીની ઉપર જ મંડરાયેલી હતી..જેડીનાં હાવભાવ અને હરકતો પરથી એ વ્યક્તિએ અનુમાન કાઢી લીધું કે જેડીની પ્રશ્નસુચક આંખોમાં શું પ્રશ્ન હતો.

"તારે જાણવું છે કે હું કોણ છું..કેમકે તારાં મારનાર ની સાચી માહિતી નહીં હોય તો તારો આત્મા અહીં ભટકતો રહેશે.."

જેકેટધારી વ્યક્તિ રુક્ષ સ્વરે બોલ્યો.

એનો રુક્ષ સ્વર સાંભળી જેડીએ ફક્ત આંખો નાં ઈશારેથી હા કહ્યું.

"જોઈલે..તારાં મિત્રો અને તારી એ ચોર પ્રેમિકા પૂજાનો હત્યારો કોણ છે.."આટલું કહી એ હત્યારા જેકેટધારી વ્યક્તિએ પોતાનાં માસ્ક ને દૂર કરી દીધો..બારીમાંથી આવતાં પ્રકાશ અને રૂમની અંદરની ડીમલાઈટમાં એ વ્યક્તિનો નજરે ચડ્યો હોય એવો જરૂર દેખાયો.

એ ચહેરો જોતાં જ જેડી બઘવાઈ ગયો..પોતાની સામે ઉભેલો વ્યક્તિ આ બધી ગોઝારી ઘટનાઓ પાછળ જવાબદાર હતો એ જોતાં જ જેડીની હાલત પાતળી થઈ ગઈ..એની રૂહ પણ અત્યારે એ હત્યારા નો ચહેરો જોઈને ધ્રુજી ગઈ હતી.

"હવે તને બીજો સવાલ થતો હશે કે મેં આ બધી હત્યાઓ કેમ કરી..?"

જેડી અત્યારે ગુસ્સામાં હતો કારણકે સામે ઉભેલ વ્યક્તિ એનાં દોસ્તો અને પોતાની પ્રેમિકા પૂજાનો હત્યારો હતો..જેડી ઈચ્છતો હતો કે જો ભગવાન બે મિનિટ પણ ઉભા થવાની શક્તિ આપે તો એ હત્યારાનો જીવ લઈ લે પણ અત્યારે એનાં વિચારવાથી કંઈપણ થાય એવું નહોતું.એ લાચાર હતો,બેબશ હતો.એનું આખું શરીર હવે લકવાગ્રસ્ત થઈ ગયું હતું..એ કરોળિયાનું ઝેર એનાં શરીરનાં ચેતાતંત્ર ને ડેમેજ કરી રહ્યું હતું અને એનાં ધબકારા પણ હવે ત્રુટક ત્રુટક ચાલવાનો અહેસાસ એને થઈ રહ્યો હતો.

જેડીની આ હાલત જોઈ જેકેટધારી એ હત્યારો ખૂબ પ્રસન્ન જણાઈ રહ્યો હતો..એ ઇચ્છત તો જેડી ને બે સેકંડ માં ખતમ કરી શકત પણ ખબર નહીં કેમ એને જેડીને તડપતો જોવો હતો.એનાં ચહેરાનાં હાવભાવ અત્યારે અચાનક બદલાઈ ગયાં અને એને આવીને નીચે જમીન પર પડેલાં જેડીનાં માથાનાં વાળને ખેંચીને એનો ચહેરો પોતાની તરફ કરીને કહ્યું.

"હું તમારાં બધાં ની હત્યા કેમ કરી રહ્યો એ તારે જાણવું છે ને તો જોઈલે.."આટલું કહી એને પોતાનો મોબાઈલ હાથમાં લીધો અને ગેલેરી ખોલી એક ફોટો બતાવ્યો.

એ હત્યારા વ્યક્તિ દ્વારા બતાવાયેલો ફોટો જોઈને જેડી વિસ્મય સાથે એ વ્યક્તિ ની ભણી જોઈ રહ્યો કે એની જોડે આ ફોટો કઈ રીતે આવ્યો..જેડીનાં ચહેરાનાં ભાવ પરથી હત્યારાએ જાણી લીધું કે જેડી શું પૂછવા માંગતો હતો.

"આ ફોટો મારી જોડે કઈ રીતે આવ્યો એમજ પૂછવું છે ને તારે હરામ ની ઔલાદ..તો આ જો.."જેડીનાં ગાલ પર ત્રણ-ચાર ઝાપટ મારી એ વ્યક્તિએ બીજાં પાંચ-છ ફોટો જેડીને બતાવ્યાં.

એ બધાં ફોટો ને જોઈ જેડી સમજી ગયો કે આખરે હકીકત શું હતી.અને એ હત્યારો કેમ પોતાનાં દોસ્તો અને પૂજાની મોત નું કારણ બન્યો હતો.એ બધાં સાથે આટલું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું એ વિચારતાં જ જેડી કાતિલ નાં મનોમન વખાણ કરી ઉઠ્યો.બાકી બચેલાં મિત્રો ને જઈને એ કાતિલ નું નામ જણાવવા માંગતો હતો પણ અત્યારે મોત એનાંથી ફક્ત ચંદ સેકંડો ની દુરી પર હતી.

જેડી ની આંખે અત્યારે અંધારા આવવા લાગ્યાં.. આજુબાજુ નું બધું એને પહેલાં તો ઝાંખું દેખાવા લાગ્યું અને અંતે બધું જ કાળા રંગમાં બદલાઈ ગયું..જેડીની જીંદગી પર પડદો પડી ચુક્યો હતો અને એ હવે પોતાનાં દોસ્તો અને પ્રેમિકાની જોડે બીજી દુનિયામાં પહોંચી ચુક્યો હતો.

જેડીનાં મોત પર એ જેકેટધારી વ્યક્તિ એ એક જોરદાર અટ્ટહાસ્ય કર્યું અને પછી અચાનક રડવા લાગ્યો..એનું આ રડવાનું કારણ એ સમયે તો સમજાય એવું નહોતું..પણ કંઈક તો હતું જે નજીકમાં સામે આવવાનું હતું..!!

જેડીની લાશ જોડે અડધો કલાક સુધી બેસી રહ્યાં બાદ એ હત્યારા એ જેડી ની લાશ ને પાછી પલંગ પર મૂકી દીધી અને એને સરખી રીતે ચાદર ઓઢાડીને રાખી દીધી જાણે જેડી સૂતો હોય.રૂમમાં બધી વસ્તુઓ પોતાની જગ્યાએ વ્યવસ્થિત ગોઠવી દીધી.

બધું એકદમ યોગ્ય કરી..રૂમમાં જાણે કંઈ થયું જ નથી એવો માહોલ પેદા કર્યાં બાદ જેકેટધારી એ કાતિલ કપુરની ગોટી સળગતાં જેમ હવામાં ગાયબ થાય એમ ગાયબ થઈ ગયો.

આવતીકાલની સવાર હવે હવેલીમાં વધેલાં ચાર મિત્રો માટે જેડી ની મોત રૂપે એક નવું સપ્રાઈઝ લાવવાની હતી એ વાતથી અજાણ એ લોકો પોતાનાં રૂમમાં મોજથી સુઈ રહ્યાં હતાં..!!

★◆■◆★■◆★■◆★

વધુ આગળનાં ભાગમાં..

એ જેકેટ પહેરેલ વ્યક્તિ કોણ હતો..??જેડી ને બતાવેલાં ફોટો નું રહસ્ય શું હતું??દામુ સાથે શું થયું હતું..??દામુને પરલૌકિક શક્તિ નો અનુભવ કરાવનાર સ્ત્રી કોણ હતી..??પૂજા એ ચોરેલાં એ આભૂષણો આખરે કોની જોડે હતાં..??હવે કોનો વારો હતો..??આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ