સેલ્ફી ભાગ-9 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

સેલ્ફી ભાગ-9

સેલ્ફી:-the last photo

Paart-9

સૂરજની પહેલી કિરણ ડેથ આઈલેન્ડ પર એક ખુશનુમા સવાર લઈને આવી હોય એવું પ્રતિત થઈ રહ્યું હતું..આગળનાં દિવસે પડેલાં ધોધમાર વરસાદ બાદ હવામાં શીતળતા પ્રસરી ગઈ હતી.આ ઠંડક નાં લીધે હવેલીમાં હાજર બધાં મિત્રો પોતપોતાનાં રૂમમાં સવારના આઠ વાગવા આવ્યાં હોવા છતાં સુઈ રહ્યાં હતાં.વર્ષો પહેલાંની આ હવેલી પણ વરસાદ નાં આગમન પછી નવોઢા નાં જેમ ખીલી રહી હતી.વાતાવરણમાં ફેલાયેલી શીતળતા નાં અહેસાસ હેઠળ હજુપણ બધાં પોતપોતાનાં રૂમમાં સોડ તાણીને સુતાં હતાં.

"રોહન ભાઈ નીચે આવો..જલ્દી..બધાં બહાર આવો.."અચાનક દામુ જોરજોરથી ચિલ્લાતા બોલ્યો.

દામુ નો અવાજ સાંભળી બધાં ચોંકી ઉઠયાં..દામુ કેમ આટલાં જોરજોરથી બુમો પાડી રહ્યો હતો એ કોઈને સમજાઈ નહોતું રહ્યું એટલે બધાં જાતજાતનાં વિચારો કરતાં પોતપોતાનાં રૂમમાંથી બહાર આવ્યાં.

"એ સવાર સવારમાં બુમો કેમ પાડે છે..?"રોહને ઉપરનાં માળે આવેલ લાકડાની રેલિંગ જોડે ઉભાં રહીને સવાલ કર્યો.

"સાહેબ..કોમલ મેડમ.."કોમલ નાં રૂમ તરફ આંગળીનો ઈશારો કરીને દામુ બોલ્યો.

દામુ ની વાત પરથી લાગી રહ્યું હતું કે નક્કી કોમલ સાથે કંઈક અનહોની ઘટિત થઈ છે એટલે એ ફટાફટ દાદરો ઉતરવા લાગ્યો..એની પાછળ પાછળ જેડી,મેઘા અને પૂજા પણ દાદરો ઉતરી રહ્યાં હતાં..આ દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોર પર જ રૂમ ધરાવતાં શુભમ અને રુહી દોડીને શું થયું છે એ જોવા માટે કોમલનાં રૂમમાં ઘુસી ગયાં હતાં.

રોહન,જેડી,મેઘા અને પૂજા પણ અમુક સેકંડો માં તો કોમલ નાં રૂમમાં હતાં.એ લોકો આવ્યાં ત્યારે શુભમ અને રુહી પણ કોમલનાં રૂમમાં એનાં બાથરૂમની નજીક મોજુદ હતાં.. મતલબ જે કંઈપણ થયું હતું એ બાથરૂમમાં થયું હતું..એ સિવાય આખા રૂમની ફર્શ લગભગ પાણી થી ભરાઈ ગઈ હતી અને રૂમની બહાર પણ પાણી વહી રહ્યું હતું.

એ લોકોની નજર અત્યારે બાથરૂમમાં હતી જ્યાં કોમલ ત્યાં શાવર નીચે મૃત પડી હતી..એની આંખોના ડોળા ડરથી બહાર આવી ગયાં હોય એવું લાગી રહ્યું હતું.કોમલનાં પેટ પર લગભગ દસેક વાર છુરી નો ઘા મારવામાં આવ્યાં હોય એવાં નિશાન હતાં..જેમાંથી નીકળતું લોહી પાણી સાથે મળીને બાથરૂમનાં ફર્શ પર ફેલાઈ ચૂક્યું હતું.

કોમલ ની લાશ જોતાં જ બાકીનાં બધાં મિત્રોનાં ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ..છોકરીઓ તો એકબીજાને વળગીને રડવા લાગી..અહીં નહીં આવવાની વાત જે કોમલે કહી હતી એ કાશ માની ગયાં હોત તો કોમલને ખોવાનો વારો ના આવત એવું બધાં ને લાગી રહ્યું હતું.

"દામુ આ બધું તે ક્યારે જોયું..?"રોહને દામુ તરફ જોઈ પૂછ્યું.

રોહન નાં સવાલનો જવાબ આપતાં દામુ ગભરાતાં બોલ્યો.

"સાહેબ કોમલ મેડમનાં રૂમમાંથી પાણી બહાર નીકળીને હોલમાં આવી રહ્યું હતું..એની ઉપર મારું ધ્યાન જતાં હું મેડમ નાં રૂમનો નળ ચાલુ રહી ગયો હોય તો એ બંધ કરી દે એ જણાવવા એમનાં રૂમ જોડે આવ્યો..બારણું ખાટખટાવા મેં જેવો હાથ બારણે અડાડયો ત્યારે મેં જોયું કે બારણું ખુલ્લું હતું.."

"હું બારણું ખોલી અંદર ગયો તો મેં જોયું કોમલ મેડમ રૂમમાં નહોતાં.. એમનાં બાથરૂમમાંથી શાવર ચાલુ હોવાનો અવાજ આવી રહ્યો હતો તો મારું ધ્યાન બાથરૂમ તરફ ગયું..મેં કોમલ મેડમ ને અવાજ આપ્યો પણ એમને કોઈ પ્રતિક્રિયા ના આપતાં હું બાથરૂમ ભણી ગયો જ્યાં મેડમની લાશ પડી હતી.."

"બિચારી કોમલ પહેલાંથી જ કહેતી હતી કે આ ટાપુ સાચેમાં ડેથ આઈલેન્ડ જ છે..મતલબ કે મોત નો ટાપુ.પહેલાં રોબિન ની હત્યા થાય અને એની લાશ ગાયબ થઈ જાય..હવે કોમલ ની કોઈ કરપીણ હત્યા કરી જાય..આપણે આ ટાપુ મુકીને નીકળી જવું જોઈએ.."જેડી આક્રોશ સાથે બોલ્યો.

"પણ કોમલ નાં મૃતદેહનું આપણે શું કરીશું..?"પૂજા બોલી.

"તમારે લોકો એ અહીંથી નીકળી જવું જ હોય તો આપણે કારમાં નીકળી જઈએ.. અને કોમલની લાશને પણ જોડે લેતાં જઈએ.."રોહન બધાં ની તરફ જોતાં બોલ્યો.

"હા રોહન સાચું કહે છે..આપણે કોમલની ડેડબોડી પણ જોડે લઈને જ જવી પડશે.."શુભમે કહ્યું.

પરસ્પર વાતચીત બાદ બધાં મિત્રો એ નક્કી કર્યું કે હવે અબધડી આ મોતનો દ્વીપ મુકીને ત્યાંથી નાસી છુટવું..અને કોમલની લાશને પણ પોતાની સાથે લેતાં જવું..પોલીસ તપાસમાં બધાં સાચી જુબાની આપશે જેથી પોલીસ ત્યાં પહોંચી સાચી તપાસ કરી કોમલનાં હત્યારા સુધી પહોંચી શકે.

ત્યારબાદ રોહન,જેડી અને શુભમ કોમલના મૃતદેહ ને ઊંચકીને બહાર લાવવા એનાં બાથરૂમમાં પ્રવેશ્યાં..અચાનક શુભમે કોમલના હાથની નજીક બાથરૂમની ફર્શ પર લોહીથી કંઈક લખેલું જોયું..એ તરફ ધ્યાન આપીને જોતાં શુભમને લાગ્યું કોમલે પોતાના હાથ વડે પોતાનાં લોહીનો ઉપયોગ કરી આ નામ લખ્યું હતું..એ નામ હતું રોબિન.

શુભમ દ્વારા એ લખાણ બીજાં ને બતાવતાં એ લોકો સમજી ગયાં કે કોમલ મરતાં પહેલાં પોતાનાં હત્યારાનાં નામનો ઉલ્લેખ કરવા માંગતી હોવી જોઈએ..જેનો અર્થ સાફ હતો કે કોમલ ની હત્યા રોબિને કરી હતી..પણ રોબિન ને કોમલની હત્યા કરી મળ્યું શું..?એ બધાં ની સમજથી ઉપર હતું.એ લોકો એ રોબિન ને મૃત સ્થિતિમાં ફ્રીજની અંદર રાખ્યો હતો તો એ જીવિત કઈ રીતે થઈ ગયો એ વાત પણ એક મોટો પ્રશ્ન હતી.

કોમલ ની લાશ ને ત્યાંથી ઉઠાવી ત્રણેય મિત્રો એ કારમાં ગોઠવી દીધી..હવે ત્યાંથી જેમ બને એમ બધાં વહેલી તકે નીકળી જવા માંગતા હતાં.. ફટાફટ બધાં પોતપોતાનો સામાન લઈને કારમાં સવાર થઈ ગયાં.. રોહને પોતે ત્યાંથી નીકળે છે એવું દામુ ને જણાવ્યું અને કારનાં એક્સીલેટર પર પગ મુકી એને દરિયાકિનારે જતાં રસ્તા તરફ ભગાવી મુકી.

**************

એ લોકો મનોમન માની રહ્યાં હતાં કે આ ગોઝારી જગ્યાએથી એમનો બહુ જલ્દી છુટકારો જવા થઈ રહ્યો છે..પણ કહ્યું છે ને નિયતીનું જ ધાર્યું થતું હોય છે..કુદરત કરવટ બદલે ત્યારે કોઈનાં હાથમાં કંઈ રહેતું નથી એવું એ બચેલાં છ મિત્રો સાથે થવા જવાનું હતું એ વાતથી એ બધાં સાવ બેખબર હતાં.

હજુ એ લોકોની કાર હવેલીથી માંડ ફક્ત દોઢેક કિલોમીટર આગળ વધી હતી ત્યાં કારનું એક ટાયર નીકળી ગયું..જેનાં લીધે રોહને કારનાં સ્ટેયરિંગ પર કાબુ ગુમાવી દીધો અને કાર રસ્તા પરથી ફંગોળાઈ બાજુનાં ઢોળાવ પર ખડકો સાથે અથડાતી અથડાતી નીચેની તરફ જવા લાગી..કારનાં આમ અચાનક ઢોળાવ પર ગબડવાનાં લીધે કારની અંદર હોહા થઈ ગઈ હતી..છોકરીઓની ચીસો અને રડવાનો અવાજ જોરજોરથી આવી રહ્યો હતો.

મોત હવે પોતાનો નગ્ન નાચ કરવા એમને માથે મંડરાઈ રહી હતી..ડરથી બધાં એ આંખો મીંચી લીધી હતી..અચાનક કાર એક ઘટાદાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ અને ગબડતાં અટકી ગઈ..પણ કાર ની વૃક્ષ સાથેની ટક્કર એટલી જોરદાર હતી કે એનું આગળનું બોનેટ કચ્ચરઘાણ થઈ ગયું.એની અંદરથી નીકળતાં ધુમાડા નજીકમાં કારમાં આગ લાગવાનાં એંધાણ આપી રહ્યાં હતાં.

કારની અંદર બેસેલાં બધાં ને થોડું ઘણું વાગ્યું હતું..ઘણાં નાં માથે કાર નાં આગળનો કાચ તૂટીને એની કરચ ટકરાતાં લોહી નીકળી રહ્યું હતું..તો કોઈનાં હાથ-પગ પર ઘસરકા પડ્યાં હતાં.

"જલ્દી પોતપોતાનો સામાન લઈને બહાર નીકળો...ફાસ્ટ.."શુભમે ચિલ્લાઈને કહ્યું.

શુભમનો અવાજ સાંભળી બધાં હરકતમાં આવ્યાં અને જેમ-તેમ કરી કારનો દરવાજો ખોલી બહાર આવી ગયાં.

"કાર માં આગ લાગવાની છે માટે જલ્દી દુર ભાગો.."મોટાં સાદે રોહન બોલ્યો.

રોહનની વાત સાંભળી બધાં દોડતાં કારથી સોએક મીટર દૂર આવી પહોંચ્યા..અચાનક જેડી ને કંઈક યાદ આવતાં બોલ્યો.

"કોમલની લાશ તો કારમાં જ રહી ગઈ.."

"ઓહ માય ગોડ.. તો ચાલો.."રોહન શુભમ અને જેડી ને ઉદ્દેશીને બોલ્યો અને કાર ભણી જતો હતો ત્યાં તો કારમાં જોરદાર બ્લાસ્ટ થયો અને કાર ભડભડ સળગી ઉઠી..મતલબ એની સાથે કોમલ પર સળગીને ભડથું થઈ ચૂકી હતી.આ દ્રશ્ય જોઈ બધાં નો ચહેરો મદડાં ની માફક ફિક્કો પડી ગયો હતો.

આ આઈલેન્ડ પર પગ મુકવો એ એ લોકોની જીંદગી ની સૌથી મોટી ભૂલ હતી એ વાતની એમને સાબિતી મળી ગઈ હતી..રોબિન કે પછી દંતકથા મુજબનાં સિરિયલ કિલરની આત્મા દ્વારા કોમલની હત્યા કરાઈ હોવાની શકયતા એ લોકો મહેસુસ કરી રહ્યાં હતાં.

"ભગવાન કોમલની આત્માને શાંતિ આપે.."રડતી રુહી ને ગળે લગાવી શુભમ બોલ્યો.

"કાશ આપણે એની વાત માની ગયાં હોત રોહન.."રોહન નાં ખભે માથું મૂકી રડતાં રડતાં મેઘા બોલી.

મેઘા અને રુહી જેવી હાલત પૂજા ની પણ હતી..જેડી,શુભમ અને રોહન અત્યારે પોતપોતાની ગર્લફ્રેન્ડ ને સાંત્વના આપવાની કોશિશ કરી રહ્યાં હતાં..હા એ વાત અલગ હતી કે રોબિન અને કોમલ ને ખોવાનું દુઃખ એમને પણ એટલું જ હતું.

"રોહન,હવે કઈ તરફ જઈશું..?"જેડી થોડીવાર પછી રોહન તરફ જોઈને બોલ્યો.

"મને લાગે છે આપણે દરિયાકિનારાથી તો ઘણાં દુર છીએ પણ હવેલીની નજીક છીએ..કેમકે આપણે વધુમાં વધુ ચારેક કિલોમીટર પણ દૂર નહોતાં આવ્યાં.."ચિંતિત વદને રોહન બોલ્યો.

"એ સિવાય બીજી એક વાત આપણે અત્યારે ખાઈ માં છીએ..મતલબ આપણે હવે જ્યાં પણ પહોંચવું હોય એ માટે ઢોળાવ ચડવો પડશે.."ઉપર જતી ચટ્ટાન તરફ નજર ફેંકતા શુભમ બોલ્યો.

એની વાત સાંભળી બધાં ની ચિંતા માં વધારો થયો..કેમકે એમની હાલત વધુ ચાલી શકાય એવી નહોતી.

"આપણે હવેલી પાછા જવું જોઈએ..ત્યાંથી બાલુ ને દરિયાકિનારે જઈને મદદ માટે કોઈને અહીં આવવાનું કહીશું.. મેં હવેલી નાં ગેરેજમાં એક સાયકલ જોઈ છે જેને લઈને બાલુ સરળતાથી દરિયાકિનારે પહોંચી જશે..ત્યાં પહોંચી આપણે આપેલાં મોબાઈલમાંથી રોહનની કંપનીનાં મેનેજર ને કોલ કરી તાત્કાલિક મદદ માટે કોઈને અહીં મોકલી આપવાનું જણાવશે.."શુભમ વિચારીને બોલ્યો.

"That's great idea.."મેઘા બોલી.

"શુભમ ની વાત સાચી છે આપણે હવેલી પાછાં જવાનો પ્રયત્ન કરવો જોઈએ.."જેડી બોલ્યો.

આખરે સર્વાનુમતે ત્યાંથી હવેલી તરફ બધાં પાછાં જશે એવું નક્કી થયું..ત્યારબાદ એક બીજાને ટેકો આપતાં એ લોકો જે દિશામાંથી આવ્યાં હતાં એ દિશા તરફ આગળ વધવા લાગ્યાં.બપોર પડતાં જ સુરજનો આકરો તડકો એ લોકોને હંફાવી રહ્યો હતો..પૈસાદાર પરિવારમાંથી આવતાં હોવાનાં લીધે આવો સીધો આકરો તાપ એ લોકોએ સહન નહોતો કર્યો માટે ચાલવું એ લોકો માટે કઠીન પડી રહ્યું હતું.

જોડે પીવાનું પાણી હતું એ બધું પણ ખત્મ થઈ ચૂક્યું હતું અને ઉપરથી ત્યાં ફેલાયેલાં ઝાડી-ઝાંખરામાંથી આગળ વધવું મુશ્કેલ થઈ રહ્યું હતું.એક્સિડન્ટ વખતે થયેલાં ઘા પર જ્યારે જ્યારે પરસેવો સ્પર્શતો ત્યારે પીડા અને દર્દની અનુભૂતિથી એ લોકો નો ઉંહકારો નીકળી જતો.

જંગલનો ભૂલ ભુલામણી ભર્યો રસ્તો એમને દિશાભ્રમ કરી રહ્યો હતો..વારંવાર એ લોકો એક ને એક જગ્યાએ ફરીને પાછાં આવી જતાં.. આ વાતની જ્યારે એ લોકોને ખબર પડી ત્યારે એમનો થાક બેવડાઈ ગયો..આ ડેથ આઈલેન્ડ નું જંગલ નક્કી એમને જીવતાં ગળી જવાનું હતું એવી કલ્પના એ બધાં મિત્રો મનોમન કરી રહ્યાં હતાં.

આ દરમિયાન બે લાલાશ પડતી ચમકતી આંખો એમની પાછળ પાછળ દબાતાં પગલે આગળ વધી રહી હતી..!!

★★★★■■■★★★★

વધુ આવતાં ભાગમાં..

એ લોકો ની પાછળ કોણ આવી રહ્યું હતું??શું એ લોકો સહી સલામત હવેલી સુધી પહોંચી શકશે..??કોમલની હત્યા રોબિને કરી હતી..??હવેલીમાં જોવા મળતો એ રહસ્યમયી વ્યક્તિ આખરે કોણ હતો???રોબિન જીવિત હતો કે મૃત??આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ