સેલ્ફી ભાગ-22 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સેલ્ફી ભાગ-22

સેલ્ફી:-the last photo

Paart-22

જેડી ની મોત થઈ ચૂકી હતી..પણ એ વાતથી બેખબર એનાં મિત્રો સવારે મોડે સુધી સૂતાં રહ્યાં.હવે તો દામુ પણ નહોતો કે એમનો ઉઠતાંની સાથે ચા નાસ્તો તૈયાર મળવાનો હતો માટે એ લોકો મોડે સુધી ઊંઘ ખેંચતા રહ્યાં.મેઘા સવારે ઉઠીને રોહનની બાહોમાંથી નીકળી સ્નાન કરવા બાથરૂમમાં ગઈ.

મેઘા એ બાથરૂમમાં જઈને એનાં પરિધાન દૂર કર્યાં અને શાવર ચાલુ કર્યું..શાવરમાંથી આવી રહેલ શીતળ જળની બુંદો એનાં શરીરને અને મનને બંને ને ભીંજવી રહી હતી. મેઘા એ માથામાં શેમ્પુ નાંખ્યું અને શાવર નીચે ઉભાં ઉભાં જ પોતાનાં માથામાં હાથ ફેરવી સરખી રીતે પોતાની રેશમી ઝુલ્ફોને ધોવાનું શરૂ કર્યું..શેમ્પુ આંખમાં ના જાય એ માટે મેઘાએ પોતાની આંખોને પણ બંધ કરી રાખી હતી.

અચાનક મેઘાને એવું લાગ્યું કે પાણી થોડું ગરમ થઈ ગયું છે અને એની આંગળીઓને સ્પર્શ કરતો પદાર્થ પાણી તો નથી જ.વિસ્મય સાથે મેઘા એ આંખો ખોલી પોતાની ઉપર પડતાં એ દ્રવ્ય તરફ જોયું તો એનાં મોંઢેથી એક ભયાનક ચીસ નીકળી ગઈ અને એ ભયથી જમીન પર ફસડાઈ પડી.

મેઘાની ચીસ એટલી જોરદાર હતી કે એલાર્મ નાં દસ વખત વાગ્યાં બાદ પણ ના તૈયાર થનાર રોહન ઉર્ફે મેગી આજે પોતાનાં નિકનેમ મુજબ ઝબકીને ઉભો થઈ ગયો..મેઘા નાં ટેબલ પર પડેલાં વસ્ત્રો તરફ નજર પડતાં રોહન સમજી ગયો કે મેઘા અત્યારે બાથરૂમમાં હતી અને લગભગ એની સાથે કંઈક ભયાનક ઘટના બની હતી.રોહન ઉભો થઈ બાથરૂમની નજીક ગયો અને બાથરૂમનું બારણું જોરથી ખટખટાવતાં મેઘા ને અવાજ આપ્યો.

રોહન દ્વારા બે-ત્રણ વાર અવાજ આપવા પર પણ મેઘા દ્વારા કોઈ પ્રત્યુત્તર ના અપાતાં રોહનને કંઈક અઘટિત ઘટનાં બનવાનાં અંદેશ આવતાં એને મનોમન બાથરૂમનું બારણું તોડવાનું નક્કી કરીને ચાર ડગલાં પાછાં પડી પોતાનું શરીર જોરથી બારણાં સાથે અફડાયું.. બીજી વાર નાં પ્રયાસ પછી રોહન બાથરૂમનું બારણું તોડવામાં સફળ થયો.

રોહને જોયું તો ભીંજાયેલા શરીર અને ઉપવસ્ત્રોમાં મેઘા બાથરૂમની ફર્શ પર પડી હતી.રોહને જઈને જોયું તો એનાં શ્વાસોશ્વાસ અને ધબકારા યોગ્ય રીતે ચાલી રહ્યાં હતાં એટલે રોહનને રાહત ની લાગણી ઉત્તપન્ન થઈ.રોહને બાથરૂમમાં ટીંગાયેલ ટુવાલ મેઘા નાં શરીરની ફરતે વીંટી એનાં બેહોશ શરીરને ઉપાડીને બહાર લાવ્યો અને બેડ પર સાચવીને એને રાખી દીધી.

રોહને જગમાંથી થોડું પાણી લઈને મેઘા નાં ચહેરા પર છાંટયું..પાણી નો સ્પર્શ પામતાંની સાથે જ મેઘા ઝબકીને ઉભી થઈ ગઈ અને જોરજોરથી બોલવા લાગી.

"લોહી..લોહી.."

મેઘાનો અવાજ વધુ તીવ્ર હોવાથી આ વખતે તો છેક શુભમ અને રુહીનાં કાને પડ્યો.એ બંને પણ હમણાં જ રેડી થયાં હતાં એટલે જેવો એમને મેઘા નો અવાજ સાંભળ્યો એટલે દોડીને બંને રોહનનાં રૂમ આગળ પહોંચી ગયાં.

"રોહન શું થયું છે..બારણું ખોલ.."ચિંતિત સ્વરે શુભમ બારણું નોક કરતાં બોલ્યો.

શુભમ અને રુહી જોડે હશે તો અત્યારે મેઘા ને સાચવવી સરળ પડશે એમ વિચારી રોહન ફટાફટ ઉભો થયો અને જઈને પોતાનાં રૂમનો દરવાજો ખોલી દીધો.

"શું થયું છે ભાઈ..??કેમ મેઘા ઊંચા અવાજે ચીસો પાડી રહી છે..?"રોહન દ્વારા બારણું ખોલતાં જ શુભમ બોલ્યો.

"લોહી છે ત્યાં..લોહી છે ત્યાં.."મેઘા અત્યારે પણ એકનું એક રટણ કરે જતી હતી.

રુહી આવીને મેઘાની જોડે બેસી ગઈ અને એની પીઠ પર હાથ ફેરવતાં બોલી.

"મેઘા તું શાંત થઈ જા..પહેલાં તું થોડી સ્વસ્થ થા.."

રુહીનાં જોડે હોવાંથી મેઘા અત્યારે થોડી હૂંફ અનુભવી રહી હોય એવું એનાં અત્યારનાં વ્યવહાર પરથી લાગી રહ્યું હતું.રુહી એ આંખોનાં ઈશારાથી શુભમ જોડે પાણી મંગાવ્યું.શુભમ દ્વારા અપાયેલું પાણી રુહી એ મેઘા ને પીવડાવ્યું એટલે એ પ્રમાણમાં વધુ સ્વસ્થ બની.મેઘા હવે જવાબ આપવા યોગ્ય હતી એવું લાગતાં શુભમ બોલ્યો.

"રોહન શું થયું એ હવે જણાવીશ..?"

"ભાઈ મને ખબર નથી શું થયું..હું તો મેઘા ની ચીસ સાંભળી ઉભો થઈ ગયો અને બાથરૂમનો દરવાજો તોડી બાથરૂમમાં ગયો..ત્યાં મેઘા બેહોશ પડી હતી તો એને ઉપાડીને બહાર લાવી એને ભાનમાં લાવ્યો..ભાનમાં આવતાં જ મેઘા અત્યારે બબડી એમજ 'લોહી..લોહી..' ચિલ્લાવા લાગી.

"લોહી..??ક્યાં છે લોહી મેઘા..?"રોહનની વાત સાંભળતાની સાથે જ રુહીએ મેઘાની તરફ જોઈને પૂછ્યું.

રુહી એ પુછેલાં સવાલનો જવાબ આપતાં મેઘા એ પોતાની સાથે બનેલો વૃતાંત કહેવાનું શરૂ કર્યું.

"હું સવારે બાથરૂમમાં સ્નાન કરી રહી હતી..માથું ધોતી વખતે શેમ્પુ માથામાં ના જાય એ હેતુથી મેં આંખો બંધ રાખી હતી..અચાનક મને પાણી ની જગ્યાએ શાવરમાંથી પડતો તરલ પદાર્થ અન્ય કોઈ વસ્તુ હોય એવું લાગતાં મેં આંખો ખોલી..આંખો ખોલતાં જ મેં જોયું કે મારાં માથામાં,બાથરૂમની ફર્શ પર અને મારાં આખા શરીર બધે લોહી હતું..મેં નજર ઊંચે કરી જોયું તો શાવરમાંથી પણ લોહી આવી રહ્યું હતું."

"આ બધી વસ્તુમાંથી હું મારી જાતને સંભાળું એ પહેલાં તો મેં મારાં શરીર પર કોઈ સ્પર્શ કરતું હોય એવું અનુભવ્યું..આ સ્પર્શ કરનાર બે હાથ મારાં શરીર પર ફરી રહ્યાં હતાં..આ હાથ ખૂબ વિચિત્ર હતાં એને જોતાં જ મારી ચીસ નીકળી ગઈ અને હું બેહોશ થઈને બાથરૂમમાં જ ફસડાઈ ગઈ."

પોતાની વાત પૂર્ણ કરતાંની સાથે મેઘાનાં કપાળે પરસેવો ઉભરાઈ ગયો હતો..એનો ચહેરો પણ રૂ ની પુણી ની માફક સફેદ થઈ ગયો હતો.એનાં ચહેરાનું બધું નૂર જાણે ક્યાંક ગાયબ થઈ ગયું હોય એવું લાગી રહ્યું હતું.

મેઘા ની વાત સાંભળી શુભમ ઉભો થઈને બાથરૂમમાં ગયો જ્યાં એને બાથરૂમમાં લોહીનાં કોઈ પ્રકારનાં ચિહ્નો જોવાં ના મળ્યાં. વિચારમગ્ન અવસ્થામાં શુભમે રોહનની સમીપ આવી કહ્યું.

"પણ અંદર તો એવું કંઈ દેખાતું નથી.."

"શુભમ હું પણ તારી માફક આખાં બાથરૂમમાં ચેક કરીને આવ્યો..મેં શાવર પણ ચાલુ કરી જોયું પણ એમાંથી પાણી જ આવે છે.."રોહન બોલ્યો.

"રોહન..તને એવું તો નથી લાગતું ને કે હું ઝુઠું બોલી રહી છું..?ત્યાં સાચેમાં શાવરમાંથી રક્ત પડી રહ્યું હતું અને બાથરૂમમાં મારી સાથે બીજું કોઈ પણ હતું.."રડમસ સ્વરે મેઘા બોલી.

મેઘાની મનોસ્થિતિ અને પરિસ્થિતિ ની ગંભીરતા ને સમજી રોહન મેઘાની જોડે જઈને બેઠો અને એનાં હાથ પર પોતાનો હાથ મૂકી બોલ્યો.

"મેઘા મને ખબર છે તું સાચું કહી રહી છે..પણ અત્યારે તું આરામ કરે એમાં તારી ભલાઈ છે.."

રોહન પોતાની ઉપર વિશ્વાસ મૂકી રહ્યો હતો એ વાત જાણ્યાં બાદ મેઘાને ઘણું સારું લાગી રહ્યું હતું..શુભમ,રુહી અને રોહન પોતાની જોડે હોવાં છતાં મેઘા ને કોઈ અનહોની ભય સતાવી રહ્યો હતો.

"રોહન..આપણાં કરેલાં કર્મોની આ સજા છે.."રોહનની તરફ જોઈને ખૂબ હળવેકથી મેઘા બોલી..મેઘા આ બોલી એ દરમિયાન રુહી અને શુભમ વાતચીત માં વ્યસ્ત હતાં એટલે રોહને આંખોને પહોળી કરી મેઘાને ચૂપ થઈ જવા કહ્યું.

રોહનનાં ઈશારાનો મર્મ સમજી મેઘાએ પોતાની વાત ત્યાંજ અટકાવી દીધી.મેઘા તો ચૂપ થઈ ગઈ અને પોતાની વાત અધૂરી પણ રાખી પણ એની આ અધૂરી વાતે રોહનને વિચારતો કરી મુક્યો હતો.રોહનનાં ગળામાં જ થૂંક અટકી ગયું.છતાંપણ રોહન જેમ-તેમ કરી પોતાની જાતને સંભાળી રહ્યો હતો.

"મેઘા તું આરામ કર.. અમે લોકો અહીં જ તારી જોડે બેઠાં છીએ.."મેઘા નું કપાળ ચુમી રોહન લાગણીસભર અવાજે બોલ્યો.રોહન ભલે છેલબટાઉ હતો અને ઘણી છોકરીઓ સાથે મોજમજા કરી ચુક્યો હતો પણ એનાં મન મેઘા ખાસ હતી.

"તમે બેસો હું નીચે જઈને ચા બનાવતી આવું.."રુહી ઉભાં થતાં બોલી.

"રુહી ઉભી રે..હું પણ તારી સાથે આવું છું.."આટલું કહેતાં રોહન પણ રુહીની સાથે જવા તૈયાર થયો.

"મેઘા તું તારાં ભીનાં કપડાં ત્યાં સુધી ચેન્જ કરીને નવાં કપડાં પહેરી લે.."શુભમ અને રુહી નાં બહાર જતાંની સાથે જ રોહને મેઘાને કહ્યું.

"પેલાં જેડીને પણ પૂછતાં જજો કે મહારાજા આજે ચા સાથે નાસ્તો કરશે કે નહીં.."સ્મિત સાથે રોહન બોલ્યો.

"હા યાર..જેડી ને તો આપણે ભૂલી જ ગયાં.."આટલું કહી રુહી અને શુભમ રોહનનાં રૂમમાંથી નીકળી બહાર લોબીમાં આવ્યાં.

"શુભમ,બાથરૂમમાં શું સાચેમાં લોહી નહોતું..?"બહાર આવતાં જ શુભમનાં કાનની સમીપ પોતાનું મુખ લાવી એકદમ ઘીમાં અવાજે રુહી બોલી.

"રુહી મેં ત્યાં જઈને જોયું તો મને પહેલાં અંદાજે તો ત્યાં મેઘા કહેતી હતી એ પ્રકારની લોહીની કોઈ નિશાની ના પડી..પણ હું જેવો બાથરૂમમાંથી નીકળવા જતો હતો ત્યાં મારી નજર શેમ્પુની બોટલ પર પડી.શેમ્પુની બોટલ પર હજુપણ લોહીની આંગળીનાં નિશાન હતાં.એનો મતલબ કે મેઘા સાચું બોલી રહી હતી."શુભમ એક એક શબ્દ પર ભાર આપતાં બોલ્યો.

"અને તું વાત વધુ વણસે નહીં એટલે ચૂપ રહ્યો..am i right..?"રુહી શુભમની તરફ જોઈને બોલી.

"Ya honey..you are right.."રુહી તરફ જોઈ સ્મિત સાથે શુભમ બોલ્યો.

"હું ચા બનાવવા જાઉં..તું જઈને જેડીને પૂછતો આવ કે એ નાસ્તો ખાશે કે નહીં.."દાદરા જોડે પહોંચી શુભમને આદેશ આપતાં રુહી બોલી.

"સારું my dear.."આટલું બોલી રોહન જેડી નાં રૂમની તરફ આગળ વધ્યો..જ્યાં એક નવું આશ્ચર્ય એની રાહ જોઈને ઉભું હતું.

★◆■◆★■◆★■◆★

વધુ આગળનાં ભાગમાં..

મેઘા જોડે બનેલી ઘટનાનું રહસ્ય શું હતું..??મેઘા અને રોહન શું સત્ય છુપાવી રહ્યાં હતાં..?એ જેકેટ પહેરેલ વ્યક્તિ કોણ હતો..??જેડી ને બતાવેલાં ફોટો નું રહસ્ય શું હતું??દામુ સાથે શું થયું હતું..??પૂજા એ ચોરેલાં એ આભૂષણો આખરે કોની જોડે હતાં..??હવે કોનો વારો હતો..??આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ