સંભવામિ યુગે યુગે ભાગ ૧૮ Jyotindra Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

સંભવામિ યુગે યુગે ભાગ ૧૮

ભાગ ૧૮

કોલેજ પહોંચીને સોમ લાયબ્રેરી તરફ જઈ રહ્યો હતો, પણ ભુરાનાં આગ્રહવશ સોમ લેક્ચર અટેન્ડ કરવા ગયો. પાયલે સોમની તરફ જોઈને સ્મિત આપ્યું. આ ત્રણ ચાર દિવસમાં તો તે પાયલને જાણે ભૂલી ગયો હતો. અજબ સ્થિતિ થઇ હતી સોમની ક્લાસમાં શારીરિક રીતે હાજર હોવા છતાં ગેરહાજર હતો. પાયલને અગાધ પ્રેમ કરતો હોવા છતાં આ સમયે તેના મનમાંથી પ્રેમ અદ્રશ્ય થઇ ગયો હતો. લેક્ચર પૂરું થયા પછી તે બહાર જઈ રહ્યો હતો, ત્યાં જ પ્રોફેસર અનિકેતે તેને રોક્યો અને કહ્યું, “કેમ છે સોમ? કેવી છે તારી તબિયત? ગામડે બધા કેમ છે? સુંદરદાસજી બાપુને મળ્યો હતો કે નહિ?” 

આવા અણધાર્યા સવાલોથી સોમ ડઘાઈ ગયો, તેને કઈ સુઝયું નહિ ત્યારે અનિકેતે કહ્યું, “તારી તબિયત તો ઠીક છે ને?” સોમે ફક્ત એટલું જ કહ્યું, “ઠીક છે , હું અત્યારે લાયબ્રેરીમાં જઈ રહ્યો છું. અનિકેતે કહ્યું, “ના આજનું મારુ લેક્ચર અટેન્ડ કરવું પડશે, પછી તું લાયબ્રેરીમાં જજે અને હા, મધુસુદન સર મળ્યા હતા ગઈકાલે પૂછતાં હતા હમણાંથી તું સંગીત વિદ્યાલયમાં ગયો નથી, એક વાર તેમને મળી આવજે.” સોમે કમને હા પાડી અને લેક્ચરમાં બેઠો.

 પ્રોફેસર અનિકેતે લેક્ચર શરુ કર્યું ત્યારે સોમનું ધ્યાન તેમની તરફ નહોતું પણ જેવો તેમણે આજના લેક્ચરનો વિષય બ્લેકબોર્ડ પર લખ્યો, સોમ ચમકી ગયો. તેમણે બ્લેકબોર્ડ પર ત્રણ અક્ષરો લખ્યા હતા "રાવણ ". પ્રોફેસર અનિકેતે બોલવાનું શરુ કર્યું. તેમણે કહ્યું, “આજે આપણે ઇતિહાસનું સૌથી ભયંકર અને અદભુત ચરિત્ર વિષે ભણીશું. કોણ હતો રાવણ? તે ઇતિહાસનો સૌથી મોટો ખલનાયક કેવી રીતે બની ગયો?” હવે સોમનું સપૂર્ણ ધ્યાન લેક્ચરમાં હતું, જાણે એક એક અક્ષર પી રહ્યો હોય. તેમણે આગળ કહ્યું, “ દૈત્ય પુત્રી અને એક બ્રાહ્મણનું સંતાન, એની કઈ વિશેષતાને લીધે પ્રખ્યાત થયો અને કયા કર્મોને લીધે કુખ્યાત થઇ ગયો. તેના પહેલા આપણે જાણીશું દેવ , દેવ , દાનવ અને દૈત્યો વિષે પુરાણો શું કહે છે. પુરાણ કથાઓ મુજબ કશ્યપ અને અદિતિના પુત્રો આદિત્યો અથવા દેવતાઓ કહેવાયા , કશ્યપ અને દિતીના પુત્રો દૈત્યો અને કશ્યપ અને દનુના પુત્રો દાનવ કહેવાયા.”

 પ્રોફેસર અનિકેત નો અવાજ ક્લાસરૂમમાં પડઘાઈ રહ્યો હતો, “ત્રણેય વચ્ચે સત્તા માટે સંઘર્ષ થતો રહેતો. દૈત્યરાજ માલી, સુમાલી અને માલ્યવાન ખુબ શક્તિશાળી હતા, તેમણે લંકા અને તેની આજુબાજુના ટાપુ જીતી લીધા હતા અને તે પછી પછી દેવાસુર સંગ્રામ થયો, જેમાં માલી મૃત્યુ શરણ થયો અને સુમાલી અને માલ્યવાન લંકા છોડીને પરિવાર સાથે દૂર જઈ વસ્યા.વિશ્રવાપુત્ર કુબેરને લંકાનો રાજા બનાવવામાં આવ્યો. પછી સત્તા પ્રાપ્તિમાટે સુમાલીએ પુલત્સ્ય ઋષિના પુત્ર વિશ્રવાની સેવામાં પોતાની પુત્રી કૈકસીને મોકલી, જેના પર મોહિત થઈને વિશ્રવા ઋષિએ તેની સાથે લગ્ન કર્યા અને તેમને ચાર સંતાનો થયા રાવણ , કુંભકર્ણ, વિભીષણ અને શૂપર્ણખા. આમ રાવણએ દૈત્ય અને આર્ય સંસ્કૃતિનું  વર્ણસંકર અપત્ય હતો. “

“રાવણ નાનપણથી તેજસ્વી હતો તેણે ચારેય વેદોનું અધ્યયન કર્યું હતું , સંગીતમાં પણ કુશળ હતો, તેમજ યુદ્ધવિદ્યામાં પ્રવીણ હતો તેના માટે કહેવાતું કે તેના એક મસ્તકની અંદર દસ વ્યક્તિઓ જેટલી બુદ્ધિ છે  તેથી એમ કહેવાતું કે તેને દસ મસ્તક હતા. એક વખત તે લંકા ગયો અને કુબેરને મળ્યો , તે અને કુબેર સાવકા ભાઈઓ હતા. લંકાના ઐશ્વર્યથી તે અંજાઈ ગયો. પાછળથી યુદ્ધ કરીને તેણે લંકા જીતી લીધી. તે પછી લંકાની આજુબાજુના ટાપુઓ પણ જીતી લીધા. દેવ, દાનવ, દૈત્ય , નાગ અને યક્ષોને સાથે લઈને તેણે રક્ષ સંસ્કૃતિની સ્થાપના કરી. રક્ષ સંસ્કૃતિમાં માનનારા રાક્ષસો કહેવાયા.”

“રાવણે જે પણ મેળવ્યું તે પોતાના બળ અને બુદ્ધિથી મેળવ્યું. તે ઉપરાંત રાવણ એક સારો કુટનિતિજ્ઞ હતો, તેણે પોતાની આણ ઉત્તર સુધી ફેલાવી દીધી હતી. સમય જઈ રહ્યો હતો તેમ રાવણ શક્તિશાળી થઇ રહ્યો હતો, તેને રોકવાની શક્તિ કોઈનામાં નહોતી. જેનામાં રોકવાની શક્તિ હતી તે દશરથ પુત્રવિયોગમાં મરણાસન્ન પડ્યા હતા. પણ કહેવાય છે ને કે સદ્ગુણો સાથે દુર્ગુણો પણ મળતા હોય છે. રાવણ એક સારો સંગીતજ્ઞ, સારો સાહિત્યકાર, સારો યોદ્ધા, સારો ગાયક, સારો કુટનિતિજ્ઞ હતો પણ તેનામાં એક મોટો દુર્ગુણ હતો, તેનો ક્રોધ અને અહંકાર. શૂપર્ણખાના અપમાનથી ક્રોધિત થયેલા રાવણે રામની પત્ની સીતાનું અપહરણ કર્યું અને લંકા લઇ આવ્યો અને આગળની વાતો બધાને ખબર છે, યુદ્ધની વાત કરીને હું રસરુચિ ભંગ કરવા નથી માંગતો.”

 તેમણે આગળ કહ્યું, “રાવણ વિષે વધુ વિવેચન હું પરમદિવસના લેક્ચરમાં કરીશ.” સોમની તંદ્રા તૂટી તેણે પ્રોફેસર અનિકેતને પૂછ્યું, “સર, પુરાણોમાં લખ્યું છે રાક્ષસો ભયંકર, ભીમકાય અને કુરૂપ દેખાતા હતા શું એ સત્ય છે?” અનિકેતે કહ્યું, “ના બધાય સામાન્ય વ્યક્તિ જેવા જ લાગતા, તેઓ કુરૂપ , ભયંકર અને સ્વભાવે ક્રૂર હતા એવી વાતો ક્યારે શરુ થઇ તેનો કોઈ ઉલ્લેખ નથી, પણ તેઓ તારી મારી જેમ સામાન્ય વ્યક્તિઓ હતા તે વાત સત્ય છે.” સોમે હકારમાં માથું હલાવ્યું અને ક્લાસમાંથી નીકળી લાઈબ્રેરી તરફ વધ્યો અને તેની પાછળ પાયલ.

ક્રમશ: