Skhitij bhag -19 books and stories free download online pdf in Gujarati

ક્ષિતિજ ભાગ-19

ક્ષિતિજ  મોઢું વિલુ કરીને પોતાનો ચેર પર બેઠો અને બોલ્યો. 

“ સાચે જ.. આ પપ્પા ને એકવાર ખાલી અમસ્તા જ કહ્યુ કે તમે જેમ કહો તેમ..એટલામાં તો એણે સગાઇ સુધીની વાત નકકી કરી નાંખી..મને ...તો..ડર લાગે છે યાર અવિ . બ્લાઇન્ડ ગેમ  રમતાં રમાઇ ગઇ.  હવે બાજી સારી નીકળે પ્રાર્થના કર ભાઇ..”

એટલામાં  પ્યુને આવીને કહ્યુ  .

“ સાહેબ કોઈ  મળવાં આવ્યુ છે..”
“ કોણ છે..? “
ક્ષિતિજે પુછ્યુ. પ્યુન જવાબ આપે એ પહેલાંજ  ક્ષિતિજ ની કેબીનનો દરવાજો ખૂલ્યો. અને ક્ષિતિજ  ત્યાંજ પોતાની જગ્યા પર ઉભો થઇ ગયો. 
“ તું  અહીયાં..!! અ..અઅ..ત્યારેએએએ.,?”
ક્ષિતિજ અને અવિનાશ બંને પોતાનો જગ્યાએ  આશ્ર્ચર્યથી ઉભા થઇ ગયા હતાં.  બંનેની આંખો એ વ્યકિત પર એકદમ સ્થીર હતી.. 
“ હા..હું  અહીંયા..”
“ પણ અત્યારે?”
ક્ષિતિજ  બોલ્યો. 
બંને ને જોઈ ને અવિનાશ  ધીરેથી એમની વાત માં ખલેલ પહોંચાડતા કહ્યુ.
“ મેએએએ...આઇ...લીવ?.. મારે..જવું જોઈએ..”
બંને એ અવિનાશ ની સામે જોઇ ને એક સાથે જ કહ્યુ..
“ ના... જરા પણ નહી”
અવિનાશ ઓલરેડી જવા માટે અડધો ઉભો થઇ ગયો હતો.  એ ફરી શાંતીથી બેસી ગયો. ચુપચાપ. 
“ મને કહ્યુ  છોકરી પસંદ કરી છે. ..ફકત..મને ભ્રમ માં  રાખી.અને હું  સાવ ઇનોસેન્ટલી તારી સાથે નિખાલસ વાત કરું..મન ખોલી ને બધું જ કહી નાખ્યુ .” 
“ અરે.... પણ...તું..”
“ તુ..તા..કંઇ નહી.  હવે આપણે કયારે સાથે રહેવાનાં નથી એ જાણવા છતાં પણ તે વાત છુપાવી.. શું કામ? . આ  આ તારો પ્રેમ? “
ક્ષિતિજ  એકદમ ઉંડો શ્વાસ લઇને છોડતાં બોલ્યો. 
“ ભાઇ અવિ જો..આ આવી ત્યારથી જ મને ખબર હતી કે કંઈ  થયું છે..મારા બાપા મને કયાંક શાંતી થી જીવવા નહી દે..આ આગ પણ એમણે જ લગાવી હશે.નહીતૉ આને ખબર કયાંથી પડે. ? “
“ જોયું  એટલે આ તો અંકલે કહ્યુ એટલે બાકી આની તો ઇચ્છા જ નોતી મને કહેવાની.. “
નિયતિ  એકદમ  ધુંધવાઈ ને અવિનાશ ની સામે જોઇ ને બોલી..બંને જણ અવિનાશ ને હાથો બનાવી ને  એકબીજાંને સંભળાવતા રહયાં.  અંતે અવિનાશ  ઉભો થયો  અને ફકત એટલું જ બોલ્યો. 
“ અરે.....એએએએ  બંને ચુપ...!!  આમાં  હું  કયાંય  જવાબદાર નથી.અને  મને હાથો બનાવ્યા કરતાં  હું  નીકળું  બંને સામસામું ડાયરેકટ ફોળી લ્યો.. આવજો.”
અવિનાશ ત્યા થી બહાર નીકળી ગયો.હવે ક્ષિતિજ ની કેબીનમાં ક્ષિતિજ  ,નિયતિ  અને શાંતી  હાજર હતાં.. સામસામે શું  બોલવું  એ ખબર જ નહોતી પડતી.અંતે નિયતિ એ શરુઆત કરી.
“ સોરી...!”
“ વ્હોટ...? “
ક્ષિતિજે અને સવાલ કર્યો. 
“ આઇ..સેડ સોરી..”
“ ઓહ..હમ.. બટ સોરી ફોર વ્હોટ?”
“ સોરી ફોર માય બિહેવીયર.. આમ અચાનક ઓફીસ મા આવોને  ..ડોક્ટર અવિનાશ ની સામે .અને ..”
ક્ષિતિજ  હસ્યો..
“ આપણે સાથે રહેવા નાં  નસીબ તકદીર માં લખાવી ને લાવ્યા હોય કે નહી પણ  આમજ હકથી વર્તવા નો તારો હક હંમેશાં રહેશે નિયતિ.  મેં  તને ખરેખર  પ્રેમ કર્યો છે. અને હા આજે સવારે મળ્યા પછી જયારે હું  ઘરે પાછો ગયો ત્યારે જ પપ્પા એ મને વાત કરી. એ પહેલાં  મને ખબર જ ન હતી. એટલેજ  મેં  અવિને બોલાવેલો.   અને સાંજે  હું  જયારે તને લેવાં આવત ત્યારે  કારમાં  આપણે એકલાંજ હોત.  એ વખતે હું  તને કહેવાનો હતો. પણ...”
ક્ષિતિજ  અટક્યો. 
“ પણ...મેં  અહીંયા  આવીને...?”
બંને થોડીવાર એકબીજાની સામે જોઈ  રહ્યા.  
“ નિયતિ..”
ક્ષિતિજ  ધીમે થી બોલ્યો. 
“ હમમ??..”
“ તુ  વાત જાણવાં માટે  એટલી બધી ઉતાવળી થઇ ગઇ કે..??”
“ કે..?”
નિયતિ એ ક્ષિતિજ સામે આંખો ઉંચી કરતાં  કહ્યુ. 
“ કે સાંજે હું  તને લેવાં આવું  એટલી રાહ પણ ન જોઈ  શકી..? શું  ખરેખર  હું  તારા માટે એટલો મહત્વ નો છું? કે તું  એટલું  પણ ન રહી શકી.અને ફોન કરવાને બદલે સીધી ઓફીસ પહોંચી ગઈ..”
નિયતિ  ક્ષિતિજ સામે જોઈ ને જરા હોઠનો ખૂણો મુકાવી ને બોલી.
“ હા.. ખુબજ.. પણ ક્ષિતિજ અંકલ નો ફોન આવેલો અને એમણે મને કહ્યુ કે આજે પપ્પા ને પણ સાથે લાવું.  અને કાલથી તો પ્રેમજી અંકલ ફરી આશ્રમમાં જતાં રહેશે તો આપણે હવે આમ એકલાં ન મળી શકાય.  અને વળી  સોમવારે મારી પણ સગાઇ છે . પછી બકરી ડબ્બે..તને મળવા કે વાત કરવાં ની તો દુર પણ ..કયારેય ફરી જોઈ પણ શકીશ કે કેમ..? .”
નિયતિ એ નિરાશ ચહેરે કહ્યુ. 
ક્ષિતિજ  હવે પોતાનો જગ્યા એ થી ઉભો થઇ નિયતિ પાસે ગયો. એણે નિયતિ ના ખભે હાથ રાખ્યો.  
“ નિયતિ  હજું પણ કહું છું.  અંકલ ને સગાઇ માટે ના પાડી દે.  એવું  ન થાય કે.. એમનાં  નિર્ણયો  નીભાવતા  આપણી જીંદગી ખલાસ થઈ જાય. અને પછી “
નિયતિ  એકદમ થી ક્ષિતિજ સામે જોઈ  રહી.એની આંખમાંથી આંસુ ની ધાર એની વેદના વર્ણવી રહી હતી.એણે બે ત્રણ વખત નકાર માં માથું ધુણાવ્યું. અને પછી ગળગળા અવાજે બોલી. 
“ ના..હું  પપ્પા ને ક્યારેય નીચા જોણું  નહીં કરું. કોઈ ના પણ માટે. એ જે કરે એમાં  મારું  સારું જ હોય “
“અઅઅ...હહ   નિયતિ  પ્લીઝ. હું  પણ મારા પપ્પા ને એટલો જ પ્રેમ  કરું છું.  બટ બી પ્રેક્ટીકલ.  આપણી જીંદગી ના મુખ્ય નિર્ણયો નો  અંતીમ ફેંસલો આપણો જ હોવો જોઇએ.  એવું  એમણે જ મને શીખવ્યું છે. આતો..તું  ના પાડે છે એટલે મે એ સંબંધ  સ્વીકાર કર્યો. પણ જો  તે હા પાડી હોત તો કોઈ ની તાકાત ન હતી કે મને એહ સંબંધ માટે હા  પડાવી શકે. હજુ પણ વાર નથી થઇ એકવાર વિચારી લે.. “
“ ના ક્ષિતિજ હવે ખુબ મોડું થઈ ગયું છે.  અને હા આપણાં વચ્ચે  થોડું પણ કંઈ જે હતું  એ વાતની અંશ માત્ર જાણ પપ્પા કે અંકલ ને થવી ન જોઈએ.  હું  નથી ઇચ્છતી કે આપણાં બંનેની સગાઇ પછી એમને કંઈ પણ જાણ થાય અને એમનાં નિર્ણય માટે એમને પછીથી વસવસો થાય. રાત્રે  મળીએ...”
નિયતિ હવે તુરતજ ઉભીથઇને ઓફિસની બહાર નીકળી ગઇ.ક્ષિતિજ  એને જતાં જોઈ રહ્યો.  
સાંજે  સાડાસાત થયાં હતાં.  હર્ષવદનભાઇ નાં  કહેવા મુજબ  ક્ષિતિજ  સીધો જ નિયતિ અને પંકજભાઇ ને લેવાં નીકળી ગયો.અને હર્ષવદનભાઇ અને મોહનભાઈ ઘરેથી સીધાં હોસ્પિટલ પહોંચી ગયાં.  આજે નિયતિ સાથે કાંઇ પણ વાત કરવાની શક્યતા ન હતી. પંકજભાઇ સાથે હોવાથી બંને ચુપ હતાં.  ક્ષિતિજ  મનોમન વિચારી રહ્યો હતો.
“ શું  યાર..મારા બાપા ને દિકરા ની સહેજ પણ દયા નથી.  છેલ્લા દિવસે થોડો સમય મળી ગયો હોત તો એટલું  પણ હું નિયતિ સાથે એકલો રહી શકત.પણ પણ સિધ્ધુ જ બોલી નાખ્યુ..પપ્પાને  લેતી આવજે..અને એ પણ  સાથે આવી ગયા..” 
 ક્ષિતિજ  વિચારતા વિચારતા  પણ કાચમાંથી  પાછળ બેઠેલી નિયતિ ને જોઈ લેતો હતો. અને નિયતિ પણ એને જરા સરખો નીરખી લેતી.  હોસ્પિટલ  આવતાં જ બધાં  પ્રેમજીભાઇ ના રુમમાં ભેગાં થયાં. જમ્યા  વાતો શરું થઇ  એટલે ક્ષિતિજ  બોલ્યો 
“ આવતી કાલે સવારે દસ વાગ્યે ડિસ્ચાર્જ આપશે. હું  ફોર્માલીટી  કંમ્પ્લીટ કરી ને આવું છું.  “ 
આટલું બોલતા એણે નિયતિ ને આંખ વડે સાથે આવવા ઇશારો કર્યો.  એટલે નિયતિ તરતજ બોલી..
“ હું..હું  પણ જાવ..?  પ્રેમજી અંકલ ની બધી ડીટેઇલ ને ફાઇલ મારી પાસે છે..”
બંને જણ ડોકટર ને મળી આવ્યા.  અને ફરી રુમ પર આવીને હેમંતભાઈ ને ડોકટરે કરેલાં સુચનૉ અને ધ્યાન રાખવાની બાબતો જણાવી. પ્રેમજીભાઇ ને પણ નવી દવાઓ  વિશે જણાવ્યું.હવે બધાં  ચુપચાપ બેઠાં હતાં.  મોહનભાઈ હેમંતભાઈ અને બાબુભાઈ પણ આશ્રમ જવા રવાનાં થઇ ગયાં.  હવે ફક્ત પંકજભાઇ અને હર્ષવદનભાઇ હતાં.  બંને નિયતિ અને ક્ષિતિજ ની સગાઈ ની વાતો કરી રહ્યા  હતાં.   
“ અરે..પંકજભાઇ  મેં તો પરમ દિવસે ક્ષિતિજ ની સગાઈ  આશ્રમમાં જ ગોઠવી છે..તમે પણ એમજ કરો ને .. બંને ની સગાઈ એકસાથે.. કેટલી મજા આવશે.અને આમપણ યોગાનુયોગ  બધું સાથે જ નક્કી થયું છે અને નિયતિ મારી દીકરી જેવી છે.એટલે એની સગાઈ તો હું  બિલકુલ મીસ કરવા નથી માંગતો. અને છોકરો અને એનાં ઘરનાંને પણ હું  મળી લઇશ .શું  કહો છો?  મેં  હેમંતભાઈ સાથે વાત કરી ને પરવાનગી પણ લઇ લીધી છે. તો તમે હા પાડો તો તૈયારી સાથે જ કરાવી નાખું..”
ક્ષિતિજ  ઉભો ઉભો હર્ષવદનભાઇ ની વાત પર કતરાઇ રહ્યો હતો..મનોમન વિચારી રહ્યો. 
“  શુ યાર..આ બાપુજી સગાઇ પણ શાંતી થી નહી થવા દે. સાલું જીવન આટલી અઘરી પરીક્ષા લેશે વિચાર્યું જ નહોતું..જેને પ્રેમ કરુ છુ  એની સામે જ સગાઈ કરવાની..અને પાછું  એને પણ નજર સામે કોઈ ના થતાં જોવાનું.. કેમ જીરવાશે..અને શું  નિયતિ જોઈ શકશે મને..? “
એ વિચારતા વિચારતા  હકીકતમાં ફર્યો. અને બોલ્યો. 
“ પપ્પા.. મને ભુખ લાગી છે..જમવાનું બાકી છે.  જોઅંકલને હજુ વાર હોય તો હું  જમી આવું  ?  પછી એમને અને નિયતિ ને ઘરે મુકી આવીશ. અને અવિ હમણાં  આવતો જ હશે .એને કંઈ કામ છે અહીંયા  .જો અંકલને મોડું થતું હોય તો હું  અવિને કહીદઉ એ ડ્રોપ કરી આવશે..”
ક્ષિતિજ ની વાત સાંભળતા જ પંકજભાઇ બોલ્યા..
“ અરે..બેટા એક કામ કરો ને..આજે તો નિયતિ પણ કયાંક ગઇ હતી એટલે એ પણ નથી જમી.  તુ  અને નિયતિ  જમી આવો  એને પણ ભુખ લાગી હશે..બરાબરને નિયતિ..?”
પંકજભાઇ ની વાત સાંભળી ને નિયતિ એ જટથી હા પાડી દીધી..
“ અમ.. હહહાઆ.. પપ્પા..જેમ તમે કહો એમ..પણ પછી આપણે ઘરે જવાનું..?”
“ એમ કરીએ..કે ક્ષિતિજ તને સીધી જ ઘરે મુકી જાય..કેમકે જમતાં થોડી વાર લાગશે અને હું  મારી રીતે ઘરે પહોંચી જઇશ.”
પંકજભાઇ ની વાત સાંભળતા જ બંને ની આંખમા ચમક આવો ગઇ. ખુશી એમના ચહેરા પર ચોખ્ખી વર્તાતી હતી.  
“ ના ના..અંકલ તમે એકલાં  ન જતાં  હું અવિ  ને કહીદઉ છું.”
ક્ષિતિજે તરતજ અવિનાશ ને કોલ કર્યો.  
“ અવિ તું  કયારે આવશે અહી  સિવિલ માં..? “
ક્ષિતિજ ની વાત સાંભળી અવિનાશ પણ વિચારવા લાગ્યો..કે મે આઆને કયારે કહેલું..? કે હું  સિવિલ જવાનો...?
“ હું  ..?   હું  આવવાનો હતો સીવીલ??”
અવિનાશે સામો સવાલ કર્યો. એટલે ક્ષિતિજ  તરતજ ચાલતાં ચાલતાં  રૂમની બહાર નીકળી ગયો.અને પછી ન બોલી શકાય એવી એક ગાળ એણે અવિનાશ ને બોલી..
“ બપોરે ઓફીસ આવીને કોણ કેહતું હતું કે મિત્ર ભીંસ મા હોય...ને બધી મોટી મોટી કોણ કરતુંતું..તો હવે જે બોલું  એમાં ફકત  હા પાડવાની બસ..હવે સાંભળ. અત્યારે મને નિયતિ ને ડિનર પર લઇ જવાનો મોકો સામેથી પંકજઅકલે આપ્યો છે. એટલે તું  કામ હતું કરી ને આવ અને પછી એના બાપા ને ઘરે ડ્રોપ કરી દેજે.. સમજાણું?.. એટલે મને નિયતિ સાથે થોડોક વધું સમય મળે..અને આમ પણ આ છેલ્લી વખત છે  કાલથી તો...તને ખબર જ છે..”
ક્ષિતિજે અવિનાશ ને બરોબર સમજાવી દિધો. પછી એ અંદર રુમમાં આવ્યો અને હર્ષવદનભાઇ ની રજા લઇ ને નિયતિ સાથે ઔપચારિકતા  થી બહાર નીકળી ગયો. જાણે નિયતિ ને પહેલી વખત મળ્યો હોય. નિયતિ પણ ડાહીડમરી થઇને  ક્ષિતિજ ની પાછળ  ચલવા માંડી.  બહાર આવી ને ગાડી માં  બેસતાં જ ક્ષિતિજે નિયતિ નો હાથ પકડી લીધો. 
“ ક્ષિતિજ  આ શું  કરે છે  ? “
ક્ષિતિજે  એના સવાલ ને ઇગ્નોર કરતાં કહ્યુ 
“  હું  બપોર થી એક વસ્તુ માર્ક કરું છું..તારામાં  કંઈ  બદલાયુ છે.”
નિયતિ  વિચારમાં પડી ગઇ.
“ આવું તો શું બદલાયું છે ?”
એણે ફરી સવાલ કર્યો. 
“ તુ  તમે પરથી  તું  કહેવા લાગી છે મને..”
ક્ષિતિજે એની સામે સ્માઇલ  કરતાં કહ્યુ. નિયતિ શરમાઇ ને થોડી આંખો ઝુકાવી. 
“  હવે ..? કયા જાવું છે ડિનર માટે?”
ક્ષિતિજે પુછ્યુ. 
“ ડિનર માટે  ?.. જયાં  ખુબ શાંતી થી આપણો આ સમય પસાર કરી શકાય..ત્યા.  મારા માટે જમવાનું મહત્વ નથી  “
“ તો શું...? મારે છે.? એમ?”
“ હા... છે..જયારે જમવાની કોઈ પણ વસ્તુ સામે હોય ત્યારે કંઈ  દેખાતુ નથી તને  “
એ થોડું  હસીને બોલી..
“ એમ ..તો પછી એક કામ કરીએ..આપણે સીધાં મારા ઘરે જઇએ.ત્યા  સંપુર્ણ શાંતી હશે.તારા અને મારા સીવાય બીજું કોઈ નહીં હોય.”
નિયતિ  સંપુર્ણ એકાંત ની વાત થી થોડી ગભરાઇ..
“ ના..ના..ઘર નહી.. અંકલ પણ નહી હોય અને.સાવ એકલાં..”
“ નિયતિ  હું  તને ખાઇ નહી જાવ.. આમ પણ હુ  વેજીટેરીયન છું..અને રહી વાત એકાંત ની તો આ આપણી જીદગી ની પહેલી અને છેલ્લી તક છે. શું ખબર આપણાં આવનાર લાઇફ પાર્ટનર સાથે આપણે સેટ થાય કે નહી. તો આ છેલ્લી વિતાવેલી ક્ષણો જ આપણને આખો જન્મારો કામ લાગશે . અને ડોન્ટ વરી આપણાં વચ્ચે એવું કઇ નહી થાય કે તને તકલીફ પડે. “
“  હમમ..”
નિયતિ ની સંમતિ મળતાં જ બંને ઘરે આવ્યા.  એકદમ શાંત વાતાવરણ.. ઘરમાં આવતાં જ ક્ષિતિજે ધીમું મ્યુઝીક  શરું કર્યું.  નિયતિ હજુ અજાણ્યા ની માફક દરવાજા પાસેજ ઉભી હતી..
“ અંદર આવને.. હુ  ઇચ્છુ છું  કે આ ઘરમાં તું  હંમેશના માટે આવે.પણ અત્યાર પુરતું આ ઘર ફકત ને ફકત તારું જ છે એ રીતે આવ..”
ક્ષિતિજે  નિયતિ ના હાથ પકડી એને અંદર લાવતાં કહ્યુ.  નિયતિ ધીમાં પગલે ક્ષિતિજ ની સાથે જ ઘરમાં અંદર પ્રવેશી. 
“ નિયતિ..”
“.હમમ”
“ આજે બહારથી મંગાવા કરતાં  તું જ કિચનમાં કંઈ બનાવી આપને.. “
“ હું??”
નિયતિ એ પુછ્યુ..
“ હા..તું.. જે ક્ષણો  આખી જીંદગી તારી સાથે માણવાની ઇચ્છા હતી એ જીંદગી હું  આ દોઢ બે કલાકમાં જ જીવી લેવાં માગુ છું.  તું  કંઈ  રસોઇ બનાવે અને હું તને બેસીને જોયાં કરું.. તું વારંવાર મને વાનગી નો સ્વાદ ચખાડયા કરે.  ..”
ક્ષિતિજ  બોલતાં બોલતાં  નિયતિ ની થોડો નજીક આવ્યો . એણે નિયતિ ના વાળ ની લટ આઘી કરતાં નિયતિ નો હાથ ફરી પકડયો. પણ નિયતિ  એને રોક્યો.. 
“ હા..તારી જે ઇચ્છા હોય એ કે .હું  બનાવી આપીશ પણ..આપણાં વચ્ચેનું ડિસ્ટન્સ મેઇન્ટેઇન કર..પ્લીઝ..મને મીસઅન્ડરસ્ટેન્ડ કર્યાં વગર વાત ને સમજવાનો પ્રયત્ન કર..”
ક્ષિતિજ ને નિયતિ ની વાત નો થોડો અણગમો થયો એટલે એણે તરતજ નિયતિ નો હાથ છોડી દિધો.
 “ તને તલ માત્ર વિશ્ર્વાસ નથી મારા પર..મે તને પહેલાંજ કહેલું કે તને ન ગમે એવું કશું નહી થાય.પણ હુ તને સ્પર્શી પણ ન શકું.. જાણું છું  કે આ સમય પછી કયારેય નહી આવે. તો થોડીવાર માટે તને વળગી ને ઊભો પણ ન રહું..? મારી મર્યાદા  હું  જાણું છું.  એક હગ તો આપણે આપણાં  મિત્રો ને નોર્મલી પણ કરતાં  હોય.અને આપણે તો હવે સંપુર્ણ અલગ થવાનાં..  છતાં જો તું  ઇચ્છે કે હું  અહીંયા થી જતો રહું.. તો “
ક્ષિતિજ  ત્યા થી સોફા તરફ ચાલવા લાગ્યો પણ નિયતિ એ તરજ એનો હાથ પકડી ને રોક્યો.
“ હું  જાણું છું  કે તું  અને હું  બંને આપણી મર્યાદા  જાણીએ છીએ . પણ આપણી એકબીજાં માટેની લાગણીઓ.. આ એકાંત..કંઈ ન થવા કરતાં કંઈ  થવાની શકયતાઓ ને નકારી ન શકાય  .. એ પણ હકીકત છે એને એમાં  આપણે બંને જવાબદાર બનશુ.  એટલે જ મે તને રોક્યો.. પણ જો તને ખરાબ  લાગ્યુ હોય તો સોરી.  .. હવે ચાલ કિચનમાં..શું  બનાવું..? અને યુ હેવ ટુ હેલ્પ મી..”
નિયતિ એ વાત ને હળવાશથી વાળી લીધી 
“ હેલ્પ  અને હું..? ..જમવામાં કરીશ.. બાકી બધું તું કરજે  ..”
ક્ષિતિજ  હસ્યો.  બંને કિચનમાં ગયાં..જે મળ્યુ  એમાથી થોડું ઘણું  બનાવી ને એકસાથે ડાઇનીંગ  ટેબલ  પર બેસી ને જમ્યા.  બંને એ સાથે જ વાતો કરતાં કરતાં  બધી સફાઈ પણ કરી.હવે સમય પુરો થયો સાથે રહેવાનો . 
“ નિયતિ.. તને આ સમય ગમ્યો ને  ..આપણી આખી જીંદગી ની આ ગીફટ..”
“ હા.”
“ હવે તને મુકી જાઉં?”
ક્ષિતિજે પુછ્યુ . પણ નિયતિ એ કઇ જવાબ વાળ્યો નહી.  એટલે ક્ષિતિજે બીજીવાર પુછ્યુ. 
“ નિયતિ..નિયતિ.હવે તને ઘરે ડ્રોપ  કરી દઉ.  પછી મોડું થશે તો અંકલ ને પણ ચિંતા થશે.”
ક્ષિતિજ ના આટલું  બોલતા જ નિયતિ ક્ષિતિજ ને વળગી ને એકદમ રડી પડી. એ ફક્ત બે ત્રણ વખત ક્ષિતિજ ના  નામ સિવાય બીજું કંઈ બોલી જ નશકી..ક્ષિતિજ  એની સ્થિતી સમજી રહયો હતો. કેમકે પોતે પણ એજ સિચ્યુએશન નો ભોગ અને ભાગ બંને હતો. એણે પણ નિયતિ ને ખુબ કસીને પકડી હતી.એ નિયતિ ના માથા પર ખુબ પ્રેમ થી હાથ ફેરવી રહયો હતો . થોડીવાર બંને કશું બોલ્યા વગરજ  ઘરનાં મેઈન ડોર પાસે એમ ને એમ ઉભા રહયાં.  નિયતિ રડી રહી હતી.તો ક્ષિતિજ ની આંખો માંથી  અવાજ વગરનાં મુંગા આંસુ  સરી રહ્યા  હતાં  થોડીવાર પછી પોતાની જાત ને સંભાળતા  ક્ષિતિજે નિયતિ ને પોતાનાં થી થોડી અળગી કરી..
“ બસ ..હવે જે થયું તે. પણ આપણે  એટલાં તો નસીબદાર છીએ કે આપણાં નસીબમાં આટલો સમય આપણી લાગણીઓ સાથે પ્રેમથી પસાર થયો. કેટલાંય હશે જેને આવો સમય પણ નહીં મળ્યો હોય. “
ક્ષિતિજે  નિયતિ ને સમજાવતાં  કહ્યુ.  નિયતિ હજું પણ માથું  ઝૂકાવી ને આંખો બંધ કરીને ઉભી હતી. ક્ષિતિજે  એનો ચહેરો જરા પોતાની સામે કર્યો  અને એના કપાળે એક હળવું  ચુંબન કર્યું.  પછી ફરી બોલ્યો.
“ નિયતિ  હવે ચાલ..  હવે આ ક્ષણ આપણાં માટે ખુબ અઘરી બની રહી છે . જો હવે વધું  એક મિનીટ પણ આ ઘરમાં  રહીશું તો કયારેય એકબીજાથી દુર થઇ નહી શકાય.પછી ભલેને સદેહ નજીક ન પણ રહેવાય.પણ મનને કયારેય મનાવી નહી શકાય.  “
ક્ષિતિજે  નિયતિ નો હાથ પકડયો અને બંને બહાર આવીને સીઘા કારમાં બેસી ગયાં.  નિયતિ એ હજુ પણ  ક્ષિતિજ નો હાથ ખુબ મજબુતાઈ થી પકડી રાખ્યો હતો. શબ્દોની ભાષા હવે ટુંકી પડતાં બંનેની આંખો જ ફકત બોલી રહી હતી.  નિયતિ નું  ઘર જેમ જેમ નજીક  આવી રહ્યુ હતું  એમ એમ બંનેની બેચેની વધતી જતી હતી. વિચારો ને કારણે હ્રદય અને મન બંને ખુબ તાણ અનુભવી રહ્યા હતાં.   એટલા મા જ. આઇસક્રીમ ની દુકાન આવતાજ નિયતિ બોલી.
“ આજે  તારે આઇસક્રીમ  નથી ખાવો...? “
એની આંખો ક્ષિતિજ સામે સ્થિર હતી. જાણે એને રોકવા ઇચ્છતી હોય. 
“ ના..” 
ક્ષિતિજે  જવાબ આપ્યો.
“ પણ કેમ?”
નિયતિ એ ફરી સવાલ કર્યો. 
“ નિયતિ  હું  પણ નથી ઇચ્છતો કે આ સમય પુરો થાય.પણ હકીકત  આપણને ખબર છે . એટલે હવે જાણી જોઈ ને જ અને  ટુકાવવો એજ સારું.  મને હતું  કે હું  ઢીલૉ પડીશ  પણ અહીંયા તો ઉંધુ  થયું.  “
“ હા...મારી સહનશક્તિ જવાબ આપી રહી છે. તારાથી અલગ નથી થવું. પણ..”
ક્ષિતિજે  ફરી એનાં આંસુ  લૂછયા. અને બંને નિયતિ ના ઘરે પહોચી ગયાં. નિયતિ ને પંકજભાઇ ને સોંપી અને ક્ષિતિજ  એકપણ વાર નિયતિ ની સામે જોયા વગરજ ત્યા થી નીકળી ગયો. નિયતિ પણ પોતાના રુમ માં જતી રહી. પંકજભાઇ  એ બંને ને જોઈ મનોમન  હસી રહયાં હતાં.  એમણે બંને ની પરિસ્થિતિ નો અહેવાલ આપવા હર્ષવદનભાઇ ને ફોન કરી ને વાત કરી.  ક્ષિતિજ રવિવાર સવારે હર્ષવદનભાઇ અને પ્રેમજીભાઇ ને આશ્રમમાં મુકી આવ્યો.  અને આખો દિવસ ઘરમાં પોતાનાં રુમમાં જ પડી રહયો.
 સોમવારે  સગાઇ માટે આશ્રમનાં ગાર્ડન માં તૈયારીઓ  થવા લાગી.રસ્તામાં  પ્રેમજી ભાઇ એ બાબુભાઈ ના દિકરા ની વાત   હર્ષવદનભાઇ ને જણાવી . નિયતિ પણ નિયમ મુજબ  આશ્રમે હાજર થઈ  ગઇ. અને સીધી હર્ષવદનભાઇ ના રુમ પર પહોંચી. હર્ષવદનભાઇ કોઈ ની સાથે ફોન પર વાત કરી રહ્યા  હતાં  .એટલે એ ત્યા દરવાજે જ અટકી ગઇ .

ક્રમશ:..










બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED