કંદર્પરાયે પોતાનાં દીકરા સાગરને આગળની કેરીયર અંગે પૂછ્યું કે એ આગળ ભવિષ્યમાં શું કરવા માંગ છે ? ત્યારે સાગરનેજ જવાબ નહોતી ખબર કે એને શું કરવું છે ? આગળ એજ્યુકેશન લેવા માટે એની ઇચ્છા હતી પરંતુ માત્ર નવુ ભણતર કરવાથી જીવનમાં ગણતર કે ઘડતર નથી થતું એ એવું માનતો એને લાગતું વધુ ડીગ્રીઓ પ્રાપ્ત કરવી એ માત્ર આજીવીકા સાધન માટે કદાચ ઉપયોગી નીવડી શકે પરંતુ જીવનમાં જે પળે મારે જે રીતે જીવવી છે કદાચ એમાં થોડાં વરસો ઓછા થઇ જશે.
સાગરે વિચાર્યું કે પાપાએ મને પૂછ્યું છે તો મારે મારો જવાબ તૈયાર રાખવો જોઇએ. ભલે મેં બે માસનાં બ્રેકની વાત કરીને એમની પાસે એટલો સમય લઇ લીધો છે પરંતુ જીવનની એક પળ હું જીવવા માટે બગાડવા નથી માંગતો ભલે મારું આયુષ્ય પૂર્ણ હોય, સૌ વર્ષનું હોય પરંતુ આ જીવનમાં આવતી કાલે શું થશે તે કોઇને ખબર નથી એટલે હું મારાં જીવનનું જીવવાનું ભાથુ આજ ઘડીથી બાંધવા માંગુ છું. જીવનનું ભાથુ એટલે આજીવીકા નથી જ પરંતુ આ... જીવીકા.. ને જીવવી છે. એને રોકડી નથી કરવી.
પાપા સાથેનાં સંવાદ પછી સાગર એકદમ ગંભીર અને અંર્તમુખી થઇ ગયો. પાપા એમની જગ્યાએ સાચાંજ છે. જીવનમાં એક પડાવ પુરો થયા પછી બીજા પડાવ પર આગળ જવા જીવવા માટે ગંભીરતા પૂર્વક નિર્ણય લેવાં પડે છે. અને મારે લેવાના છે અને પાપા એમની પિતાની ફરજ પ્રમાણે મને પૂછી રહ્યા છે. આ ઉંમરે મારાં પાપા મારાં માટે પિતા નથી પરંતુ એક સાચા અને અંગત મિત્ર છે એ મારાં વિચારોને જાણે સમજે છે અને એને માન આપે છે પરંતુ અનુભવની પૂંજી એમની પાસે વધુ છે માટે મારો વિચારેલો આગળના પડાવનો નિર્ણય હું એમની સામે રજૂ કરીશ અને પછી ચર્ચા કરીને તેઓ જે કહેશે એ સલાહ સર માથે ચઢાવીશ.
સાગરે વિચાર્યું કે હું પાપા સામે મારાં વિચારોનો પ્રસ્તાવ રાખીશ કે પાપા તમે મને ખૂબ સરસ સંસ્કાર આપી તાલિમ આપી મારાં બધાંજ શોખ પુરા કર્યા છે અને હવે હું આગળ... હજી કંઇ વિચારે પેહલાં એનાં મોબાઇલમાં રીંગ વાગી. એણે જોયું તો પાપાનોજ કોલ હતો. એણે તરતજ ફોન રીસીવ કરી કહ્યું "હાં બોલો પાપા. સામેથી કંદર્પરાયનો સતાવાહક અવાજ આવ્યો છતાં ખૂબજ મૃદુતાથી એમણે કહ્યું " આજે ગાયકવાડ પેલેસમાં શાસ્ત્રીય ગીત સંગીતનો સરસ કાર્યક્રમ છે રાત્રે 9.00 વાગે શરૂ થશે મારી ઇચ્છા છે કે આજે આપણે બંધા જઇશું મને કુટુંબ સાથે ખાસ આમંત્રણ છે. આવી તક ના ગુમાવવી જોઇએ એટલે તું પાછો કોઇ બીજો પ્રોગ્રામ બનાવી બેસે પહેલાંજ તને જાણ કરી. સાંભળીને સાગર એકદમ ખુશ થતાં બોલ્યો. પાપા જરૂરથી જઇશુંજ હું બીજો કોઇ પ્રોગ્રામ નથી બનાવવાનો અને જઇશ તો પણ એ પહેલાં ઘરે પાછો આવી જઇશ. અને સાચું કહું પાપા તમારો ફોન અવ્યો ત્યારે તમારાં જ વિચાર કરતો હતો. આ સાંભળી કંદર્પરાય મનમાં ખુશ થયાં પણ બોલ્યાં "અરે સાગર આ ઊંમરે પિતાનાં નહીં ગર્લફેન્ડનાં વિચારો કરવાનાં અને હસી પડ્યા. સાગરે પણ હસતાં હસતાં કીધુ પાપા તમારી મઝાક સમજ્યો પણ હું તમારો પુત્ર છું ને એટલે સવારે તમે કરેલી ટકોર ... મારાં આગળના જીવનનાં નિર્ણય અંગે વિચારતો હતો. કંદર્પરાયે કહ્યું "હાં દિકરા એ જરૂરી છે. મને લાગે કે જીવનની કોઇ પળ એમજ વિતવી ના જોઇએ. ઠીક છે તું વિચારી રાખજો શાંતિથી ચર્ચા કરીશું આજે તો આ પ્રોગ્રામ ફિક્સ એમ કહી ફોન મૂક્યો.
સાગરે ફોન મૂક્યો અને તુરંતજ એનાં વિચારોનો પ્રવાહ પલટાઇ ગયો એને રાત્રીનો વિચાર આવ્યો અને એને સીમાને ફોન કરવાનું મન થયું. એણે તુરંતજ સીમાને ફોન કર્યો. એકજ સેકન્ડમાં સીમાએ ફોન ઉપાડી કહ્યું "બોલો મારા સરતાજ કરો હુકુમ... સાગરે કહ્યું "મારી રાણી સાહેબા તમારાં દીદાર કરાવો તો સારુ. સીમાએ કહ્યું ઉઠીને તરતજ તો સ્નેપ મોકલ્યો હતો. સાગરે કહ્યું "તમારાં સરતાજ ને વારે વારે તમનેજ નીરખવાનું ગમે છે અને હસી પડ્યો... અરે સીમા હું એમજ કહું છું. જો હજી થોડી વાર થઇ છે અને પાછી તને યાદ કરીને ફોન કર્યો.
સીમાએ કહ્યું મારાં ચંચળ પ્રેમી હમણાંજ તને સ્નેપ મોકલું છું. પહેલાં વાત કરીલો. કેમ ફોન કર્યો છે ? સાગરે કહ્યું "કેમ ફોન કર્યો છે એટલે ? લે આતો કંઇ સવાલ છે ? હું તને ગમે ત્યારે ફોન કરીશ ગમે ત્યારે મળવા આવી જઇશ. આપણાં બેની વચ્ચે કોઇ કાયદા કાનૂન, નિયમ, સંયમ કંઇ નહીં ચાલે. સીમાએ કહ્યું "સમજી મારાં વ્હાલાં દુશ્મન બસ ગમે ત્યારે ફોન કરજો ગમે ત્યારે સ્નેપ મંગાવવો મળવા આવી જજો ઇટ્સ માય પ્લેઝર હું તૈયારજ હોઇશ. બોલો હવે ઓકે ? સાગેર કુત્રિમ રીસાતા કહ્યું " ઓકે ઠીક છે.... મોટી નિયમ વાળી... પછી કહું "સીમા મે તને ખાસ એટલે કરેલો કે "હમણાં પાપાનો ફોન હતો આજે રાત્રે 9.00 વાગે ગાયકવાડ પેલેસમાં શાસ્ત્રીય ગીત સંગીતનો કાર્યક્રમ છે પાપાને ફેમીલી સાથે ખાસ આમંત્રણ છે એટલે હું જવાનો છું એ કહેવાજ તને ફોન કર્યો. સીમા થોડીવાર વિચારમાં પડી ગઇ પછી બોલી. ઓકે કંઇ વાંધો નહીં તમે જઇ આવજો. કહેજો કેવો હતો કાર્યક્રમ. આમેય તમને તો મારી જેમ ગીત સંગીતનો ખૂબ શોખ છે અને તમારાં પાપાનેય છે. સાગરે એને અટકાવતા કહ્યું " ઓય મારી દુશ્મન" મારી જેમ" એટલે ? તારો જન્મ નહોતો એ પહેલાંનો મને શોખ છે. હું મારી માં નાં પેટમાં હતો ને ત્યારથી મને પાપા ગીત સંગીત સંભળાવતાં હતાં. પોતે ગાતાં અને માં ના પેટ પર હાથ મૂકી કહેતાં ઓય મારાં વારસદાર સાંભળે છે ને તું જન્મ લે તો આવાં બધાં શોખ હોવા જરૂરી છે. ઓરંગઝેબ જેવા નથી જન્મવાનું સમજી ?
સીમાએ હસતાં હસતાં કહ્યું " મને ખબર જ હતી કે નસ દબાવાની છે એટલે જ બોલી. પછી હસતાં હસતાં કહ્યું " તમે આવાં રુઠેલા પણ મને ખૂબજ વ્હાલા અને મીઠાં લાગો છો. તમારાં બધાંજ રૂપ મને ખૂબ વ્હાલાં છે. સાગરનો મૂડ રૃઠવામાંથી રોમેન્ટીક થઇ ગયો એ બોલ્યો "મારી જીગરની ટુકડી તું પણ મને ખૂબ વ્હાલી છે. સીમા કહે" જીગરની ટૂકડી ? અલંકાર તો સારો વાપરો. ઉપમા આપવા માટે કેવા કેવા સરસ શબ્દો છે. અને તમે ટુકડી ? એમ કહી બન્ને જણાં ખૂબ હસી પડ્યા.
સાગરે એકદમ ગંભીર થતાં કહ્યું "એ બધું ઠીક છે પરંતુ તું મને તમે તમે કેમ કહે છે ? કોલેજમાં તો તું કહેતી હતી અને આમ બે દિવસમાં તુંકાર અલંકારીક થઇ તમે ક્યાંથી થઇ ગયો ? તમે તમે ના કર જાણે હું વડીલ હોઊં હું તારાં જીવનો સહીયર તારો મિત્ર તારો પ્રેમી છું મારો તારાં માટે કાયમ સખી ભાવ રહેશે તુંજ મારાં દીલની અંદર અને મારી સૌથી નજીક નહીં કઊં મારાં માં સમાયેલી છે. બીજા સંબંધોમાં કહેવાતું હશે કે નજીક છીએ. આપણે તો એકમેકમાં છીએ.
સીમા કહે "ખબર નહીં આપણાં સંબંધનું સ્વરૃપ બદલાયું અને મારાંથી કુદરતી તમે કહેવાઇ ગયું. સાગર કહે "આપણાં સંબંધનું એકજ સ્વરૂપ છે હવે તું મારી અર્ધાગિન અને હું તારો સર્વસ્વ. એમાં કોઇ ઉપમાં કે અલંકાર નથી બધું જ એક થઇ ગયું. સામાજીક કે કોઇની હાજરીમાં ચાલશે આપણાં વચ્ચે નહીં જ આપણાં વચ્ચે તો બસ એકરસતા, એકરૂપતાં જ રહેવી જોઇએ. શરીર ભલે જુદા રહ્યાં. હું તને એવો પ્રેમ કરીશ કે સાગરમાં સમાયેલી સરીતા રૂપી સીમાને કોઇ અલગ રીતે જોઇ ઓળખી નહીં શકે બસ એક જળ એક જીવ એક ઓરા બની જઇશું. સીમા કહે "સાગર જ્યારે તમે બોલો છો ત્યારે... સોરી સાગર તું જ્યારે બોલે છે ત્યારે એમ લાગે હું સાંભળ્યા કરું મને ખૂબ સારું લાગે છે. મને થાય કે પ્રેમ કેટલો સરસ અને અદભૂત છે. ચોક્કસ પાત્ર તમને મળે જાણે સ્વર્ગ બની જાય છે. સાગર તમને આવાં વિચારો અને સ્કુરણા કેવી રીતે આવે છે ?
સાગરે હસતાં હસતાં કહ્યું "જ્યારથી તને પ્રેમ કરવા માંડ્યો ત્યારથી હું જાણે સાહિત્યીક થઇ ગયો છું મને જે સ્કુરે છે એ કહયાં કરું છું અને મને પણ ખૂબ આનંદ આવે છે. સીમા કંઇ પણ કહું પણ દરેક શબ્દ અને અલંકાર પાછળ ફક્ત મારો અમાપ પ્રેમજ છે બસ હું તને અપાર પ્રેમ કરીને મારું અને તારું બન્નેનું જીવન સિધ્ધ અને સમૃધ્ધ કરીશ.
"સાચું કહું સીમા તને મળ્યા પછી જાણે મારો અંદરનો અંતર આત્મા જાગી ગયો છે મને લાગે મારી ફૂંડલીં ની જાગૃત થઇ ગઇ છે. અને મને આવું સારું સ્કુરે છે. સીમાએ હસતાં હસતાં કહ્યું "હે મારાં ગુરુ મહારાજ ખમૈયા કરો બહું બહું ઉચ્ચ ના બોલશો મને સમજાય એટલી મર્યાદામાં રાખજો. અને બંન્ને જણાં હસી પડ્યાં.
સાગરે કહ્યું "શું કરે છે ? સીમાએ કહ્યું " કંઇ નહીં અત્યારે તો મંમીને મદદ કરું છું. અમારી ફોજદાર અમી તો સવારની વ્હેલી આવું છું કહીને ગઇ છે એટલે મારો રૂમ વ્યવસ્થિત કરતી હતી અને પછી તને ફોન કરવાનું જ વિચારતી હતી. હવે તો મારાં જીવનમાં તું આવી ગયો એટલે પળપળ તુંજ યાદ આવે છે. અને તારોજ ફોન આવી ગયો. બોલ કેવી મસ્ત ગતિવિધી.... સાગરે કહ્યું "ઓય ગતિવિધી નહીં એને ટેલીપથી કહેવાય. જેમ જેમ આપણે એકમેકમાં વધુને વધુ પરોવાતાં જઇશું. આવી બધી અગમ્ય સિધ્ધીઓ આપો આપ પ્રાપ્ત થઇ જશે.
"ઓકે ગુરુદેવ હું ફોન મૂકું મંમી બૂમ પાડે છે." સાગરે કહ્યું ઓકે તું નીપટાવ હું પણ થોડું રીડ કરી લઊં પછી તારી સાથે બધુ શેર કરીશ. બાય માય લવ. કહીને કીસીની આપ લે કરીને સાગરે ફોન મૂક્યો.....
*********
ડે.કમીશ્નર કંદર્પરાય પોતાની કચેરીમાં એમનાં હાથ નીચેનાં પોલીસ અધિકારીઓ સાથે ગંભીરતાપૂર્વક ચર્ચા કરી રહ્યાં હતાં. તેઓ ઇમરાનઅલી પકડાયો પછી થોડો રાહતનો દમ ખેંચ્યો હતો પરંતુ ખૂંખાર ગુંડો ભૂરો છટકી ગયો એનો અફસોસ હતો. કંદર્પરાયે કહ્યું " આપણને મળેલી બાતમી એકદમ ચોક્કસ હતી અને આપણે ઇમરાનને પકડવામાં સફળ થયાં છીએ. પરંતુ કોઇપણ હિસાબે ભૂરાને પકડવાનો છે. ઇમરાન કરતાં ભૂરો પકડાયો હોત તો બીજી રહસ્યમય વાતો જાણવા મળત.
કંદર્પરાયનાં ખાસ માણસ મજમુદારે કહ્યું "સર ખાસ રહસ્ય એટલે કે ઇમરાન પકડાયો એ સાચુંજ છેને અને આપણે એની એવી ખાતરદારી કરીશું કે બધું ઓકવા માંડશે. અને સર હમણાંથી રાજકારણ પણ ખૂબ ગંદુ થઇ ગયું છે. હાલનાં આપણી સરકાર ઘણાં સારાં કદમ ઉઠાવી રહી છે. પોલીસ અને લશ્કર બંન્નેને પૂરો સહયોગ અને છૂટ આપી છે જેથી આપણે ગુન્હેગારો અને આંતકીયોનો સફાયો કરી શકીએ.
ગુન્હાશોધક શાખાનું સંચાલન કરનાર હેગડે એ કહ્યું મજમુદાર તમારી વાત સાચી છે આવખતે સરકાર પક્ષ ઘણો સારો અને મજબૂત છે પણ મને જાણવા મળેલી માહિતી પ્રમાણે વરસો રાજ કરીને સત્તા ગુમાવેલી પાર્ટી જે અત્યારે વિરોધ પક્ષમાં છે એ લોકો સત્તા વિના રઘવાયા થયાં છે અને સત્તા પાછી મેળવવા માટે એલોકો ઘણી ગંભીર અને હલકી કક્ષાની રાજનીતિ કરી રહ્યા છે અને ખૂની હદકંડા અજમાવી રહ્યાં છે.
હેગડે એ વધુ માહિતી આપતાં જણાવ્યું કે વાત તો એટલી ગંભીર છે કે આ પક્ષનાં ગુંડાઓ જે લોકો નેતા બનીને ફરે છે એમણે એવું ષડયંત્ર રચ્યું છે કે આખા દેશમાં એમનાં મળતીયા અને ફોલ્ડરો અનેક ગુનાખોરી ફેલાવીને અંધાધૂંધી ફેલાવવા માંગે છે એ લોકોને માંગે એટલો પૈસો અને બીજી લાલચો આપીને નાની કુમળી બાળકીઓથી માંડીને ગમે તે ઊંમરની સ્ત્રીઓનો બળાત્કાર કરવો અને મારી નાંખવી આખાં દેશમાં એક સાથે આવી ઘટનાઓને અંજામ આપવા જઇ રહ્યાં છે અને વધુને વધુ આ સરકાર બદનામ થાય. કાયદો અને વ્યવસ્થા એટલી હદે નિષ્ફળ જાય અને ગુન્હાખોરી વકરે એવાં પ્રયાસો થઇ રહ્યાં છે અને આ માત્ર આપણાં રાજ્ય પૂરતું ષડયંત્ર નથી આખાં દેશવ્યાપી છે. એમાંય બિહાર યુ.પી. કાશ્મીર જેમાં આંતંક અને ગુન્હોગારો ઘણાં છે ત્યાંતો બાજી હાથમાંથી સરી રહી છે. સર ! મને લાગે છે કે આપણી જે બાતમી છે એ બીજા રાજ્યોની પોલીસ અને સામાજીક કામ કરતી સંસ્થાઓ અને એન.જી.ઓ જે પ્રમાણિક છે એમને પહોચાડીને દેશની કળીઓનું રક્ષણ કરવું જોઇએ અને અંધાધૂંધી અટકાવવી જોઇએ.
હેંગડે એક સાથે ઘણું બોલી ગયો. પછી શાંતિથી સાંભળીને કંદર્પરાયે કહ્યું" હેગડે તમારી વાત અને બધીજ માહિતી સાચી છે હું આ બધી માહિતીથી ખબરદાર છું અને કમિશ્નર સરને પણ મેં બધું કહેલું છે. આપણને બધાને "હવનયજ્ઞ" તરફથી ઘણી કામની અને ચોક્કસ માહિતી મળી રહે છે અને એ લોકો અભિનંદને પાત્ર છે. એ લોકો આજ જ્ઞાની સેવા કરી રહ્યા છે અને એ સંસ્થાનો વ્યાપ આપણાં રાજ્ય પુરતું નહીં પરંતુ આખા દેશમાં ફેલાયેલું કામ છે. એમનાં કામથી આપણે સમાજ સાચો આભારવશ છે.
કંદર્પરાયે બધું "મેં કમીશ્નર સરની પરવાનગી લઇ લીધી છે. આપણી ટીમે એટલે કે મજમુદાર હું અને હેગડે તમે પ્રો. મધોકની મદદથી ભૂરાને પકડવાનું અથવા એન્કાઉન્ટર કરવાનું અભિયાન પુરુ કરવું પડશે. એ ખતરનાક ગુન્હેગાર આમ સમાજમાં છૂટો ફરે એ ચિંતાજનક છે એક પછી એક ગુન્હાઓને કરતો જાય છે અને બીજા સાગરીતો ઉભા કરતો જાય છે અને સમાજમાં પોલીસની બદનામી વધી રહી છે. આપણાં ઉપર સરકાર અને કેન્દ્રસરકારની ભીંસ અને તાકિદ વધતી જાય છે.
ઉપરથી તો એવો ઓર્ડર છે કે તમારે જે એકશન લેવા પડે એ લો પરંતુ આ ગુન્હેગારોને તત્કાલ પકડીને જેલ ભેગા કરો લોકોને સુરક્ષાની ખાત્રી કરાવો.
મજમુદારે આટલી ગંભીરવાત વચ્ચે કંદર્પરાયને પ્રશ્ન કર્યો સર આપણી હવનયજ્ઞ-એન.જી.ઓ. સાથે ગુપ સમજૂતી છે જે આપણે ગણતરીનાં લોકો જ જાણીએ છીએ. મધોક સર પણ રીટાયર્ડ પોલીસ કમીશ્નર છે છતાં એમને પ્રોફેસર મધોક કેમ કહેવાય છે ?
કંદર્પરાયે મંદ મંદ હસતાં કહ્યું મજમુદાર, મધોક સાહેબ આપણાં સીનીયર હતાં. એમની આખી કારકીર્દીમાં મધોક સાહેબે પોલીસની ફરજો બજાવ્યા સાથે સમાજ સુધારણાનાં અનેક કામ કર્યા છે. અનેક એન.જી.ઓ.સાથે જોડેયલાં છે અને સમાજમાં કાયદા અને વ્યવસ્થા જાળવવા ઉપરાંત સનાતન ધર્મનાં સિધ્ધાંતો કેવી રીતે સમાજ ઉપયોગી અને વિજ્ઞાન સાથે જોડાયેલાં છે એનું એમનીપાસે સમૃધ્ધ જ્ઞાન છે અને એનો લાભ એ દરેક જગ્યાએ આવતાં એમનાં પ્રવચનો અને સમાજ સભાઓ થકી અને બધાંને સમજાવતાં એમનાં આ શિક્ષક પ્રોફેસર સમાન ગુણને કારણે પોલીસમાં હોવાં છતાં પ્રો.મધોકે તરીકે પ્રખ્યાત થયાં. આજે રીટાયર્ડ થયા પછી પણ અવિરત સેવાનાં અને કાયદાને મદદ કરવામાં કામ કરી રહ્યા છે. મારી પણ આજ ઇચ્છા છે રીટાયર્ડ થયા પછી હું એમની સાથે જોડાઇ જઇશ. એમનું કામ મારા માટે આવતીકાલનું લક્ષ્ય બની ગયું છે.
હેગડેએ કહ્યું "હવે કમીશ્નર સાહેબ રીટાર્યડ થવાનાં તમારું કમીશ્નર તરીકે પોસ્ટીંગ પાકુંજ છે. અમે રાહ જોઇ રહ્યાં છીએ અને એના માટે તમારી પૂરી લાયકાત અને હકદાર છો. કંદર્પરાયે કહ્યું ત્યારની વાત ત્યારે બધુ સરકાર અને ખાતકીય કામકાજ કરતાંઓનાં હાથમાં છે. એટલામાં કંદર્પરાયનો ફોન રણકયો અને સ્ક્રીન પર પ્રો. મધોકનું નામ જોયું અને તેઓ બોલતાં અટક્યા અને મુખમુદ્રા ગંભીર થઇ ગઈ અને એક ચિત્તે સાંભળવા લાગ્યા.
પ્રો. મધોકે કહ્યું "કેટી" મારી વાત ધ્યાનથી સાંભળો પ્રો.મધોકે કંદર્પરાય ત્રિવેદીને પ્રેમથી કેટી કહીને બોલાવતાં હતા. એમણે ક્હ્યું ભૂરો યુ.પી. તરફ ભાગ્યો છે. પરંતુ સગડ એવાં મળ્યાં છે કે એની દીકરીની વર્ષગાંઠ આવી રહી છે એટલે એ સમયે એનાં કુટુંબીઓને મળવા ચોક્કસથી શહેરમાં પાછો આવશે. એને એની એકની એક દીકરી માટે ખૂબ પ્રેમ છે એ બધાં જોખમો સામે બાથ ભીડીને આવશેજ. અને એની દીકરીનું 16મું વર્ષ બેસવાનું છે એટલે ઘરનાં બધાંજ ધામધૂમથી વર્ષગાંઠ ઊજવવાનાં મૂડમાં છે. હું આગળ મળતી માહિતી તમને જાણ કરીશ. અત્યારે તમે સાવધ અને તૈયાર રહેજો કારણ કે એની ગેંગમાં બે ગુર્ગા મવાલીઓ હજી શહેરમાં છૂપાઇને બેઠાં છે. બાકી આજે રાત્રે પ્રોગ્રામમાં મળીએ છીએ. કંદર્પરાય ક્હ્યું "જરૂર" કહી ફોન મૂક્યો.
કંદર્પરાયે પોતાનાં સાથીઓને બધી માહીતી બ્રીફ કરીને પછી ક્હ્યું આપણે આ અંગે આયોજન કરીએ છીએ. તમે વધુ માહિતી એકઠી કરીને પ્લાન બનાવો એ પ્રમાણે આગળ વધી સકાય. હેગડેએ ક્હ્યું "સર મને પણ આ માહિતી મળી છે અને આયોજન મેં વિચારેલુંજ છે આજે સોમવાર થયો છે અને માહિતી મળી છે તે પ્રમાણે આપણે ગુરુવારે ભૂરાનાં ગૂર્ગા (ગુંડાઓ) ભૂરાંનાં ઘર તરફ આવવાનાં છે એવી માહિતી છે ભૂરો હમણાં અહીં નથી એટલે કંઇક કામસર કે પૈસા પહોંચાડવા જવાનાં છે. એ વખતે એલોકોનો ઘડો લાડવો કરી દઇશું. એટલે ભૂરાની સ્ટ્રેન્થ ઓછી થઇ જશે. આમ ચર્ચા પુરી કરીને હેગડે અને મજદૂદાર આવીત કાલે યોજનાને આખરી ઓપ આપવા મળવાનું નક્કી કરી છૂટાં પડયાં.
કંદર્પરાયે એ લોકોનાં ગયાં પછી ફોન લગાવ્યો "હાં સર કેમ છો ? આયોજન પાકુંજ છે. આ સમયે કોઇ ભૂલ નહીં થાય. આજે રાત્રે હું ગાયકવાડ પેલેસમાં પ્રોગ્રામમાં છું. હાં એ લોકો પણ ત્યાં હશે પરંતુ હું ખૂબ સજગ હોઇશ. કોઇપણ ગતિવિધી હશે મારી ચકોર નજરની બહાર નહીં હોય. સામેથી કોઇ જવાબ મળ્યો અને જયહિંદ કહીને ફોન મૂકયો.
***********
વડોદરાનાં ભવ્ય ગાયકવાડ પેલેસમાં આજે રાજવીનાં વારસદારો એ ભવ્ય શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ આયોજીત કરેલો છે. મહેલનાં સુંદર ગેટથી શરૂ કરીને ભવ્ય રાજમ્હેલનાં વિશાળ મોટાં હોલ સુધી સુંદર લાઇટોનુ શણગાર છે. રાજવી ધ્વજપતાકા લહેરાવી છે ભારત સંઘમાં જોડાવા પછી વડોદરા એક મોટું રજવાડું હતું. ભારતે સાર્વભોમત્વ મેળવ્યા પછી પણ આ રાજવીની જાહોજલાલી અકબંધ હતી.
રાજમહેલમાં મોટાં વિશાલ હોલમાં કાર્યક્રમ રાખેલો હતો. મહેલનો અમુકભાગમાં રાજવીએ પોતે પાંચ તારક હોટલ બનાવી દીધેલ અમુકભાગ પોતાનાં અને કુટુબીઓમાં વપરાશ માટે રાખેલો એવાં રાજાશાહી ઝલક બતાવતાં હોલમાં ધીમે ધીમે આમંત્રિત મહેમાનોનું આવવાનું ચાલુ થઇ ગયું હતું.
મહેલનાં મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર સલામતીની ચૂસ્ત વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે સાથે આવનારા મોંઘેરા મહેમાનોને કોઇ કનડગત ના પહોંચે એવી કાળજી લેવાઇ હતી. ઠેર ઠેર જરૂરી જગ્યાઓએ સી.સી.ટીવી. કેમેરાની ગોઠવણી કરેલી હતી. આજનો આ શાસ્ત્રીય ગીત સંગીતનો કાર્યક્રમ રાખવા પાછળનો હેતૂ ઘણો શુભ હતો જેની જાહેરાત કરવામાં નહોતી આવી પરંતુ નજીકનાં વર્તુળમાં બધાને જાણ હતી કે રાજવી વિરભદ્રસિંહની એકવીસ વર્ષીય પુની સંયુકતા હવે રૂપેરી પડદે પદાર્પણ કરવાની છે. પરંતુ આ ગુપ્ત વાત આ જાહેર કાર્યક્રમમાં "સરપ્રાઇઝ" તરીકે રજૂ કરવાની છે. સંયુક્તા શાસ્ત્રીય સંગીતમાં પારંગત છે. નાનપણથી એણે ગુરુ મલ્લિનાથ સ્વામી પાસેથી તાલીમ લીધી છે. અત્યારે એ સંપૂર્ણ કલાકાર બની છે. રૂપેરી પડદે એને ચમકવામાં એટલો રસ નહોતો જેટલો શાસ્ત્રીય સંગીતમાં.
સંયુક્તાની સુંદરતા અને દેહ લાલિયા એક રાજકુંવરીને શોભે એવુંજ હતું. તે ખૂબજ સુંદર હતી અને એનો કંઠ તો જાણે સાક્ષાત સરસ્વતી એવી કોકીલકંઠી અને મીઠી હતી. એની લાંબી મારકણી આંખો ભલભલાને ઘાયલ કરી દે એવી હતી. એને સિનેમામાં કામ કરવાં કરતાં સિનેમાને બનાવામાં અને શાસ્ત્રીય ગાયકીમાં જ રસ હતો. પરંતુ એ એકવાર રૂપેરી પરદે આવવા માંગતી હતી અને બધાંજ અનુભવ સ્વયં લેવા માંગતી હતી. એને પરદે રજૂ કરવાનો ઘણાં નિર્માતાઓ રાજી હતાં. પરંતુ બધીજ ગિતવિધી ગુપ્ત રાખવામાં આવી હતી.
વિરભદ્રસિંહની લાડકી બધીજ વિદ્યામાં પારંગત હતી એને આધુનિક જમાનાની બધી ટેકનીકની જાણ હતી અને દરેકમાં રસ લઇને એને સમજવા મથતી. એનો ભાઇ કુંવર રણજીતસિંઘ પણ કુશળ નિશાનેબાજ હતો અને દરેક સ્પોર્ટસમાં એને રસ હતો. ગોલ્ફનો તો એ સરતાજ હતો. એની પોતાની ગોલ્ફ ક્લબ હતી. અને માહિસાગરનાં કિનારે પોતાની આગમી સૃષ્ટિ ઉભી કરી હતી. એનો પ્રભાવ અને મેનેજમેન્ટ પર સંપૂર્ણ કાબુ હતો. શહેર રાજ્યની પોલીસને હંમેશા મદદ કરતો રહેતો શહેરમાં સંપૂર્ણ શાંતિ રહે એ માટે પોતાની સંસ્થા દ્વારા પ્રયાસ કરતો. પોતાની "નવનિર્માણ એન.જી.ઓ. દ્વારા એ સમાજનાં કામ પણ કરતો. વિરભદ્રસિંહની બંન્ને સંતાન ખૂબ સંસ્કારી નિવડી હતી.
************
જેમ જેમ સંગીત જલસાનો સમય નજીક આવતો ગયો એમ ચહલપહલ વધી ગઇ હતી. પ્રથમ સંયુકતાનાં ગુરુ મલ્લિકા સ્વામી એમનાં શિષ્યવૃંદ સાથે આવી ગયાં. પછી ધીમે ધીમે આમંત્રિત મહેમાનો આવવા લાગ્યા. ક્રાઇમબ્રાંચ વડા અમુલખદેસાઇ એમનાં બે સાથીદાર સાથે આવી એમની જગ્યાએ ગોઠવાયા. એમનાં સ્ટાફનું બંધ નિશ્ચિત હતું એ લોકો એમની જગ્યાએ ગોઠવાઇ ગયાં. આ પછી રાજઘરાનાનાં આમંત્રિ રાજવી મહેમાનો એમનાં ઠાઠમાઠ સાથે પધાર્યા એમનાં સ્થાને બિરાજ્યા. એ પછી પ્રો. મધોક આવીને અમુલ દેસાઇની બાજુમાં જગ્યા લીધી. એ પછી ગુજરાતી સિનેમાંનાં થોડાં ડાયરેક્ટર પ્રોડ્યુસર-સંગીતકાર -ગીતકાર- ગાયક એ બધાં પોતપોતાનાં ગ્રુપ સાથે આવી ગયાં.
થોડીવાર પછી ચહલપલ તેજ થઇ ગઇ. પોલીસનાં માણસો ત્થા સી.એમ એમનાં નાં અંગરસક્ષકે હાથમાં તાકેલી બંદુકે આવી ગયા બધાનું ધ્યાન એ તરફ ખેંચાયુ અને રાજ્યનાં સી.એમ આવી પહોચતા એટલે એમની ખાસ જગ્યાએ અમને બેસાડયા પછી ધીમે ધીમે પાછળ બીજા વિરભદ્રસિહનાં નજીકનાં રાજકારણીઓ આવી ગયાં. ધીમે ધીમે હોલ ભરાવા લાગેલો અને કમીશ્નર અને ડે.કમીશ્નર બંન્ને એમનાં કુટુબ સાથે આવતા જણાયાં. સાગર એનાં પાપા અને મંમી સાથે અંદર હોલમાં આવ્યો. કંદર્પરાય પ્રો. મધોકની બાજુમાં એમની બાજુમાં કમીશ્નર અને કૌશલ્યા બેન અને સાગર એમની પાછળની હરોળમાં સાથે બેઠાં. કંદર્પરાયે પોતાની ચકોર નજરે હોલમાં દ્રષ્ટિ કરી લીધી અને હાજરીમાં કોણ કોણ છે એ જોઇ લીધું. પ્રો.મધોકને ઇશારામાં કંઇક જણાવ્યું જે પ્રો.મધોકે અમુલ દેસાઇને કાનમાં કંઇક કહ્યું કમીશ્નરે, કંદર્પરાયને કહ્યું "બધું બરોબર ગોઠવાયું છે ને ? એટલે કહ્યું "સર બધુ ઓકે છે નિશ્ચિંત રહેજો.
હવે લગભગ હોલ ભરાઇ જવા આવેલો અને સામે સ્ટેજ પર ઝળહળતી લાઇટો ચાલુ થઇ અને હવે પડદો ખૂલશે અને આજનો કાર્યક્રમ ચાલુ થશે. સ્ટેજ ઉપરની ચહલપહલનો એહસાસ બહાર ઓડીયન્સમાં આવી રહ્યો હતો. સાગર એકદમ આતુરતાથી પ્રોગ્રામ ચાલુ થવાની રાહ જોઇ રહ્યો હતો. એની નજર એક્કી ટસે સ્ટેજ પર હતી અને અચનાક એનાં ખભા ઉપર એક હાથ આવ્યો અને એ આશ્ચર્યથી આવનારની સામે જોઇ રહ્યો. એનો ચહેરો મલકાઇ ઉઠયો. એ કંઇ કહેવા જાય ત્યાંજ સ્ટેજ ઉપરથી એનાઉન્સમેન્ટ થયું કે "લેડીઝ એન્ડ જેન્ટલમેન એટેન્શન પ્લીઝ.... અને સાગર બોલતો અટક્યો સાથે ઓડિટોરિયલ હોલની લાઇટો બંધ થઇ ગઇ અને એકદમ શાંતિ પથરાઇ ગઇ.