એક પ્રેમ આવો પણ - Part- 6. Vishu Karan became friends Hardik Chande દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પ્રેમ આવો પણ - Part- 6. Vishu Karan became friends

..... 15 મિનિટ પછી કરણ ઘરે પહોંચી ગયો અને જેવો સુઈ ગયો તે બીજે દિવસે સવારે જ જાગ્યો. પહેરેલા જ કપડામાં સુઈ ગયો એટલી ઊંઘ આવી એને..
સવાર થઈ અને કરણ ઉઠવાને બદલે હજી સુઈ રહ્યો હતો. એની નાની બેન એને ઉઠાડવા આવી, અને મજાક મજાકમાં એ બોલી," ભાઈ ઉઠ! એ ભાઈ ઉઠ! તને ઓલી મળવા આયવી(આવી) છે!" કરણ તો એવો ઝાટકો લગાડી ને ઉભો થઇ ગયો કે જાણે એને ઈલેકટ્રીક કરન્ટ આપી દીધો હોય.
એની નાની બહેન ત્રિશા એટલી જોરથી હસવા માંડી કે આખું ઘર એના હસવાથી ખુશ ખુશ થઈ ઉઠ્યું. અને સાથે બોલવા લાગી," ભાઈને ઓલી મળવા આવી... મળવા આવી.. ? ? ?...!!" 
ને કરણ ગુસ્સે પણ થઈ ગયો ને હસવા પણ લાગ્યો. 
ત્રિશા બોલી," આમ જો પપ્પાનો ફોન આવ્યો છે, તારે દુકાને જાવાનું છે. પપ્પાને કામ છે."
"હા.!હવે..! આજે રવિવાર છે આમેય..! દુકાને જાવાનું જ હોય." કરણ ગુસ્સામાં બોલ્યો.. પણ એક વાત એને ખૂબ જ હસાવી દેતી હતી કે કોઈ એને મળવા આવી.... ???.
માંડ માંડ એ ઉઠ્યો અને બ્રશ કર્યું. નાસ્તો કર્યો. સવા નવ વાગી ગયા હતા અને કરણ હજી વિચારે કે નાહી આવું.!? પછી પોતાને ને પોતાને નાં પાડી દીધી ને મનમાં ને મનમાં કેહવા લાગ્યો,'પેલા 15 મિનિટ ફોન જોઈ લઉં એ પછી ના'વા(નાહવા) જઈશ.'
એનું વહાલું તો ફેસબુકની જગ્યાએ ઇન્સ્ટાગ્રામ બની ગયું હતું.( જેમકે હું આ વાર્તા લખનાર પોતે..??? ? ?? હસો.....હસો.....)
પેલા તો એ ફીડ જ ચેક કરવા લાગ્યો. Msg ઉપર તો એણે ધ્યાન પણ નહોતું આપ્યું. 
થોડી વાર પછી એક મેસેજ આવ્યો, જોયું તો એક પેજનાં એડમીન તરફથી હતો. એમાં લખ્યું હતું," ભાઈ.! તારે પ્રોમોશન જોતું હતું ને પેજનું.!? Story to story?" અને એ કાંઈ રિસ્પોન્સ આપે એ પેલા જ વિશુનો પણ મેસેજ આવી ગયો અને કરણભાઈએ 'story to story' ની  'નાં' પાડી દીધી.
વિશુનો મેસેજ seen કર્યો પણ જવાબ ના આપ્યો કરણને મન હજી પણ એ એક ફેક ID જ લાગતું હતું. એટલે એણે કોઈ જાતનો રિસ્પોન્સ આપવો જરૂરી નાં સમજ્યો. પણ એ  2 મિનિટ પણ રાહ નાં જોઈ શક્યો અને "Hiii..." કરીને msg કરી જ દીધો. પણ એનો મેસેજ આવતા બહુ જ વાર લાગી ગયી. 
કરણ વિચારવા લાગ્યો,"જો એ Fake ID હોય તો કદાચ એ તરત જ રીપ્લાય આપી દે પણ આ બહુ જ વાર લાગી ગયી, કદાચ એ fake ID નથી! છતાં પણ મારે confirm કરવું જ છે..!"
ત્યાં જ કરણની મમ્મીનો અવાજ આવ્યો,"કરણ! જા પપ્પાનો ફોન આવ્યો છે, નાસ્તો લઈને જા એમને ભૂખ લાગી છે, નાસ્તો તૈયાર જ છે. કપડાં પે'રી (પહેરી)ને જા. દરવાજા પાછળ જ છે.." 
"હા! જાવ છું.!" કરણે એની મમ્મીને કીધું.
"Bye! કામ છે.. પછી વાત કરું.!" એવું લખીને એણે વિશુને મેસેજ કરી દીધો.
પણ take care તો નાં ઇચ્છવા છતાં એણે લખીને મોકલી દીધું. 
એનું નહાવાનું તો સાવ અટકાઈ જ ગયું.
હવે કરણ તૈયાર થઈ ગયો અને નાસ્તો લઈને એની દુકાને ગયો. એમને કાપડની દુકાન હતી એ પણ જબરદસ્ત એક મોટા શૉ-રૂમ જેવું જ લાગે. એનું એલિવેશન તો એટલું મનમોહક હતું કે ના ઈચ્છવા છતાં પણ એમ થાય કે એક વખત ત્યાં આંટો તો મારી જ આવીએ. 
કરણ પહોંચી ગયો હવે એની દુકાન પર. પોણા દસ જેવું તો થઈ જ ગયું હતું એટલે કસ્ટમર પણ આવવા લાગ્યા હતા. 
ત્યાં પણ કરણ ફરી ફોન લઈને બેસી ગયો. એ કાઉન્ટર ઉપર બેઠો અને સાથે સાથે આવતા જતા લોકોને જોયા રાખતો. એટલામાં એક છોકરી આવી અને એ સરનામું પૂછતા બોલી," Excuse me! શું આ જીજ્ઞેશ પરમારની દુકાન છે? કાપડની?"
કરણ સાંભળ્યો નહીં અને અચાનક જ જોરથી નાં પાડી ઉઠ્યો..???;
ત્યાં જ એના પપ્પા બોલ્યા,"બેટા! કરણ! આ કોની દુકાન છે? "
"હા! આ મારી જ દુકાન છે. શું કામ છે?" કરણનાં પપ્પાએ પેલી છોકરીને પૂછ્યું. અને કરણને કહ્યું,"આ બેનને જે કામ હોઇ એ કરી દે.!"
આટલું સાંભળીને કરણ પાછો જોરથી 'નાં' પાડી ઉઠ્યો. અને પેલી છોકરી હસવા લાગી અને કરણને કીધું,"તમે મને ત્યાં ટેબલ નીચે એક પિંક કલરની થેલી હશે એ આપી દો, પછી તમારે જેટલી 'નાં' પાડવી હોય ને એટલી નાં પાડી લેજો.!" (???)
?????????????
બપોરના દોઢ જેટલો ટાઈમ થયો હતો એટલે કરણ ઘરે આવી ગયો હતો. એની મમ્મીને આજ સવારની બનેલી ઘટના કીધી. અને એ બંને હસી પડ્યા.
કરણ જમીને તરત જ પાછો ફોન લઈને બેઠો.
વિશુને "Hii." નો મેસેજ કર્યો.
આજે તો થોડી જ વારમાં વિશુનો રીપ્લાય આવ્યો.
"Hiii" વિશુએ રીપ્લાય આપ્યો.
કરણને એ fake ID છે કે નહીં એ તપાસવા માટે વિચારવા લાગ્યો,'કદાચ એ real હશે તો એ એડમીનને hurt થશે, વારંવાર આવું જ પૂછ્યા રાખીશ તો. તો સારું એ છે કે થોડા દિવસ પછી પાછું પૂછીશ.!' અને એણે આ વિચાર પાક્કો કરી લીધો.
એણે બીજો મેસેજ કર્યો,"where are you from?"
વિશુએ રીપ્લાય આપ્યો,"હું અમદાવાદથી ?"
"ઓકે! ક્યાં સીટીથી?" કરણે પૂછ્યું.
"એ નાં કહું હું.!?"વિશુએ કીધું.
"લે એવું થોડું કાંઈ? કહેવામાં શું વાંધો?? ?"
"વાંધો કાંઈ નથી.. પણ મારે નહીં કેવું..!?"
"સારું.. એટલું તો કીધું..?? "
"તમે સ્ટડી કરો છો કે?" કરણે પૂછ્યું.
થોડી વારમાં વિશુનો રીપ્લાય આવ્યો,"હા! હું 12th std. group-B? અને તમે?"
"પેલા જ હું કહી દવ, હસવાનું નથી..! I am studying in Diploma in Mechanical Engineering. ? "
"સારું..!" વિશુએ રીપ્લાય આપ્યો.
કરણે msg કર્યો,"Can we be friends?"
થોડી વાર પછી વિશુનો રીપ્લાય આવ્યો અને એણે કરણને 'હા' પાડી અને બંને ફ્રેંડસ બની ગયા.
કરણે Thanks કીધું અને પછી એ પોતાના પેજની feed ચેક કરવા લાગ્યો.
થોડી વાર પછી ફરીથી કરણે મેસેજ કર્યો,"Hello!"
વિશુએ મજાકીયા અંદાજમાં 2 મિનિટ પછી રીપ્લાય આપ્યો,"હવે શું છે? એક સાથે જે કે'વું હોય એ નાં કહી દેવાય..!?"
કરણે રીપ્લાય વાંચ્યો અને એ તો વિચારમાં પડી ગયો હવે શું રીપ્લાય આપું?
Msg seen થયો એને 2 મિનિટ જેવું થઈ ગયું એટલે વિશુને લાગ્યું કે એણે સિરિયસલી લઈ લીધું લાગે એટલે વિશુએ '????' આ ઇમોજી મોકલ્યું. 
અને સામે કરણ આ ઇમોજી જોઈને એનું ભાન જ ભૂલી ગયો અને સામે રીપ્લાય આપ્યો,"આવી મજાક હોય ક્યાંય? જીવ અદ્ધર કરી નાખે.!?"
"કેમ!? ફ્રેન્ડ કીધું છે તો એટલી મજાક તો બને જ..!" વિશુએ સામે રીપ્લાય કર્યો.
"? ? બોવ સારું." કરણે રિસાતા ભાવે કીધું.
"એક વાત પૂછું.?" કરણે પૂછ્યું.
થોડી વાર પછી વિશુએ રીપ્લાય આપ્યો,"હા.. પૂછો..!"
"શું તમે ખરેખરમાં એક છોકરી જ છો ને..!? ગુસ્સો નહીં હો.." કરણે થોડા ડરની ભાવના સાથે પૂછ્યું.
"અરે.હા.! હું છોકરી જ છું કેટલી વાર કહેવું મારે..!? અને હવે પૂછ્યું ને તો આ નવી નવી ફ્રેંડશીપમાં જ તમે બ્લોક થઈ જશો..!" વિશુએ ખિજાતા ભાવે કીધું.
અને એ પછી તરત જ વિશુને bye કહી દીધું. અને કરણે પણ વધારે વાત ન કરતા 'bye' નો રીપ્લાય આપી દીધો.
 ?????????????
તો અહીંથી શરૂઆત થાય છે એક નવી friendship ની અને એ પણ ઓનલાઈન છે. આપણને એવું લાગે છે કે ઓનલાઈન ફ્રેંડશીપ વધુ નથી ટકતી પણ આ friendship વધુ ટકી શકે છે. તો વાંચવાનું નાં ભૂલો આ અત્યંત મધુર વાર્તા...!