Featured Books
શ્રેણી
શેયર કરો

એક પ્રેમ આવો પણ - નવા સંબંધનું જોડાણ -- ભાગ-3

.........યશ એકદમ સ્થિર મન રાખી, કવિતાનું નામ લેતા કરણ સામું હસતા હસતા બોલ્યો. 
લેકચર પૂરો થયો. લેબ હતી M.D.ની એટલે કે 'મિકેનિકલ ડ્રાફ્ટિંગની.' કરણ એ ડિપ્લોમા મિકેનિકલનું સ્ટડી કરી રહ્યો હતો. આજે શુક્રવાર હતો અને લેબમાં આવીને પેલા M.D. નાં સાહેબે કીધું કે આપણે કાલે એક્સ્ટ્રા M.D.નો લેકચર લેવાનો છે. થોડોક portion બાકી છે એ કાલે Complete થઈ જશે અને તમને શીટનાં ડેટા આપી દઈશ.
અડધાનાં મોઢા ખુશ તો અડધાનાં મોઢા થોડાક ઉતરી ગયા કારણ કે બીજી શીટ તો દોરેલી હોય નહીં.???? કરણનું ગ્રુપ એકદમ ખુશ લાગી રહ્યું હતું કારણ કે એને ભણવાની બોવ જ તાલાવેલી હતી.
આમને આમ લેબ પુરી કરી અને બધા 4:30 વાગ્યે છુટા પડ્યા. કરણ મનમાં ને મનમાં એકદમ ખુશ થઈ રહ્યો હતો પણ ખુદ એને પણ કારણની ખબર નહોતી. એમનું 8 જણાંનું ગ્રુપ ઝાડવાના છાંયડે બેઠું.
યશે કરણનું ફેસ જોયું અને હળવેકથી કરણને પૂછ્યું,"કોઈ મળી ગઈ?"
કરણનું એ વાત પર ધ્યાન નહોતું પણ એને જેવું સાંભળ્યું એવું યશને સામે પ્રશ્ન કર્યો,"કોઈ મરી ગઈ?ક્યાં? કોણ મરી ગઈ?"
યશે કહ્યું,"અરે! બેરા! મરી ગઈ નહીં..! મળી ગઈ બોલ્યો. મનમેં લડડું તો નહીં ફૂટા?"
કરણે કહ્યું,"જા પાડા જા! તને પેલી ઇલેકટ્રીક બોલાવે જા! તને પાણકા (પથ્થર) મારી બોલાવે છે."
યશે કહ્યું,"અરે! ભલે બોલાવતી.! હું વિચારું છું કે આપ જેવા મહાન વ્યક્તિત્વને પણ એકાદુ મહાન વ્યક્તિત્વ અપાવી દવ..!"
"હમણાં મારે કોઈ મહાન વ્યક્તિત્વ નથી જોતું." કરણે થોડુંક ઇર્ષ્યાના ભાવે નાં પાડતા કહ્યું.
"અરરર....! આ શું થઈ ગયું? તે મારી શીટ ફાડી નાખી? તારે મને શીટ દોરી દેવી જોઈશે. ભલે ગમે ઇ થાય. જોઈએ એટલે જોઈએ...!" કલાસના topper shree એવો અભિનવ KD પર રણકી ઉઠ્યો.
"અરે! પણ મેં તારી શીટને અડી પણ નથી ને હું તારી શીટ કેમની ફાડી નાખું?" KD બોલ્યો.
"શીટ તો તે જ ફાડી છે મારી! તારે જ મને દોરી દેવી પડશે. હું બાકી કાલે સરને કહી દઈશ." અભિનવ ગુસ્સામાં લાલચોળ થઈને બોલ્યો.
ત્યાં જ કરણ, યશ, શિશિર અને અત્રિ આમની બહેસને શાંત રાખવવા આવી પહોંચે છે.
"ખાલી એણે એક નાની એવી શીટ જ ફાડી છે અને તે એમાં કેટલુંક લખ્યું છે કે જોઈએ? ખાલી આ Title Block દોર્યો છે ને એક front view દોર્યો છે.. એમાં જ તું એના ઉપર ભડકી ગયો છે..!?" યશ થોડો ગુસ્સામાં રહી અભિનવને સમજાવતા કહે છે.
"અને અમારા Mr. KD; તમને આનાથી ડરવાની કોઈ જરૂર નથી. આ તો વાતોની કરામત છે. ઇટ્સ ઓકે, નાઉ? કે હિન્દી મેં બતાઉં?" કરણ KDને હસાવતા હસાવતા બોલવા લાગ્યો.
અભિનવ કરણ અને યશનાં ગ્રુપનાં આ ચાર જણાં જોઈને જ 'ઇટ્સ ઓલ ઓકે!' કહી બીજે જઈને બેસી ગયો. 
"ફાટતી'તી અમારાથી ભાઈની.!" શિશિર અને અત્રિ બંને એકસાથે બોલ્યા અને KD હસવા લાગ્યો. 
અહીં આ સંપૂર્ણ મેટરનો અંત આવી ગયો.
?????????????
KDનું નામ કરણ દર્શીત છે જે મૂળ દિલ્હીનો છે પણ છેલ્લા 5 વર્ષથી તેના પરિવારની આર્થિક સમસ્યાનાં કારણે ગુજરાતમાં આવીને તેના પિતા સાથે કામ કરતા કરતા અભ્યાસ કરી રહ્યો છે. તેના પિતા એક નાની એવી ઇન્ડસ્ટ્રીમાં સામાન્ય workshop cleaner છે અને તેના પિતાની ઈચ્છા એને સર્વશ્રેષ્ઠ મિકેનિકલ એન્જિનિયર બનાવવાની છે.
ત્યાં જ બસ આવી પહોંચે છે અને બધા સ્ટુડન્ટસ બસમાં બેસી જાય છે. કરણ અને યશ KDને એના ગ્રૂપ સાથે બેસવાની વિનંતિ કરે છે જેને KD હસતા હસતા સ્વીકાર કરી લે છે.
KD વિશે અત્યાર સુધી કોઈને જાણવામાં ઇન્ટરેસ્ટ નહોતો પરંતુ આજની ઘટના બાદ બસમાં જ બેસીને આઠેય જણાં આ KDની સંપૂર્ણ વિગત મેળવી લે છે અને તેમનું આઠેઆઠ જણાંનું ગ્રૂપ આ નવમા વ્યક્તિને તેમના ગ્રૂપમાં સ્થાન આપે છે અને આ આઠેઆઠ જણાં આ KDની તમામ સમસ્યા સાંભળી કરીને સમજી વિચારી તેને આર્થિક રીતે જ્યારે પણ જરૂર હોય ત્યારે છૂટથી જરૂર પડતા પૈસા આપવા માટે રાજી કરી લે છે અને એક ગુજરાતી તરીકેની દયાળું-માયાળુ હોવાની છાપ એક દિલ્હીવાસી છોકરાના દિલમાં છોડી અપાવે છે. ગુજરાતી બોલતા-લખતા આવડી ગયું'તું જેથી હિન્દીમાં બોલવાની ખાસ્સી ફરજ ન્હોતી પડતી.
KD એમનો આભાર માનતા કહે છે,"સચ મેં! જો સુના થા આજ વો દેખ ભી લીયા, આપ લોગો કો કોઈ નહીં પહુચ શકતા બોસ! સલામ હૈ.!"
બધાના ચહેરા પર ગુજરાતીનાં વખાણ સાંભળી થોડી ગર્વની અનુભૂતિ થાય છે.
"આમ તો અમે ડાયા-ડમરા હોય પણ આ અમુક લોકો આમાં કલંક લગાડવાવાળા હોય.??" કરણ હસતા હસતા અભિનવને સંભળાવતા કહ્યું.
"વો તો મૈને અભી દેખ હી લિયા હૈ, આપ સબ કૈસી ઔર કૌનસી ચીજ હો..!?" KD એ પણ મજાકમાં જ કહી દીધું.
આટલી જ વાતમાં બસ-સ્ટેન્ડ આવી ગયું અને બધા અલગ પડ્યા. સાંજનાં 5:30 વાગી ગયા હતા. KDને ઘર જાવા માટે બસ બદલવી પડતી હતી, જેથી ક્યારેક એને Term-work ટાઇમે તૈયાર કરવામાં મુશ્કેલી પડતી હતી છતાં લાસ્ટ ટાઈમે એ બધું એટલું મસ્ત પ્રેઝન્ટ કરતો કે સાહેબો તો દંગ જ રહી જતા. 
?????????????
બીજો દિવસ એટલે કે શનિવાર! KD આજ સૌથી પહેલા કોલેજ પહોંચી ગયો હતો. 15 મિનિટ પછી કરણ અને યશ બંને આવી પહોંચે છે અને KD ને કહે છે,"Hey! bro! Good Morning!" 
"Good Morning! KB & YB!" KD વારાફરતી બંનેને હાથ મિલાવતા કહે છે.
"કેમ આટલો મોડો થયો આજે કોલેજમાં?" યશ હસતા હસતા કહે છે.
"હા! ભાઈ આજે બોવ મોડો આવ્યો છું, જરા કામ છે એટલે! પણ ગ્રૂપનાં બીજા લોકો તમારી સાથે નથી આવતા?" KD હસ્યા બાદ થોડું ગંભીરતા દાખવી બોલે છે.
"ના ભાઈ! એવું નથી, એક વાત કવ આયા આવ! અમે એ બીજા લોકોને આટલું મહત્વ નથી આપતા, કારણ કે એ લોકો અમને ખાસ્સા ગણતા નથી. સિર્ફ નામ કા સંબંધ હૈ.! પર યે બાત કિસી સે મત કહેના!" યશ બોલ્યો.
"ખાસ્સા મતલબ?" KD એ પૂછ્યું.
"કુછ ખાસ નહીં...!" કરણ બોલ્યો.
"ના બતાના હો તો મત બતાઓ!" KD એ અણસમજુ ભાવથી કીધું.
"અરે! ઇસકા મતલબ હી ઐસા હોતા હૈ, કુછ ખાસ નહીં! પાગલ હો ગયે તુમ..!?" કરણ હસતા હસતા KDને માથામાં ટપાલ મારતા કીધું.
"ઓ....ઐસા....!" KD હસી પડ્યો.
"હા.. રે... બાબુરાવ!" કરણ હસતા હસતા બોલી ઉઠ્યો.
કરણ, યશ અને KD ત્રણેય કોલેજની અંદર જાય છે. ડિપાર્ટમેન્ટની બહાર ઉભા રહે છે. બીજા બે જણા એમના ગ્રૂપનાં હોસ્ટેલમાંથી આવે છે. આમ 5 જણ તો આવી જ ગયા હતા એમના ગ્રુપથી. બાકી 4 જણા તો એમના હિસાબથી આવે કલાસમાં હોશિયાર અને પુંછડીવાળા જો રહ્યા..!(એટલે કે એડવાન્સ વર્ઝનવાળા.!)
ઘડિયાળમાં 10 વાગ્યા અને M.D. ની લેબ ચાલુ થઈ ગઈ. 
"આજે તમારે કમ-સે-કમ 2 શીટમાં કમ્પ્લીટ સાઈન જોશે બાકી બાકીની શીટમાં સાઈન નહીં કરી દઉં." સાહેબે આવતા વેંત જ કીધું.
આવતા વેંત જ આવું સાંભળી બધાના ચકલા ઉડી ગયા. કોઈ કન્ટેનર (ડ્રોઈંગ-શીટ રાખવાનું એક ઇક્વિપમેન્ટ) લાવવાનું ભૂલી ગયું તો કોઈએ શીટ જ દોરી નહોતી હજી. બધાના મોઢા પર બાર વાગી ગયા ત્યાં જ ક્લાસનાં લપલપીયા કાચબા એવા ઉત્સવે ટકોર કરી,"સર! હું કન્ટેનર ભૂલી ગ્યો, હું સોમવારે સાઈન કરાવી લઈશ."
"ચાલો! આ ક્યે છે એટલે આપણે સોમવાર રાખીયે."સાહેબ બોલ્યા.
બધાનાં જીવમાં જીવ આવ્યો. 
લેકચર ચાલુ કર્યો. 
પ્રિઝમ અને પિરામિડનાં અલગ અલગ વ્યુ, અલગ અલગ એન્ગલે દોરવાના. 
"સૌથી પહેલો પ્રશ્ન છે કે આ પ્રિઝમ અને પિરામિડમાં ફરક શું? હાથ ઉપર કરીને જવાબ આપો!" સાહેબે પોતાનો હાથ ઊંચો કરતા કહ્યું. 
કોઈએ હાથ ઉપર ન કર્યો અને સાહેબ હસવા લાગ્યા.
"તો પ્રિઝમની સિમ્પલ ડેફિનિશન એવી થાય કે એક એવો આકાર કે જેનો C/s એરિયા ટોપ અને બોટમ જેવો જ દેખાતો હોય એક જ જેવા હોય અને પિરામિડ એટલે કન્ટીન્યુઅસલી એનો C/s એરિયા decrease થતો હોય અને એક છેલ્લે એક બિંદુ સ્વરૂપે ભેગું થાય." સાહેબે સમજાવતા કીધું.
આ રીતે 2 કલાકનો ટાઈમ પસાર થઈ ગયો. આજે બધાને બોવ મોજ પડી ગયી. 
બધા સાહેબના વખાણ કરતા કરતા અને 'આજે બોવ મજા આવી...બોવ મજા આવી...' આવું બોલતા બોલતા કોલેજ ગેટની બહાર નીકળી ગયા. 
થોડી જ વારમાં 'સલામત સવારી' નાં નારાવાળી S.T. ની બસ આવી. બધા એમાં ચડવા લાગ્યા. આજે પહેલી વખત એવું બન્યું કે કરણ અને એનું ગ્રુપનાં બધા મેમ્બર્સ અલગ અલગ બેઠા હોય. બાકી અત્યાર સુધી આઠેઆઠ જણાં સોરી હવે તો નવેનવ જણાં એકસાથે જ બેઠા હોય. 
આજ બોવ દિવસ બાદ કરણે એનું બનાવેલું પેજ ખોલ્યું. Follower 450 થઈ ગયા હતા. એ સમયે famous થયેલી સીરીયલના લીડ રોલમાં રહેલ child-actor વેદ જોષી ખૂબ જ પ્રખ્યાત થયેલ હતો. અને એનું મસ્ત ફેન-પેજ ગુજરાતમાંથી હતું. જેથી જાણ્યા-જોયા વગર જ follow કરી દીધું.
?????????????
રાહ જુઓ આવતા અંકની, તેમાં મળશે તમને દોસ્તી, પ્રેમ, કરુણતા અને નફરત. કરણની લાઇફનો આ મહત્વપૂર્ણ બનતો પડાવ. શું થશે આગળ? જાણવા વાંચતા રહો.. એક પ્રેમ આવો પણ..!