Featured Books
શ્રેણી
શેયર કરો

એક પ્રેમ આવો પણ - નવા સંબંધની શરૂઆત - ભાગ-2

.... પણ એ પછી એના શહેરના જ પેજ એડમીન તરીકે 7 મિત્રો મળી ગયા. બસ એ પછી એ નિયમિત પોસ્ટ કરતો. પણ ખબર ન હતી કંઈક બીજું પણ અશુભ એની સાથે બનવાનું છે.
એ તો એની મરજીથી બધી પોસ્ટ બનાવતો ક્યારેક ક્યારેક તો એ એટલું મસ્ત કૉમેડી લખી નાખતો કે વાત ન પૂછો! 400 Followers માં એ 1k લાઈક લઇ આવતો અને એની ખુશીનો પાર નહીં.
ધીમે ધીમે એ આગળ વધતો. એના study માં ધ્યાન આપતો. કહેવાય છે કે એન્જિનિયરીંગ માટે GTU ફાળો આપે છે. પણ આ જ GTU જ્યારે Examમાં 23 માર્ક લઈ આવવા માટે પણ જબરી મેહનત કરાવે.
આમ તો એ એનાં પેજ ઉપર ધ્યાન આપે, ભણવામાં પણ ખાસ્સું ધ્યાન આપે. સ્વભાવે સહેજ ભોળો રહ્યો એના કારણે કોલેજના ફ્રેંડસ એની મસ્તી કર્યા રાખે,"જો કરણ જોહર આવ્યો!??" અને ભાઈની બાટલી ફાટતી, ગુસ્સો તો ફૂટી ફૂટીને આવતો પણ એ ગુસ્સો પી જાતો કારણ એને એનાં એ friends પ્રત્યે કોઈ Extra-Ordinary ટાઇપની ફીલિંગ્સ નહોતી.
પણ એક જ એવો ફ્રેન્ડ હતો જે એની મસ્તી સહન કરતો. કરણ નું પેલા યશ સાથે બોવ જ ભળતું મસ્તી કરવા માટે. એને પ્રેમથી બધા 'પાડું' કે'તા. આ જે પાડું છે ને એનું નામ જ યશ. ગમે ત્યારે એની મસ્તી કરેને એને બોવ જ મજા આવતી કારણ કે કોઈ હતું જે એની મસ્તી સહન કરતું અને જ્યારે યશ કરણની મસ્તી કરતો ત્યારે એ પણ હસતા હસતા સહન કરી લેતો. 
કરણનો સ્વભાવ ઝઘડાડું નહીં એટલે એ શાંત બેસી રહેતો, આમ તો એને કવિતાઓ લખવાનો શોખ એટલે કલાસમાં નવરો બેઠો એ જ કામ કર્યા રાખે અને કલાસમાં જેને ખબર પડી જાય કે ભાઈ કવિતા લખે છે તો તો એના 6-7 નમૂના મિત્રો 'કવિતા...કવિતા...' કરીને ચીડવવા આવી જાય. 
આ કવિતા કોણ છે ખબર છે? આ એ રૂપસુંદરી છે જેના લીધે કરણ દુઃખી ફિલ કરી જતો અને રડવું આવી જતું, પણ એની feelings છુપાવી રાખતો. કારણ કે એ એને ખૂબ જ પ્રેમ કરતો હતો અને એક ભયાનક accident માં એનું મોત થઈ ગયું હતું અને એના મનની વાત એના મનમાં જ રહી ગયી. નાં હવે એ વાત કોઈને કહી શકે છે અને નાં એ વાત કોઈને કહેવા માંગે છે.
કવિતાનું નામ લેતા જ કરણ બબડી ઉઠ્યો,"એલાવ! તમને કોઈની feelingsની કાંઈ પડી જ નથી.. હંમેશા મારી સામે એનું જ નામ લેતા હોવ છો, મેં તમને કીધું હતું ને મને એ જરાય પસંદ નથી પણ તમે લોકો તો સાવ ફીલિંગસનું પાકિસ્તાન કરી દો છો.??? આજે મારે આ કવિતા સંભળાવવી'તી હવે જાવ કાઈ નહીં મળે હવે..!!"
ત્યાં જ પેલો પાડું આવ્યો means યશ આવ્યો અને કરણને બેન્ચ પરથી ઉભો કર્યો અને કલાસના સ્ટેજ પર લઈ ગયો અને બોલ્યો,"અરે..!! અરે..!! સાંભળો બધા, આ મસ્ત કવિતા છે દોસ્ત ઉપર! એક વખત...!" ત્યાં જ સામેથી સર કલાસમાં એન્ટર થયા અને બધા 'ગુડ મોર્નિંગ...સર.." કરીને માનથી બેન્ચ પર ઉભા થઇ ગયા. સરે બેસવાનું કીધું અને ત્યાં જ યશ અને કરણને પકડ્યા અને યશ તરફ આંગળીના ટેરવાને યશ તરફ ધરતા પૂછ્યું," આ બુક લઈને આયા શુ કરેશ?"
યશ બોલવા ગયો ત્યાં કરણે યશનો હાથ પકડી લીધો અને અવાજની ધીમી ધારે બોલ્યો,"સરને આના વિશે કાઈ નથી કેવું..!"
સર આ જોઈ ગયા અને થોડા ખિજાતા અંદાજે કીધું,"શું ઘુસુર-પુસુર કર્યું હમણાં? લાવો તો બુક! હું પણ જોઈ લઉં."
કરણ બોલ્યો," સર એમાં કાઈ નથી જરાક અમે આ દાખલો હતો એ બધાને પૂછતાં હતા કોઈ જવાબ નહોતું આપતું આટલા અવાજમાં એટલે."
"સારું! જગ્યા એ બેસી જાવ!" સરે કહ્યું.
એમાં ને એમાં 15 minute તો નીકળી જ ગઇ'તી. ખાલી રહી 45 મિનિટ ને એમાંય કંટાળો આવે, મેથ્સ જો સામે હતું..!!?? માંડ માંડ 45 મિનિટ કાઢી આખા કલાસે.
1 વાગ્યે અડધી કલાક માટે જમવા માટે બ્રેક પડ્યો. કરણ એના ગ્રુપ સાથે કેન્ટીનમાં જમવા ગયો. આજે પેલો પાડું ઉર્ફે યશ કરણ નાં પસંદનું જ મસ્ત એવું બટાકાનું શાક લઇ આવ્યો'તો અને એના ઘરનું અથાણું એટલે? એટલું સ્વાદિષ્ટ અને રસધાર હોય કે જોતા જ ખાવાનું મન થઈ જાય. કરણ તો એના ઘરના અથાણાંનો પાક્કો દિવાનો હો બાકી. 
પેલા તો બધા Fit-O-Fit 1:30 વાગ્યે જ જમીને કલાસમાં પહોંચતા પણ આજે કરણની અત્યાર સુધીની પહેલી  કવિતા સાંભળવા  બધા ઉત્સુક હતા પણ એક હતો એમાંનો ચીડ ચડાવ્યા રાખતો દોસ્તાર. કલાસમાં એની Reputation બોવ જ સારી જેથી એને આવા વિષયોથી ચીડ ચડતી. પણ કરણ એની એ વાત ઇગ્નોર કરતો એ જ વિચારીને કે બધાના વિચારો અલગ અલગ હોય એમાં જે જેને પસંદ હોય એ જ સાંભળે બાકી નહીં. 
બધા કલાસમાં ભેગા થઈ ગયા. હજી તો 1:20 જ થઈ હતી. કરણને આ વાત જાણીને ખૂબ જ ખુશી થઈ કે એનાં આ સૌથી પહેલા લેખન કાર્યને કોઈ વાચા આપવાવાળું મળી ગયું. 
યશ જલ્દી જલ્દી કરણને કહેવા લાગ્યો,"એલા જલ્દી ઓલી બુક આપ આપણે તારી કવિતા...... સોરી! Poem વાંચવી છે!?? ઇટ્સ ઓકે? કે હજી નામ લઉં?" આટલું બોલી બંને જોરથી હસવા માંડ્યા. 
"આલે..લે..! વંચાઈ લે બધાને. કરી લે ઈચ્છા પૂરી.. પાડું હાળું!????"
યશ આખા કલાસને શાંત પડાવી કવિતાનું જોરથી વાંચન કરે છે અને જેના શબ્દો જે નીચે મુજબ દર્શાવેલ છે:
●◆■ એ દોસ્ત! તું તો છુપારુસ્તમ નીકળ્યો. ■◆●
દર્દથી લઈ ખુશીની એક પ્રફુલ્લિત મુસ્કાન આપી ગયો,
મારો એ દોસ્ત આજે મને છોડી ચાલ્યો ગયો;
મને સ્ટડીમાં ન આવડતું શીખવાડી ગયો,
એ દોસ્ત! તું તો છુપારુસ્તમ નીકળ્યો.
એ દોસ્ત! તું તો છુપારુસ્તમ નીકળ્યો,
મને ખબર પણ ના રહી અને તું દિલથી પ્રેમ આપતો ગયો.
દુનિયાના હજારો લોકોમાં, એક તું યાદ રહી ગયો;
મને ખબર પણ ના રહી અને તું મને દિલથી પ્રેમ કરતો ગયો.
એ દોસ્ત! તું તો છુપારુસ્તમ નીકળ્યો.
હજારો દિલોમાં તું મને એક ઓળખ આપતો ગયો,
મને મારા દુઃખોમાં એક ક્ષુધા ભર્યું હાસ્ય આપી ગયો;
મને ખબર પણ ના રહી એ દોસ્ત! , તું તો
મારામાં સળગતી જ્વાળા પ્રજ્વલિત કરી ગયો.
એ દોસ્ત! તું તો છુપારુસ્તમ નીકળ્યો.
એ દોસ્ત! તું તો છુપારુસ્તમ નીકળ્યો.
મારી problems નાં તું solution આપતો ગયો,
અને એ solutionથી હું મારી problems જ ભૂલતો ગયો.
એ દોસ્ત! તું તો છુપારુસ્તમ નીકળ્યો.
મને જાણ કર્યા વગર જ દિલથી પ્રેમ કરતો ગયો.
થોડી વાર કલાસમાં સન્નાટો છવાઈ ગયો. 
અચાનક જ દરવાજા પાસેથી એક અવાજ આવ્યો,"વાહ! આટલી મસ્ત કવિતા! મને બહુ જ ગમી. તારું નામ શું?" આ અવાજ બીજા કોઈનો નહીં પણ એ જ મેથ્સના સાહેબનો હતો. બધા અભિભૂત બની જોઈ રહ્યા અને કરણ મનમાં બબડી ઉઠ્યો," જે થવાનું હતું એ તો થઈ જ ગયું, કોઈ સાહેબને ખબર નહોતી પડવા દેવી. પણ હવે ફેકલ્ટીરૂમમાં આની જ વાતો થઈ  રે'શે."
"સર! મારુ નામ યશ. અને આ કવિતા મેં નહીં પણ મારા ફ્રેન્ડ કરણે લખી છે. એની અત્યાર સુધીની સૌથી પહેલી poem છે. અને મારી ઈચ્છા આ કવિતા બધાને સંભળાવવાની હતી બસ મેં એ ઈચ્છા પૂરી કરી લીધી." યશ એકદમ સ્થિર મન રાખી, કવિતાનું નામ લેતા કરણ સામું હસતા હસતા બોલ્યો.
અહીં આજે આ કવિતા દ્વારા એક નવા સંબંધની શરૂઆત થઈ અને એ સબંધ એક દોસ્તીનો અને એક વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે સમજણનો છે.