Featured Books
શ્રેણી
શેયર કરો

એક પ્રેમ આવો પણ - ઓનલાઇન દુનિયાનો અનુભવ

વાત તો બહુ જ સારી છે. પ્રેમ એ કદાચ આ દુનિયાની સૌથી બેસ્ટ વસ્તુ છે. જો તમારે કદાચ એક વખત પણ પ્રેમ થઈ જાય એટલે તમે બસ એમાં જ રહેવાના. આજના આ યુગમાં પ્રેમ કદાચ ઘણા લોકો માટે રમત બની ગયો છે. જેમ આવે તેમ લોકો એમાં નવયુગલો તો જાણે પ્રેમનો અખૂટ સાગર લઈને આવ્યા હોય એવું લાગે. એ પણ અડધો વરસતો.હવે ઘણા લોકો માટે  પ્રેમ એ બસ time-pass બનતો જઇ રહ્યો છે. 

હું લેખક Hardik Chande લઈને આવી રહ્યો છું એક એવી જ story જેને તમે ખરેખર અનુભવ કરશો અને આ પ્રેમના ખોટા માયાજાળથી બની શકે એટલું બચવાનો પ્રયત્ન કરશો એવી જ હું ઈચ્છા રાખું છું.

મારી આ વાર્તામાં સાચી મિત્રતા, પ્રેમ, નફરત, એકતરફી પ્રેમ, સુખ-દુઃખ, નાના-મોટા પ્રસંગો વગેરે વગેરે લાગણીઓનું સંગમ કરી કાલ્પનિક અને વાસ્તવિકતાનાં ઉદાહરણો આપી હું આ વાર્તાને એક સરળ અને સરસ રૂપ આપવા જઇ રહ્યો છું.
તમામ વાચક મિત્રો મને આ વાર્તામાં પૂરતો સાથ આપજો અને થઈ શકે તો આ મારા સપનાનું એટલે કે આ વાર્તા દ્વારા સાચા-ખોટા પ્રેમની સમજણનું ભાન કરશો. જો શક્ય હોય તો આ વાર્તાને જરૂર એક સીરીયલ બનાવવાનું થોડો કષ્ટ કરશોજી. મારુ આ સપનું પણ પૂરું થાય એવા પ્રયત્નો કરશો એવી પ્રાર્થના. 

આ વાર્તા એ વાચકો માટે છે જેને ખરેખર વાર્તાઓ વાંચવાનો બહુ જ શોખ છે.

 આ વાર્તાની શરૂઆત થાય છે એક ઓનલાઈન થયેલા એકતરફા પ્રેમથી! છે ને રસપ્રદ વાત? પણ તમે જાણો છો આ પ્રેમ ભવિષ્યમાં એકબીજાની સાથે હોય છે. હજારો તકલીફોમાંથી એ પસાર થાય છે અને તે એક સફળ પ્રેમ જીવનમાં આગળ ધપે છે. તો ચાલો જાણીએ આ સફર વિશે અને લઈએ મજા જાણવાની કે પ્રેમ શું છે?, પ્રેમ કેવો હોવો જોઇએ? જાણવા માંગો છો ને આ વાત? તો વાંચો આગળનાં તમામ ભાગો!

●◆■  તું થઈ જા એવી વ્યક્તિ.... ■◆●
તું થઈ જા એવી વ્યક્તિ કે લોકો તને આપોઆપ ઓળખી જાય,
તારા એક ઈશારા પર, આ દુનિયા તારા પર મરી જાય.
નથી આ ગમ લોકોને તારા લોકપ્રિય થયા વગર,
તું બની જા એવી વ્યક્તિ કે લોકો તને યાદ કરે ભૂલ્યા વગર!

(આ યુગ કેવો આવી ગયો છે હવે, ઓનલાઇન..... ઓનલાઈન.... ઓનલાઈન..... , જ્યાં જુઓ ત્યાં લોકો બસ સ્માર્ટફોનનો યુઝ કરતા જ નજરે ચઢે છે. આ યુગમાં થતી એક નવી શરૂઆત! સાંભળો મારા મનની વાત. થઈ જશે તમને પણ પ્યાર! આ વાત જ એવી છે યાર!! ચાલો નવા યુગની નવી શરૂઆત કરીએ, બે પ્રેમી-પંખીડાને ફરીથી મિલાવીએ!)
નામ એનું કરણ. સ્વભાવે કંજૂસ મગજનો પૈસા ખર્ચવામાં! પણ જ્યારે વાત એનાં મમ્મીની આવે કે બહેનની પૈસા તો આમ પાણીની જેમ વહાવી દે. એ દશમા ધોરણમાં સારી રીતે પાસ થઈ ગયો. હવે તો એ ખૂબ જ ખુશ હતો કારણ કે એ બહુ ઓછું વાંચ્યે સારા માર્કસે પાસ થઈ ગયો. 

રિઝલ્ટનાં થોડા દિવસો બાદ એણે સાયન્સમાં એડમિશન લીધું. બસ દસ દિવસનો સાયન્સ કોર્ષ કર્યો અને એના પપ્પાએ ડિપ્લોમામાં એડમિશન લેવડાવી દીધું અને કીધું મારો બેટો હવે એન્જીનીયર બનશે!! પણ એ વાત કરણને જરાય પસંદ નહોતી. એ ક્યારેક ક્યારેક ઝઘડવા માંડતો. માંડ માંડ ગુસ્સો શાંત કરતો અને ફરીથી પોતાનું કામ કરવા લાગતો. 
થોડા મહિના બાદ એનાં પપ્પાએ એક નવો સ્માર્ટફોન લીધો. બસ હવે અહીંથી શરૂઆત થાય છે એક નવી Journyની!! (તૈયાર થઈ જાવ બધા!!)
        * * * * * * * * * * * * * * * * * * * * * * * *
હવે શરૂઆત છે આ વાર્તાની, જેનાથી આજ સુધીનો ઇતિહાસ બદલી નાખવાનો છે. મેં આ વાર્તા મારા ફોનમાં જ રાખી હતી પણ હવે લાગે છે કે તેને શેર કરવાથી કદાચ મારી આ રુચિ તમને પણ ગમે. મને સૌથી વધુ દુઃખ આ જ વાર્તા નાં લીધે થયું છે, આના જ જેવી વાર્તા જે મેં આ સીરીયલની પહેલા જ લખી લીધી હતી અને હવે એ મારા વિચાર રૂપી સીરીયલ TV પર પ્રકાશિત થઇ રહી છે. "Internet vala Love" જે એ સીરીયલનું નામ છે. બસ આ સીરીયલ વિશે ખબર પડતાં જ મને ખુબ જ મોટો આઘાત લાગ્યો. અને મને લાગ્યું કદાચ હવે હું સ્ટોરી લખીશ તો લોકો એમ જ સમજશે કે એણે આ જ સીરીયલનાં writer ની copy કરી છે. બસ! આના જ લીધે દુઃખ થયું હતું. પણ હવે હું એ મારી 1 વર્ષ પહેલાં લખેલી વાર્તા તમારી સામે રજુ કરી રહ્યો છું. મને સપોર્ટ આપજો. જેથી હું તમને વધુ મનોરંજક અને suspence મૂકી વાર્તા કહું. 
This will be the best journey of my story-land and also of yours.
ચાલો નવી શરૂઆત!
* * * * * * * * * * * * * * * * * * * * * * *
આવ્યું ટાટા ડોકોમોનું સૌથી પહેલાં 2G ઈન્ટરનેટ. બધી સોશ્યિલ એપ્સ નાખી જાણે Instagram, Facebook, Whatsapp, Twitter વગેરે ચાલુ કર્યું. Gmail એકાઉન્ટ પણ. આ ઈન્ટરનેટની દુનિયાનો એને જરાય અનુભવ નહોતો. સૌથી વ્હાલું એને Instagram લાગ્યું. કારણ કે એ એટલું જાણતો હતો કે ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ વધારે એમ તમારું નામ વધારે લેવાય. બસ! કેટલા અજાણ્યા લોકોને follow કર્યા, દોસ્તારોને follow કર્યા. 
    એને એક છોકરીનું ID મળ્યું.  પોતાની ઉંમરથી નાની, નામ મોહિની. એને Follow કર્યું. મેસેજ મોકલ્યો. જવાબ આવ્યો. વાત ચાલુ થઈ. ધીમે ધીમે એ એના તરફ જવા લાગ્યો. પણ એ ત્યારે ખોટો હતો, એને આ દુનિયાની કોઈ ખબર જ ન્હોતી. થોડા મહિના બાદ હવે એ hurt થઈ ગયો. 
     હવે એને સમજાયું, કે કોઈને આમ કરવાથી એ એનું નથી થઈ જતું.
     (આપણે પણ ધ્યાન રાખવું જોઈએ કે આ ઓનલાઈન દુનિયા એક તરફ સારી છે અને ખરાબ પણ!! છતાં આપણે તો ઓનલાઇન જ જોવાનું છે ને બધું, સારું અહીં તો નવું ચાલુ થાય છે. નવો ટર્ન છે વાર્તાનો!! વાંચો અને વિચારો શું આવું સાચે થઈ શકે છે? ઓનલાઇન ફ્રેંડશીપ ખરેખર આગળ નવું રૂપ લઇ શકે? જેનો જવાબ 'ના' હોય એ તો ખાસ આ વાર્તા વાંચે!)
    *    *    *    *    *    *   *    *    *    *    *    *    *    *   *   *
      દિવસો વીતતા ગયા. કોલેજમાં હતો એટલે પરીક્ષાની તૈયારી કરે, છેલ્લા દિવસે બધુ વાંચે અને કોલેજમાં જવા બસનો પાસ ન હોય એટલે એ ટ્રેનમાં મુસાફરી કરે. ત્યારે તો આ jio આવી ગયું હતું. બસ હવે તો 4G થઈ ગયું હતું.
      Full સ્પીડ dataની! એને તો મોજ પડી ગયી. બસ! હવે તો Full speedમાં You tube અને બીજી એપ્સ ઝડપથી ચાલવા માંડી.
      ઇન્સ્ટાગ્રામ પર ખોલેલા એકાઉન્ટથી એનો અલગ અલગ પેજ એડમીન સાથે contact થયો અને એક વર્ષ બાદ તેને પણ એક આવું જ પેજ બનાવાનું નક્કી કર્યું. બસ ત્યારથી જ એણે વિચારી લીધું કે હું આ પેજથી મારી ફીલિંગ્સ ને લોકો સુધી પહોંચાડીશ અને તેને વાચા આપીશ. 
       સૌથી પહેલા પોસ્ટ બનાવવા માટે એ બસ photo Editor નો ઉપયોગ કરતો. પણ એ પછી એના શહેરના જ પેજ એડમીન તરીકે 7 મિત્રો મળી ગયા. બસ એ પછી એ નિયમિત પોસ્ટ કરતો. પણ ખબર ન હતી કંઈક બીજું પણ અશુભ એની સાથે બનવાનું છે.