રહસ્યમય પુરાણી દેરી (ભાગ-1) Prit's Patel (Pirate) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્યમય પુરાણી દેરી (ભાગ-1)

એક સફર (રહસ્યમય પુરાણી દેરી) ભાગ-1

આજની સફર ના તો કોઈ પ્રેમ પર છે, ના તો કોઈ વ્યક્તિ પર છે. આજની સફર એક પુરાણા ગામ ઉપર છે. જે ગામ માં ભગવાન રૂપ ભૂત પણ વસવાટ કરતાં હતા. આજ લગી તમે સાંભળ્યું જ હશે કે ભૂત એટલે કે ડરામણી શક્તિ. પણ હકીકત માં તો જરૂરી નહિ ભૂત હેરાન કરનાર જ હોય. જે પોતે જ જીવનમાં હેરાન થયા હોય તે જ આત્મા બને તો તે શું બીજાને હેરાન કરશે.આપણે બધા જાણી જ છી કે ભગવાન શિવજી પણ એક ભૂત જ હતા. બધા તેને ભૂત ના જ દેવ ગણે છે. તો આજે તમને એક એવા ગામ ની વાત કરું જ્યાં ભગવાન શિવ નો વાસ હોય અને સાથે સેતાન કે ભૂત નો પણ વાસ હોય.

સત્ય ઘટના પર આધારિત... 
વર્ષ ૧૯૨૪,

એક સુંદર એવું નાનું ગામ હતું. તેનું નામ હતું હજનાળી, જ્યાં લોકો પોતાની મહેનત કરીને જીવન ગુજારતા હતા. અનાજ અને પાણી નો કોઈ દિવસ દુકાળ નો પડે તેવી ભગવાન પર શ્રદ્ધા હતી. એટલે ભગવાન પર બધા ને પૂરેપૂરો વિશ્વાસ હતો. ગામ ની નજીક જ એક તળાવ હતું. એટલે ગામ ઝાડ, પાન, ફૂલ અને ફળ થી હરિયાળું રહેતું હતું. જ્યારે બધે દુકાળ હોય છતાં હાજનળી માં ભરણ પોષણ મળી રહે. ત્યાં ના બધા લોકો હળીમળી ને રહેતા હતા. તેમાં ગામ ના મુખિયા એવા અમરશીભાઈ બધા સાથે સારો વ્યવહાર કરતાં હતા. તેમણે ગામ ની નજીક નાનપણ માં એક વડ વાવ્યો હતો. જે આજે મોટો વિશાળ રૂપ ધારણ કરી ચુક્યો હતો.

એક દિવસ ગામ માં સંતોનું ટોળું આવ્યું. ગામ બધા પ્રત્યે બહુ લાગણીશીલ રહેતું હતું. એટલે સંતો ને ગામમાં આવકારો આપ્યો. અને તેને રહેવા માટે ગામ ની પાધર માં રહેલ શક્તિ માં ના મંદિર માં આપ્યો. આખું ગામ તેની સેવા કરતું હતું. તેવી રીતે ગામ માં કોઈ પણ વ્યક્તિ આવે તેની સેવા કરવી એ ગમા ના બધા લોકો ની ફરજ હોય તેમ કરતાં હતા. અંતે ૪-૫ દિવસ પછી એક સાંજ ના સમય પર સંતોનું ટોળું ગામ મૂકી નિકળ્યું. બધા લોકો એ રોકાવાની વિનતિ કરી. પણ સંતો નું આપણને ખબર જ છે કે કોઈ ગામ વસવાટ નો કરે. એક ગામ થી બીજા ગામ, એક મંદિર થી બીજા મંદિર, અને
એક ધામ થી બીજા ધામ ચાલ્યા જ રાખે. તેનું જીવન જ એક સફર હોય છે.


“જ્યાં હાથમાં માળા અને ગળામાં કંઠી હોય છે,
ત્યાં સમય પગપાળા અને જીવન સફર હોય છે.
જ્યાં નાનું તળાવ અને પાધર મંદિર હોય છે,
ત્યાં દરોજ સાધુ અને ધામ હજનાળી હોય છે.”


સંતો ગામ મૂકીને જતાં રહ્યા અને જતાં જતાં કહેતા ગયા કે જીવન માં ઘણા ધામ જોયા છે પરંતુ તમારા ગામ જેવુ ક્યારેય નથી જોયું. અમે અમારા ગુરુ મહારાજ ને જરૂર આ વાત કરશું. અને ફરી એક વાર અમે અહી પધારશું ત્યારે સાથે નવી ચમક જરૂર લાવશું ગામમાં. બધા લોકો એ આશીર્વાદ ની જેમ સંતો ના આવાજ નો સ્વીકાર કર્યો.

બધા ગામ લોકો ને એમ થયું કે સંતોને આપણા ગામમાં આનંદ અને સેવા મળી એટલે સાયદ કહ્યું હશે. પણ ખબર નહતી કે સંતો ભવિષ્યવાણી કરીને ગયા છે. કે હવે આગળ ગામનું શું થવાનું છે? થોડાક જ વર્ષો પરે સંતોના વેશમાં ચોર લૂટેરા આવ્યા ગામમાં અને ગામની પધારે રહેલ મંદિર માથી બધુ લૂંટવા લાગ્યા. પરંતુ ગામના લોકોનો વિશ્વાસ અને શ્રદ્ધા એટલી વધી ગઈ હતી કે ચોર લોકો મંદિર ની બહાર ઓળંગી શક્યા નહીં કેમ કે બધા ચોર ની આંખની રોશની ચાલી ગઇ હતી. બધા ચોરો મંદિરની અંદર ભટક્યા કર્યા પણ તેને બહાર જવાનો માર્ગ જ મળ્યો નહીં. અંતે સવાર થઈ ગઈ.


“ધારણ શકતે શક્તિ રૂપ,
ધામ રૂપ મહાકાય દ્વાર.
ભારણ ભટકે ચોરી રૂપ,
         ચોતરફ ગોતે નો મળે ચિત દ્વાર.”


ક્રમશ...

હવે ગામનાં લોકો શું કરશે?


લી. પ્રિત'z..?

૯7૩7૦1૯2૯5