પૃથ્વી : એક અધૂરી પ્રેમ કથા ભાગ- 20 DrKaushal Nayak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પૃથ્વી : એક અધૂરી પ્રેમ કથા ભાગ- 20

જ્યારે બધાએ werewolves એ મળીને અવિનાશ પર આક્રમણ કર્યું ત્યારે અવિનાશે એક સાથે બધાય werewolves ઉપર મંત્ર ના પ્રહાર શરૂ કર્યા.

એ બધા સાથે લડવા માં વ્યસ્ત હતો ત્યાં એમના સેનાપતિ એ મોકાનો લાભ ઉઠાવી ને અવિનાશ ના પીઠ પાછળ પ્રહાર કર્યો.

પ્રહાર એટલો જોરદાર હતો કે અવિનાશ જમીન પર ઢળી પડ્યો અને પીડા ના કારણે અધમૂઓ થઈને તરફડિયાં મારવા લાગ્યો.

એમનો સેનાપતિ એના સામે પુનઃ માનવ સ્વરૂપ માં આવ્યો અને એના સામે જોઈ ને હસવા લાગ્યો.

“મૂર્ખ ..જાદુગર ..તું શું સમજે છે તારા જેવો તુચ્છ જાદુગર ..અમારા જેવા દુનિયા ના સૌથી શક્તિશાળી જીવો ને હરાવી શકીશ ...અમારો ઉપયોગ કરી ને પોતાનો સ્વાર્થ પૂરો કરવા માંગતો હતો....અમારા સરદાર વિધુત ના કહેવા અનુસાર અમે તારો સંહાર કરીને એ vampires નો પણ અંત લાવી દઇશું”.

એમ કહીને એણે પોતાના તીક્ષ્ણ નખો વાળો હાથ ઊંચો કર્યો અને અવિનાશ ની છાતી પર પ્રહાર કર્યો...એના પ્રહાર થી અવિનાશ લોહી લુહાણ થઈ ગયો.

સેનાપતિ, અવિનાશ ના રક્ત નું પાન કરવા લાગ્યો.

સેનાપતિ લોહી થી ખરડાયેલા એના મુખ થી હસતાં હસતાં બોલ્યો.

“બસ આવી જ રીતે એ શુધ્ધ ખૂન ના શરીર માથી એક એક રક્ત ની બુંદ નું ચૂસી જઈશું અમે ....”

એટલું બોલી એણે પોતાનું મુખ ચંદ્ર સામે કરીને સંકેત આપ્યો, બધા wolves પણ એના જેમ ચંદ્ર સામે જોઈને ગર્જના કરવા લાગ્યા અને સેનાપતિ અવિનાશ પર પ્રહાર કરવા જ ગયો...... અવિનાશે પોતાની આંખો ડર થી બંદ કરી લીધી .... પણ થોડી વાર માં એણે થયું કે આ werewolves નો શોર અચાનક સન્નાટા માં પરિવર્તિત થઈ ગયો.

એણે જેવી આંખો ખોલી ત્યાં જ....એ સેનાપતિ નું કપાયેલું મસ્તક એની સમક્ષ લોહી થી તરબતર પડ્યું હતું.એની આજુબાજુ ના બધા જ wolves મોત ને ભેટ ચડી ચૂક્યા હતા.

સામે થી એક હાથ અવિનાશ તરફ આવ્યો , ઘાયલ હોવાના કારણે અવિનાશ ને એનો ચેહરો દેખાયો નહીં.

અવિનાશ એ હાથ પકડ્યો અને ધીમેક થી ઊભો થયો.

ધીમે ધીમે ધૂંધળો ચેહરો સ્પષ્ટ દેખાવા લાગ્યો... એ પૃથ્વી હતો.એણે જોઈને અવિનાશ અચરજ માં પડી ગયો કે ...પૃથ્વી એ એનો જીવ બચાવ્યો.

અવિનાશ ની ગરદન પર થી લોહી અવિરત વહી રહી હતું જેના કારણે અવિનાશ ને અંધારા આવવા લાગ્યા....પૃથ્વી એ તરત જ પોતાની હથેળી પર bite કરીને એનું લોહી અવિનાશ ના ખુલ્લા ઘા પર રેડ્યું.થોડીક જ ક્ષણો માં રક્ત નીકળતું બંદ થઈ ગયું.

અવિનાશ થોડો સ્વસ્થ થયો.

અવિનાશ : પૃથ્વી ? તું અહી ? તે મારો જીવ શું લેવા બચાવ્યો?

પાછળ થી અવાજ આવ્યો .... “ ફક્ત પૃથ્વી જ નહીં , અમે પણ છીએ”

પૃથ્વી ના પાછળ થી ...વિશ્વા , સ્વરલેખા ,વીરસિંઘ, અરુણરૂપા પ્રવેશ્યા.

અને બધા ની પાછળ થી સંતાયેલી નંદની ધીમેક થી બહાર નીકળી ....એણે જોઈ ને અવિનાશ ના આંખ માં થી આંસુ નીકળવા લાગ્યા.

પણ એણે કેમ કરીને આંસુ છુપાવી લીધા ,પણ પૃથ્વી જાણી ગયો.

પૃથ્વી અવિનાશ ને ઘર ની અંદર લઈ ગયો.

અને પલંગ પર સુવાડયો.અરુણરૂપા અને સ્વરલેખા અવિનાશ માટે લેપ બનાવવા લાગ્યા.

અરુણરૂપા લેપ બનાવતા બોલ્યા “ મારે ફક્ત આજીવન શું તારા માટે જ લેપ અને ઔષધ જ બનાવ્યા કરવાના ?”

અવિનાશ મંદ મંદ હસ્યો.

અને પછી પૃથ્વી ની સામે જોઈને બોલ્યો.

અવિનાશ : તમારા બધા ના માં આટલું મોટું હદય પરીવર્તન કઈ રીતે આવ્યું ?

કે તમે લોકો એ મારો જીવ બચાવ્યો ?...અને આ પૃથ્વી જે ફક્ત મને જ મારવાનું સ્વપ્ન જોવે છે એણે મારો જીવ એ wolves થી બચાવ્યો...કેમ ?

પૃથ્વી : મારૂ લક્ષ્ય કોઈ દિવસ તને કે કોઈને પણ મારવાનું હતું જ નહીં.તું જ શરૂઆત થી દુશ્મની ની તલવાર ઉપાડી ને ફરતો હતો,અમે તો ફક્ત તારા આઘાત નો પ્રત્યાઘાત આપતા હતા.

સ્વરલેખા : અને મને આજે જ જાણ થઈ ભાઈ ...કે તે તો માતા ઉપર કોઈ દિવસ પ્રહાર કર્યો જ નહતો..આપણે તો બસ એક ષડયંત્ર ના શિકાર થયા છીએ. છતાં પણ તને મારા કારણે કેદ થઈ એના બદલ હું દિલગીર છું.

વિશ્વા : પરંતુ એણે કેદ ભોગવી એનો એ હકદાર પણ હતો...એણે કેટલાય vampires ના વાંક વગર પોતાનો શક્તિ નો દૂરપયોગ કરીને એમનો નાશ કરતો આવ્યો છે.

અવિનાશ હસવા લાગ્યો.

અવિનાશ : બસ હવે મારા હદય ને શાંતિ થઈ .... બીજા તો નહીં પણ વિશ્વા પાસે મને આવા જવાબ ની જ અપેક્ષા હતી. આપણી દુશ્મની તો ચાલુ રહેવી જ જોઈએ નહિતો જિંદગી માં આનંદ શું રહેશે.

વિશ્વા : તું ચિંતા ના કરીશ ...કોઈ નહીં તો હું તો આ દુશ્મની ને આગળ ધપાવીશ જ ...

વીરસિંઘ : શાંત થઈ જાઓ બંને .. સવાલ અત્યારે આપસી દુશ્મની નો નહીં ..આપણાં મુખ્ય દુશ્મન નો છે.એ આપણાં અંત માટે અહી પહોચી ચૂક્યો છે.એને કેવી રીતે રોકીશું એ જ વિચારવા યોગ્ય છે.

નંદિની : હા અને એ કેટલા છે ? એમનો સરદાર કોણ છે અને સ્વરલેખાજી અને અરુણરૂપાજી ને જે શક્તિશાળી જીવ નો અહસાસ થયો એ કોણ છે એ જાણવું પણ એટલું જ અગત્ય નું છે.

સ્વરલેખા અવિનાશ ના ઘા પર મલમ લગાવવા માંડી.

સ્વરલેખા : હા ..જ્યાં સુધી આપણે આપણાં દુશ્મન ને જાણતા નહીં હોઈએ એને હરાવવો મુશ્કેલ છે.

અવિનાશ : એને જાણતા હોઈએ તો પણ એને હરાવવો મુશ્કેલ જ નહીં અશક્ય છે.

બધા એકદમ ચૂપ થઈ ને અવિનાશ તરફ જોવા લાગ્યા.

સ્વરલેખા એ મૌન તોડ્યું .. “ તું કહવા શું માગે છે અવિનાશ...અશકય છે મતલબ ? કોણ છે એ ? તું એને ઓળખે છે”.

અવિનાશ : હા ..... એ આપણાં બધા જ કરતાં ખૂબ જ શક્તિશાળી છે.

વિશ્વા : ગમે એટલો શક્તિશાળી હોય પણ આપણે સાથે હોઈશું તો આપણ ને હરાવી નહીં શકે.

અવિનાશ : આ વખતે તું ભૂલ કરે છે વિશ્વા .... એ દાનવ છે ....એની શક્તિઓ અપાર છે.આપણે બધા મળીને પણ એને હરાવી નહીં શકીએ.

અરુણરૂપા : એવું તો કોણ છે એ જેને આપણે બધા મળીને પણ ના હરાવી શકીએ ?

અવિનાશ : વિદ્યુત .....

એનું નામ સાંભળતા જ સ્વરલેખા ના હાથ માથી લેપ નો કટોરો પડી ગયો અને એની આંખો પહોળી થઈ ગઈ.

સ્વરલેખા : ત....તું મજાક તો નથી કરતો ને અવિનાશ ?આ એ જ વિદ્યુત છે જેના વિષે આપણાં witch ના જૂના પુસ્તકો મા લખેલું છે.

અવિનાશ એ માથું હા માં હલાવ્યું ....અરુણરૂપા આ સાંભળી ને જમીન પર બેસી ગયા.

વિશ્વા : કોઈ અમને પણ જણાવશે કે શેની વાત થઈ રહી છે.

અવિનાશ : હું કહું છું તને .... અમારી witches ની દુનિયા માં અનેક પુસ્તકો માં એક સૌથી શક્તિશાળી જીવ નો ઉલ્લેખ થયેલો છે.જેની શક્તિઓ અપાર છે ...જેની અસલી વય પણ કોઈ જાણતું નથી અમારા સદીઓ જૂના પુસ્તકો માં એનો ઉલ્લેખ છે...એનું નામ છે વિદ્યુત.

આ જીવ માં werewolves ,vampires અને સાથે સાથે witches પણ શક્તિ છે.

એ સર્વ શક્તિમાન છે ,અજેય છે,એને કોઈ હરાવી શકે નહીં.અને એ હજારો વર્ષો થી ધરતી પર ભ્રમણ કરી રહયો છે.

હું પણ આ વાત ને એક ભ્રમ જ માનતો હતો.પણ જ્યારે હું werewolves પાસે સહાયતા લેવા ગયો. ત્યારે એને મે મારી પોતાની આંખો થી જોયો છે....એ કદાવર ક્રૂર અને ભયાનક દાનવ છે.એ કેટલાય વર્ષો થી શુદ્ધ ખૂન ની તલાશ માં છે, અને નંદની ના શુધ્ધ ખૂન બન્યા બાદ એ બસ એની જ તલાશ માં હતો.ત્યાં પહોચ્યા બાદ મને જાણ થઈ કે એ નંદિની ને પ્રાપ્ત કરવાની યોજના પહેલે થી જ બનાવી ચૂક્યો છે...એટ્લે હું ચાલાકી થી એની યોજના માં શામેલ થઈ ગયો જેથી કરીને નંદિની ને સમય આવતા બચાવી શકું”.

બધા જ થોડી વાર માટે એકદમ શાંત થઈ ગયા.

અરુણરૂપા : મૂર્ખ છે તું......આવા દાનવ પાસે તું મદદ માંગવા ગયો ?

અવિનાશ : પરંતુ માતા ...હું તો ખાલી wolves પાસે સહાયતા લેવા ગયો હતો ..પણ એ wolves મને એમની સાથે લઈ ગયા એ વિદ્યુત પાસે. એ વખતે મારા પાસે એના સાથે સોદો કર્યા સિવાય કોઈ વિકલ્પ જ નહતો.

વિશ્વા : અને આમાં તે નંદની ને કઈ રીતે બચાવવા ની યોજના કરી હતી ?

અવિનાશ : સાચું કહું તો .....મે વિચાર્યું હતું ..કે નંદની ની આડ માં તમારા બધા ની ભેટ ચડાવીને હું નંદિની ને લઈને ક્યાક દૂર ફરાર થઈ જઈશ.એટ્લે વિદ્યુત તમને મારવા માં વ્યસ્ત રહે અને હું પલાયન કરી શકું.

વિશ્વા : જોઈ લે ...પૃથ્વી ... મને ખબર જ હતી ...પહેલે થી જ કે આ વ્યક્તિ વિશ્વાસ ને પાત્ર નથી ... પણ તને જ માનવતા જાગી હતી આને બચાવવા ની .

અવિનાશ : હું તો હજુ પણ કહું છું કે મારા પર વિશ્વાસ ના કરશો.નંદની નો જીવ બચાવવા માટે હું કોઈ પણ નો જીવ લેવા અચકાઇશ નહીં.

નંદીની : એના કરતાં હું મરવું પસંદ કરીશ.

અવિનાશ : તો હું જીવી ને શું કરીશ ...? મારો તો પ્રાણ જ તું છે.

નંદની : તું સમજતો નથી અવિનાશ ....મારો પહેલો અને છેલ્લો પ્રેમ પૃથ્વી છે.

અને તને ખબર છે હું પૃથ્વી ને પ્રેમ કેમ કરું છું ? પૃથ્વી મારા માટે પોતાનો જીવ આપી પણ શકે છે પણ બીજા કોઈ નો જીવ લેશે નહીં.એના પ્રેમ માં સચ્ચાઈ છે, ત્યાગ છે ,બલિદાન છે..

અને તારા પ્રેમ માં ફક્ત તારો સ્વાર્થ છે, અમારા બંને નો આત્મા એકસાથે જોડાયેલો છે અવિનાશ.

અવિનાશ એકદમ શાંત થઈ ગયો.

થોડી વાર ની શાંતિ બાદ.

વીરસિંઘ : તો હવે ? શું વિદ્યુત ના અહી આવવાનો ઇંતેજાર કરીશું ? મને લાગે છે કે આપણે અહી થી ક્યાય ખૂબ જ દૂર જતું રહવું જોઈએ.

સ્વરલેખા : ક્યાં સુધી ભાગીશું ? વિદ્યુત આજ નહીં તો કાલે આપણ ને શોધી જ લેશે.ત્યાં સુધી એક એક ક્ષણ એના ભય માં વિતાવવો પડશે.

અવિનાશ : તું એમ કહવા માગે છે કે આપણે એનો સામનો કરીશું ? એની પાસે હજારો ની સંખ્યા માં ફોજ છે.અને એ વગર સેના એ પણ આપણાં બધા ના શિકાર કરવા સક્ષમ છે.મોત સામે ઊભી છે.

અરુણરૂપા : મોત તો આજે નહીં તો કાલે બધા ને મળશે જ.એના થી ભાગવું અશક્ય છે.

વિશ્વા: હું એનો સામનો કરવા તૈયાર છું ...અને હા અવિનાશ આ વખતે અમારે તારી પણ જરૂર પડશે.

અવિનાશ : નંદિની ને બચાવવા માટે તો હું કઈ પણ કરવા તૈયાર છું.

સ્વરલેખાજી : એની પાસે એની પોતાની ફોજ છે ....તો આપણી ફોજ ને પણ ભેગી કરવી પડશે....વીરસિંઘજી અને પૃથ્વી તમે તમારા બીજા vampires ને એકઠા કરવાનો પ્રયત્ન કરો...કહો કે એમના સૌથી મોટા દુશ્મનો સાથે લડવાનો સમય આવી ગયો છે.

વીરસિંઘજી : હું પૂરો પ્રયત્ન કરીશ.

અરુણરૂપા : અને હું આપણી બીજી witches સાથે સંપર્ક સાધવા નો પ્રયાસ કરું છું.

અવિનાશ :મારા કોઈ મિત્ર નથી ...એટ્લે હું કોઈ ફોજ ને નહીં બોલાવી શકું...

વિશ્વા : આમ કદાચ કહવું ખોટું તો નથી પણ તું પોતે જ એક મોટી સેના સમાન છે ...જો તું સાચા પક્ષ તરફ થી લડે તો...

અવિનાશ : હા એ તો છે ....એમાં તો તું પણ પાછી પડે એમ નથી... તું એકસાથે અસંખ્ય પર ભારે પડે એમ છે.

વિશ્વા : તો ચાલો યુધ્ધ ની તૈયારી શરૂ કરો.

બધા જ લોકો પોત પોતાના કામે લાગી ગયા.

વીરસિંઘજી, પૃથ્વી અને અરુણરૂપાજી પોતાના મિત્રો ની સહાય લેવા નીકળી પડ્યા.

વિશ્વા જઈને શિકાર પર નીકળી ગઈ જેથી એ લડવા માટે શક્તિ એકત્ર કરી શકે.

અવિનાશ પુનઃ સ્વસ્થ થઈ ....હથિયારો સજ્જ કરવા લાગ્યો..સ્વરલેખા અને નંદની એમના પુસ્તકો માં કઈક શોધી રહ્યા હતા.

અહી આ બાજુ....

વિદ્યુત બીજા wolves ના સેનાપતિઓ સાથે બેઠો હતો અને પોતાની witch powers થી કઈક શોધવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

એટલામાં કોઈ એક સેનાપતિ બોલ્યો “મે થોડીક વાર પેહલા જ આપણાં બંધુઓ ની ગર્જના સાંભળી છે.મને લાગે છે તેઓએ અવિનાશ નો અંત કરી દીધો”.

એટલામાં વિદ્યુત એ આંખો ખોલી અને ઊભો થઈ ગયો...બીજા બધા પણ ઊભા થઈ ગયા.વિદ્યુત ની આંખો લાલચોળ હતી.

એ જોર થી બરાડયો... “ બચી ગયો એ અવિનાશ ....એ દુષ્ટ પિશાચો એ આપણાં બંધુઓ ને હણી નાખ્યા છે”.

બધા wolves વિચાર માં પડી ગયા.

“પરંતુ સરદાર ....એ લોકો તો અવિનાશ ને મારવા ગયા હતા ..તો vampires ક્યાથી આવી ગયા અને એ લોકો એ અવિનાશ ને કેમ બચાવ્યો ..એ તો એમનો દુશ્મન છે”.

વિદ્યુત : એ જ તો સમજ માં નથી આવતું કે vampires અવિનાશ નો જીવ કેમ બચાવી રહ્યા છે.

Wolves : તો હવે ?

વિદ્યુત : બધા જ ભેડીયાઓ આક્રમણ માટે સજ્જ થઈ જાઓ આવતી કાલે સવાર ની પહલી કિરણ સાથે આપણે એમનો અંત લાવી દઇશું.......

વિદ્યુત એ આકાશ સામે જોયું અને ચંદ્ર સામે જોઈને જોર થી ગર્જના કરી...... એની ગર્જના સાંભળી આખું જંગલ થથરી ગયું.

વિદ્યુત નું શરીર અકડાવા માંડ્યુ અને ધીમે ધીમે એના પગ અને હાથ પશુના રૂપ માં પરીવર્તન પામવા લાગ્યા,એના નખ વિશાળ અને તીક્ષ્ણ તલવાર જેવા ,દાંત એના મોટા અને ધારદાર જાણે તીર હોય, અને આખું શરીર એક વિશાળ ભેડીયા માં રૂપ માં પરીવર્તન થઈ ગયું ,એક એવો ભયંકર જીવ જેની સ્વપ્ન માં પણ કોઈ એ કલ્પના ના કરી હોય.એ ફરીથી ચંદ્રમા સામે જોઈ ને ગર્જના કરી જાણે પુનમ નો એ ચંદ્ર એને શક્તિ પ્રદાન કરી રહ્યો હોય એમ લાગી રહ્યું હતું.એની ગર્જના એટલી વિકરાળ હતી કે કેટલાય સિંહો ની એકસાથે કરેલી ગર્જના પણ ફિક્કી પડી જાય.

ક્રમશ: ...................................