હતી એક પાગલ - 6 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હતી એક પાગલ - 6

હતી એક પાગલ..!!:-ભાગ 6

દરેક લવસ્ટોરી ની શરૂવાત મિત્રતાથી થાય એવું જરૂરી તો નથી હોતું..પણ જે લવસ્ટોરી મિત્રતા પછી બંધાય એમાં મજા કંઈક અલગ જ હોય છે.શિવ અને માહી વચ્ચે થયેલી એકાઉન્ટની નોટબુકની આપ-લે હજુ દિલો વચ્ચેની આપ-લે સુધી તો નહોતી પહોંચી છતાં આને એ માટેનું પ્રથમ પગથિયું ચોક્કસ કહી શકીએ.

શિવ જોડેથી નોટબુક લઈ ગયાંનાં બીજાં દિવસે માહી એની નોટબુક પાછી આપી ગઈ..નોટબુક ની સાથે શિવ ને મળ્યું માહી નું thanks.પોતાનાં માહી પર કરવામાં આવેલ આ આભાર નો ભાર શિવને આખી જીંદગી ઉપાડવાનો હતો એ વાતથી શિવ એ સમયે તો બેખબર જ હતો.

કોલેજ શરૂ થયાં નાં ત્રણ મહિના વીતી ગયાં હતાં..શિવ,મયુર અને કાભઈ વચ્ચેની દોસ્તી દિવસે ને દિવસે મજબુત થઈ રહી હતી.એ લોકો હવે ક્યારેક પૈસાનું સેટિંગ થાય તો કોલેજ બંક કરી કોલેજની સામે આવેલાં wide angle થિયેટરમાં ફિલ્મ પણ જોઈ આવતાં.

શિવ અને માહી વચ્ચે ક્યારેક ક્યારેક વાત જરૂર થતી પણ એ વાતો કામની જ હોતી..અને એ કામ એટલે અભ્યાસ ને લગતું કામ જ હોય..પણ પ્રેમમાં ત્યારેજ પડાય જ્યારે બે લોકો વચ્ચે કામની નહીં પણ નકામી વાતો થવાની શરૂ થઈ જાય.પણ હજુ સુધી શિવ કે માહી વચ્ચે એવી કોઈ વાત થઈ જ નહોતી.એ સમય સુધી તો શાયદ શિવ કે માહી બંનેના મનમાં એકબીજા પ્રત્યે પ્રેમ જેવી કોઈ લાગણીનાં બીજ અંકુરિત પણ નહોતાં થયાં.

આમ ને આમ કોલેજનાં પ્રથમ વર્ષ નું દિવાળી વેકેશન પણ પડવા આવ્યું હતું..પણ કહ્યું છે ને કુદરત જ્યારે પોતાનું કોઈ આયોજન કરે ત્યારે તમારાં બધાં આયોજન ધર્યા ના ધર્યા જ રહી જાય..આવું જ એક આયોજન થયું કોલેજ ટુર નું.કોલેજમાંથી બે ટુર જતી હતી જેમાં એક હતી સાત દિવસની રાજસ્થાનની ટુર અને બીજી હતી સૌરાષ્ટ્રની ત્રણ દિવસની ટુર.શિવ જોડે બજેટની કમી હતી અને માહી માટે રાજસ્થાન તો એનું મૂળ વતન હતું એટલે એ બંને એ સૌરાષ્ટ્ર જતી ટુર માટે પોતાનું નામ નોંધાવી દીધું.

દિવાળીનાં પાંચ દિવસ પહેલાં સૌરાષ્ટ્ર જતી ટુર બસ રવાના થઈ ગઈ..કાભઈ અને મયુર પણ શિવનાં લીધે સૌરાષ્ટ્ર જવા માટે પોતાનું નામ નોંધાવી ચુક્યાં હતાં.

સૌરાષ્ટ્ર જવા વાળી ટુરમાં ઓછાં સ્ટુડન્ટ હોવાથી ફક્ત એક જ લકઝરી એ માટે બુક થઈ હતી..એનો મતલબ હતો કે બધાં છોકરાં અને છોકરીઓ સાથે જ ત્રણ દિવસ પ્રવાસ કરવાનાં હતાં. માહી લકઝરીમાં શિવથી બે સીટ આગળ એની ફ્રેન્ડ સોનલ જોડે બેસી હતી.જ્યાં સુધી ચોટીલા આવ્યું ત્યાં સુધી તો બધાં પોતપોતાની ધૂન માં મસ્ત હતાં.

ચોટીલા મા ચામુંડા નાં ધામ માં બધાં ઉપર ચડતાં હતાં ત્યારે બધાં એક પછી એક આગળ નીકળી ગયાં.. પણ માહી ને પગમાં થોડી મચકોડ આવી જતાં અડધું અંતર કાપ્યું ત્યાં એ અટકી ગઈ..એને પીડા વધુ થઈ રહી હતી એટલે એ સીડીઓની એક બાજુમાં પગ પકડીને બેસી ગઈ.માહી સમજી ચુકી હતી કે એ ઉપર તો જઈ શકવાની નથી એટલે બીજાં બધાં પાછાં વળે એટલે એ નીચે ઉતરી જશે એમની સાથે.

માહી પોતાનાં પગ ને આંગળીઓ વડે દબાવીને દર્દ ઓછો કરવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યાં એની સામે એક હાથ લાંબો થયો..માહી એ ચમકીને આશ્ચર્યથી એ તરફ જોયું તો ત્યાં શિવ મોજુદ હતો.

"માહી મેં ઉપરથી જોયું તો એવું લાગ્યું કે તને પગે કંઈક થઈ ગયું છે અને તું વ્યવસ્થિત ચાલી ને ઉપર આવવામાં સક્ષમ નથી તો હું અહીં આવી ગયો..જો તું માં ચામુંડા નાં દર્શન કરવા ઈચ્છતી જ હોય તો ચાલ મારી સાથે.હું તને ઉપર જવામાં મદદ કરીશ."માહી તરફ જોતાં સજ્જનતાથી શિવ બોલ્યો.

માહી બે ઘડીક તો શિવ ની તરફ જોતી રહી..શિવની પાછળથી આવી રહેલાં સૂર્યનાં પ્રકાશથી શિવનો દેદીપ્યમાન ચહેરો ઝળહળી રહ્યો હતો.શિવને એ ઓળખતી હતી,એનો સ્વભાવ એનું વર્તન બધું માહીને પસંદ તો હતું પણ આજે શિવ જે રીતે એની મદદે આવ્યો એને માહીનાં હૃદયમાં શિવ માટે પ્રેમની ઘંટડીઓ રણકાવી મુકી હતી.આમ પણ કોઈ છોકરીનું દિલ જીતવું હોય તો એને પ્રેમ કરવાની જરૂર ઓછી છે પણ એનું સમ્માન અને કાળજી રાખવાની જરૂર વધુ છે.

માહી એ શિવનાં લંબાવેલાં હાથમાં પોતાનો હાથ મુકી દીધો.. શિવ ની સહાયતાથી માહી ચોટીલાનું બાકીનું ચડાણ પૂરું કરી શકી..શિવ બધાં થી છેલ્લે માહીને લઈને જ હેઠે ઉતર્યો.

હવે લકઝરી જઈને ઉભી રહી સીધી વીરપુર..જલારામ બાપા ની મહિમાનું આ પવિત્ર સ્થળ ખરેખર સમસ્ત ગુજરાતનાં લોકો માટે આસ્થાનું કેન્દ્ર હતું.વર્ષે દહાડે લાખો લોકો આ પાવન સ્થળની મુલાકાત લઈને ધન્યતા અનુભવતાં. એક રૂપિયો પણ દાન લેવાની મનાઈ છતાં અહીં બારે મહિના અન્નક્ષેત્ર ચાલતું.

વિરપુરથી આગળનું સ્ટેશન હતું જૂનાગઢ..નરસિંહ મહેતા ની કર્મભૂમિ સમાન આ સ્થળનો મહિમા પણ અનેરો છે.નાગા બાવાઓથી લઈને અશોકનો શિલાલેખ આ શહેરની ગરિમા દર્શાવતાં હતાં.વિદ્યાર્થીઓ ને પટેલ સમાજની વાડીમાં રાત નો ઉતારો આપવામાં આવ્યો હતો.સવારે વહેલાં ઉઠી ગીરનાર ચડવાનું હોવાં છતાં કોઈ સ્ટુડન્ટ ઊંઘવાનું નામ નહોતો લઈ રહ્યો.

કોલેજમાંથી વિદ્યાર્થીઓની દેખરેખ માટે આવેલાં ત્રિવેદી સાહેબે બધાં સ્ટુડન્ટને બહાર એકઠાં કર્યાં અને અંતાક્ષરી રમવા માટે કહ્યું..બધાં એમની વાત સાંભળી બહુ ઉત્સાહિત હતાં. કેમકે આ રમત દરેક સ્ટુડન્ટ માટે પ્રવાસ દરમિયાન એક સ્વપ્ન સમાન હોય છે.

પચ્ચીસ છોકરીઓ અને એટલાં જ છોકરાં ત્રિવેદી સાહેબનાં કહેવાથી એ લોકો જ્યાં રોકાયાં હતાં એ પટેલ સમાજની વાડીનાં પટાંગણમાં એકત્રિત થયાં.. તાપણું કરવામાં આવ્યું અને સાથે પોતાની સાથે આવેલાં રસોઈયાને જુનાગઠ સ્પેશિયલ કાવો બનાવવાનું કહીને ત્રિવેદી સાહેબ પણ સ્ટુડન્ટની સાથે ગોઠવાયાં.

આ સાથે જ શરૂ થઈ અંતક્ષરીની રમત..

"લેડીઝ ફર્સ્ટ..તો છોકરીઓથી શરૂવાત થશે"ત્રિવેદી સાહેબે કહ્યું.

ત્રિવેદી સાહેબનાં આવું કહેતાં જ છોકરીઓનાં ગ્રુપે એ વખતનું હિમેશ રેશમિયાનું એક સુપરહિટ ગીત ગાવાનું શરૂ કર્યું.

"ઝલક દિખલા જા..ઝલક દિખલા જા..એક બાર આજા.આજા..આજા..

દીદાર કો તરસે અંખિયા, ના દિન ગુજરે ના કટે રતીયા.."

"તો છોકરાઓ હવે ગીત ગાશે ય ઉપરથી.."ત્રિવેદી સાહેબે કહ્યું.

પ્રથમ ગીતમાં જ 'ય' જેવો ઓકવર્ડ શબ્દ આવતાં બધાં છોકરાઓ એકબીજા તરફ જોઈ રહ્યાં હતાં..એ લોકો આમ કરતાં હતાં ત્યાં કાભઈ ને કંઈક યાદ આવ્યું અને એમને જોરથી બુમ પાડીને ગીત શરૂ કર્યું.

"યાહુ.... યાહુ....કોઈ મુઝે જંગલી કહે..કહેને દો જી કહેતાં રહે,હમ પ્યારકે તુફાનો મેં ધીરે હૈં હમ ક્યાં કરે..?"

પહેલાં તો કાભઈની યાહુ ની બુમે તો બધાં ને ચોંકાવી દીધાં.. પણ જેમ જેમ ગીત આગળ વધ્યું એટલે બધાં ને ખબર પડી કે કાભઈ તો ય પરથી ગીત ગાઈ રહ્યાં હતાં.

આમ ને આમ કલાક સુધી અંતાક્ષરી ની રમત આગળ વધે રહી..કાવા ની ચુસકી સાથે જેમ-જેમ રમત આગળ વધી રહી હતી એમ વિદ્યાર્થીઓ જોડે ગીતોનો સ્ટોક ખતમ થઈ રહ્યો હતો.એ બધાં માટે હવે નવાં ગીત ને શરૂ કરતાં પહેલાં ઘણું વિચારવું પડતું હતું.દસેક છોકરીઓ અને છોકરાઓ તો સુવા માટે પોતપોતાને ફાળવેલાં રૂમ તરફ પ્રયાણ પણ કરી ચુક્યા હતાં.

"હવે છોકરાઓ ગાશે દ ઉપરથી.."છોકરીઓએ પોતાનું ગીત પૂર્ણ કરતાં હવે ત્રિવેદી સાહેબે છોકરાઓ તરફ જોઈને કહ્યું.

અત્યાર સુધી શિવ બીજાં સ્ટુડન્ટ ને સપોર્ટ કરતાં ગીતો ગાઈ રહ્યો હતો..પણ હવે દ ઉપર કોઈ નવું ગીત કોઈને યાદ નહોતું આવી રહ્યું.ઘણી બધી શક્તિ વાપર્યા પછી પણ બધાં ગીત શરૂ નહોતાં કરી શક્યા.અચાનક શિવે એક સુંદર ગીત ની લાઈન શરૂ કરી.

"દિલ કા આલમ મેં ક્યા બતાઉં તુઝે,

એક ચહેરે ને બહોત..એક ચહેરે ને બહોત પ્યારસે દેખા મુઝે..

દિલ કા આલમ મેં કયા બતાઉં તુઝે..

વોહ મેરે સામને બેઠી હૈં મગર..ઉસસે કુછ બાત ના હો પાઈ હૈ..

મેં ઈશારા ભી અગર કરતાં હું ઈસ મેં હમ દોનો કી રુસ્વાઈ હૈં..

દિલ કા આલમ મેં ક્યાં બતાઉં તુઝે.."

શિવનાં ગીત પૂર્ણ કરતાં જ ત્રિવેદી સાહેબ બોલી ઉઠ્યાં..

"વાહ શિવ તારો અવાજ તો સરસ છે..નક્કી તું સ્ટેજ ગજાવીશ મુકી એક દિવસ..તો હવે છોકરીઓ 'હ' થી શરૂ થતું કોઈ ગીત."

"હમને તુમકો દેખા..તમને હમકો દેખા એસે..

હમ તુમ સનમ..સાતો જનમ મિલતે રહે હો જેસે.."

ત્રિવેદી સાહેબનાં આટલું બોલતાં તો માહી એ પોતાનાં સુંદર અવાજમાં એક ગીત ગાઈ સંભળાવ્યું..માહી પણ શિવે ગીત ગાયું ત્યાં સુધી તો એની બાકીની ફ્રેન્ડ ને સપોર્ટ જ કરી રહી હતી..પણ આ શિવે ગાયેલું ગીત પોતાનાં માટે જ હતું એ વિચારે એને રોમાંચિત કરી મુકી અને એને જે મનમાં આવ્યું એ ગીત એને સાંભળાવી દીધું.

માહી દ્વારા કરવામાં આવેલ ગીત ની પૂર્તિ સાથે જ શિવે કુમાર શાનુનું પ્રખ્યાત ગીત ગુનગુનાવાનું શરૂ કર્યું.

"સોચેગે તુમ્હેં પ્યાર કરતે નહીં.. એ દિલ બેકરાર કરતે નહીં

યાદો મેં બસાયા તુમકો,ખ્વાબો મેં સજાયા તુમકો

મિલો કે હમેં તુમ જાનમ કહીં ના કહીં.."

હવે જાણે મુકાબલો છોકરા અને છોકરીઓની વચ્ચે નહોતો પણ શિવ અને માહીની વચ્ચે હતો એવું લાગી રહ્યું હતું..શિવ નું ગીત પૂર્ણ થતાં જ માહી એ પણ 'હ' થી શરૂ થતું ગીત ગાવાનું શરૂ કર્યું.

"હમે તુમ સે પ્યાર કિતના,યે હમ નહીં જાનતે

મગર જી નહીં શકતે તુમ્હારે બીના.."

આમ જ શિવ અને માહી દ્વારા સળંગ અડધો કલાક સુધી આમ જ પ્રતિસ્પર્ધા ચાલુ રહી.બીજાં બધાં જાણે કોઈ સંગીત સમારંભમાં આવ્યાં હોય એમ શિવ અને માહી દ્વારા ગવાતાં આ ગીતો ને શ્રોતા બની સાંભળી રહ્યાં હતાં.આખરે ત્રિવેદી સાહેબે અંતાક્ષરી ની આ સ્પર્ધા ને પૂર્ણ જાહેર કરી કેમકે એમને ખબર હતી કે શિવ અને માહી હવે અટકવાનું નામ નહીં લે.

સવારે ચાર વાગે ઉઠીને ગિરનાર ચડવા માટે નીકળવાનું હોવાથી અગિયાર વાગે બધાં સ્ટુડન્ટ પોતપોતાનાં રૂમમાં જઈને સુઈ ગયાં. માહી નું મન આજે બેચેન હતું,માહી એ સમજી નહોતી શકતી કે એ શિવ ની તરફ કેમ ખેંચાવા લાગી હતી.

"હું શિવ ને પ્રેમ કરવા લાગી છું..અરે ના ના બસ એતો એમજ..પોતાની સાથે જ વાત કરતાં કરતાં માહી સુઈ ગઈ."ઊંઘતી વખતે પર એનાં ચહેરા પર એક મુસ્કાન હતી.પ્રેમ માં પડનારાં દરેક સાથે આવું જ થતું હશે એવું હું ચોક્કસ માનું છું.

બીજાં દિવસે સવારે જ્યારે બધાં ગિરનાર ની આકરી ચડાન માટે તૈયાર થઈ ગયાં એટલે લકઝરીમાં બધાં ને ગિરનાર તળેટી સુધી લાવવામાં આવ્યાં.માહી હવે શિવ નો સાથ ઝંખતી હતી. એ શિવની નજદીક આવી અને બોલી.

"શિવ, ગઈકાલની માફક આજે પણ પ્લીઝ તું મારી જોડે રહેજે.મને હજુપણ પગે થોડો દુઃખાવો છે.."

માહી ની વાતનો શિવ અસ્વીકાર ના કરી શક્યો..આમ પણ એને માહી પસંદ હતી પણ એ પસંદ પ્રેમ છે કે બસ એમજ એની ખબર એ સમયે તો શિવ ને નહોતી.માહી એવી પહેલી છોકરી હતી જેની સાથે શિવે મિત્રતા કરી હતી.આમ તો ગિરનાર ની ચડાન ખૂબ મુશ્કેલ હતી પણ જ્યારે તમને કોઈ ગમતું વ્યક્તિ તમારી સાથે હોય ત્યારે કાંટા પણ ફૂલ બની જતાં હોય છે તો પછી આ ચડાન પણ આસાન બની ગઈ બંને માટે.

સાત કલાક સુધી ફક્ત શિવ અને માહી સતત એકબીજા સાથે રહ્યાં.. જેમાં બંને એ એકબીજાનાં પસંદગીના કલર થી લઈને એમને કઈ વાનગી પ્રિય છે એની પણ માહિતી મેળવી લીધી.માહી નું ઘર પોતાનાથી ઘણું સમૃદ્ધ છે છતાં એનો મળતાવળો સ્વભાવ શિવ ને ઘણો પસંદ આવ્યો.

ગિરનાર બપોરે આરામ બાદ એ લોકો ત્રણેક વાગે સોમનાથ જવા માટે નીકળી પડ્યાં..સાંજે પાંચ વાગે એ લોકો સોમનાથ મહાદેવનાં મંદિરે પહોંચી ચૂક્યાં હતાં.બાર જ્યોર્તિલિંગમાં નું એક એવું સોમનાથ નું આ મંદિર લાખોની આસ્થાનું કેન્દ્ર છે.મોહમ્મદ ગજનીનાં 17-17 વખત ધ્વસ્ત કરાયાં બાદ પણ મહાદેવ ની અસીમ કૃપાથી આજેપણ ગુજરાતની અસ્મિતાનાં પ્રતીક સમું સોમનાથ મહાદેવનું મંદિર આજે પણ અડીખમ ઉભું હતું.

મંદિરે દર્શન કરી લીધાં બાદ બધાં સોમનાથ નાં દરિયાકિનારે ગયાં.. શિવ અને માહી હવે વધુ નજીક આવી ચૂક્યાં હતાં. માહી નાં આગ્રહથી વશ થઈને શિવે માહીની સાથે જ ઘોડેસવારી પણ કરી અને ઊંટ પર પણ બેઠાં.આ દરમિયાન માહીનો સ્પર્શ શિવને કંઈક અલગ જ અહેસાસ આપી રહ્યો હતો.આ શિવ માટે એક રોમાંચક અહેસાસ હતો.

સોમનાથમાં બધાં સ્ટુડન્ટે જરૂરી ખરીદી કરી પછી રાત્રી રોકાણ માટે બધાં સોમનાથમાંજ નક્કી કરેલી ધર્મશાળાએ પહોંચી ગયાં.રાત્રી ભોજન પછી ઘણાં સ્ટુડન્ટ ત્રિવેદી સાહેબની રજા મેળવી દરિયાકિનારે ફરવા માટે ગયાં. રાત્રી સમયે દરિયા પરથી આવતી ઠંડા પવનની લહેરખી શરીરને જ્યારે સ્પર્શે ત્યારે એની મજા જ કંઈક હોય છે.

દરિયાકિનારે પહોંચી બધાં માટીમાં જ બેસી ગયાં અને પોતપોતાની ધુનમાં એકબીજા સાથે મજાક મસ્તી કરવા લાગ્યાં.કાભઈ તો થાકીને લોથપોથ થઈ ગયો હોવાથી ધર્મશાળામાં જ સુઈ ગયો હતો જ્યારે મયુર પોતાને ગમતી એક છોકરી પ્રિયા દરિયાકિનારે ના ગઈ હોવાથી પોતે પણ ત્યાં ના ગયો.

શિવ ને આજે માહી સાથે વધી રહેલી પોતાની નજદીકી નું કારણ નહોતું સમજાઈ રહ્યું..પોતે અત્યારે પોતાનાં પ્રથમ ધ્યેય એવાં સ્ટડી પરથી ભટકી રહ્યો હોવાનું લાવતાં શિવ આજે એની સાથે આવેલાં અન્ય સ્ટુડન્ટને ત્યાં જ મુકી એમનાથી દુર દરિયાની વધુ નજીક આવીને બેસી ગયો.

શિવને ત્યાં બેઠેલો જોઈ માહીને કંઈક વિચિત્ર લાગી રહ્યું હતું.શિવ કોઈ તકલીફમાં હતો કે પછી એનું ત્યાં જઈને બેસવાનું કારણ બીજું કંઈક હતું એ જાણવાની ઈચ્છા થતાં માહી એનાંથી નજીક જઈને બેસી ગઈ.

શિવે માહીને ત્યાં આવેલી જોઈ એની તરફ જોતાં પુછ્યું.

"માહી તું અહીં કેમ આવી..?"

"પહેલાં તું એમ બોલ કે તું અહીં કેમ આવ્યો..?"માહીએ શિવનાં સવાલની સામે બીજો સવાલ કરી દીધો.

"હું તો બસ એમજ.."શિવ મનનાં ભાવો ને છુપાવતાં બોલ્યો.

"સારું તો હું પણ એમજ આવી છું..તું અહીં બેસીશ તો હું પણ અહીં જ બેસીશ."આટલું કહી માહી ખભા ચડાવી ત્યાં જ બેસી રહી.

માહીને શું કહેવું?..અને કઈ રીતે સમજાવવી એ શિવ ને સુઝી નહોતું રહ્યું.પોતે જો માહીને ત્યાંથી જવા માટે કહેશે તો એને પોતાની વાતનું ખોટું લાગી જશે એવું શિવ ને લાગ્યું એટલે એ ચૂપ જ રહ્યો.

શિવ ની ચુપકીદી ને એની સહમતી માની માહી પણ શિવ ની નજીક જ બેસી રહી..શિવ દૂર દરિયા પર ચંદ્ર ને જોઈ રહ્યો હતો જ્યારે માહી ની નજર ફક્ત શિવ પર હતી.એ શિવને ચાહવા લાગી હતી.બસ અત્યારે બંને ચુપચાપ હતાં પણ આ ખામોશી જાણે માહીનાં અંતરની વાત કહી રહી હતી.

"કિનારે વો ભી બેઠા થા,કિનારે મેં ભી બેઠી થી..

વૉ ભી ચુપચાપ બેઠા થા, મેં ભી ચુપચાપ બેઠી થી.

સજી ઉન મહેફિલો સે કયું હું બેઠી દુર યું જાકર..

ના ખુદ હી વોહ સમજ પાયા..ના ખુદ હી જાન મેં પાયી.."

★★★★★★■★★★★★★

વધુ આગળનાં અધ્યાયમાં.

દોસ્તો આ નવલકથા માં મેં મારી પોતાની કવિતાઓ સાથે ઘણાં ગુજરાતી,હિન્દી અને ઉર્દુ નાં શાયરો અને કવિઓની કવિતાઓ અને શાયરીઓનો પણ રસાળ રીતે ઉપયોગ કર્યો છે.આ બધાં મશહુર શાયરોને આ નવલકથા દ્વારા હું શબ્દાંજલી આપવાની કોશિશ કરી રહ્યો છું.

વાંચક મિત્રો ને આ નવલકથા વાંચવી ખુબ જ પસંદ આવશે એવી મને ખાતરી છે..જો પ્રેમ કર્યો હોય અને દિલ તૂટ્યું હોય તો પછી આ નોવેલ ફક્ત તમારાં માટે લખાઈ છે એ નોંધવું રહ્યું.તમે તમારો કિંમતી અભિપ્રાય મારાં whstsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક,અનામિકા,haunted picture અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

~જતીન.આર.પટેલ (શિવાય)