સેલ્ફી ભાગ-15 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

સેલ્ફી ભાગ-15

સેલ્ફી:-the last photo

Paart-15

જંગલી લોકોનું ત્યાં અચાનક થયેલ આગમનનું કારણ પુછવા માટે શુભમ,રોહન,જેડી,રુહી,મેઘા,પૂજા અને દામુ હવેલીનો મુખ્યદ્વાર ખોલી બહાર આવ્યાં.એમને આવીને જોયું તો હવેલીનું ચોગાન એ જંગલી લોકોથી ભરાઈ ચૂક્યું હતું.

છોકરીઓ તો એ જંગલી લોકોને જોતાં જ ડરી ગઈ..એમની મોટી મોટી અંગારા જેવી ચમકતી આંખો અને ચહેરા પર ગુસ્સાનો ભાવ જોઈ એ ત્રણેય છોકરીઓ તો બે ત્રણ ડગલાં પાછી હટી ગઈ.એ લોકો નાં શરીર ઉપરથી ખુલ્લાં હતાં અને ખુલ્લા ભાગમાં કંઈક નિશાનીઓ છૂંદવામાં આવી હતી.એમનાં બધાં નાં એક હાથ માં ભાલો કે ધનુષ હતું જ્યારે બીજાં હાથમાં સળગતી મશાલો.

બધાં નાં માથે એક દોરીમાં કબૂતર નાં પીંછા ભરાવી મુગટ બનાવાયો હતો જ્યારે એ બધાં ની આગળ જે મજબૂત બાંધાનો વ્યકતી ઉભો હતો એનાં માથે મુગટમાં બાજ નાં પીંછા હતાં.આ સિવાય એની છાતી પર જે નિશાન હતાં એ એને અન્ય લોકો કરતાં અલગ બનાવતાં હતાં.

"આ આગળ જે ઉભો છે એનું નામ કપુરા છે..આ કબીલાનો મુખીયા"દામુ દબાતાં અવાજે રોહન અને એનાં મિત્રોને સંભળાય એમ બોલ્યો.

હવેલીમાંથી રોહન અને એનાં મિત્રો જેવાં બહાર આવ્યાં એવોજ એ ટોળાનો અવાજ વધી ગયો.ચિત્ર વિચિત્ર અવજોથી એ બધાંએ વાતાવરણ ને ધમરોળી નાંખ્યું..એમની ચીસો અને બુમો દુરદુર સુધી સંભળાઈ રહી હતી.કપુરાએ હાથનાં ઈશારાથી એ લોકોને શાંત થવા કહ્યું એટલે એ બધાં ચૂપ થઈ ગયાં.. છતાં એ લોકોની આંખોમાં રોષ ઓછો નહોતો થયો.

"આમારૂકા પીનાપા ઇસયતે વાનરરાજ..મજરામા ગુતા હીન ઉકાતી હોલુવાના"કપુરા એની ભાષામાં કંઈક ઊંચા અવાજે બોલ્યો.

કપુરા શું કહી રહ્યો હતો એનો અર્થ એ લોકોને સમજાઈ નહોતો રહ્યો..પણ દામુ એ લોકોની ભાષા જાણતો હોવાથી એને રોહન અને એનાં મિત્રો તરફ જોઈને કહ્યું.

"આ કહે છે કે વાનર રાજ અત્યારે ક્રોધિત છે.. એ ક્રોધનું કારણ તમે લોકો તો નથી ને..?"

"વાનરરાજ..?"જેડી નાં મુખેથી સવાલ જેવો શબ્દ નીકળ્યો.

"હા વાનરરાજ..આ લોકોનાં આરાધ્ય દેવ જેમની આ લોકો પૂજા કરે છે.મેં તમને કહ્યું હતું એ બંદર ગુફા હકીકતમાં વાનર રાજ નું પવિત્ર મંદિર છે."દામુ વાનરરાજ વિશે વાત કરતાં બોલ્યો.

દામુ ની વાત સાંભળી રોહન અને પૂજાએ એકબીજાની તરફ જોયું..એ લોકોએ આ લોકોનાં મંદિરમાં ગંદુ કામ કર્યું હોવાની વાત એ લોકોને ખબર પડી ગઈ હોવાનું લાગતાં એમનાં શરીરમાંથી ભયની કંપારી છૂટી ગઈ.

"વાનરરાજ ક્રોધિત કેમ છે એનું કારણ પૂછી જો.."શુભમ બોલ્યો.

શુભમની વાત સાંભળી દામુ એ ડોકું ધુણાવ્યું અને કપુરા જોડે જઈને બોલ્યો.

"યહુબુ જુકારા નિરબોલા બુમા રેવીત વાનરરાજ?"

દામુ નો પ્રશ્ન હતો કે વાનરરાજ ક્રોધિત કેમ છે..એ સાંભળી બધાં જંગલી લોકો પાછાં અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યાં.એમને પુનઃ ઈશારાથી ચૂપ રહેવાનું કહી કપુરા બોલ્યો.

"બુનીલા અમીતા ફિકાર જીમ્બુ રોકવેલા વાનરરાજ..તિમાઈતો ઉજુવેલા કોલપ નિબાતા"

"સાહેબ..કપુરા કહે છે કે એમનાં પવિત્ર દેવ વાનરરાજ ની પ્રતિમા નાં પગમાંથી આભૂષણ ની ચોરી થઈ છે.."

"હા અમે ત્યાં ગયાં જરૂર હતાં.. પણ અમારાંમાંથી કોઈએ કોઈ ચોરી નથી કરી.."રોહન મક્કમ સ્વરે બોલ્યો.પૂજા અત્યારે ડરી રહી હતી પણ એની ચોરીથી બધાં અજાણ હોવાની વાતનો એને પાકો વિશ્વાસ હતો.

રોહનની વાત સાંભળી દામુ પુનઃ કપુરા સમીપ ગયો અને બોલ્યો.

"નમુરા ટુવાલી બુલાબાના રુહાકા મીનાબેલા તુકુરકા જેમ્સેલ.."મતલબ કે આમાંથી કોઈએ કોઈ ચોરી કરી નથી.

દામુ ની વાતનું તરત રિએક્શન આવ્યું હોય એમ જંગલી લોકોનું એ ટોળું ઉગ્ર થઈ ગયું..એ લોકોને પાકો વિશ્વાસ હતો કે હવેલીમાં મોજુદ એ લોકો એ જ વાનરરાજ નાં પગમાંથી રૂબીવાળા એ આભૂષણ ની ચોરી કરી હતી..જેની સજા હતી મોત.

"ગુલુવાલા નીત બીજારા કુપિકારા જેમીના હોલિવિના..વાનરરાજ ટીમિટીલ ફિદીવાકરા"ગુસ્સાથી કપુરા બોલી ઉઠ્યો.

"સાહેબ આ લોકો ને વિશ્વાસ છે કે તમે લોકો ત્યાં ગયા હતાં અને તમે ત્યાંથી જ આભૂષણની ચોરી કરી છે..એકવાર તમે ચર્ચા કરી લો અને જો ભૂલથી આવું થઈ ગયું હોય તો એ આભુષણ આમને પાછું આપી દો એમાં જ સૌનું ભલું છે."દામુ કપુરા દ્વારા એમને મારી નાંખવાની વાત ઉચ્ચરાતાં બોલ્યો.

"તને અમે લોકો ચોર લાગી રહ્યાં છીએ.."ગુસ્સાથી રોહન દામુ તરફ જોઈને બોલ્યો.

"રોહન શાંત થઈ જા..દામુ આપણને નથી કહી રહ્યો કે આપણે ચોર છીએ પણ આ જંગલી લોકોનું મંતવ્ય બતાવે છે.આપણે મળીને ચર્ચા કરી લેવી જોઈએ કે કોઈએ ભૂલથી એવું કરી પણ લીધું હોય"શુભમ બોલ્યો.

શુભમની વાત સાંભળી બધાં મિત્રો એ અંદરોઅંદર ચર્ચા કરી જોઈ કે એમનામાંથી કોઈએ ચોરી કરી હોય તો કબૂલ કરી લે.પૂજાને એકવાર તો થયું કે પોતે ચોરી કરી છે એવું કબુલ કરીને એ આભૂષણ જંગલી લોકોને પાછું આપી દે પણ આ જંગલી લોકોનો ગુસ્સો જોઈ એ ડરી ગઈ હતી એટલે એ ચૂપ જ રહી.

"મતલબ કે આપણામાંથી કોઈએ ચોરી કરી નથી..પણ કોઈ ભૂલથી આ લોકો અહીં આવી પહોંચ્યા છે..આમને કહી દઈએ કે અહીંથી ચાલ્યાં જાય."રોહન આટલું કહી દામુ જોડે આવ્યો અને કપુરા ને એમનામાંથી કોઈએ ચોરી નથી કરી એ જણાવવા કહ્યું.

રોહનની વાત સાંભળી દામુએ કપુરાને ઉદ્દેશીને કહ્યું.

"ઇમિયાત નોટઆહા બુલકંડા વાનરરાજ ફિકાર જીમ્બુ"

"હિકશીરા હિકશીરા"દામુ ની વાત સાંભળતા જ જંગલી લોકોનું ટોળું બોલવા લાગ્યું.

એ લોકોનો ઉગ્ર સ્વભાવ જોતાં જ બનતો હતો..એમનાં ચહેરાની રેખાઓ વધુ તંગ બની ગઈ હતી અને બધાંના ભાલા રોહન અને એનાં મિત્રો ભણી તકાયા હતાં.

"સાહેબ આ લોકો તમારી વાત માનવા તૈયાર નથી..અને તેઓ કહે છે કે આમને મારી નાંખો.."દામુ બોલ્યો.

દામુ ની વાત સાંભળી બધાં નાં મોં સુકાઈ ગયાં. એક નવી મુસીબત એમની સામે ઉભી હતી જેનાંથી છુટકારો મેળવવવનો કોઈ ઉપાય એ લોકોને સૂઝતો નહોતો.આ જંગલી લોકો એમને મારી નાંખશે એ વાતનો એ લોકોને અણસાર આવી ગયો હતો.ધીરે ધીરે જંગલી લોકોનું ટોળું હવેલીનાં મુખ્યદ્વાર ભણી આગળ વધી રહ્યું હતું.રોહનનો એક હાથ ખિસ્સામાં રહેલ રિવોલ્વર તરફ પહોંચી ચુક્યો હતો.પૂજાને થયું કે પોતે વાનરરાજ ની રત્ન જડિત અંગૂઠી ચોરવાની વાત કરવા માટે મોં ખોલ્યું હતું ત્યાં જ એમની અને જંગલી લોકોમાં ટોળાની વચ્ચે કોઈ આવીને હાથ પહોળા કરીને ઉભું રહી ગયું.

"બાલુ હટ ત્યાંથી.."એ વ્યક્તિ બાલુ હતો એ મશાલ નાં અજવાસમાં નજરે પડતાં દામુ મોટાં અવાજે બોલ્યો..જંગલી લોકોનાં અવાજમાં દામુનો અવાજ દબાઈ ગયો..અને આમપણ બાલુ ને દામુ નો અવાજ ક્યાં સાંભળાવાનો હતો.

"દામુ તું જઈને બાલુને અંદર લેતો આવ..આ લોકો એને મારી નાંખશે.."શુભમે દામુ ને ઉદ્દેશીને કહ્યું.

"સાહેબ એ નહીં આવે..તમે એનાં માલિક છો અને માલિક માટે જીવ આપી દેતાં પણ એ નહીં અચકાય..અમારાં લોહીમાં છે મીઠા નું કરજ ઉતારવાનું."દામુ મક્કમ સ્વરે બોલ્યો અને પોતેપણ બાલુ ની જોડે જઈને ઉભો રહી ગયો.

"ઉહારા નિકીબી.."બાલુ અને દામુ ને ખસી જવા માટે આદેશ આપતો હોય એમ કપુરા બોલ્યો.

"યોતસમ નિવિનતા વાનરા કિર્યન્તુ.. તત્સમ મિલારા તુબી હિમકસુ.. યોતસમ બીલમના વાનરા ભવોભન્તુ.."કપુરા ની સામે ઊભા રહીને હાથ જોડી આકાશ તરફ જોઈને બાલુ બોલી ઉઠ્યો.

બાલુને બોલતો જોઈ દામુ,રોહન અને રોહનનાં મિત્રો આશ્ચર્યચકિત થઈ ગયાં.. કેમકે બાલુ તો બહેરો અને ગુંગો છે એવું એમને ખબર હતી..કપુરા અને ટોળું બાલુ તરફ જોઈને એકદમ ચૂપ થઈ ગયું.એમની આંખોમાં જે ગુસ્સો હતો એની જગ્યા હવે આશ્ચર્ય એ લઈ લીધી હતી.કપુરા બાલુ ની જોડે ગયો અને બાલુનાં હાથ પર પોતાનાં હાથ સ્પર્શી બોલ્યો.

"વાનરા દેવતાય..જીમિકા વિનારા..ભવન્તિ કર્મસુ નેબાલાય અપીસ્તુ.."

આ વાનર રાજ ની સ્તુતિ માટેનો મંત્ર હતો જે ફક્ત કપુરા નાં કબીલા નાં લોકોને જ અવડતો હતો.બાલુ દ્વારા એ મંત્ર બોલતાં આશ્ચર્ય પેદા થવું યોગ્ય હતું..બાલુ અત્યારે ફક્ત ધોતીમાં હતો એટલે એની છાતીનો ભાગ ખુલ્લો હતો જેની ઉપર બનેલાં નિશાન જોઈને કપુરા ને સુખદ આંચકો લાગ્યો હતો.

"ઝુકીલા..માસ્ય પૂતરા.. વાનર રાજ અબીસ્તામા.."આટલું કહી કપુરા બાલુ ને ભેટી પડ્યો..કપુરા અને બાલુ બંનેની આંખમાં અત્યારે હર્ષનાં આંસુ હતાં.

"ઝુકીલા..ઝુકીલા.."જંગલી લોકોનું ટોળું એક સાદે બોલી ઉઠ્યું.

"બિરસય નિવ્યના વાનર રાજ માસ્ય પૂતરા ઝુકીલા.. અમસાની કુરુવાના બાબુકસસ મોલા"દામુ તરફ જોઈને હાથ જોડી કપુરા બોલ્યો.

અહીં શું થઈ રહ્યું હતું એ રોહન અને એનાં મિત્રો ને કંઈપણ સમજાઈ નહોતું રહ્યું..છતાં એ લોકો થોડું ઘણું એતો સમજી ગયાં હતાં કે જંગલી લોકો સાથે બાલુ નો કોઈ સંબંધ હતો અને અત્યારે એમનો બધાંનો ગુસ્સો પણ કપૂરની માફક હવામાં ઓગળી ગયો હતો.

"દામુ આ શું કહી રહ્યાં છે..?"શુભમે દામુ ને પૂછ્યું.

"સાહેબ બાલુ નું સાચું નામ ઝુકીલા છે અને એ કપુરાનો ખોવાયેલો પુત્ર છે..બાલુની છાતી પર પણ એવુંજ નિશાન છે જેવું કપુરાની છાતી પર છે..કપુરા આપણી સૌની માફી માંગે છે જેવો વ્યવહાર એમને આપણી સાથે કર્યો એ બદલ.."દામુ હરખાતાં બોલ્યો.

દામુ ની વાત સાંભળી એ લોકોને રાહત થઈ કે આખરે એ જંગલી લોકોથી પીછો છૂટ્યો હતો..બધાં ની હાથ જોડી માફી માંગી કપુરા એ બાલુને પોતાની સાથે લઈ જવાની અનુમતિ માંગી.

"તમે રાજી રાજી તમારાં પુત્ર ને લઈ જઈ શકો છો.."શુભમ બોલ્યો.જેનો દામુ એ અનુવાદ કરી આપ્યો.બાલુ એ જતાં જતાં બધાંને હાથ જોડી જવાની ઈચ્છા જાહેર કરી અને શુભમને તો ગળે મળી એનો આભાર માન્યો.

જંગલી લોકોનું એ ટોળું પોતાનાં રાજકુમાર ને મેળવીને ખુશ હતું.. વાનર રાજ નાં આભૂષણ એમને માટે એમનાં રાજકુમાર થી વધુ મહત્વનાં નહોતાં. એ લોકોનાં ત્યાંથી જતાં ની સાથે હવેલીનો મુખ્યદ્વાર બંધ કરી રોહન,જેડી, શુભમ,પૂજા,મેઘા,રુહી અને દામુ હવેલીમાં પાછાં આવ્યાં. દામુ તો બાલુનાં જવાથી દુખી જણાતો હતો એટલે એ આવીને સીધો રસોડામાં ચાલ્યો ગયો.

એક કલાક સુધી જે કંઈપણ થયું એ વાતને ભૂલવાની કોશિશ કરતાં કરતાં બધાં પુનઃ પોતપોતાનાં રૂમમાં ચાલ્યાં ગયાં..બધાં જઈને સુઈ ગયાં. જેડી રાતે સુઈ ગયો એટલે પૂજા ઉભી થઈ અને પોતાનાં સામાનમાં રાખેલ રત્નજડિત અંગૂઠીઓ જોઈ..જેને જોતાં જ એનો ચહેરો ચમકી ઉઠ્યો.

બીજાં દિવસની સવાર નવી કોઈ ઘટના લઈને ના આવી એટલે એ લોકોને થોડી રાહત થઈ હતી..પણ આજે પાછું હવામાન પલટાયું હતું.જોરદાર પવન સાથે વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો.દામુ ને બાલુ નાં ગયાં પછી એકલાં બધું કામ કરવામાં તકલીફ તો પડી રહી હતી પણ વર્ષો પહેલાં પોતાને દરિયાકિનારે બેહોશ મળેલાં બાલુને પોતાનાં અસલી પરિવાર જોડે પહોંચવાની ખુશી પણ હતી.

આખો દિવસ બધાં એમજ પડી રહ્યાં.રાતે જમવાનું પૂર્ણ કર્યાં બાદ બધાં હોલમાં સમય પસાર કરતાં બેઠાં..આજે તો તાસ રમવાનો કોઈને મૂડ નહોતો એટલે સમય પસાર કરવા જેડી,રુહી,રોહન અને પૂજા મોબાઈલમાં જ ludo રમી રહ્યાં હતાં.

"રોહન..ઉભો થા ચાલ હવે મને ઊંઘ આવે છે."ઘડિયાળમાં અગિયાર વાગતાં જ મેઘા બોલી.

"હા યાર ચાલો હવે સુવાનો ટાઈમ થઈ ગયો..હું જાઉં છું.."રોહને મેઘાની વાત સાંભળી કહ્યું.

"અરે ભાઈ ગેમ તો પુરી કર.."જેડી બોલ્યો.

"અરે ભાઈ મારે નથી રમવું.."રોહન આટલું બોલી ઉભો થઈ ગયો.

"સારું તો ચલો ત્યારે જઈને સુઈ જઈએ બીજું શું..?"રુહી સે કહ્યું.

ત્યારબાદ બધાં હોલમાંથી પોતાનાં રૂમ તરફ જવા માટે ચાલી નીકળ્યાં.જતાં જતાં રોહને પૂજા તરફ એક નજર ફેંકી ઈશારામાંજ આજે રાતે પોતાને રોબિનનાં રૂમમાં મળવાની વાત યાદ કરાવી દીધી.પૂજાએ પણ પોતે નિયત સમયે આવી જશે એવી સહમતિ ડોકું ધુણાવી આપી દીધી.

આજની રાત વરસતાં વરસાદ માં હવસ અને વાસના નું તોફાન આવવાની તૈયારી થઈ ચૂકી હતી..પણ હકીકતમાં શું થવાનું હતું એતો ફક્ત ભગવાન ને ખબર હતી અથવા તો મોત નાં આ ટાપુને પોતાની આગોશમાં લઈ ચુકેલી ભયાવહ રાત ને ખબર નહીં એ રાત પોતાનાં પીટારામાં શું નવું લઈને આવવાની હતી.!!

★★★★■■■★★★★

વધુ આવતાં ભાગમાં..

શુભમ પર હુમલો કોને કર્યો હતો..??પૂજાએ કરેલ ચોરીનું શું પરિણામ આવશે??પૂજા અને રોહનનો આ સંબંધ પોતાની સાથે કેવી મુસીબતો ઉભી કરશે..??હવેલીમાં જોવા મળતો એ રહસ્યમયી વ્યક્તિ આખરે કોણ હતો???રોબિન જીવિત હતો કે મૃત??આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ