એક પિતા Bhavika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પિતા

એક નાનું ગામ હતું.જેમા એક પરિવાર રહેતો હતો. એ પરિવાર માં ચાર સભ્યો હતા. માતા- પિતા અને એના બે નાનકડાં બાળકો મોટી દીકરી અને નાનો દીકરો. બન્ને ભાઈ- બહેન વચ્ચે લગભગ બે વર્ષ નો જ ફરક હતો. માતા-પિતા બન્ને બાળકો ને બહુ જ પ્રેમ કરતા હતા.

પિતા નું નામ પ્રભુદાસ, માતા નું નામ ગાયત્રી અને બન્ને બાળકો નાં નામ રવિ અને રેખા હતાં.

આમ, સમય વિતવા લાગ્યો અને બાળકો મોટા થવા લાગ્યા અને સાથે સાથે સમજું પણ હતાં. એક દિવસ બંને ભાઈ અને બહેન વચ્ચે નાનો એવો અમથો ઝગડો થઇ ગયો.જેના કારણે રવિ આંખ માં આંસૂ ભરી પિતા પાસે રેખા ની સીકાયત કરવા લાગ્યો. પિતા એ આખી વાત ધ્યાનથી સાંભળી અને રવિ ને પોતાના ખોળામાં પ્રેમ થી બેસાડીને કહ્યું કે દિકરા એક વાત ધ્યાનથી સાંભળ. આપણાં વેદ પુરાણ માં કિધેલુ છે કે

" સજ્જન તજે ના સજ્જનતા,
                                   અને દુર્જન તજે ના દુર્જનતા "

પિતા ની આ વાત સાંભળીને રવિ પિતા ની સામે જોયું અને પછી કહેવા લાગ્યો.

" પિતાજી તમે આ શું કહો છો મને કશુંક પણ સમજાયું નહીં" 

પ્રભુદાસ- "સાંભળ ! હું તને એક વાર્તા કહું છું તે તું ધ્યાનથી સાંભળ તો તને આ વાક્ય નો અર્થ સમજાઈ જશે."

એક દિવસ એક નદી માં એક મૂની સ્નાન કરી રસીયા હતા. અચાનક એમની નજર એક ડુબતા વીંછી ઉપર પડી અને તે મુનિ ઝડપથી વીંછી ને પકડી ને બચાવવા ગયા પણ તે વીંછી એ મુનિ ને જોરદાર ડંખ માર્યો જેના લીધે તે વીંછી પાછો પાણીમાં પડી ગયો. અને મુનિ ફરી એકવાર તે વીંછી ને પાછો પકડી ને બચાવવા ગયા પણ ફરી એકવાર વીંછી એમને ડંખ માર્યો. આમ, છતા છેવટે મુનિ એ તે વીંછી ને નંદી નાં કિનારે મુકીને તેનો જીવ બચાવીયો.

આ આખા દ્રશ્ય ને બેસી ને એક બાળક જોઈ રહ્યા હતોં. જે આ મુનિ નો શિષ્ય હતો.

જ્યારે મુનિ સ્નાન કરીને બહાર આવ્યા ત્યારે શિષ્યે ગુરુ ને પુછ્યું કે પેલો વીંછી ક્યારનો તમને ડંખ મારતો હતો. છતાં તમે તેનો જીવ શાં માટે બચાવ્યો?

મુનિ એ મંદમંધ હાસ્ય સાથે જણાવ્યું કે જ્યારે એ વીંછી એનો ડંખ મારવાનાં સ્વભાવ ને છોડી શકતો નથી, તો હું મારા જીવ બચાવવા વાળા સ્વભાવ ને કેમ છોડી દવું ? આમ, ગુરુ ની આ વાત સાંભળીને શિષ્ય ને બધું સમજાઈ ગયું.

પ્રભુદાસ ભાઇ બોલ્યા કેમ દિકરા કાંઈ સમજાયું કે નહીં? 

રવિ હાં પિતાજી આ વાર્તા ઉપર થી આખી જ વાત સમજાઈ ગઈ કે આપણે ગમે તે પરિસ્થિતિમાં હોઈ પણ ક્યારે આપણને આપણા સ્વભાવ અને સજ્જનતા ને છોડવી જોઈએ નહીં.

પિતા શાબાશ દિકરા મને તારા ઉપર ગર્વ છે! 

ત્યાંજ પિતા ની નજર દરવાજા ઉપર પડી તો તેમને જોયું કે રેખા દરવાજા ની પાછળ ઊભી રહી ને બંધી વાત સાંભળતી હતી. પિતાજી રેખા નેં અંદર આવવાનું કહીયુ. રેખા ડરતી ડરતી આગળ આવી ને ઉભી રહી અને પિતા ની સામે માંફી માંગે છે અને રવિ સાથે સુલેહ કરી. ફરી થી ભાઈ અને બહેન સાથે મળીને પહેલા ની જેમ રમવા લાગે છે.

આમ, આ વાર્તા માંથી આપણે એ શીખવા મળ્યું કે જ્યારે પણ આપણા બાળકો વચ્ચે મતભેદ થાય ત્યારે પ્રભુદાસ ભાઇ ની જેમ કોઈ વાર્તા કરીને અથવા રમત - રમતમા તેમના મતભેદો ને દુર કરવા અને પોતાના બાળકોને સારા અને સમજદાર માણસ બનાવવા.



                     ‌ ‌ લિ.ભાવિકા પટેલ