કુદરત નો ન્યાય Bhavika દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

કુદરત નો ન્યાય

આ વાર્તા કુદરત કેવી રીતે ન્યાય કરે છે અને એના ન્યાય માં આટલો સમય કેમ લાગે છે. એના ઉપર ની આંખી આ વાત કરૂ છું.

રજની નામ ની એક સ્ત્રી શહેરમાં રહેતી હતી. જે લોકો ને લુંટવા નું કામ કરતી હતી. રજની ની નિયત ખુબજ લાલચી, સ્વાર્થી તેમજ વિશ્ર્વાસ ઘાત આપનારી સ્ત્રી હતી. રજની એ પોતાના આ જીવન ની અંદર એવા કોઇ પાપ કે કુકર્મ બાકી રાખ્યા ન હતાં કે જે રજની એ ન કર્યો હોય. આમ ને આમ રજની નું જીવન વિતવા લાગ્યું.

અચાનક એક દિવસ સવારનો સમય હતો અને રજની નેં ઉલ્ટીઓ ચાલુ થઈ જાય છે અને ખુબજ અશક્તિ લાગે છે. રજની ડોક્ટર પાસે જાય છે અને ચેક કરાવે છે તો ખબર પડે છે કે ત્રણ મહિના નું ગર્ભ ધારણ કરેલ છે.

 રજની ડોક્ટર ને કહે છે કે  " મારે આ બાળક નથી જોઇતું. અને મારે એબોસન કરાવવાં નું છે. "

ડોક્ટર રજની ની આ વાત સાંભળીને કહે છે કે " સૉરી રજની હું તમારી આમાં કોઈ પણ જાતની મદદ કરી શકીશ નહીં "

ત્યારબાદ ડોક્ટર રજની નેં સલાહ આપે છે કે આ થનાર બાળક ને જન્મ આપી તેનો સારી રીતે ઉછેર કર! જેનાથી પાછળ નુ જીવન આ બાળક નાં સહારે તુ આરામ થી  વિતાવી શક!

ડોક્ટર રજની નેં સલાહ સાથે દવાઓ લખી આપી અને કહ્યું કે પોતાનું અને બાળક નું ધ્યાન રાખે.

પોતે ત્રણ મહિના નુ ગૅભ હોવા છતાં અને એ પણ ખબર ન હતી કે આ બાળક નો પિતા કોણ છે. આવું હોવા છતાં પણ રજની માં કોઈ પણ જાતનો ફરક પડતો નથી અને તે પોતાના પાપો અને કુકર્મ કરવાં નું છોળતી નથી. પેટમાં રહેલું બાળક પણ માં ના બધા કુકર્મ ને પેટ માંજ અનુભવ કરે છે.

આમ, નવ મહિના પુરા થાય છે અને રજની એક પુત્ર ને જન્મ આપે છે જે દેખાવ થી જ નહીં પણ ગુણો થી પણ રજની ની જ  છબી હતો.

દિવસો વિતતા જાય છે અને બાળક નાનાં થી મોટું થવા લાગે છે અને જોતજોતામાં પચ્ચીસ વર્ષ નો નવયુવાન બની જાય છે અને પાપ અને અધર્મ નાં માર્ગ પર ચાલતો નથી પણ દોડ મુકે છે.બંધા જ કુકર્મ કરીને સંસારમાં સૌથી મોટો અપરાધી બની જાય છે.

આજે રજની નું શરીર જવાબ દેવા લાગ્યું છે પણ એનાં નીતિ કે સ્વભાવમાં કોઈ પણ જાતનો ફરક પડતો નથી. પણ આજે એ દિકરો માને ખુબજ તિરસ્કાર અને અપમાનિત કરે છે અને દિવસો વર્ષોમાં ફેરવાતા જાય છે.

અચાનક એક દિવસ રાત ના નવ વાગ્યે ફોન ની રીંગ વાગે છે અને રજની ફોન ઉઠાવે છે અને હલ્લો બોલે છે અને એના પગ નીચે થી જાણે જમીન ખસી ગઈ અને માથા ઉપર  જાણે આભ તુટી પડે છે અને ત્યાં ની ત્યાં જ બેસી જાય છે અને થોડીવાર પછી જલ્દી થી દોડી ને ઘર ની બહાર જાય છે. ઝડપથી રજની ટેક્સી માં બેસી ને હોસ્પિટલ જાય છે કારણ કે તે ફોન હોસ્પિટલ માંથી જ આવ્યો હતો કે તેના પુત્ર રાઘવ નું અકસ્માત થયું છે અને તેને ગણી ઈજા પણ થઈ છે.


રજની હોસ્પિટલ માં પહોચી ને રાઘવ ને શોધે છે ત્યાંજ એક નૅસ આંગળી ના ઈશારાથી ઓપરેશન થિયેટર તરફ જવાનું કહે છે. રજની ભારે મન સાથે તે આગળ વધે છે અને આંખ ના આશૂ જાણે હમણાં જ વહી જશે છતાં તે આશૂને આંખ ની પાંપણ થી પકડી ને આગળ વધે છે ત્યાં જ ડૉક્ટર ઓપરેશન થિયેટર માંથી બહાર આવે છે અને કહે છે કે સૉરી મને મિસ્ટર રઘવ ના બન્ને પગ કાપવા પળ્યા!


રજની આ વાત સાંભળીને ત્યાં જ બેસી ગ‌ઈ અને થોડી વાર   પછી રાઘવ પાસે બેસી ને રાઘવ ને જોવા લાગી ત્રણ કલાક પછી રાઘવ હોશમાં આવે છે અને એને એવી જાણ થાય છે કે તે જીવનભર  માટે અપાહીચ બની ને રહશે!


આજે પુરો એક મહીનો થઈ ગયો છે હોસ્પિટલ માં દાખલ થયો હતો એને ડૉકટર અને નૅસની મદદથી રાઘવ હવે સ્વસ્થ થઈ ગયો છે અને ઘરે જવાની તૈયારી કરે છે રજની અને રાઘવ ઘરે પોહોચે છે.


રાઘવ પાછો પોતાના સ્વભાવ માં આવી જાય છે અને કુકમૅના માગૅમા દિમાગ દોડાવે છે અને એક બંગલામાં ચોરી કરવાનુ વિચારીને ચોરી કરવા માટે આખી યોજના તૈયાર કરે છે. યોજના પ્રમાણે ચોરી રજની ને કરવાની હોય છે રજની આખી યોજના રાઘવ પાસે સમજે છે અને યોજના પ્રમાણે રજની ને રાત્રે  બાર વાગ્યે તેના ઘરથી ચોથું મકાન બંગલા નં.૪૯ માં ચોરી કરવા ની હોય છે.

બે દિવસ પછી બંગલા નં. ૪૯ ના લોકો બહારગામ જાય છે એની પાછળ રજની રાત્રે બંગલામાં ઘુસીને ચોરી કરે છે જેમાં સોના-ચાંદીના દાગીના અને કરોડો રોકડા રૂપિયા હોય છે. રજની આ બધું લઈને ઘરે આવે છે અને રાઘવ ને આપે છે અને રાઘવ બે-ત્રણ ઘરેણાં ઘરમાં છુપાવે છે અને બાકીના ઘરેણાં પોતાની જુની જગ્યાએ છુપાવીને પુલીસ ફોન કરે છે કે રજની એ ચોરી કરી છે અને ઘરેણાં ઘરમાં છુપાવીયા છે. પુલીસ આવે છે અને ઘરે થી થોડાક ઘરેણાં મળી જાય છે અને રજની ને પકડી ને લઈ જાય છે અને રાઘવ બાકીના ઘરેણાં અને રોકડ રૂપિયા લઈ ને દેશ છોડીને જતો રહે છે. રજની ને ઉંમર કેદની સજા થાય છે રજની ને ખબર પડી જાય છે કે રાઘવે જ પુલીસને  ફોન કર્યો હતો આ વાત ખબર પડતાં રજની ને પોતાના કરેલા કુકર્મ યાદ આવે છે અને આજે કુદરત ન્યાય કરવા બેઠી છે જેની સજામા રજની ને રાઘવ જેવો પુત્ર પ્રાપ્ત થયો છે એવું ભાન થાય છે અને પોતાના કમૅની સજા ભોગવવા સીવાય કોઈ બીજો રસ્તો નથી અને પાછળ નું આખું જીવન જેલમાં વિતાવે છે.



                                                       Bhavika