સેલ્ફી ભાગ-11 Disha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સેલ્ફી ભાગ-11

સેલ્ફી:-the last photo

Paart-11

એક રહસ્યમયી ગુફામાં જેમ-જેમ રોહન,જેડી,શુભમ,મેઘા,પૂજા અને રુહી આગળ વધી રહ્યાં હતાં તેમ-તેમ ગુફાની અંદર નાં દ્રશ્યો એમને આશ્ચર્યચકિત કરનારાં હતાં.ગુફાનાં મુખથી શરૂ થતો સાંકડો રસ્તો પાર કરી એ લોકો જેવાં ખુલ્લાં પ્રદેશમાં આવ્યાં ત્યારે એ મેદાનમાં ફેલાયેલ અપ્રિતમ સૌંદર્ય જોતાં જ શુભમનાં મોંઢેથી અનાયાસે જ બોલાઈ ગયું.

"બંદર ગુફા"

શુભમનાં મોંઢેથી બંદર ગુફા સાંભળતા જ બાકીનાં બધાં ને થોડી નવાઈ લાગી..આ નામ એમને પહેલાં પણ ક્યાંક સાંભળ્યું હોય એવું એમને લાગી રહ્યું હતું..પણ બરાબર યાદ નહોતું આવી રહ્યું કે આ ગુફા નું નામ એમને ક્યાં સાંભળ્યું હતું.

"શુભમ શું કહ્યું.. બંદર ગુફા?"રોહને આશ્ચર્ય સાથે સવાલ કર્યો.

"હા દોસ્ત બંદર ગુફા..યાદ છે આપણે જ્યારે દામુ ને આ ગુફા પર આવેલાં જોવાલાયક સ્થળો વિશે સવાલ કર્યો હતો ત્યારે એને એક ગુફાનો ઉલ્લેખ કર્યો હતો..આ ગુફાનું સૌંદર્ય જોઈને એવું લાગી રહ્યું છે કે નક્કી આ ગુફા એજ હોવી જોઈએ"શુભમે કહ્યું.

શુભમની વાત સાંભળી બધાંને યાદ આવી ગયું કે એ લોકોએ આ નામ ક્યાં સાંભળ્યું હતું.

એ લોકો જ્યાં હાજર હતાં એ મોટો મેદાન જેવો પ્રદેશ હતો જેની મધ્યમાં એક સુંદર તળાવ હતું..તળાવની અંદર ફૂલો તરતાં હતાં અને એમાંથી રોશની બહાર નીકળી રહી હતી..આ એક ફોટોક્રોમિક પ્રોસેસ કે બીજી કોઈ સાયન્ટિફિક પ્રોસેસ નાં લીધે થઈ રહ્યું હતું પણ આ જે કંઈપણ હતું એ અદ્ભૂત હતું.આ કુદરતી પ્રક્રિયાનાં લીધે ફુલોમાંથી પેદા થઈ રહેલો પ્રકાશ આ અંધારી ગુફાને પણ દેદીપ્યમાન કરી રહ્યો હતો.

બધાં યુગલો એકબીજાનાં પ્રિય પાત્ર નો હાથ પકડી મેદાનની વચ્ચે બનેલ તળાવની નજીક આવ્યાં.. એ લોકો ખૂબ તરસ્યાં હતાં એટલે થોડો પણ સમય ગુમાવ્યાં વગર એમને ઝુકીને તળાવમાંથી ખોબેને ખોબે પાણી પીવાનું શરૂ કર્યું.આખા દિવસની રઝળપાટ પછી તરસથી એમનાં હાલ બેહાલ હતાં માટે આ તળાવનું શીતળ જળ એમને અમૃતથી પણ મીઠું લાગી રહયું હતું.

પાણી પી લીધાં બાદ એ લોકોએ એ પાણી વડે પોતાનાં શરીર પર પડી ગયેલાં ઘા અને ઉઝરડાં સાફ કર્યા તો એમનાં આશ્ચર્ય વચ્ચે બધાં ઘા પળવારમાં એની મેળે મટી ગયાં.. આ કોઈ દૈવી શક્તિ ધરાવતું પાણી હોવાની વાત એ લોકો સમજી ગયાં હતાં..અને વરુઓનું એ ટોળું શાયદ આ દૈવી શક્તિની અસર નાં લીધે જ અંદર આવી ના શક્યું એવું એમને લાગી રહ્યું હતું.

"હાશ હવે જીવને થોડી ટાઢક વળી..."પોતાનું પાણીથી ભીંજાયેલું મોં હાથ વડે લુછતાં જેડી બોલ્યો.

"આપણે બધાં ખૂબ થાકી ગયાં છીએ..મને લાગે છે આરામ કરવા માટે આ જગ્યા સૌથી વધુ ઉચિત રહેશે..ત્યાં દીવાલ જોડે એક સપાટ મોટો પથ્થર છે એની ઉપર જઈને આપણે સુઈ જઈએ..આપણી જોડે જે બેગ છે એ તકીયાનું કામ કરશે અને એ પથ્થર પથારીનું.."રોહન ખુણામાં રહેલ એક વિશાળ કદનાં પથ્થર તરફ આંગળી કરીને બોલ્યો.

"હા રોહન તારી વાત તો સાચી છે પણ આ જગ્યા પણ આપણાં માટે સુરક્ષિત તો ના જ કહી શકાય.."સંશય સાથે શુભમ બોલ્યો.

"રોહન,શુભમની વાત એકદમ સત્ય છે..હજુ એ વરુઓનું ટોળું આપણાથી નજીક જ છે..એટલે સાવ ગફલત રાખવી ખોટી છે.."મેઘા બોલી.મેઘા નાં અવાજમાં ચિંતા વર્તાતી હતી.

"તો એક કામ કરીએ..આપણે ત્રણ યુગલ છીએ તો ટીમ બનાવી આજની રાત ચોકી પહેરો ભરીશું.."રોહન બોલ્યો.

"મતલબ..?"પૂજાએ પૂછ્યું.

"મતલબ કે હું પહેલાં બે કલાક અહીં જાગતો રહીશ..ત્યારબાદ શુભમ નો વારો અને પછી જેડી નો..મતલબ કે બધાં છોકરાઓ બે-બે કલાક જાગશે અને બધી છોકરીઓ સંપૂર્ણ સમય દરમિયાન આરામ ફરમાવશે.."રોહને કહ્યું..આ બોલતી વખતે રોહન ની નજર પૂજાની નજર સાથે ટકરાઈ અને નજરોનાં આ ઈશારામાં ઘણાં સંકેત થઈ ગયાં.

રોહન ની વાત બધાંને યથાયોગ્ય લાગતાં એ લોકોએ આ માટેની હામી ભરી દીધી..રોહન પથ્થર ની નીચે તળાવની જોડે ઉભો ઉભો જાગતો હતો..અને બાકીનાં બધાં નસકોરાં બોલાવતાં સુઈ રહ્યાં હતાં..એ લોકોને સૂતાં હજુ અડધો કલાક માંડ વીત્યો ત્યાં એ બધાં નાં ઘોર ઊંઘમાં હોવાની ખાતરી કરી પૂજા ઊંઘમાંથી બેઠી થઈ..એ પથ્થર ઉતરી ધીરેથી નીચે આવી ગઈ.

પૂજા ઘણી શાતીર દિમાગની યુવતી હતી..રોહન એને ફેશનની દુનિયામાં નામ કમાવવામાં મદદ કરશે એ વાતથી આશ્વસ્થ પૂજા પોતાનું બધું રોહનને સોંપવા તૈયાર હતી..સામા પક્ષે રોહન પણ પૂજાને ભોગવવા માંગતો તો પણ પોતાનાં ખાસ મિત્ર જેડી અને પ્રેયસી મેઘાથી નજરો બચાવીને.રોહન મેઘા ને પ્રેમ કરતો હતો અને એને પોતાની ભાવી પત્ની પણ બનાવવા માંગતો હતો છતાં પૂજાનું મનમોહક રૂપ એને આકર્ષિત કરી રહ્યું હતું અને રોહન અગ્રવાલ ને જે વસ્તુ ગમે એ મેળવીને રહે એવો એનો નિયમ હતો.

દબાતાં પગલે પૂજા રોહનની તરફ આગળ વધી..રોહન એ વાતથી અજાણ હતો કે પૂજા એની પાછળ આવીને ઉભી હતી..રોહને નીચે પડછાયો જોયો જેમાં કોઈ પોતાનાં પાછળ ઊભેલું હોવાનું લાગતાં એને પોતાની ગરદન ગુમાવી પાછાં વળી પોતાની ગન એ તરફ ઘુમાવી..પોતાની સામે પૂજાને અત્યારે ઉભેલી જોઈ રોહનનાં ચહેરા પર એક લુચ્ચાઈભર્યું સ્મિત ફરી વળ્યું.

રોહને પૂજાની નજીક સરકી પોતાની ગન પહેલાં પૂજાના હોઠ પર રાખી દીધી..ત્યારબાદ એનાં આખા શરીર પર ધીરે ધીરે ગનનું નાળચુ ઘુમાવવા લાગ્યો..રોહનની આ હરકત પૂજાને મદહોશ કરી રહી હતી.પૂજાનાં દેહમાં આગ લાગી ગઈ હોય એવું એને લાગી રહ્યું હતું..રોહન હવે સમય ગુમાવ્યાં વિના પોતાનાં આગોશમાં ખુદને સમાવી લે એવી લાગણી પૂજાને મહેસુસ થઈ રહી હતી.

પાંચેક મિનિટ બાદ રોહને પૂજાનાં માથાના વાળ ખેંચી એને પોતાની તરફ ખેંચી લીધી..દર્દની એક મીઠી સિસકારી સાથે પૂજા રોહનને વળગી ગઈ.એ કંઈ બોલવા માંગતી હતી પણ રોહને એનાં સુકા પડી ગયેલા અધરો પર પોતાનાં અધર મૂકી દીધાં.. પૂજા પણ એને પોતાનાં પ્રેમનો આસ્વાદ આપતી એનામાં ખોવાઈ ગઈ..કલાક સુધી એકબીજાનો સહવાસ માણ્યા બાદ એ બંને નોખાં પડ્યાં.. બંને એ પોતપોતાનાં કપડાં ઠીક કર્યાં અને પછી જે સ્થિતિમાં હતાં એ સ્થિતિમાં થઈ જવા તૈયાર થયાં.

પૂજાને તરસ લાગી હોવાથી એ પુનઃ તળાવની સમીપ જઈને એમાંથી પાણી પીવા લાગી..પાણી પીતાં પીતાં પૂજાની નજર પાણીમાં પડી રહેલા એક પ્રતિબિંબ પર પડી..કુતુહુલતા પૂર્વક પૂજા એ તરફ આગળ વધી..તળાવની એક તરફ એક રસ્તો હતો જ્યાં મેદાનનો છેડો પડતો હતો..એની જોડેની દીવાલ પર એક દિવ્ય વાનર ની પ્રતિમા પથ્થરમાં કંડારેલી હતી.આ ગુફાનું નામ એટલેજ વાનર ગુફા પડ્યું હોવાનું પૂજાને લાગ્યું.

પૂજાએ જોયું તો એ વાનર નાં પગની તરફ એનાં પગની દરેક આંગળીઓમાં મસમોટી સોનાની કડીઓ પહેરાવવામાં આવી હતી..આ દરેક સોનાની કડી એક ચમકદાર રૂબી ડાયમંડ થી સજ્જ હતી..દરેક સોનાની કડી ની કિંમત આ રૂબી ડાયમંડ નાં લીધે કરોડોમાં પહોંચી જાય એવું પૂજા માની રહી હતી..લાલચ ભરી આંખે પૂજાએ એ સોનાની રિંગ તરફ જોયું અને પછી નજર ઘુમાવી રોહન તરફ જોયું.રોહન અત્યારે તળાવની બીજી તરફ એ લોકો જે રસ્તેથી આવ્યાં હતાં એ તરફ ગરદન ઘુમાવી ઉભો હતો..પૂજાએ તત્ક્ષણ નો લાભ લઈને વાનર રાજ નાં પગમાંથી બે રિંગ કાઢીને પોતાનાં પર્સમાં હળવેકથી સરકાવી દીધી.

વિજયસુચક સ્મિત સાથે પૂજા પુનઃ પાછી પોતે જ્યાં સૂતી હતી ત્યાં પાછી ફરી અને જેડી ની જોડે જઈને સુઈ ગઈ..બે કલાક બાદ રોહને ધીરેથી શુભમને જગાડ્યો અને એને ચોકીપહેરો ભરવા કહ્યું..શુભમે રોહન જોડે એની રિવોલ્વર માંગી કેમકે રિવોલ્વર હોય તો કોઈ તકલીફ પડતાં એ એનો ઉપયોગ કરી શકે..શુભમે રોહન જોડેથી રિવોલ્વર લીધી અને ચોકીપહેરો ભરવા નીચે ઉતર્યો..રોહન આવીને મેઘાની જોડે સુઈ ગયો.

રોહને બહુ સાચવીને શુભમ ને જગાડ્યો હતો છતાં પણ રુહીની આંખ ખુલી ગઈ અને એ પણ શુભમને કંપની આપવા પથ્થર પરથી નીચે ઉતરી શુભમની જોડે જઈને ઉભી થઈ ગઈ..રુહીને જોતાં જ શુભમનો ચહેરો ખીલી ઉઠ્યો..આટલી સમજદાર અને સુંદર છોકરીને પ્રેમિકાનાં સ્વરૂપમાં મેળવી શુભમ પોતાની જાતને ભાગ્યશાળી સમજી રહ્યો હતો.

શુભમ અને રુહી એકબીજાનાં હાથમાં હાથ પરોવી તળાવનાં કિનારે બેઠાં બેઠાં પોતાનાં સુંદર ભવિષ્ય અંગેની વાતો કરવા લાગ્યાં.. આમને આમ બે કલાક જેટલો સમય વીતી ગયો..શુભમે પોતાનાં સમય પૂરતો ચોકી પહેરો ભરી લીધો હતો હવે વારો હતો જેડીનો..શુભમે જેડીને ઢંઢોળીને ઉભો કર્યો એટલે જેડી આંખો ચોળતાં ઉભો થયો અને શુભમ જોડેથી ગન લઈને ચોકી પહેરામાં લાગી ગયો.

રાત ધીરે ધીરે પસાર થઈ રહી હતી..જેડી મહાપરાણે બે કલાક જેટલો પસાર કરીને પોતાનો ચહેરો ધોઈ ફ્રેશ થયો અને બધાં જ્યાં સૂતાં હતાં ત્યાં જઈને વારાફરથી બધાંને જગાડ્યા..આરામ કર્યા બાદ બધાં સંપૂર્ણ તાજગી અનુભવી રહ્યાં હતાં..થાક પણ થોડો ઘણો ઉતરી ગયો હતો.

રુહી,શુભમ,જેડી અને મેઘા એ વાતથી સંપૂર્ણ અજાણ હતાં કે પૂજા અને રોહને ગત રાત એકબીજા સાથે હવસ નો ખેલ રચ્યો હતો..અને પૂજા એ વાનર રાજ નાં પગની અંગળીઓમાંથી રિંગ ચોરી છે એ વાતથી તો રોહન પણ અજાણ હતો.જાણે-અજાણે પૂજા લાલચમાં આંધળી બની એવું કરી બેસી હતી જેનું પરિણામ ઘણું ભૂંડું આવી શકવાની ભીતિ હતી.

તળાવનાં પાણી વડે ચહેરો ધોયાં બાદ એ લોકો આગળ શું કરવું એ વિશેની ચર્ચા કરવા લાગ્યાં.

"મેદાનની પેલી તરફ બે રસ્તા પડે છે..હવે કયો રસ્તો ક્યાં જાય છે એની કઈ રીતે ખબર પડશે..?"મેઘા બોલી..એનો અવાજ એનાં મનમાં ચાલી રહેલ વિચારો ને દર્શાવી રહ્યાં હતાં.

"એક કામ કરીએ તો ત્રણ લોકો એક રસ્તે જશે અને બીજાં ત્રણ બીજાં.. બહાર નીકળી હવેલી પહોંચવાનો પ્રયાસ કરવાનો..જે પહેલું પહોંચે એ બીજાંનાં આવવાનો વેઈટ કરે.."જેડી બોલ્યો.

"No.. હવે જીવશું પણ જોડે અને મોત સામે આવે તો એની મોત બની એનો મુકાબલો પણ સાથે મળીને કરીશું.."જેડી ની વાત સાથે અસહમતી દર્શાવતાં રોહન બોલ્યો.

રોહનની વાત સાંભળી બધાં એ એકબીજા સાથે હાથ મિલાવ્યો અને પોતપોતાનો સામાન ખભે ઉઠાવી નીકળી પડ્યાં મેદાનની જમણી તરફ જતાં સાંકડા રસ્તાની તરફ..સૂરજ ઊગી ગયો હતો અને દિવસ થઈ ગયો હતો એટલે રસ્તો રાત કરતાં પ્રમાણમાં વ્યવસ્થિત દેખાઈ રહ્યો હતો એટલે એ લોકો થોડી રાહત અનુભવી રહ્યાં હતાં.

દિવસ હોવાં છતાં એ રસ્તો પ્રમાણમાં અંધકાર ભર્યો હતો..સાવ એવું પણ નહોતું કે રસ્તો દ્રશ્યમાન નહોતો થઈ રહ્યો પણ અજવાસ હોવાનો અહેસાસ વધુ નહોતો થઈ રહ્યો..થોડું આગળ વધતાં જ એ લોકોએ જોયું કે ગુફાની દીવાલો પર હાડપિંજરો લબડાવેલા હતાં..આ બધું એ શહેરમાં વસતાં લોકો માટે ખૂબ ભયાવહ હતું છતાં આટઆટલું જોયાં પછી એ લોકો પોતાની જાતને સ્વસ્થ રાખવામાં સફળ થઈ શક્યાં.

ખુબજ સાવચેતીથી ચાલતાં ચાલતાં એ લોકો લગભગ બે કલાક જેટલું એકધારું આગળ વધતાં રહ્યાં.આ દરમિયાન પૂજા અને રોહનની નજરો જ્યારે-જ્યારે મળતી ત્યારે રાતે પસાર કરેલ હસીન સમયની યાદ આવતાં એમની આંખોમાં ચમક પથરાઈ જતી.પોતપોતાનાં બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ ને છેતરવાનો આંનદ પણ આ આંખોની ચમકમાં દેખાઈ રહ્યો હતો.

પૂજા તો એ વાતથી ખુશ હતી કે એનાં પર્સમાં કરોડોનાં હીરા હતાં જેને વેંચીને એ પોતાનાં બધાં સપનાં પુરા કરી શકવાની હતી.જો કોઈ એને પોતાની ફિલ્મમાં ના લે તો પોતે પોતાને હિરોઈન લઈ નાનીમોટી ફિલ્મ બનાવી શકશે એવું પૂજાને લાગી રહ્યું હતું જેમાં કંઈપણ ખોટું એ નહોતું.

અચાનક એ લોકોએ ગુફાનો અંત થતો હોય એવું દ્રશ્ય જોયું..કેમકે એ તરફથી સૂર્ય નો તીવ્ર પ્રકાશ આવી રહ્યો હતો..જેને જોતાંજ એ દરેકનો ચહેરો ખીલી ઉઠ્યો..પોતાની આગામી મંજીલ તરફ આગળ વધવા એ લોકો એ ફટાફટ પોતાનાં પગ ઉપાડયા...!!

★★★★■■■★★★★

વધુ આવતાં ભાગમાં..

પૂજાએ કરેલ ચોરીનું શું પરિણામ આવશે??પૂજા અને રોહનનો આ સંબંધ પોતાની સાથે કેવી મુસીબતો ઉભી કરશે..??શું એ લોકો ત્યાંથી નીકળી હવેલી પહોંચી શકશે..??કોમલની હત્યા રોબિને કરી હતી..??હવેલીમાં જોવા મળતો એ રહસ્યમયી વ્યક્તિ આખરે કોણ હતો???રોબિન જીવિત હતો કે મૃત??આ સવાલોના જવાબ માટે વાંચતાં રહો હોરર સસ્પેન્સ નોવેલ સેલ્ફી:-the last photo નો નવો ભાગ.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture...પણ વાંચી શકો છો.

-દિશા.આર.પટેલ