વસવસો... Hetal Togadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસવસો...

શાંતિલાલ નિવૃત થયા એના હજી બે દિવસ થયા હતા .હાથ મા છાપું લઈને બેઠક –ખંડ મા પ્રવેશતા ની સાથે જ સોફા પર બેસવા જાય છે.ત્યાજ દીવાલ પર લટકાયેલી સર્ગ –વાસ સવિતા ની છબી પર ધ્યાન જતા ભૂતકાળ ની યાદો મા ખોવાઈ જાય છે.

સવિતા રસોડા માંથી ભાખરી બનાવતી બનાવતી બૂમ પાડે છે.તૈયાર થવામાં હજી કેટલીક વાર છે ? નાસ્તો ઠંડો થઇ જશે .અને આ ઘડિયાળ પણ જોવો ને જાણે મેટ્રો ટ્રેન ની ગતિ પકડી છે.લગ્ન થયા ને વર્ષો વીતી ગયા .છતા પણ તૈયાર થવા મા એટલી જ વાર લાગે અને ઓફીશે જવા મા મોડુ થશે ત્યારે બધો જ દોષ નો ટોપલો મારા પર ઠલવાશે.આટલી ઉમરે પણ આમ તૈયાર થઇ ને કાયા જવું છે ?

શાંતિલાલ સીડી ઉતરતા –ઉતરતા હલકી મુસ્કાન સાથે રસોડા પ્રવેશતા ની સાથે પ્રેમ થી કેમ સવિ બૂમા મા બૂમ કરે છે ?હું જો આટલો સરસ તૈયાર ના થાત તો કોલેજ –કાળ દરમ્યાન તુ મારા પ્રેમ ના રંગે ના રંગાણી હોત.શુ તમે પણ અત્યાર અત્યાર મા જુવાનીયા જેવી હરકતો કરો છો .જો તમારી પ્રેમ લીલા પૂરી થઇ ગઈ હોઈ તો નાસ્તો કરવા બેસો.આપણા લગ્ન ને વર્ષો વીતી ગયા છતા પણ તમારા માં રતિ ભર પણ સુધારો નઈ.કેમ ઉંમર વધે એમ પ્રેમ ધટતો જાય સવિ? મારે તમારી જોડે કઈ પણ ચર્ચા નથી કરવી .નાસ્તો પતાવી ને ઓફીસ જવા નીકળો નહી તો મોડુ થશે .શાંતિલાલ હાથ ધોતા ધોતા જેવો હોમ મીનીસ્ટર તમારા હુકુમ . શાંતિલાલ સુરત ની એક પ્રતિશિષ્ટ “શ્રી” ડાયમંડ કંપની માં મેનેઝર ની ફરજ બજાવતા હતા.શાંતિલાલ નો સ્વભાવ રમુજી અને ખુશ મિજાજ હતો.કોઈ પણ સાથે આરામ થી હળી-મળી જાય .ઘણી વાર શાંતિલાલ તેમના પટ્ટાવાળા રાજુ ને કહેતા ચાલ ને સાથે જમી લઇ .શરુઆત માં તો રાજુ સાથે જમવા બેસવા માં અચકાતો .ત્યારે શાંતિલાલ અને પીઠ થબથબાવી ને કેહેતા રાજુ તારી ને મારી પોસ્ટ માં જ ખાલી તફાવત છે.બાકી ટીફીન ની અંદર તો રોટલી ની સાઈઝ લગભગ સરખીજ હશે. આ સાભળીને રાજુ ની મૂંઝવણ દુર થઇ જતી ને ઉતાવળા પગલા ભરતો ચેમ્બેર મા જમવા માટે પોહચી જતો.શાંતિલાલ પોતાનું અડધું ટીફીન ને રાજુ આપી ને ભરપેટ જમાણી ને આનંદ ની અનુભૂતિ કરતા.શાંતિલાલ વાતો વાતો માં રાજુ નો પ્રોબ્લેમ પણ જાણી લેતા અને તેનાથી થાઈ એટલી મદદ પણ કરતા.શાંતિલાલ ગાંધી વિચારો ને અપનાવતા હતા.કોઈ દિવસ કોઈ સાથે ખોટું કરે નઈ કે કયારે કોઈ નો ખોટો રૂપીઓ પણ લીધો ન હતો.હમેશા કહેતા નસીબ માં હોઈ તે મળી ને જ રહે .તો પછી શું કામ ઉપાદી લઇ ને ફરવા નું .અને પણ કહેતા ગાંધીજી કહેતા ગયા છે ધીમે –ધેમે કાતતું રેહવુ જોઈએ.તો કયારે દુખી નઈ થાવ .શાંતિલાલ એવુ પણ માનતા કે હંમેશા ધીમી ગતિએ થી ઘર માં આવેલ લક્ષ્મી સુખ –સમૃદ્ધિ અને શાંતિ અને સારુ આરોગ્ય લઇ ને આવે છે.અને લાંબો સમય સુધી ટકી રહે છે. શાંતિલાલ ને બે સંતાન હતા એક પુત્રી અને એક પુત્ર .પુત્રી નું નામ કવિ અને પુત્ર નું નામ વિષ્ણુ .બન્ને બાળકો સ્વભાવે શાંત અને ભણવામાં હોશિયાર ને અવાર નવાર ઈતર પ્રવુતિ મા રસ પૂર્વક ભાગ લઇ ને પ્રથમ આવતા ને પ્રતિયોગીતા ને ન્યાય આપતા .હર વખતે હાથ માં ચિલ્ડ અથવા તો મેડલ લઇ ને જ ઘરે આવતા .આ જોઈ ને સવિ નો તો હરખ નો પાર ના રહેતો.શાંતિલાલ ઓફિસ થી આવે એટલે એની સામે પોતાના બાળકો ના વખાણ કરતા થાકતી નઈ .અને કહેતી બન્ને બાળકો તમારી ઉપર જ ઉતરિયા છે તમારા જેવા જ હોશિયાર .શાંતિલાલ કહેતા રેવા દેને સવિ બાળકો જે છે એ તે જ આપેલા સંસ્કારો નુ પ્રતિબિબ છે.મેં તો આ ઘર ને ઘર બનાવવા માટે માત્ર આર્થિક ટેકો આપીઓ છે.તે તો તારી જાત ને આખે આખી ઓગાળી નાખી છે.તે આ મકાન માંથી ઘર બનાવવા તારા કેટલાય સપનાઓ નું બલિદાન આપિયુ છે.ત્યારે આ સુંદર ઘર બનીયુ હતુ .તે જયારે તારી નોકરી છોડી ને આ ઘર ની તમામ જવાબદારીઓ હસતા મોઢે સ્વીકારવા ની સહમતી આપી .કદાચ તુ ત્યારે અસહાય વેદના માથી પસાર થઈ હશે .તારી ઘણીયે ઇચ્છાઓ ને મારી ને આ નિર્ણય લીધો હશે ખરેખર ધન્યવાદ ને પાત્ર તું જ છે.બસ લીઓ હવે કયા સુધી વખાણ કરતા રહેશો .ટુંક માં કહુ તો આપણા બન્ને નું સરખુ જ યોગદાન છે.સવિ કેટલોય સમય થઈ ગયો છે હુ તને અને બાળકો ને બહાર ફરવા નથી લઇ ગયો.કંપની માં ઉચા હોદા પર હોવાથી જવાબદારીઓ પણ વધારે હોઈ છે . તો અમે કયારે કયા કોઈ ફરિયાદ કરી છે તમને ?ના નથી કરી અટેલે જ કવ છુ હું કંપની માં ૧૦ દિવસ ની રજા મૂકી દવ ને ફરવા જઈએ.બાળકો ને પણ મજા આવશે .અને તને પણ રોજીંદા કામ થી થોડાક ચેઈન્જ મળશે .ના હો છોકરો નું ભણવાનું બગાડી ને મારે ક્યાય જવું નથી. શાંતિલાલ પણ અટેલે તો હું વેકેશન માં જવા નો આગ્રહ રાખું છુ .વેકેશન માં કવિ ને ડાન્સ ક્લાસ મા જોઈન થાવું છે અને વિષ્ણુ ને બાસ્કેટ બોલ મા જવું છે .આપણે તેમના પ્લાનિંગ ને પણ ધ્યાન માં રાખવુ પડે ને .સવિ ફક્ત ૧૦ દિવસની તો વાત છે .ના ના જયારે તમે નિવૃત થશો અને હુ મારી તમામ જવાબદારીઓ માથી મુક્ત થઈ જઈશ .પછી તમે કહેશો એટલા દિવસો ફરવા જશુ.સવિ અટેલે તુ કહેવા શું માગે કે હું તારી સાથે જાત્રા માં આવીશ એમ ? ના હો મારે તો નિવૃત્તિ પછી તને વલ્ડ ટુર કરાવી છે. ફરી થી હની –મુન પર લઇ જવી છે. કામ ને કારણે મે જે સમય નથી આપીઓ એ સમય વ્યાજ સાથે પાછો ચૂકવી ને ફરી થી તારી જિદગી ને ખુશ-ખુશાલ કરી દેવી છે. શું કવિ ના પપ્પા કઈ પણ બોલ્યે જાવ છો . કે એમા મે તને ખોટુ શું કીધુ ?હા હો જયારે તે સમય આવશે ત્યારે ચોક્કસ જશુ ખુશ હવે ? શાંતિલાલ ની આંખ માં પાણી આવી ગયા અને મનમાં બોલાય ગયુ સવિ મારી પાસે સમય જ સમય રહી ગયો ને તું મને મૂકી ને સર્ગ સિધાવી ગઈ.વિચારો મગ્ન હતા ત્યાજ તેમનો પોત્ર વ્યોમ આવી ને દાદુ નો હાથ પકડે છે ચોલો ને દાદુ પ્લે હાઉસ જવા મા મોડુ થાઈ છે.શાંતિલાલ ભૂતકાળ ના વિચારો માંથી બહાર આવી જાય છે અને પોતાની જાત ને વ્યવ્થીત કરી ને વ્યોમ નો હાથ પકડી ને બહાર નીકળે છે .વ્યોમ દાદુ મને સન્ડે ના ગાર્ડન લઇ જસો ને હીચકા ખાવા ? ના બેટા સન્ડે નઈ હું તને આજે સાંજે જ ગાર્ડન લઇ જઈશ વ્યોમ એ સાંભળી ને ખુશ-ખુશાલ થઇ ગયો .શાંતિલાલ મનમાં બોલી ગયા બેટા જીંદગી પ્લાન્નીંગ થી નઈ પણ મોજ થી જીવવા ની .નહીતર ઇચ્છાઓ અધુરી રહી જાય છે ને જીંદગી જીવાઈ જાય છે.