નિયતિ Hetal Togadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિયતિ

નિયતિ

એક દિવસ યમરાજા પોતાના કામમાં વ્યસ્ત હોવાથી એક સ્ત્રી જો જીવ લેવા માટે તેમના દૂત ને મોકલ્યા .દૂત તો યમરાજા ની આજ્ઞા નુ પાલન કરવા માટે નીકળી પળ્યા. દૂત તો સરનામું શોધતા શોધતા સ્થળે પોહચી ગયા.ત્યાં જઈ ને જોવે છે તો તે સ્ત્રી ની હાલત અતિશય દયનીય હોઈ છે.સ્ત્રી બેહોશ અવસ્થામાં રસ્તા ની બાજુ ની સાઈડ માં સુતી હોઈ છે.સાત મહિના ની બાળકી સ્તનપાન કરી રહી હોઈ છે.બેહોશ પડેલી માં ને. અને ૨ વર્ષ ની બીજી બાળકી બાજુ માં કટોરો લઇ ને બેઠી હોય છે.તેને જોય ને પણ એવુ લાગતું હતુ કે બિચારી ને ભોજન મળ્યું નહિ હોય.આ દ્રશ્ય જોય ને દૂતે ને તેની માનો જીવ લેવા નુ ટાળ્યું .અને દૂત ત્યાંથી નીકળી ગયો .યમરાજ ની દરબાર માં જઈ પ્રણામ કરી ને આખી પરિસ્થતિ યમરાજ ને વર્નાણવે છે.અને યમરાજ ને વિનંતી કરે છે નાની બાળકી થોડીક મોટી થઇ જાય પછી તેનો જીવ લેજો ને અત્યારે બન્ને બાળકીઓ ને તેમણી માં ની જરૂર છે.આ સાંભળી ને યમરાજા અત્યંત ક્રોધિત થઇ જાય છે.અને દૂત ને શ્રાપ આપે છે .તુ અત્યારે જ પુથ્વી પર જા.અને તારે પણ દરિદ્રતા માં જ સમય વિતાવા નો છે .જયાં સુધી તને તારી ભૂલ ના સમજાય ત્યાં સુધી.આમ કહી ને યમરાજ દરબાર છોડી ને ચાલ્યા ગયા.દૂત પૃથ્વી પર આઠ વર્ષ નો બાળક બની ને હિમાલય ની પર્વતમાળા પર ટુટીયું વારી ને ઠીગરાતો પળ્યો હતો. ત્યાંથી એક મોંચી પસાર થાય છે ને તે બાળક ને જોવે છે.એટલે તેની પાસે જાય છે અને ચામડા નો એક મોટો કટકો તેના હાથ માં હોય છે તે બાળક ને માથે ઓઢાળે છે.બે- ત્રણ કલાક પછી બાળક જાગે છે ને સામે મોંચી ને જોવે છે.મોંચી તેને પૂછે છે તુ કોણ છે અહિયાં કેમ આવ્યો છે ? તારા માતા –પિતા કયા છે ?બાળક મોંચી સામે દયામણી નજરે જોવે છે અને બોલે છે હુ અનાર્થ છુ.કામ ની શોધ-ખોળ માં અહી સુધી ચાલ્યો આવ્યો છુ.મે બે દિવસ થઈ કંઈજ ખાધું નથી.તમે મને રસ્તો બતાવો તો હુ તમારું આ ઋણ જીવન ભર નહિ ભૂલું.મોંચી ને બાળક ની વિનંતી પર થી બાળક પર દયા આવી ગઈ.મોંચી એ બાળક સામે પ્રસ્તાવ મૂક્વ્યો .હુ તને મારી સાથે મારી ઘરે લઇ જઈશ .હુ જોડા બનાવું છુ.તારે મારી મદદ કરવાની એના બદલામાં હુ તને રેહવા અને જમવા આપીશ.અને એક બીજી શરત મારી પત્ની તને ખરી ખોટી સંભળાવશે.તારે એની વાત નુ ખોટું નહિ લગાળવા નુ.એમાં મારી પત્ની નો કંઇજ વાક નથી મારી આર્થિક પરિસ્થતિ ખરાબ જ છે અમારા બન્ને નુ પણ હુ માંડ માંડ પૂરું કરું છુ.બાળક મોંચી ની તમામ શરતો સ્વીકારી ને તેમના ઘર ના રસ્તાની વાટ પકડે છે.મોંચી ને તે બાળક હિમાલય પરથી મળ્યો હોય છે એટલે તેમનું નામ હિમનીશ રાખે છે.મોંચી ની પત્નીએ બન્ને ને દુર થઈ આવતા જોવે છે એટલે નજીક આવતા જ કકળાટ કરવાનું ચાલુ કરી દે છે. હીમનીશ ને મોંચી રાખેલી શરતો યાદ હોય છે એટલે એક શબ્દ પણ મોં માંથી ઉચ્ચારતો નથી.મોંચી ની પત્નીએ ઉવાપો ઠાલવતા બન્ને ને જમવાનું આપ્યું .જમી ને મોંચી એ હીમનીશ ને આરામ કરવા નુ કહયું એટલે તે ત્યાંથી જતો રહયો.ત્યાર બાદ મોંચી એ તેમની પત્ની ને સમજાવતા કહયું .બિચારો તે આનાર્થ છે .કામ ની શોઘ માં આમ તેમ ભટકે છે.એટલે હુ તેને મારી સાથે લાવ્યો છું.હવે મારી પણ ઉમંર થઇ ગઈ છે તો મારા થી હવે વધારે કામ નથી થાતું.તો તે બહાને મને પણ મદદ મળી રહશે.અને એમ પણ આપણે કયા કોઈ સંતાન છે.તો આ બાળક દ્રારા આપણે સંતાન સુખ પણ માણવા મળશે .અને કદાચ આ બાળક ના પગલા પળવા થી આપણી આર્થિક પરિસ્થતિ પણ સુઘરી જાય. આ વાત સાંભળી ને પત્ની નું મન પીગળવા લાગ્યું.અને તેને પર હીમનીશ નો સ્વીકાર કરી લીધો.થોડાક દિવસ માં જ હિમનીશે લગભગ તમામ કામ શીખી લીધુ.હીમનીશ ની કામ પ્રત્યે ધગશ અને લગાવ જોય ને મોંચી ખુબજ હરખાતો .અને હીમનીશ ને સાબાશી આપતો.થોડાક દિવસોમાં જ મોંચી ની નાની દુકાને શોરૂમ નુ સ્થાન લઇ લીઘુ.તેને હવે દૂર દૂર સૂધી વિસ્તારમાં પ્રસિઘ્ધી મેળવી લીઘી હતી.મોંચી ની પત્ની હીમનીશ ને પોતાનો પુત્ર સમાન પ્રેમ આપવા લાગી હતી.એક દિવસ એક રાજા મોંચી ની દુકાને આવ્યા .પોતાના પુત્ર નો રાજ્ય અભિષેક છે ત્રણ દિવસ પછી તેમાં પહેરવા માટે તેના રાજકુમાર માટે મોજડી બનાવી છે.સાથે આવેલા સૈનિકો મોંચી ના હાથ માં ચામડું આપ્યું અને મોંચી ને સુચના આપી .તમારે કાળજી પૂર્વક આ કામ કરવા નુ છે.કેમ કે આ ચામડું ખૂબજ કિમતી છે .અને આટલું જ છે આ ચામડું બીજે ક્યાય ઉપલબ્ધ નહિ હોય.મોંચી એ હીમનીશ ને રાજકુમાર ના પગ નુ માપ ધ્યાન પૂર્વક લેવા ની સુચના આપી.મોંચી એ રાજા ને ખાતરી આપી આ કામ માં કોઈ કચાચ નહિ રહે .અને સમયસર તૈયાર થઇ જશે.આ સાંભળી ને રાજા અને સૈનિકો ત્યાંથી રવાના થઇ ગયા.તેના ગયા પછી મોંચી એ હીમનીશ ને સુચના આપી આ કામ તારે ખૂબજ કાળજી થી કરવાનુ છે.નહીતર આપણા બન્ને નુ આવી બનશે.હિમનીશે મોંચી ને કહયું ચિંતા ન કરશો.હુ મારુ કામ નિષ્ઠા થી પૂર્ણ કરીશ.તે દિવસેથી જ હીમનીશ કામ માં લાગી ગયો .બીજે દિવસે તો બપોર થયું ત્યાં તો તેને રાજકુમાર માટે પરફેકટ સેન્ડલ બનાવી નાખ્યા હતા.તે હોશે હોશે મોંચી ને બતાવવા માટે ગયો.જોવો તો કેવા બન્યા છે ?એક નઝર જોતા તો મોંચી તો ખુબજ પ્રસન્ન થઇ ગયો.ખુબજ સરસ તે તો ધાર્યા કરતા પણ ખુબજ ઝડપ થી કામ પતાવી દીધું છે. અને તે પણ એકદમ પરફેક્ટ .કંઈક યાદ આવતા મોંચી ના હાવભાવ બદલાય ગયા અને તેને હીમનીશ પર ગુસ્સે થયા .આ તે શું કર્યું બેટા આપણને તો મોજડી બનવા નુ કહયું હતુ તે કેમ સેન્ડલ બનવ્યા ? આ સાંભળી ને હીમનીશ ને પોતાની ભૂલ સમજાણી પણ હવે શું થાય ?તે આવળી મોટી ભૂલ કરી છે.રાજા બન્ને ને સજા આપશે.આપણા બન્ને નુ તો આવી બન્યુ.ત્યાજ સામે થી બે સૈનિકો આવતા મોંચી ને દેખાયા. સૈનિકો ઝડપથી દુકાન માં પ્રવેશિવ્યા મોંચી ને પ્રણામ કરી ને કહવું રાજા નો હુકમ છે રાજકુમાર માટે મોજડી નહિ પણ સેન્ડલ બનાવવાના છે.આ સાભળીને મોંચી ના જીવ માં જીવ આવ્યો.હીમનીશ સામે ચકિત થઇ ને જોય રહયા. સૈનિકો બેસવાનું કહી ને હીમનીશ ને સેન્ડલ પેક કરવાની સુચના આપી.હીમનીશ થોળીજવાર માં સેન્ડલ પેક કરી ને સૈનિકો હાથ માં સોપીવ્યા.તે લોકો સેન્ડલ લઇ ને રવાના થઇ ગયા .ત્યારબાદ મોંચીએ હીમનીશ ને પુછવ્યું આ બધુ કેવી રીતે બન્યુ ?તને કેમ ખબર આની મોજડી નથી બનાવવા ની સેન્ડલ બનાવવા છે.હીમનીશ એક શબ્દ પણ ના બોલ્યો .મને નથી ખબર મારાથી આમ કેમ થઇ ગયું ? મનમાં હીમનીશ બોલ્યો તમને કયા ખબર છે હુ કોણ છું.મોંચીએ આગળ સવાલ કરવાનું ટાળીવ્યુ .કેમકે બધુ જ બરાબર થઇ ગયું અને રાજા તરફથી ખુબજ સરસ ભેટ મળી હતી તેથી બન્ને ખુશ થતા થતા કામે લાગી ગયા.બીજે દિવસે મોજડી બનાવવા માટે મહારાણી તેમણી બે પુત્રીઓ સાથે આવ્યા .બન્ને પુત્રીઓ ના ટૂંક સમય માજ લગ્ન હતા.લગ્નમાં પહેવા માટે મોજડી બનાવાની હતી.બદલામાં મોં માગી કિમત ચુકવવામાં આવશે.હીમનીશ મહારાણી ને પ્રણામ કરીને બોલ્યો આ બન્ને પુત્રીઓ તમારી છે ?આ સાંભળી ને મહારાણી ના આંખો માં આશુ આવી ગયા .હીમનીશ ને બે હાથ જોળી ને વિનંતી કરે છે.તમે કોઈ ને કહેતા નહિ.હા તે સત્ય છે આ બન્ને પુત્રીઓ મને ૨૧ વર્ષ પહેલા રસ્તામાંથી મળી હતી.તેની માં રસ્તા પર જ મૃત્યુ પામી હતી.આ બન્ને દીકરીઓ ની સ્થિતિ અત્યંત દયનીય હતી.અને અમારે પણ કોઈ સંતાન ન હતુ.ત્યારે રાજાએ નિણર્ય લીધો .આ બન્ને પુત્રીઓ નો ઉછેર આપણા રાજમહેલમા જ થાશે.આપણી જ દીકરીઓ તરીખે ઓળખાશે .અને તેની સાચી હકીકત ગોપનીય રાખવામાં આવશે.આ બન્ને પુત્રીઓ દ્રારા અમને અપાર પ્રેમ મળીઓ છે.મને ખરા માતૃત્વ ની અનુભૂતિ થઇ છે.હુ હાથ જોળી ને વિનંતી કરું છુ.તમે આ વાત નો ખુલાસો કોઈ ને ના કરતા.હીમનીશ મહારાણી ને વચન આપે છે.તમે નીચિંતિત રહો .આ હકીકત રાજ રહેશે.હવે હીમનીશ ને પોતે કરેલી ભૂલ સમજાઈ ગઈ.જો તે દિવસે તેને આ સ્ત્રી નો જીવ નો લીધો હોત તો આ કેવી રીતે રાજકુમારીઓ બનત ? આ બન્ને ના નશીબમાં તો રાજકુમારીઓ બનીને રાજ ભોગવાનું સુખ લખ્યું હતુ.હીમનીશ યમરાજા ને પ્રણામ કરે છે.અને પોતાની ભૂલ કબુલે છે.

બોધ :

આપણી આ આંખો ખાલી સ્થૂળ વસ્તુઓ જ જોઈ શકવાની જ ક્ષમતા ધરાવે છે.આપણે ઈશ્વર ની નિયતિ ને સમજી શકતા નથી.કોઈ પણ પરિસ્થિતિ આપણા સારા માટે જ સર્જાય છે.

.