કાળ કલંક-20 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 54

    તેજાએ મારી વાત સાંભળી અને થોડો વિચાર કર્યો ત્યારબાદ એ જવાબ આ...

  • જીવન એ કોઈ પરીકથા નથી - 3

    "જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ -૩)સમીરને એની મમ્મી યાદ આવે છે....

  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

શ્રેણી
શેયર કરો

કાળ કલંક-20

( પાછળના પાર્ટમાં આપણે જોયું કે ટેન્સી ની શોધ માં આવેલા અનુરાગ ગંગારામ વિલિયમ અને રોજી શેતાની અઘોરી ની જાળમાં આબાદ રીતે સપડાઈ જાય છે.
ભૂગર્ભમાં ઉઠેલા એક જબરજસ્ત તોફાની વંટોળિયા ને લીધે બધો એકબીજાથી છૂટાં પડી જાય છે હવે આગળ..)

હવામાં હિલોળાતા સ્ત્રી આકારનો હાથ પકડી ટન્સી ઉભી હતી.
તરત જ વિલિયમને ઝાટકો લાગ્યો .
"રોજી ક્યાં છે ?"
એને કમરાની ભૂ સપાટી પર નજર પ્રસારી. વિલિયમની પાછળ દૂર ખૂણામાં બેઠા-બેઠા ઇસ્પેક્ટર અનુરાગ અને ગંગારામ બાઘાની પેઠે ટેન્સી અને પેલી ભેદી લાગતી સ્ત્રી ને જોઈ રહ્યા હતા.
કયાંય રોઝી ના દેખાતાં વિલિયમને ઉચાટ થયો. ભેદી લાગતી સ્ત્રી સાથે ટેન્સી હશે કે કોઈ નવું છળ? વિલિયમ નક્કી નહોતો કરી શકતો.
"જીજી ક્યાં છે જીજા?" વિલિયમની નજીક સરકતાં બેબાકળી થયેલી ટેન્સી બોલી ઉઠી.
ટેન્સીનો અવાજ સાંભળી એ સામે જ ઊભી છે એ વાતની ખાતરી થઈ જતાં રાહતનો દમ લઈ વિલિયમે કહ્યું.
"ટેન્સી તને ગોતવા જ આવેલા અમે ભૂગર્ભના હોલમાં પ્રવેશ્યા કે અચાનક જોરદાર પવનનું તોફાન આવ્યું. એક તોફાની વંટોળે મને ઊંચકીને ફેંકી દીધો. ત્યારે જ તેનો હાથ મારા હાથમાંથી છૂટી ગયેલો. એ ક્યાં ગઈ મને કશી જ ખબર નથી.!"
હતાશ થયેલા પણ મક્કમ રહેવાની કોશિશ કરી કપડા ખંખેરી ઇસ્પેક્ટર અનુરાગ અને ગંગારામ વિલિયમની પડખે આવી ઊભા.
ટેન્સીએ શૈલીના ભાઈ તરીકે અનુરાગની ઓળખ ભૈળવીને આપી.
સ્મિત સાથે એણે અનુરાગને સત્કાર્યો. અનુરાગે એવો જ પ્રતિભાવ આપ્યો.
ભૈરવી એની સામે આવી બોલી.
"સાહેબ મારી ભૂલના લીધે તમારી બહેને જીવ ખોયો. હું ક્ષમાને લાયક તો નથી જ છતા બની શકે તો મને માફ કરજો..! અપરાધભાવે આર્જવિત સ્વરે ટેન્સીએ ક્ષમા યાચના કરી.
"એમાં તારો દોષ નથી ટેન્સી..!" અનુરાગે હ્રદય કઠણ કર્યું.
' મારનારો અને તારો ઉપરવાળો છે સિસ્ટર!
"સાહેબ સાચું પૂછો તો મંદિરમાં હું એકલી જ આવેલી.!"
બંધિયાર કમરામાં મને કેદ કરી પ્રેતાત્મા મારું રૂપ ધરીને શૈલીને અહીં ભોળવી લાવ્યો. પ્રેતાત્માએ શૈલીને મોતને ઘાટ ઉતારી છે એવું આ ભૈરવી મને કહેલું.
ટેન્સીએ પેલી ભેદી સ્ત્રીનો ભૈરવી તરીકે ઉલ્લેખ કર્યો.
'આ ભૈરવી કોણ હશે ?'
અનુરાગના મનમાં ચળ ઉપડી. ટેન્સીએ ભૈરવીનો પરિચય આપવાનું ટાળ્યું હતું. ભૈરવી કોઈ સાત્વિક પ્રેતાત્મા હોવાનું અનુરાગે કલ્પ્યુ.
ધીમે ધીમે ઓળખાણ થશે જ એમ માની અનુરાગે મન મનાવ્યું.
" ઇન્સ્પેક્ટર સાહેબ...!, અનુરાગનો મૂંઝારો પામી ગયેલી ભૈરવી બોલી.
"હું અહિંસક પ્રેતાત્મા છું.! ટેન્સીને સાચવ્યા પછી તમારી પણ ઢાલ બનીને ઊભી છું..! તમારાથી અજાણતાં થયેલી ભૂલ ના લીધે પ્રેતાત્મા રોઝી ને લઇ ગયો, બાકી તમારી સાથે હું એને પણ બચાવી લેતી. જોકે ટેન્સી અહીં જ છે એટલે રોજી સલામત છે..!"
ભૈરવી પ્રેતાત્મા છે એ જાણી ગંગારામે ઇન્સ્પેક્ટર અનુરાગની ઓથ લીધી.
"અમારાથી કેવી ભૂલ થયેલી ભૈરવી?" વિલિયમે હતાશ થતાં પૂછ્યું.
ઈસ્પે. સાહેબ ..! ભૈરવીએ અનુરાગ સામે જોતા કહ્યું.
" સળગતા કાકડાને ભૂસપાટી નજીક રાખી ચાલતા હોત તો જવાળાઓમાં ભુજાઈ જવાની બીકથી દેડકોની લાલ જીવાત રોઝીના પગે ચોંટતી જ નહીં કે તમે જીવાતને બાળતા પણ નહીં .!
શૈલીના ખોળિયામાં રહી હોસ્પિટલમાં પહોંચી ગયેલો પ્રેતાત્મા સિસ્ટરનુ રક્ત પીધા પછી તબાહી મચાવવાનો હતો. કિન્તુ અહી તેના મૂળ સ્વરૂપ જીવાતના બળવાની સાથે સુનીતા ના શરીરમાં પ્રેતાત્મા દાઝી ગયો. સુનિતાને પછડાટ આપી પવનવેગે એ ભૂગર્ભમાં આવી ગયો. જેથી રોજીને લઈ જવામાં સફળ થયો.!"
"ઓહ માય ગોડ આટલું બધું બલની જશે એવી તો કલ્પના પણ નહોતી ક્યારેક ક્યારેક અવિશ્વાસનું આવરણ એ માટે કારણભૂત બને છે ઇન્સ્પેક્ટર સાહેબ..!"
ભૈરવીએ અનુરાગને ટોણો માર્યો હોય એમ એ ઝંખવાઈ ગયો.
પોતાના અંધવિશ્વાસને ભેદી શકે એવી હકીકતની એને કલ્પના નહોતી.
"હવે રોઝી નું શું થશે ભૈરવી?"
બધાંને ખૂંચતો સવાલ ટેન્સીએ પુછ્યો.
ટેન્સી ભૈરવીએ ગંભીર બની ને કહ્યું .
"જ્યાં સુધી તું અમારી સાથે છે ત્યાં સુધી પ્રેતાત્મા રોઝીનો વાળ પણ વાંકો નહીં કરે પ્રેતાત્મા પૂર્વજન્મના જોડાનો ફરી એક સાથે જ ભોગ લેવા કૃતનિશ્ચયી બન્યો છે.
"એનું શું નક્કી કહેવાય ? ઘાતકી પ્રેતાત્મા છે ક્યારે પોતાનો ઈરાદો ફેરવી નાખે કંઈ કહેવાય નહી.? વિલિયમે ચિંતા દર્શાવી.
"એવું નહીં થાય વિલિયમ ભાઈ!" ભૈરવી એ સૌને ધરપત દેતાં કહ્યું. "પોતાના ધ્યેયની કામયાબી અને તેનો એક સાથે ભોગ લઇ બેવડો લાભ લેવાની પ્રેતાત્માની ગણતરી છે. તમને બધાને હું બચાવી રહી હતી ત્યારે જ એ પ્રવેશી ગયેલો એને ઝડપી લેવા છતાં એ બરાબર ગુસ્સે ભરાયો હશે કારણ કે એની મૂળ જરૂરિયાત ટેન્સીને હું ખેંચી લાવી છું..!
વર્ષોથી આ કમરામાં પગ મૂકી ન શકવાનું દુઃખ નહીં થયું હોય એટલું દુઃખ આજે એને થશે. એ શેતાન પોતાની કમજોરી પર ગભરાશે પોતાના પ્રતિસ્પર્ધી સમો દુશ્મન પોતાની આંખમાં ધૂળ નાંખી ક્યારે આ સુરક્ષિત કમરામાં ભરાઈ ગયો એ જ વાતે દુઃખી હશે . જોકે તે માટે પ્રેતાત્મા જીવ પર ખેલી જશે.
ઠીક રાત્રિના પોણા સુધી સુરક્ષિત કમરાની બહાર જવું જોખમ ભર્યું છે.
'ત્યાં સુધીમાં તો ખૌફ ખાઈને મરી જશે ભૈરવી..!
" ભૈરવીની વાત સાંભળી ટેન્સી ગભરાઈ ગઈ.
"ટેન્સી રોઝીની જીવાદોરી લાંબી હશે તો એની ઉપરવાળો રખેવાળી કરશે આપણે દુઃખી થવાથી એને સલામતીની ઓથ નહીં મળે..!"
એકાએક ઇસ્પેક્ટરના ગજવામાં રહેલો મોબાઈલ બજી ઉઠ્યો. ઈસ્પેક્ટરમાં જાણે નવી સ્ફૂર્તિ આવી ગઈ હોય એમ એને ફોન રિસિવ કર્યો.
"હેલો ઈસ્પે. સાહેબ..! સામેથી ડૉક્ટરનો પરેશાની ભર્યો અવાજ સંભળાયો.

( ક્રમશ:)