કાલ કલંક-19 SABIRKHAN દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાલ કલંક-19

(આગળના ભાગમાં આપણે જોયું કે ડૉક્ટર અને એના સ્ટાફને એ ખબર પડી જાય છે કે હોસ્પિટલમાં શૈલીના શરીર પર હાવી થઈ પ્રેતાત્મા એ પ્રવેશ કર્યો છે આખી વાત જાણી ગયા પછી અનુરાગ વિલિયમ અને રોજી ટેન્સી ની શોધ માટે પુરાતન મંદિરમાં જાય છે હવે આગળ)

"બસ આટલે જ પગથિયાં પૂરું થાય છે. હવે માર્ગ મોટી સુરંગ માં પ્રવેશે છે.!"ઇસ્પેક્ટર અનુરાગે ખૂબ જ ધીમા અવાજે વિલિયમ અને રોઝી સાંભળે એ રીતે કહ્યું .
"હું આગળ વધુ નિર્ભીક બની ને મારી પાછળ ચાલ્યા આવો.!"
અનુરાગ સળગતા કાકડા સાથે સુરંગમાં દાખલ થયો.
એના પગલાં દાબતાં વિલિયમ અને ગંગારામ ચાલતા હતા. નિર્જન શાંત ભેંકાર સન્નાટા વચ્ચે કાળોતરો અંધકાર મૂંઝારો પેદા કરતો હતો. વિલિયમ અને રોઝી ની ધડકનનો વેગ આગળ વધતા પ્રત્યેક પગલે વધતો જતો હતો.
ગુંગળાવી મારતા આ સ્થળે નાક ફાડી નાખે એટલી હદે દુર્ગંધ વ્યાપી હતી. સુરંગ પાર કરતા જ એક મોટા હોલમાં અનુરાગે પ્રવેશ કર્યો. એનું હૈયું ધબકી ઉઠ્યું. ભૂગર્ભમાં આખો ખંડ હોઈ શકે એ ઈસપેકટર અનુરાગ માટે ધારણા વિરુદ્ધની બાબત હતી. વિલિયમ અને ગંગારામ પણ અજ્ઞાત ભયે ભીસાતાં ઓશિયાળી આંખે ખંડમાં ફરતે જોવા લાગ્યાં.
હોલમાં આછો આછો ઉજાશ વ્યાપ્યો હતો "સાહેબ પાણીના બે હોજ સામે દેખાય છે!" ગંગારામ એ ધીમેથી કહ્યું.
"છી..સ..! "અનુરાગે હોઠ પર આંગળી મૂકી મૂંગા રહેવાનો સંકેત કર્યો.
પોતાના થી મોટો અપરાધ થઈ ગયો હોય એમ ગંગારામ ભોઠો પડી ગયો ઇસ્પેક્ટર અનુરાગનું ધ્યાન લાંબી ના સામે છેડે હતું. અચાનક છમ છમ છમ ઝાંઝરી નો અવાજ ચારે જણને સતર્ક કરી ગયો. ગંગારામ અને વિલિયમ સતર્કતાથી અવાજની દિશામાં જોવા લાગ્યા. સામે છેડે એક પડછાયો ડાબી બાજુ સરકી રહ્યો હતો.
કોણ છે? કોણ છે ત્યાં ?
અનુરાગે પેલી આકૃતિને પડકારી એ સાથે જ પડછાયો હવામાં આંગળી ગયો.
'વિલિયમ એલર્ટ રહેજો ડર્યા વિના મારી પાછળ આવો !"
અનુરાગે હિંમતભેર ડગ માંડ્યા. ત્યારે આખોય હોલ ધણધણી ઊઠ્યો.
ચિત્તા જેવો ચપળ અને બાજ જેવી તરાપ મારવાની શૂઝ ધરાવતો ઇસ્પેક્ટર અનુરાગ કાઠી છાતીનો માનવી હતો. મૃત્યુનો ડર એને જરા સરખો પણ નહોતો. મુશ્કેલીમાં એ વધુ આક્રમક બની જતો. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પીછેહઠ કરતો નહીં. પેલા પડછાયાને જોયા પછી એને જોમ આવી ગયું હતું. એ આગળ વધ્યો લાંબી ની મધ્યમાં પહોંચેલા ચારેય જણ કાળજુ કંપાવી નાખતા વિચિત્ર અવાજ થી પોતાની જગ્યા પર જ ખોડાઈ ગયા.
"વિલિયમ તમે કોઈ અવાજ સાંભળ્યો?" વિલિયમનું પડખું દાબી ચાલતી રોજી વિલિયમ ના કાન માં ગણીગણી.
વિલિયમ એ આંખના ઇશારે જ હા કહી.
ડક..ડક..ડક.. ડક..ડક..ડક..ડ્રાઉઉઉઉ...!
સ્પષ્ટ રીતે રાક્ષસી દેડકાનો ઘોઘરો અવાજ ચારે જણાએ સાંભળ્યો.
અવાજની ચોક્કસ દિશા નક્કી કરી શકાય એમ નહોતી ભયભીત બની ચારે જણ એકબીજા સામે જોવા લાગ્યા જોતજોતામાં બેઠકની ખોફનાક ગર્જના સાથે આખા હોલમાં અસંખ્ય જીવાતોનો સામુહિક વ્યાપી વળ્યો અનુરાગે ઉતાવળા ડગ માંડ્યા.
આખી દુનિયાના દેડકા અહીં ભરાયા લાગે છે ઘડીભર રોકી રાખેલો શ્વાસ છોડતા અનુરાગે કહ્યુ વિલિયમ અને ગંગારામ એક શબ્દ પણ ના બોલી શક્યા રોઝી અને વિલિયમને આ અવાજો કોઈ અમંગળ ઘટના ની એંધાણી સમા લાગ્યા સામે છેડે આવી ગયેલો અનુરાગ ઝડપી પગથીયા ચડી રહ્યો હતો પેલી સ્ત્રી નો પડછાયો અહીંથી જ પસાર થયો હતો એણે બેટરીનો પ્રકાશ આજુબાજુ નાખ્યો આવી વેરાન જગ્યાએ નાનું સરખું ચામાચિડિયું પણ નજરે પડતું ન હતું દેડકા નો શોર પેલા હોજમાંથી આવતો હોય એમ ચાર એને લાગ્યું વિલિયમ રોઝી અને ગંગારામ વારંવાર પાણીના એવોજ તરફ જોતા હતા એકાએક રોઝી એ ચીસ પાડી અનુરાગ નો રદય બમણા વેગે ધડકવા લાગ્યું વિલિયમ અને ગંગારામ કિંકર્તવ્યમૂઢ બની વાઘની પેઠે રોઝી ના પગ ને તાકી રહ્યા નાની-નાની દેડકાની લાલ જીવાત રોજીના પગ ને ચોંટી ગઈ હતી.
રોઝી ની હાલત જોતા જ અનુરાગને શૈલીના ખવાઈ ગયેલા પગ યાદ આવી ગયા જરા પણ ઢીલ કર્યા વિના એણે સળગતો કાકડો રોજીના પગ ફરતે ફેરવ્યો.
સળગતા કાકડા ની જ વાળો લાગતા ટપોટપ બળીને પેલી લાલજી વાત નીચે પડી ગઈ રોજ ના પગ પર લાલ જીવાત જે જે જગ્યાએ ચોંટી હતી ત્યાં ત્યાં લાલ ચકામા પડી ગયા હતા.
લાલ જીવાતના બળવાની સાથે જ ખૂંખાર દેડકો ઘુઘરાટ કરી ઉઠ્યો.
ફરીવાર આખો હોલ ધણધણી ઊઠ્યો. જાણે કોઈ શક્તિશાળી પ્રેતાત્મા પૂર ઝડપે આ ખંડેર જેવા ભૂગર્ભ તરફ આવી રહ્યો હતો. ઇસ્પેક્ટર અનુરાગને પણ હવે વિલિયમ ની વાત માં તથ્ય લાગ્યું. જીવનમાં પહેલી વાર એણે ડર અનુભવ્યો. સામાન્ય રીતે માંસ ખાવાની વૃત્તિ દેડકામાં ના હોય પરંતુ આ દેડકો તો માનવભક્ષી હોવો જોઈએ શૈલી એ લખેલા કાગળને મન નો ભ્રમ માનવા રોજીનુ મન તૈયાર નહોતું.
શૈલીએ કરેલા દિશાસૂચન માં આંશિક કે પૂર્ણ માત્રામાં સત્ય હતું જ ઈન્સ્પેક્ટરના ગળે વાત ઊતરી ગઈ અણધારી આવનારી કોઈ આફત માટે સજાગ થઈ ગયો જ્યાં નાની સરખી લહેરખી પણ ન પ્રવેશી શકે ત્યાં વાયુ વાયો ધીમે ધીમે સૂસવાટાભેર ઘૂમરી લેતો પવન મોટા વંટોળમાં ફેરવાઈ ગયો.
રોઝી ની અગમવાણી અક્ષર સાચી પડતી જોતા વિલિયમ ના શરીરમાં પરસેવો વળી ગયો.
અનુરાગ સાહેબ આ શું થઈ રહ્યું છે એણે અંતર નો ઉચાટ વ્યક્ત કર્યો પવનનું જોર વધી ગયું વિલિયમ અને રોઝી ની ફરતે ધૂળના ગોટે ગોટા ઉડવા લાગ્યા કોઈ કોઈને જોઈ ના શકે એવી ધૂળ ઊડી હતી મોટા મોટા વૃક્ષો મૂળસોતા ઉખડી જાય એવું જાણે તોફાન હતું.
" વિલિયમ રોઝીને સંભાળજે !"
ક્યાંક દૂર જતો અનુરાગનો ચીસ જેવો અવાજ સંભળાયો.
પવનની જોરદાર થપાટ વાગતા એ ગડથોલું ખાઈ ઉછળી પડ્યો. રોઝી નો હાથ પોતાના હાથમાં છૂટી જતાં. એણે બૂમ પાડવા પ્રયાસ કર્યો , પણ એના મોઢામાં ધૂળ ભરાઈ ગઈ. કોઈ અજાણી જ દિશામાં ખેંચાઈને વિલિયમ પટકાયો. એને માની લીધું હવે કોઈ જીવતું અહીંથી જઈ શકે એમ નથી.
ધડાધડ કરતુ આવેલુ તોફાન દસ જ મિનિટમાં શમી ગયું. ફર્શ પર પટકાયેલા વિલિયમે આંખો ખોલી. ઢીંચણ અને કમર પર પછડાટથી દર્દ થઈ રહ્યું હતું. પોતે બચી ગયો એ જાણી એને શાતા વળી. શરીરમાંની હળવી ધ્રુજારીને ખાળતાં એણે આસપાસ જોયું. પોતે એક બંધ કમરામાં પડ્યો હતો. કમરામાં આછું આછું ધુમ્મસ ફેલાયું હતું. પોતાની નજર સમક્ષ પાંચ ફૂટના અંતરે ધુમ્મસના વંટોળ જેવા ઘેરાવા પર એની નજર ગઈ. ધુમ્મસના ઘેરાવામાં એક સ્ત્રી આકાર હિલોળાતો હતો. એ સ્ત્રી આકારનો હાથ પકડી ગંભીર મુદ્રામાં ટેંન્સી ઊભી હતી.