Kaal Kalank - 1 books and stories free download online pdf in Gujarati

કાલ કલંક-1

ચાલો આજે આપણે એક નવી કહાનીનો આરંભ કરીએ કાળકલંક નામની આ વાર્તા ડર ભયાનકતા અને ખૌફની ચરમસીમા ઓળંગીને તમારૂ ભરપૂર મનોરંજન કરશે. કારણકે આમાં "નથી કોઈ ખજાનાના રહસ્યની વાત' કે કાળકલંકમાં નથી કોઈ કબ્રસ્તાનની વાત...

ઘણી વાર્તાઓમાં પ્રેતાત્મા કોઈનું ખૂન કરીને જતો હોય છતાં પણ વાચકના શરીરની રુવાંટી પણ ના ફરકે તો એ આપણી અસમર્થતા ગણાય...

(કાળકલંકમાં છે ઝેરી જાનવરના દંશથી ઘાયલ રાજકુમારને ઉગારી લેવાની મેલી મતમથરાટ સાથે પ્રવેશેલા પિશાચી અઘોરીની દિલધડક કથા.. પૂર્વજન્મના રાજકુમાર વનરાજ ની વેદના ભરી ક્રંદિત ટીસમાં આંગળતી.. ટેન્સીના રહસ્યમય વર્તમાનમાં જીવતી શૈલી અને કેટલાક અન્ય પાત્રોના બેબસ અસહાય મરણિયા લોહિયાળ જંગની કથા એટલ

જેમાં હર ક્ષણે છે ભય દહેશત અને શરીરના રુંવાટા ખડા કરી નાખતા ભયાવહ સન્નાટાની વાત મલ્લિકાનાં શૌર્ય અને ભૈરવીના ઈન્તકામની વાત...)

કાળકલંકમાં આપણે સીધા વાર્તામાં પ્રવેશ કરીશું...

પહેલા જ પ્રકરણથી વાર્તા તમને સજ્જડ ડર સાથે જકડીને એવા બાંધી લેશે કે છેલ્લા પ્રકરણ સુધી એનાથી છૂટવુ તમારા માટે દુષ્કર બની જશે બસ એજ વધુ વાર્તા કહેશે..

આપના પ્રતિભાવોનો અભિલાષી

-સાબીરખાન પઠાન

*** *** **** *** **** *****

પ્રકરણ-1

ભૂકંપમાં હેમખેમ રહેલા મકાનોમાં શૈલીનું પણ એક ઘર હતું.

શૈલી એની બેસ્ટ કોલેજ ફ્રેન્ડ હતી.

ભૂકંપ પછી તરત જ એણે શૈલીના ખબર અંતર પૂછ્યા.

અને ત્રીજા જ દિવસે શૈલીના ઘરે આવી. શૈલીની સાથે મંદિરની મુલાકાત લીધી. ભૂકંપની ઉથલપાથલમાં આ પુરાતન મંદિર કસ્બાથી એકાદ કિલોમીટર દૂર ખીણો કોતરોમાં નીકળેલુ.

મંદિરની પહેલી મુલાકાત ટેન્સીને મોહિત કરી ગઈ.

શિલાલેખોની ગૂઢલિપિની એને ડાયરીમાં નોંધ કરેલી.

ગૂઢલિપિનો અભ્યાસ કરવાની અભિરૂચિ એને જાગેલી.

ગૂઢ લિપિનો અભ્યાસ કરતાં એને લાગ્યું.

"કોઈ અગમ્ય કાળની ઘટનાઓ સાથે એને સીધો કે આડકતરો સંબંધ છે."

એની સાથે સંકળાયેલી સ્મૃતિઓ કઈ છે.? એ જાણવાની જિજ્ઞાસા એને ભીતરથી કોતરતી રહેલી.

શૈલીથી બધું જ છૂપુ રાખી રહસ્યના છેડે પહોંચવાનું એને નક્કી કર્યું.

પેલા લખાણના દિશાસૂચનોથી એ મંદિરના ભૂગર્ભમાં ઉતરી ગઈ.

સલવાર-કુર્તો એને સહેતુક પહેરેલાં.

'નહીં ને ક્યાંક જીવ બચાવી ભાગવું પડે તો..?'

એના હાથમાં લાયસન્સવાળી નાની રિવોલ્વર હતી.

બીજા હાથમાં નાની ટોર્ચ હતી.

ભૂગર્ભમાં ઉતર્યા પછી તેને ખાતરી થઇ ગઇ કે તે આ જગ્યાથી પૂર્વ પરિચિત છે.

સરસ પહોળો એક હતો.

વિશાળ પાણીના બે હોઝની વચ્ચે પગ રસ્તા જેવી લાંબી હતી.

લાંબીને સામે છેડે પાંચેક પગથિયાં પછી દસેક ફીટના અંતરે અશ્વરથ હતો.

પથ્થરના અશ્વની આંખો કોઇ તેજસ્વી પદાર્થને લીધે ઝગતી હતી.

ધીમે ધીમે ચાલતી ટેન્સી પ્રત્યેક વસ્તુને ધારી ધારી જોતી હતી.

"આ જગ્યા મારા પગલાંથી ઘસાઈ ગઈ લાગે છે..!"

એ બબડેલી.

ભેંકાર શાંતિ અને નિરવ માહોલ ગૂંગળાવી મારે એવો હતો.

ઘેરા સન્નાટાની ભયાનકતા પ્રાણ હરી લે તેવી હતી.

જડપથી પગથિયાં ચડી ટેન્સી ઉપર આવી. એકાએક કોઈ હસ્યુ હોય એવું તેને લાગ્યું.

એ આગળ ડગલું માંડતાં અટકી ગઈ. પાછળ આખાય ખંડમાં એને બેટરીની લાઈટ નાખી જોઈ.

હોલમાં ચંદ્રમાંની રોશની જેવો ઉજાસ પહેલાથી જ મોજૂદ હતો.

ધીમા ધીમા અટહાસ્યની સાથે અનેક જાતના અવાજો એને સંભળાવવા લાગ્યા.

આ..હ ઓ..હ... ઉં...હ..!

કોઈના પીડાભર્યા ચિત્કારો હોજમાં ગુંજતા હતા.

એ ઊભી હતી ત્યાં જ ખોડાઈ ગયેલી. ટેન્સીને આ દ્રષ્ટિભ્રમ લાગ્યો.

'પણ ના.. ! આ અવાજો માત્ર ભ્રમ નહોતા..!'

આ..હ..! બચાઓ..! ઓ..હ.. મારા પર દયા કરો...! રહેમ કરો..!"

કોઈના દયાજનક ઉંહકારો ની સાથે એક પીડા ચીસ એને સંભળાઇ.

ઝાંખી-ઝાંખી સ્મૃતિ ટેન્સીના મસ્તિષ્કને ચગડોળે ચડાવી રહી હતી.

પાણીના હોજમાં જીવતદાનની યાચના કરતો લાંબી દાઢીવાળો વૃદ્ધ ફફડી રહ્યો હતો.

એની સામે જ એક ભીમકાય મેઢક ગાંડો તૂર બની આગળ ધપી રહ્યો હતો.

ટેન્સીનું માથું ભમી ગયું.

"આ બધું શું હતું..? આ અવાજો પરિચિત લાગતાં હતા, પણ કોના હતા..? અને પેલી દર્દનાક ચીસ કેવી..?"

ટેંન્સી કંઈ જ નક્કી કરી શકતી નહોતી.

જોકે એ જરા પણ ગભરાઈ નહોતી. હાથમાંની રિવોલ્વર મજબૂત પકડી એને આગળ ડગ માડયું .

પણ આ શુ..? એનો જમણો પગ અતિશય ભારે થઈ ગયેલો.. કોઈ ઝેરીલું જાનવર ડંખ્યું હોય એવી પીડા એને ઉપડી.

ટેન્સીનુ જોમ ઓસરવા લાગ્યુ.

પોતે કોઈ ખતરનાક આફતમાં સપડાઈ ગઈ હોય એમ ટેન્સીને લાગ્યું.

પેલા વિચિત્ર અવાજો શમી ગયા હતા.

છતાં ભેંકાર સન્નાટામાં એ અવાજોનો ભાસ થતો હતો.

ટેન્સીએ ટોર્ચના પ્રકાશમાં જોયુ.

સામે ત્રણ કમરા હતા.

ડાબી બાજુ પહોળો ખંડ હતો.

લગભગ એની સામે જ એક બીજો ખંડ અને ત્રીજો જમણી બાજુ હતો.

પગની વેદનાને સહન કરતી ખોડાતા પગલે ટેન્સી થોડું ચાલી હશે કે ત્યાં જ..

ટક્ ટક્ ટક્ ટક્.. કોઈના પગલાંનો અવાજ એણે સાંભળ્યો.

તરત એણે પાછળ જોયું.

જમણી બાજુના રૂમનો દરવાજો ખોલી કોઈ ભીતર સરકી ગયું.

"આ જગ્યા બહુ ભયાનક છે..!" એ ફરી બબડેલી.

આ અવાજો માત્ર ભ્રમ નહોતા "કોઈક છે..! કોઈક છે અહીં..!"

જમણી બાજુ રૂમના બંધ બારણે એની દ્રષ્ટિ ખોડાઈ ગઈ.

તેને એવું લાગ્યું જાણે પાછળની બાજુથી કોઈ આવી રહ્યું છે.

ઝબકીને એણે પાછળ જોયું.

મોટી-મોટી લાલઘૂમ આંખો વાળુ રીંછ જેવું પ્રાણી ડોલતુ ડોલતુ આવતું હોય એમ એને લાગ્યું.

ક્ષણનાય વિલંબ વિના રિવોલ્વર એની સામે તાકી એણે મોટો ધડાકો કર્યો.

ધડાકાનો જબરજસ્ત અવાજ આખા ખંડમાં પડઘાઇ ઊઠ્યો.

ગોળીની કશી જ અસર ન થઈ હોય એમ એ પ્રાણી આગળ વધતું રહ્યું.

"આને તો કોઈ જ અસર નથી..? હવે..?"

પળભર માટે અપસેટ થયેલી ટેન્સીએ તરત જ બીજો ધડાકો કર્યો.

મોટા વિસ્ફોટને પગલે ભયાનક અટહાસ્ય એના મુખમાંથી નીક્ળ્યુ.

એ અટહાસ્યનો ઘોઘરો અવાજ ટેન્સીનામાં ઉતરી ગયો.

પીઠ ફેરવી એ ભાગી.

જમણી બાજુના રૂમનું દ્વાર એના ધક્કા સાથે જ ખુલી ગયું.

ટેન્સી ભીતર પ્રવેશી ગઈ.

એના આખા બદનમાં ભયનું લખલખું પસાર થઈ ગયું.

પિત્તળ જેવી ધાતુનો દરવાજો વખાઈ ગયો.

ભયભીત થયેલી ટેન્સીએ આખા કમરામાં બેટરીનો પ્રકાશ નાંખી જોયો.

થોડીવાર પહેલાં જ કોઈ કમરામાં પ્રવેશ્યું હતું.

પરંતુ એની નવાઈ વચ્ચે અત્યારે કમરામાં કોઈ જ નહોતું.

ઊભી હતી ત્યાં જ દીવાલ સાથે જડાઈ ગઈ.

કમરામાં થોડીક કાંસ્યની નારી પ્રતિમાઓ અને છત પર નાના મોટા ઝુમ્મરો સિવાય અન્ય કોઈ જ વસ્તુ નહોતી.

હળવે હળવે શ્વાસોશ્વાસ લેતી તે ઊભી હતી.

કમરાની બહાર આખા હોલમાં ઘોઘરા અવાજવાળું ભયંકર અટહાસ્ય પડઘાઈ રહ્યું હતું.

અટહાસ્યના ભયાનક ઓથાર નીચે એનું મન-મસ્તિક ભિંસાવા લાગેલું.

( ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED