શહેરની ખ્યાતનામ હોસ્પિટલના એક ઓપરેશન થીયેટરમાં ડોક્ટર સહિતના સ્ટાફ સામે ખતરનાક દ્રશ્ય ઉપસ્થિત થયું ત્યાં ડૉક્ટર દર્દીને બચાવી લેવા પોતાનું તમામ ઈલમ અજમાવી રહ્યા હતા.
દર્દીમાં ચેતન હતું એટલે તેઓ નિરાશ નહોતા થયા.
પગથી ઢીંચણ સુધીના બંને ભાગનું મોસ કોઈ જાનવરે ખોતરી ખાધું હતું.
ખૂન ઘણું વહી ગયું હોવાથી દર્દીને ઓક્સિજન પર મૂકી એના બદન માં રક્ત સપ્લાય કરવામાં આવી રહ્યું હતું.
બીજી બાજુ તેના બંને પગ ઉપર ઝડપથી શસ્ત્રક્રિયા થઈ રહી હતી.
લગભગ બે કલાકની મહેનત પછી ઓપરેશન સફળ રહ્યું.
ડૉ. અનંગ શાહ ઓપરેશન થિયેટરની બહાર આવ્યા.
ત્યારે વેઇટિંગરૂમમાં રાહ જોતાં રોઝી અને ઈસ્પે. અનુરાગ ઊભા થઈ ગયા.
ડૉ. ત્રણેના મનમાં એક જ સવાલ હતો. "પેશન્ટને હવે કેમ છે..?
"ઓપરેશન ઈઝ અ સક્સેસફૂલ..!
આવો મારી કેબિનમાં બેસીએ..!
મારે તમને કેટલાક સવાલ પૂછવા છે..!
ડોક્ટર અનંગના અવાજમાં ઉત્સાહ હતો એ ઉત્સાહ અનુરાગના ચહેરે ચમક પાથરી ગયો.
વિલિયમના હોઠ પર ફિક્કું સ્મિત ફરક્યું. જ્યારે રોઝીની આંખમાં ખુશીના આંસુ ઉભરાઈ ગયાં.
ડોક્ટર અનંગની કેબીનમાં પ્રવેશી ત્રણેએ ડૉક્ટરની સામે જ બેઠક લીધી.
ઓફિસમાં નરી શાંતિ હતી.
વૉલ કલૉકમાં રાત્રિના અગિયાર વાગ્યા હતા.
અનુરાગ સાહેબે સક્સેસ થવાની આશા નહીવત હતી.
સદ્ નસીબે એ બચી ગઈ..! હવે કહો કોણ છે એ બેબી..?
આવી હાલતમાં એ ક્યાંથી મળી આવી..?" "જાણવું જરૂરી છે ડૉક્ટર..?"
અનુરાગે નંખાયેલા સ્વરે પૂછ્યુ.
હા, કેમકે મારે તમને એક ખાસ વાત કહેવી છે..! બેબીનું મોંસ જે જાનવરે ખાધું છે તેના મુખથી નીકળેલો ચપટો ચીકણો પદાર્થ અને કાળુ ઘટ્ટ લોહી મારા માટે અનેક શંકાઓ પ્રેરે છે..!
બંને પગને લેબોરેટરીમાં મોકલી આપ્યા છે મને ખાતરી છે કે લેબોરેટરીનો રિપોર્ટ કેસ સોલ્વ કરવામાં મહત્વનો પુરવાર થશે..!
ઈસ્પે. અનુરાગે ડોક્ટરની વાત સ્વીકારી લીધી.
" શૈલી મારી લાડકી સિસ્ટર છે..!
અનુરાગે સ્વસ્થતા જાળવી રાખી ઉમેર્યુ. શહેરથી એની ફ્રેન્ડ્સ ટેન્સી એને મળવા આવેલી..
બંને જણા પેલા ભૂકંપમાં બહાર આવેલા મંદિરના શિલ્પસ્થાપત્યની ઈન્ટ્રસ્ટથી ચર્ચા કરતાં હતાં.
મંદિર મુલાકાત પછી ટેન્સીને મેં ગંભીર થઈ ગયેલી જોઈ હતી.
આજે ચારેક વાગે શૈલીનો ફોન આવેલો એ કહેતી હતી.
ભાઈ હુ ટેન્સી સાથે મંદિરે જાવ છું..!
પ્લીઝ આજનો દિવસ ક્યાંક બહાર જમી લેજો..!
ત્યારે પણ મારા મનમાં એક જ સવાલ ઉઠયો હતો.
"આ બંને જણા મંદિરમાં આટલો ઈન્ટ્રસ્ટ કેમ લે છે..?
આ ઘેલછા માત્ર શિલ્પ પાછળની નથી..! કંઈક રંધાઈ રહ્યું હતું..
એમણે ધેરો નિશ્વાસ નાખેલો.
પછી શિથિલ શબ્દે એમણે કહ્યું .
"આ વિલિયમ છે ડૉક્ટર.. અને આ રોઝી બંને પતિ-પત્ની છે..! રોઝી ટેન્સીની સિસ્ટર થાય.
વિલિયમ અને રોઝીએ ડૉક્ટર સામે હાથ જોડી નમસ્કારનો વિવેક કર્યો.
ડોક્ટરે સ્મિત સાથે એવો જ પ્રતિભાવ આપ્યો.
બાઇક લઇ બંને જણાં સાતેક વાગ્યે મારા ઘરે આવ્યાં હતાં.
એમણે જે વાત કરી એનાથી મને ઇલેક્ટ્રીક શોકનો ઝટકો લાગ્યો.
ઈસપેકટર અનુરાગ ચૂપ થઇ ગયા.
થોડીવાર પહેલાં ભજવાયેલાં દ્રશ્યો એમની આંખોમાં ઊપસી આવ્યાં હોય એમ ડૉક્ટરને લાગ્યું .
ડૉક્ટર અનંગે પ્રશ્નાર્થ નજરે વિલિયમ સામે જોયું.
એટલે વિલિયમે ખુલાસો કર્યો. ડૉક્ટરસાહેબ સાંજે ચારેક વાગ્યે કોઈનો ફોન આવ્યો હતો.
ફોન કરનારનુ કહેવું હતું કે ટેન્સી અને શૈલી મુસીબતમાં છે તેમનો જીવ બચાવવો હોય તો રાયગઢ જઈ પેલા પુરાતન મંદિરે તપાસ કરો..
ટેન્સી, શૈલી સાથે અનુરાગ સાહેબના ઘરે આવેલી જેથી મારે તરત રાયગઢ આવી અનુરાગ સાહેબને મળવું પડ્યુ..!"
શાંતચિત્તે ડૉ. અનંગે વિલિયમની વાત સાંભળી.
વિલિયમે ખુલાસો આગળ લંબાવ્યો. અનુરાગ સાહેબ જણાવતા હતા કે શૈલી અને ટેન્સી મંદિરની મુલાકાતે ગયાં છે, એટલે મારી વાત સાંભળીને ડરી ગયા.
" આવો ફોન કોનો હોઈ શકે..? એ વિશે અમે બંને અને ખુદ અનુરાગ સાહેબ પણ ચિંતિત હતા.
છેવટે અમે પોલીસવાનમાં મંદિર માર્ગે તપાસ કરી જોવાનું ઠીક માન્યુ.
તપાસ કરતાં ટેન્સીની ફિયાટ મળી જેમાં શૈલી ઘાયલ દશામાં બેશુદ્ધ પડી હતી. સાહેબ આપે જે બેબીનું ઓપરેશન કર્યું, એ શૈલી છે..!
જ્યારે ટેન્સી લાપતા છે..!"
મામલો બહુ ગંભીર લાગે છે..
ડૉક્ટર પણ વિચારમાં પડી ગયા.
વિલિયમ ભાઈની વાત સાંભળતા એવું લાગે છે કે ક્યાંક કશું અનિચ્છનીય બની રહ્યું છે..!
અથવા બન્યું છે...!
અનુરાગ સાહેબ લેબોરેટરીનાં રિપોર્ટ પહેલા એટલુ તો જરૂર કહીશ કે બેબીને અકસ્માત તો નથી થયો.
"મારું પણ એવું જ માનવું છે..!
જો અકસ્માત જ થયો હોય તો ડોક્ટર ગાડી સહી-સલામત ના મળે..!
મને તો આમાં અપરાધીઓના ખૂની કાવતરાની ગંધ આવે છે..!
અનુરાગે પોતાનો આક્રોશ ઠાલવ્યો.
"મારી સિસ્ટરની આવી હાલત કરનારને વહેલામાં વહેલો ઝડપી લઇશ
ગોડ બ્લેસ યુ અનુરાગ..!
ડૉક્ટરે ઉશ્કેરાયેલા ઈસ્પે. અનુરાગના કંધા પર હાથ મુક્યો.
" બધુ ઠીક થઈ જશે..! હિમ્મત રાખો ..! ચાલો હવે અને ઉઠીએ.. ફરી વાર મળીશું..! "ડૉક્ટર અંકલ.. શૈલી ભાનમાં આવી જશે ને..?"
માયુસ થઈ ગયેલી રોઝી છૂટા પડવાની વાતથી અદ્ધર જીવે ઊભી થઈ ગઈ.
"ડોન્ટ વરી બેબી.. તમે સવારે એની સાથે વાત કરી શકશો..!"
પ્રેમાળ સ્વરે ડૉક્ટરે પોતાનો આત્મવિશ્વાસ પ્રકટ કર્યો.
રોઝીએ વિલિયમ સામે જોયું.
વિલિયમે આંખો બંધ કરી આશ્વાસક સંકેત કર્યો.
ચાલો ડોક્ટર સાહેબ હવે અમે રજા લઈએ!"
ઈસ્પે. અનુરાગ, અનંગ સાથે શેકહેન્ડ કરી બહાર નીકળ્યા.
વિલિયમ અનુરાગને અનુસર્યો.
રોઝીએ બે હાથ જોડી સ્મિત કર્યુ. પોલીસવાન તરફ આગળ વધતાં-વધતાં ઈસપેકટર અનુરાગે કહ્યુ.
"તમે લોકો મારાં અતિથિ બની શકો છો.."
નો થેંક્શ અનુરાગ સાહેબ..! અમે હોટલ "બસેરા"માં ઉતર્યા છીએ..!"
"ઓકે તો પછી સવારે અહીં જ મળીશું..!"
" શૈલી ભાનમાં આવે ત્યાં લગી કશું કહી શકાય નહીં રાત ગણી વીતી ચૂકી છે લેબોરેટરીના રિપોર્ટને શૈલીના બયાન પછી તેમની શોધખોળ માટે આગેકૂચ કરવામાં સરળતા રહેશે..! ચાલો ગુડનાઇટ..!" ભલે સર.. ગુડનાઈટ..!"
વિલિયમ અને રોઝી એક તીણી ઘરઘરાટી સાથે વહી જતી પોલીસ વાનને તાકી રહ્યાં ગમે તેવી મુસીબતમાં સ્વસ્થતા ધરી રાખવાનું કોઇ અનુરાગ સાહેબ જોડેથી શીખે.
રોઝીએ અહોભાવથી કહેલુ.
" ગજબનો સહનશીલ માણસ છે..!"
વિલિયમે બાઇક સ્ટાર્ટ કર્યુ.
રોજી વિલિયમને ચિપકીને બેઠી એટલે તરત જ એને બાઈક હોટલ તરફ ભગાવ્યુ.
એ સમયે વિલિયમના ભેજામાં ચાલતી ગડમથલ ને રોજી આછું-પાતળું કલ્પી શકતી હતી.
***
"મા..અ..! મા...આ..હ..! ઓ..હ..!"
રાજમહેલના શાહી ખંડણી દમદાર બેડ પર રાજકુમાર વનરાજ અસહ્ય પીડાથી ચિત્કારી રહ્યો હતો.
એ જ બેડ ઉપર રાજકુમારની બાજુમાં રાજમાતા અરુંધતી નિંદ્રાધીન પુત્રના કપાળમાં ઠંડા પાણીનાં પોતાં લગાવી રહ્યાં હતાં.
રાજકુમારનુ શરીર તાપથી ધગતુ હતું. કમરામાં નરી શીતળતા વ્યાપેલી હતી.
તેમ છતાં રાજકુમાર પરસેવાથી રેબઝેબ હતા.
પુત્રની દયાજનક હાલત જોઈને રાજા માનસિંગ ઢીલા પડી ગયા હતા.
રાજરાણી અને પુત્રવધૂના આંસુ રાજાથી જોઈ શકાતાં ન હતાં.
બેશુદ્ધ બની બેડ ઉપર પડેલા રાજકુમારના ક્યારેક-ક્યારેક સંભળાતા દર્દનાક ઉંહકાર એનાં જન્મદાતાને હૈયાઓની વીંધી નાખતા હતા.
રાજમાતાના મુખ માંથી એક ભીનું ભીનું ડૂસકું નીકળી ગયું.
રાજા માનસિંહ પત્નીની બાજુમાં બેઠા.
પોતાનું માથું મહારાજની છાતીમાં મૂકી રાજમાતા ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યાં.
"શાંત થઈ જાઓ મહારાણી..!શાંત થઈ જાઓ..!"
આપણા કુમારને કશુ નહી થાય..!
ભગવાન ઉપરથી આસ્થા છોડશો નહીં તમને આ રીતે તૂટી પડતાં જોવાની મારી હિંમત નથી..!
રાજા માનસિંઘે આર્જવ પૂર્વક મહારાણીને કહ્યુ.
"કૃપા કરી શાંત થઈ જાઓ..! નહિ તો મારુ હૈયું મારે હાથ નહી રહે..!"
રાજાની આજીજીની રાણી ઉપર ધારી અસર થઇ.
તેઓ શાંત થઈ ગયાં.
છેલ્લા સાત દિવસથી આ ક્રમ રોજનો હતો.
કુમારના પીડાભર્યા ચિત્કારો રાજમાતાને રડવા મજબૂર કરી દેતા, અને મહારાજ આવી જ રીતે રાજમાતાના મનોબળને ટકાવી રાખવાનો ભરપૂર પ્રયાસ કરતા.
જોકે એમને તો પોતાના મનને સમજાવવામાં પણ ઘણો શ્રમ કરવો પડતો.
સાત દિવસ પહેલાંની વાત છે..
નિત્યક્રમ મુજબ ઘોડેસવારી કરી કુમાર રાયગઢ નગરીથી એક કિમી દુર લીલોતરીથી છલકતા જંગલી પ્રદેશમાં કિલ્લોલતા નાનાં ઝરણાના ઉદગમ સ્થાને રહેલા શિવલિંગના દર્શને ગયેલા.
ત્યાંથી પાછાં ફરતાં કુમાર રાજમહેલના પ્રાંગણમાં મૂર્છિત થઈ અશ્વ પરથી નીચે ઢળી પડ્યા.
વાયુવેગે વાત આખા રાજમહેલમાં પ્રવેશી ગઈ.
હો હા અને દોડધામ મચી ગઇ.
રાજાના અંગત માણસો રાજકુમારને ઊંચકીને રાજમહેલમાં લઈ આવ્યા.
રાજા રાણી સાથે મલ્લિકા પણ કુમારના બેડરૂમમાં દોડી આવી.
રાજકુમારનો જમણો પગ લોહી લૂહાણ હતો.
રાજા રાણી અને મલ્લિકા કુમારની હાલત જોઇ હેબતાઇ ગયાં હતાં.
કુમારની સાથે રહેલો ભાઈ કહેતો હતો.
મહારાજ દર્શન કરતી વખતે કુમાર કોઈ અગમ્ય કારણસર અશ્વપરથી નીચે પડી ગયા.
કુમારના પગમાં કંઈ વાગ્યું લાગે છે..!
તુ જા ભાઈ મંત્રીજીને જલદી ખબર કરો વૈદરાજને જલદી હાજર કરે...!"
"રાજવૈદને વાવડ મોકલાવી દીધા છે મહારાજ એ આવતા જ હશે..!"
પેલા માણસે ખુલાસો કર્યો.
"કુમાર..! બેટા કુમાર.. બોલ તો ખરો મારા લાલ..!
રાજમાતા કુમારને ઢંઢોળતાં હતાં.
છતાં કુમારનું ફરકતું નહોતું.
ધેરી બેહોશીમાં સરી ગયેલા કુમારને જોઈ રાજા-રાણી બેબાકળાં બની ગયાં.
"ખમ્મા કરો અરુંધતી..! તમને હતભાગી થતાં જોઈ પુત્રવધૂ પર શું વીતતી હશે..?" મહારાજ રાણીની હિંમત બંધાવતા હતા. જડવત પૂતળાંની જેમ મલ્લિકા સ્થિર થઈ ગઈ હતી.
પતિની અવદશા જોઈ એને ઘેરો આઘાત લાગેલો.
એને તો જોર જોરથી ચીસો પાડી રડવું હતું.
કુમાર ને હલબલાવી નાખી પૂછવું હતું.
" તને શું થયું કુમાર..? તને શું થયું ..?
પણ એના હોઠ ખુલતા નહોતાં.
લાચાર અસહાય બની મલ્લિકા પોતાની જગ્યાએ ફસડાઈ પડી.
કમરામાં રાજવૈદ દાખલ થયા.
સાથે પ્રધાનજી હતા.
"આવો વૈદરાજ..!
રાજાએ પોતાની વ્યથા ઠાલવી.
"આ જુઓને કુમાર બેશુદ્ધ પડ્યા છે એમનો જમણો પગ ખૂનથી ખરડાઈ ગયો છે..!" સમજમાં નથી આવતું એમને શું થયું છે..!"
"સબૂર મહારાજ સબૂર..!
વૈદરાજે ધરપત આપી.
" હું કુમારને જોઈ લઉં..! જે હશે તે ખબર પડી જશે.
આપ નચિંત થઇ જાવ.. હું એવો રામબાણ ઇલાજ કરીશ કે કુમાર જલ્દી ઉભા થઇ જશે..!"
"પણ કુમાર કંઈ બોલતા કેમ નથી વૈદરાજ..?" મલ્લિકાનું દ્રવિત હૈયું બોલી ઉઠ્યુ.
"કુમાર બોલશે બેટા..! ખૂબ જ જલદી તમે બધા કુમાર સાથે વાતો કરી શકશો..!"
વૈદરાજે દિલાસો દીધો.
પરંતુ વૈદરાજને ક્યાં ખબર હતી કે પોતાના આશીર્વચનો સાવ ઠાલાં અને પોકળ સાબિત થવાનાં હતાં.
(ક્રમશ:)