વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરી
ભાગ-21
લેખક-મેઘા ગોકાણી & મેર મેહુલ
માલા જયારે મહેતાને કૉલ કરે છે ત્યારે વિહાન મહેતાને અમદાવાદ બહાર નીકળવા સમજાવે છે.માલા વિશે વિહાનને કેમ ખબર પડી એ વાત માલા પૂછે છે પણ વિહાન તેના સવાલની હસી ઉડાવે છે.વિહાન આકૃતિને મળી ઘરે આવે છે અને ફરી મહેતાને કૉલ લગાવે છે અને એરપોર્ટ પહોંચ્યાની જાણકારી મેળવે છે.અંતે વિહાને મહેતાને મોટી ‘માત’ આપી હોય તેમ બ્રેકીંગ ન્યૂઝ સંભળાવી હસે છે.હવે આગળ…
રાજુ અને રઘુવીર પોળના એક જ ઘરમાં છુપાતા. શિલા બંને માટે મનોરંજનનું સાધન બની રહેતી.દારૂથી માંડીને બધી વ્યવસ્થા એ જ કરી આપતી.મહેતાને આ વાતની જાણ નોહતી.તેના મન તો રઘુવીર અમદાવાદ છોડી ચાલ્યો ગયો હતો.
રઘુવીરે આકૃતિને કિડનેપ કરી પછી પોળમાં આવી છુપાઈ ગયો હતો.તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે એ મહેતા પાસે પહેલીવાર મદદ મેળવવા ગયો હતો.
“મહેતાભાઈ,મારી પત્નીને હાર્ટએટેક આવ્યો છે.મારે પૈસાની જરૂર છે”રઘુવીરે રડતાં રડતાં કહ્યું હતું,રઘુવીર ત્યારે મહેતાની ઑફિસમાં જૉબ કરતો એટલે તેને મહેતાભાઈ પાસેથી મદદ મળી જ રહેશે એ વાતની તેને ખાતરી હતી.તેને સ્નેહાની પણ ચિંતા હતી.ચાર વર્ષની સ્નેહા તેના મમ્મીથી એક પળ પણ દૂર નોહતી થતી.મહેતાએ ત્યારે રઘુવીરને પોતાનાં ધંધામાં લાવવા પાસા ફેંક્યા હતા.મહેતા હંમેશા મોકો જોઈને જ વાર કરતો.મજબૂરીનો ફાયદો ઉઠાવી એ લોકોને પોતાના ધંધામાં ફસાવી લેતો.રઘુવીરે ઘસીને ના પાડી એટલે મહેતાએ રૂપિયા ન આપ્યા,ત્રણ દિવસમાં રઘુવીરની પત્ની મૃત્યુ પામી.રઘુવીર બેબાકળો બની મહેતા પાસે ગયો.
“તને ભગવાન કોઈ દિવસ માફ નહિ કરે,તારામાં માણસાઈ જ નથી,તને તો નર્કમાં જ જગ્યા મળશે.”રઘુવીરે ગુસ્સામાં કહ્યું.
“સ્વર્ગમાં એક જગ્યા બચી હતી,ત્યાં તો તારી પત્ની જઈને બેઠી ગઈ,હવે નર્કમાં જ જવું છે તો સારા કામ કરીને શા માટે જવું?”મહેતાએ નફટાઈથી કહ્યું.
“હું તારા પર કેસ કરીશ અને તને ફાંસી અપાવીશ”
“એ બકબક ના કર,હજી તારી દીકરી જીવતી છે,ચૂપચાપ મારી વાત માની લે નહીંતર તેની એવી હાલત કરીશ કે …”મહેતાએ ફરી નફટાઈથી કહ્યું.
રઘુવીર પાસે બીજો કોઈ વિકલ્પ નોહતો.મહેતાની છાપ સમાજમાં કેવી હતી એ જાણતો હતો.જો એ એકલો તેને લડત આપશે તો કોઈ તેની વાત નહિ સમજે એટલે એ ચૂપ હતો.
‘મારો પણ સમય આવશે,એક દિવસ હું બદલો લઈને રહીશ’બદલાની ભાવનામાં રઘુવીર રોજ સળગતો પણ મહેતાનો ધંધો ઓછી મહેનતે વધુ કમાણીનું સાધન હતું એટલે રઘુવીરને આ ધંધો ફાવી ગયો હતો.રઘુવીરે વિહાનને જે દિવસથી જોયો હતો ત્યારથી તેના મગજમાં આ વાત ઘુમતી હતી પણ વિહાનનું મહેતા પ્રત્યેનું વર્તન જોઈ એ ચૂપ રહ્યો હતો.
આજે તેની પાસે એ સમય હતો.વિહાન બેબસ હતો પણ પૂરેપૂરો મહેતાના શિકન્જામાં નોહતો આવ્યો.તેણે વિહાનને કૉલ લગાવ્યો.રઘુવીર મહેતાની દુઃખતી રગ જાણતો હતો.
“વિહાન હું રઘુવીર,તારી બાજુના ઘરમાં રહું છું”રઘુવીરે કહ્યું.વિહાન ત્યારે મમ્મીને હોસ્પિટલેથી ઘરે લાવ્યો હતો.આકૃતિ અને ઈશા હજુ વિહાનના ઘરેથી નીકળ્યા જ હતા.
“હા બોલો રઘુવીરભાઈ”વિહાને રઘુવીરને માન આપતા કહ્યું.રઘુવીરે જ આકૃતિને હોસ્પિટલની બહાર મોકલી હતી એ વાત વિહાનને ખબર નોહતી.
“મહેતા.”રઘુવીરે કહ્યું.
“ઓહ તો તમે પણ તેને સાથ આપો છો”
“હા મારી મજબૂરી છે,આકૃતિને મેં જ કિડનેપ કરી હતી અને હું એ સિલસિલામાં જ વાત કરું છું”રઘુવીરે પોતાના પર વીતેલી આપવીતી સંભળાવી.રાજુ સાથે જે ઘટના બની એ વાત પણ રઘુવીરે કહી.મહેતા વિરુદ્ધ તેણે જે માહિતી મેળવી હતી એ પણ કહી.
“તમે મહેતા વિશે એટલું બધું જાણો છો તો તમે કેમ કંઈ નથી કરતા?”બધી વાતો સાંભળી વિહાને કહ્યું.
“હું પણ તેમાં ફસાઈ શકું છું અને મારા પર મારી દીકરીની જવાબદારી છે એટલે હું કંઈ નથી કરી શકતો”રઘુવીરે પોતાની મજબૂરી જણાવી.
“મારે પણ મમ્મીની જવાબદારી છે અને હું કેમ તમારી વાત માની લઉં?આ મહેતાની કોઈ ચાલ હોય એવું પણ બની શકે ને?”વિહાને સાવચેતી દાખવતા કહ્યું.
“ત્રણ દિવસથી મારી દીકરી ઘરે એકલી છે,મહેતાના ડરથી તેને મળી પણ નથી શકતો.હવે તમે જ કહો એક બાપ તેની સાત વર્ષની છોકરીને નોંધારી મૂકી આવા ધંધા કરતો હોય તો તેની પાછળ મજબૂરી જ હશે ને”રઘુવીરે વિહાનને સમજાવતા કહ્યું.
“તો હવે હું શું કરું?”વિહાને કહ્યું.
“આમ તો બધા સરકારી નોકર મહેતાના હાથ નીચે છે પણ એક ઇન્સપેક્ટરે તેની વિરુદ્ધ લડત કરી હતી.સાલા મહેતાએ તેની બહેન સાથે જ અપકૃત્ય કરીને તેની બોલતી બંધ કરી દીધી હતી.તમે એની મદદ લો અને મહેતાને ગિરફ્તાર કરાવો”રઘુવીરે સલાહ આપતા કહ્યું.
“કોણ છે એ ઇન્સપેક્ટર?”વિહાને પૂછ્યું.
“ઇન્સપેક્ટર કૌશિક,કાલુપુર એરિયામાં.”રઘુવીરે માહિતી આપી કૉલ કટ કરી દીધો.
વિહાને ગૂગલમાં કાલુપુર પોલીસ ચોકીનો નંબર મેળવ્યો અને કૌશિકનો કોન્ટેક કર્યો.કૌશક સાથે વાત કરી વિહાનને ખાતરી થઈ ગઈ હતી કે મહેતા હવે બચવાનો નથી.તેણે પોતાની જાતને પણ સુરક્ષિત રાખવાની હતી અને મહેતાને પણ ફસાવવાનો હતો એટલે પોતાનું નામ ન આવે અને મહેતા પણ ઝડપાઈ જાય એવી તેણે યુક્તિ કરી અને માલાએ કરેલા કોલમાં તેણે એ યુક્તિને અંજામ આપ્યું હતું.હવે મહેતા પણ ઝડપાઈ જવાનો હતો અને પોતે પણ સુરક્ષિત રહેવાનો હતો.
***
‘બ્રેકીંગ ન્યૂઝ,મહેતા અને માલા ગિરફ્તાર.ઓગણીસ છોકરીઓને કિડનેપ કરનાર ટોળી ઝડપાઇ..હાહાહા’વિહાન મોટેથી બોલ્યો અને પોતાની જ વાત પર હસ્યો.
‘મહેતા તે મને ઓછો આંકયો,તું ભૂલી ગયો હું દિવેટિયા છું.તને મૌતથી બત્તર જિંદગી ન આપું તો હું પણ વિહાન દિવેટિયા નહિ.”ઓવર કોન્ફિડન્સ અને અહંકારમાં વિહાન બબડયો.તેણે મહેતાને કૉલ લગાવ્યો.
“ઇન્સપેક્ટર કૌશિકનો કૉલ આવ્યો હતો”મહેતાએ કૉલ રિસીવ કર્યો એટલે વિહાને કહ્યું.મહેતા હચમચી ગયો.કૌશિક શું કરી શકે એ વાતથી મહેતા વાકેફ હતો.તેણે કૌશિકને ખરીદવા એડી ચોટીનું જોર લગાવ્યું હતું પણ કૌશિક માન્યો નોહતો.અંતે તેણે કૌશિકની બહેનનું મર્ડર કરાવી તેણે કૌશિકને ચૂપ કરાવ્યો હતો.એ જાણતો હતો કૌશિક બદલો લેવા કંઈ પણ કરી છૂટશે.
“શું કહ્યું તેણે?”ડર મિશ્રિત અવાજે મહેતાએ કહ્યું.
“એ જાણે છે કે તું અમદાવાદ છોડી જાય છે,તે જ છોકરીઓનું અપહરણ કર્યું એ વાતની પણ તેને ગંધ આવી ગઈ છે”
“તો હવે શું કરશું?”ડરથી થથરાતો મહેતા બોલ્યો.
“તું નીકળ ત્યાંથી અબી હાલ”વિહાને કહ્યું અને કૉલ કટ કરી દીધો.
મહેતા વેઇટિંગ રૂમમાં બેઠો હતો.બૅગ લઈ એ દોડ્યો,માલા તેની પાછળ દોડી.મહેતા ગેટની બહાર પહોંચ્યો એટલે તેને હાશ થઈ.પોતાના આદમીને ફોન કરી એ ગાડી મંગાવતો હતો.એ જ તેની ભૂલ હતી.જે સમયે મહેતા ગેટની બહાર નીકળ્યો ત્યારે જ કૌશિક પોલીસ ફોર્સ સાથે એરપોર્ટ પર પહોંચ્યો હતો.સામે ઉભેલા મહેતાને ઓળખવામાં તેણે એક સેકેન્ડ ના થઈ. તેણે પાછળથી મહેતાની પીઠ પર ગન રાખી.
“હાથ ઉપર કર મહેતા,તારી બધી કોશિશ બેકાર છે”કૌશિકે રોફથી કહ્યું અને મહેતાનો મોબાઈલ છીનવી લીધો.મહેતા ઝડપાઇ ગયો હતો.તેના માટે તો આ સોદો ખોટનો હતો.તેણે પોતાના આદમીને મુંબઇ પોલીસને શું બયાન આપવું એ પણ જણાવી દીધું હતું.પોતે બધી બાજુથી નિષ્ફળ ગયો છે એ વાત સમજી તેણે નાટક શરૂ કર્યું.
“શું કરો છો ઇન્સ્પેક્ટર?,મેં શું કર્યું?”મહેતાએ હાથ ઉપર કરતા કહ્યું.
“નાટક ના કર,ત્રિવેદીએ તારી બધી જ ઇન્ફોર્મેશન આપી દીધી છે, એ તો બચી જશે પણ તું તો ગયો”કૌશિકે કહ્યું.
ધીમેથી કૌશિક મહેતાની પાસે આવ્યો અને કાનમાં બોલ્યો,“આપણો હિસાબ બાકી છે હજી,યાદ છે ને?”,
“એ કેવી રીતે ભુલાય,તારી બહેન હતી જ એટલી ખુબસુરત,સાત દિવસ સુધી મજા કરી બધાએ” મહેતાએ ખૂન્નસથી કહ્યું.
“મેં સાંભળ્યું છે તારે પણ એક છોકરી છે,તું જેલમાં જાય એટલે વર્ષો સુધી અમે મજા લેશું”કૌશિકે મહેતાની બોચી દબોચી અને જીપ તરફ ખેંચી ગયો.
***
‘‘બ્રેકીંગ ન્યૂઝ,મહેતા અને માલા ગિરફ્તાર.ઓગણીસ છોકરીઓને કિડનેપ કરનાર ટોળી ઝડપાઇ..હાહાહા’વિહાન મોટેથી બોલ્યો અને પોતાની વાત પર ફરી હસ્યો.એક જ વાતનું રટણએ વારંવાર કરતો હતો.વિહાને ટીવી ઑન કર્યું.હજી સુધી મહેતાની ધરપકડના સમાચાર નોહતા આવ્યા.એ રૂમમાં આમ તેમ આંટા મારતો હતો અને ટીવી સામે નજર કરતો હતો.
“‘બ્રેકીંગ ન્યૂઝ,ઓગણીસ છોકરીઓને કિડનેપ કરનાર ટોળી ઝડપાઇ,મુંબઈમાંથી એક ટ્રક અને અમદાવાદ એરપોર્ટ પર તેનો માસ્ટર માઈન્ડ મહેતા આઇઆઇએમ કૉલેજના પ્રોફેસર માલા સાથે ઝડપાયો.”ટીવીમાં સમાચાર પ્રસારિત થયા.
“યસ,વિહાન દિવેટિયાને ખરીદવા ચાલ્યો હતો,હુહ”વિહાને અહંકારમાં કહ્યું.તેણે ઇશાને કૉલ લગાવ્યો,
“ઈશા ન્યૂઝ જોયા?”
“ના,બહાર છું કામમાં.પણ શું થયું?”ઇશાએ કહ્યું.
“છોકરીઓને કિડનેપ કરવાવાળી ટોળી પકડાઈ ગઈ”
“ગ્રેટ ન્યૂઝ યાર,મારી ફ્રેન્ડ રીટા પણ સહી-સલામત છે હાશ”ઇશાએ ખુશ થતા કહ્યું.વિહાન ચૂપ રહ્યો.તેણે રીટાને પોતાની સામે કણસતા જોઈ હતી.એ શું બોલે?
“ઇ બધું તો ઠીક છે પણ કાલનો શું પ્લાન છે?,આકૃતિનો બર્થડે છે ને.”વિહાને વાત બદલતા કહ્યું.
“હું પછી કૉલ કરું,બિઝી છું”ઇશાએ કૉલ કટ કરી દીધો.
‘સૉરી વિહાન’ઈશાએ નિશ્વાસો નાખ્યો અને એરપોર્ટથી ઘરે જવા નીકળી.
વિહાને આકૃતિને કૉલ લગાવ્યો.
“લવ યુ, લવ યુ, લવ યુ સો મચ”આકૃતિએ કૉલ રિસીવ કર્યો એટલે વિહાને ખુશ થઈ કહ્યું.
“અરે શું થયું?,કેમ બાવળો બની ગયો?બપોરે તો લવ યુ ના કહેવા પર લેક્ચર આપ્યું હતું અને અત્યારે કેમ લવ યુ લવ યુ કરે છે?”આકૃતિએ શૉક થઈ કહ્યું.
“એ બધું હું પછી કહીશ,મારે અત્યારે તને મળવું છે બોલ ક્યાં મળીએ?”વિહાને પૂછ્યું.
“હાહા,રિવરફ્રન્ટ પર જ મળીએ,હું અડધી કલાકમાં પહોંચું છું,તું આવી જા”આકૃતિએ હસીને કહ્યું.
“થેંક્યું”કહી વિહાન રિવરફ્રન્ટ જવા નીકળ્યો.
***
‘કાલે આકૃતિનો બર્થડે છે,વિહાન નક્કી કંઈક પ્લાન કરશે.કાલે તો મારે કૌશિકને સબુત આપવાનું છે.શું કરું?’ ઍરપોર્ટથી ઘર તરફ આવતા સમયે ઈશા વિચારતી હતી.તેણે વિચાર્યું હતું કે વિહાન અને આકૃતિ એકબીજામાં મશગુલ રહેશે અને પોતે અહીં સફાઈથી પોતાનું કામ કરી દેશે.વિહાને હમણાં આકૃતિના બર્થડેના પ્લાનિંગ વિશે પૂછ્યું એટલે તેણે ‘પોતાના જ પગ પર કુલ્હાડી મારી દીધી’ એવું તેને લાગ્યું.તેની પાસે પ્લાન હતો.પ્લેઝર સાઈડમાં ઉભું રાખી તેણે વિહાનને કૉલ કર્યો.
“હા ઈશું”વિહાને કૉલ રિસીવ કરી કહ્યું.
“ઈશું?વાહ..બોલ તો શું વિચાર્યું બર્થડે વિશે?”ઇશાએ સામેથી પૂછ્યું.
“હું કૉલ કરું એટલે રિવરફ્રન્ટે આવજે,ત્યાં જ વાત કરીશું”વિહાન લહેકા સાથે કહ્યું.
“,તું અત્યારે ક્યાં છો?”ઇશાએ પૂછ્યું.
“મહેતાબાબાને મળવા જાઉં છું,ઘણાં દિવસો થઈ ગયા છે ને”વિહાન ખોટું બોલ્યો.
“ઓહ,મળી આવ”ઇશાએ દુઃખી થતા કૉલ કટ કર્યો.ઇશાએ હમણાં પોતાની નરી આંખે મહેતાને ગિરફ્તાર થતા જોયો હતો અને એ જણાતી હતી કે વિહાને જ કૌશિકને બાતમી આપી હતી તો અત્યારે એ કેમ ખોટું બોલે છે?
(ક્રમશઃ)
મહેતા ખરેખર ઝડપાઇ ગયો હશે?,ઈશા કેમ એરપોર્ટ પર ગઈ હતી?,વિહાને ખરેખર મહેતાને મોટી ‘માત’ આપી છે કે એ કોઈ જાળમાં ફસાયો છે?શું વિહાનની બધી મુસીબતો દૂર થઈ ગઈ છે?
રહસ્યો ઘણાબધાં છે,બધા રહસ્યો એકબીજામાં ગુંચવાયેલા પણ છે.તો ગુંચવાયેલા રહસ્યોને ઉકેલવા વાંચતા રહો.વિકૃતિ.
Megha Gokani & Mer Mehul
મારી અન્ય નૉવેલ,
-ભીંજાયેલો પ્રેમ (લવ સ્ટૉરી)
-સફરમાં મળેલ હમસફર ભાગ-1 & 2 (સસ્પેન્સ લવ સ્ટૉરી)
-સ્માઇલવાળી છોકરીની શોધમાં(હાસ્ય લઘુકથા)
-તું મુસ્કુરાયે વજાહ મેં બનું (ટૂંકીવાર્તા)
સાથે આ નોવેલને મંતવ્ય આપવાનું ચૂકતા નહિ.
Contact info :
Mehul – 9624755226
Megha – megha.g (instagram)